આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 24 November 2016

♥ વિશ્વની સૌથી મોટી ઘડિયાળ લંડનનો ક્લોક ટાવર ♥



👉🏻 લોલકની શોધ પછી તેનો સૌથી વધુ ઉપયોગ ઘડિયાળમાં થયો. મધ્યયુગમાં શહેરોમાં ટાવર ઘડિયાળ મૂકવાની પરંપરા હતી. કિલ્લા અને રાજમહેલોમાં તોતિંગ ઘડિયાળોવાળા ઊંચા ટાવર બંધાતાં. લંડનના વેસ્ટ મિનિસ્ટર પેલેસમાં આવેલો વિખ્યાત ક્લોક ટાવર વિશ્વની સૌથી મોટી ઘડિયાળ છે.

👉🏻 ઈ.સ. ૧૮૫૬માં ક્લોક ટાવર બનેલો. ઘડિયાળનો ચંદો ૨૩ ફૂટ વ્યાસનો છે તે રંગીન કાચના ૩૧૨ ટૂકડાથી જોડઈને બનેલી છે. આ ઘડિયાળને ૧૩ ફૂટ લાંબું ૩૦૦  કિલોગ્રામ વજનનું લોલક છે.

👉🏻 ઘડિયાળનું મશીન પાંચ ટન વજનનું છે. આ ઘડિયાળ ચોકસાઈપૂર્વક સમય દર્શાવવા માટે વિશ્વપ્રસિદ્ધ છે.

👉🏻 ઘડિયાળને સમયસર રાખવા ઋતુ પ્રમાણે લોલકની લંબાઈ અને વજનમાં ફેરફાર કરવામાં આવે છે. તેનો હિસાબ પણ ગજબનો છે. લોલકનું વજન વધારવા પેનીના સિક્કા નાખવામાં આવે છે. પેનીનો એક સિક્કો ઉમેરવાથી ઘડિયાળની ઝડપમાં ૦.૪ સેકંડનો વધારો થાય છે.

👉🏻 કલોક ટાવર સાથે વિશ્વનો સૌથી મોટો ઘંટ બીગબેન જોડાયેલો છે. ૨.૨ મીટર ઊંચો, ૨.૯ મીટર પહોળો આ ઘંટ ૧૩.૫ ટન વજનનો છે. ક્લોક ટાવર દર કલાકે આ ઘંટમાં ડંકા વગાડે છે.

♥ ચેસ્ટર કાર્લસન ♥



☝🏼 કોઈપણ દસ્તાવેજ, સર્ટિફિકેટ કે ફોટાની ઝડપથી નકલ કાઢવા માટે ઝેરોક્ષ મશીન રોજ જોવા મળતું જાણીતું સાધન છે. આજના આધુનિક ઝેરોક્ષમાં રંગીન કોપી પણ મળે છે. તેમાં અનેક સુવિધા પણ હોય છે.

☝🏼 ઝેરોક્ષની ટેકનોલોજીનો પાયો કાર્લસન નામના વિજ્ઞાનીએ નાખેલો. તેણે બનાવેલું વિશ્વનું પ્રથમ ઝેરોક્ષ મશીન વીજભારની મદદથી ચાલતું એટલે તેને ઈલેક્ટ્રીક ફોટોકોપી કહેતાં. કાર્લસને જસતની પ્લેટ ઉપર સલ્ફરના કાળા રજકણોનું પડ ચઢાવીને વીજભારની મદદથી દસ્તાવેજની કોપી કાઢવાની પધ્ધતિ શોધેલી. આજે ફટાફટ કોપી કાઢતાં ઝેરોક્ષ મશિન સામાન્ય બની ગયાં છે પરંતુ તેની શોધ કરવામાં કાર્લસનને ભારે મહેનત પડેલી.

☝🏼 ચેસ્ટર કાર્લસનનો જન્મ અમેરિકાના સિએટલમાં ઈ.સ. ૧૯૦૬ના ફેબ્રુઆરીની આઠ તારીખે થયો હતો. તેના પિતા વાળંદ હતા.

☝🏼 કિશોરાવસ્થામાં જ તેના માતાપિતાનું અવસાન થયું હતું. પરિવારના નિર્વાહની જવાબદારી કાર્લસન ઉપર આવી પડેલી. શાળાના સમયને બાદ કરીને કાર્લસન નાના મોટા કામ કરીને પૈસા કમાઈ લેતો. તે રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં કામે જતો ત્યાં તે રસાયણ વિજ્ઞાનના પુસ્તકો વાંચતો.

☝🏼 કિશોરાવસ્થામાં સખત પરિશ્રમ કરીને તેણે પૈસા બચાવી કેલિફોર્નિઆ ઈન્સ્ટીટયુટમાં વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. ગ્રેજ્યુએટ થયા બાદ ન્યૂયોર્કની લેબ લેબોરેટરીમાં રિસર્ચ એન્જિનિયર તરીકે જોડાયો. મંદીને કારણે તે નોકરી પણ છુટી ગઈ અને ફરીથી આર્થિક મુશ્કેલી શરૂ થઈ.

☝🏼 તેણે લાયબ્રેરીમાં નોકરી મેળવી તે દરમિયાન ઊંડું વાંચન કર્યું. કંઈક નવું કરવાની ધગશ સાથે તેણે ઘરમાં જ નાનકડી લેબોરેટરી ઊભી કરી. ઘરની લેબોરેટરીમાં જ તેણે જાતજાતના પ્રયોગો કરી તેણે નકલ છાપવાની પધ્ધતિ વિકસાવી. આ પદ્ધતિનો વ્યવહારમાં ઉપયોગ થાય તેવું મશિન વિકસાવવા તેણે ૨૦ વર્ષ મહેનત કરી. નાણાકીય મુશ્કેલી પણ વેઠી.

☝🏼 અંતે ૧૯૫૯માં તેણે બજારમાં ઉપયોગી થાય તેવું ઝેરોક્ષ મશિન બનાવ્યું. આ મશીનથી તેને અઢળક નાણાં અને પ્રસિધ્ધિ મળ્યાં. તેણે મોટાભાગની કમાણીનું દાન  કરી નાખેલું.

☝🏼 ૧૯૬૮ના સપ્ટેમ્બરમાં તેનું અવસાન થયું હતું.

♥ દૂરબીન ♥



☝🏼 ક્રિકેટની મેચ કે દૂરની વસ્તુ નજીકથી જોવા માટે બાયનોક્યુલર્સ જાણીતું સાધન છે. જહાજોમાં પણ દૂર સુધી નજર રાખવા દૂરબીનનો ઉપયોગ થાય છે. અવકાશી સંશોધનો માટે આજે જાતજાતના ટેલિસ્કોપ વિકસ્યા છે પરંતુ બે કે વધુ લેન્સને ભૂંગળીમાં ગોઠવીને બનાવેલું દૂરબીન આ બધી શોધોનો પાયો છે અને દૂરબીનની શોધમાં એક બાળકની જિજ્ઞાાસાનો ફાળો છે. તેની વાત પણ રસપ્રદ છે.

☝🏼 ઈ.સ. ૧૬૦૧માં હોલેન્ડમાં એક ચશ્માની દુકાનમાં એક મહિલા ચશ્મા ખરીદવા ગઈ. તેની સાથે એક બાળક હતું. બાળકે રમતાં રમતાં બે લેન્સ લઈ લીધા અને બંને સમાંતર રાખીને બારીની બહારનું દૃશ્ય જોવા લાગ્યો. દૂરની વસ્તુઓ અતિશય મોટી દેખાતાં તેને નવાઈ લાગી. તેણે તેની માતાને જોવા કહ્યું અને ત્યાર પછી દુકાનદારે પણ જોયું. પેલા દુકાનદારે ભૂંગળીના બંને છેડે લેન્સ લગાડીને દૂરબીન બનાવ્યું. આ વાતની જાણ ગેલીલિયોને થઈ. ગેલીલિયો તો મહાન વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી તેને ભૂંગળીના દૂરબીનમાં રસ પડયો. તેણે લેન્સની જાડાઈ, ભૂંગળીની લંબાઈ વિગેરેની ગણતરી કરીને આકાશમાં દૂર સુધી જોઈ શકાય તેવું મોટું દૂરબીન બનાવ્યું. તેણે પ્રથમવાર દૂરબીન વડે ચંદ્રની સપાટીનું અવલોકન કર્યું. આમ ગેલીલિયોએ દૂરબીન શોધ્યું.

☝🏼 ગેલીલિયોના દૂરબીનની ભૂંગળી ઘણી લાંબી હતી. આજના બાયનોક્યૂલર્સમાં ત્રિપાશ્વૅ કાચની મદદથી ટૂંકા ગાળામાં મોટું પ્રતિબિંબ દેખાય છે.

♥ ટામેટાં ♥



☝🏼લાલચટક ટામેટાં હજાો વર્ષથી લોકપ્રિય રહ્યા છે. આપણે તેનો ઉપયોગ શાકભાજી તરીકે કરીએ પરંતુ વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ ટામેટાં શાક નહીં પણ ફળ છે.

☝ પૃથ્વી પર સાતમી સદીમાં ટામેટાંની ખેતી શરૂ થયેલી. આજે વિશ્વભરમાં 7500 જેટલી જાતના ટામેટાંની ખેતી થાય છે.

☝🏼ટામેટાંની માત્ર લાલ જ નહીં પરંતુ તેની પીળી, લીલી, ગુલાબી, સફેદ અને જાંબલી રંગની જાત પણ પાકે છે. સોળમી સદીમાં ટામેટાં 'એપલ ઓફ લવ' અને 'એપલ ઓફ પેરાડાઈઝ' જેવા હુલામણા નામે ઓળખાતાં.

☝🏼ટામેટો સોસ એ આજની લોકપ્રિય વાનગી છે. સોસ અને કેચપ જાણીતી વાનગી છે. સામાન્ય રીતે મસાલા નાખી ગરમ કરીને પિરસાય તેને સોસ કહે છે. જ્યારે કેચપ ઘટ્ટ હોય છે તેમાં ખાંડ અને મસાલા ઉમેરાય છે. ગરમ કરવામાં આવતો નથી.

☝🏼ટામેટાં ખોરાક તરીકે લોકપ્રિય તો છે જ પણ મનોરંજનનું સાધન પણ બન્યાં છે. સ્પેનમાં લા ટોમેટીના નામનો એકબીજા પર ટામેટાં ફેંકવાનો ઉત્સવ મનાવાય છે.

☝🏼ટામેટાના ઢગલા પર આબોહવાની અને નૃત્ય કરવાની પણ સ્પર્ધાઓ યોજાય છે. ટામેટા સામાન્ય રીતે છોડ ઉપર પેદા થતી સિઝનનો પાક છે.

☝🏼ફ્લોરિડામાં ડિઝની વર્લ્ડ કંપનીએ કરેલા સાયન્સ પ્રોજેક્ટમાં 2005માં ટામેટાના એક જ છોડ પરથી 522 કિલોગ્રામ ટામેટાનો પાક લીધાનો વિશ્વ વિક્રમ નોંધાયો છે.
☝🏼અમેરિકાના ઓકલાહામાના એક ખેડૂતે 2013માં 3.51 કિલો વજનનું સૌથી મોટું ટામેટું પકવ્યાનો વિશ્વ વિક્રમ નોંધાયો હતો.

♥ આગિયા ♥



☝🏼સજીવ સૃષ્ટિમાં ખોરાક અને રક્ષણ મેળવવા જાત જાતની અજાયબીભરી યુક્તિઓ જોવા મળે. જીવજંતુઓમાં શારીરિક શક્તિ ઓછી હોય છતાં ય પોતાની જાતનું રક્ષણ કરી શકે અને ખોરાક મેળવી શકે તેવી વિવિધ શક્તિઓ હોય છે.

☝🏼આગિયા જીવડાં તેમાનાં એક છે. રાત્રિના અંધકારમાં વાતાવરણમાં પ્રકાશ વેરતા ઝબકતાં નાનકડા સુક્ષ્મ બલ્બ ઊડતાં હોય તેવું દૃશ્ય કદાચ તમે જોયું હશે. આગિયા જીવડાની પૂંછડી પર પ્રકાશ પેદા કરતી અદ્ભૂત ગ્રંથિ હોય છે.

☝🏼આ ગ્રંથિ દર પાંચ સેકન્ડે નિયમિત લબુકઝબુક થઈ પ્રકાશ વેરે છે. જંતુ જગતમાં લગભગ ૨૦૦ જાતના આગિયા જીવડાં જોવા મળે છે.

☝🏼સામાન્ય માખી જેવી શરીર રચના ધરાવતા આ જીવડાંની પૂંછડીમાં લ્યુસિફેરિન નામનું દ્રવ્ય હોય છે. આ દ્રવ્ય આગિયાના શરીરમાં પેદા થાય છે અને રાત્રિના અંધકારમાં તેને પ્રકાશ મળી રહે છે. કેટલાક આગિયા પીળા, લાલ કે લીલા રંગના પ્રકાશ પેદા કરે છે.

Tuesday, 22 November 2016

♥ ગુજરાતનાં ડાયમંડ કિંગ ♥

♥ दूध और विरूद्ध आहार ♥

👍  दूध के साथ कभी भूलकर भी ना करें यह 7 काम,नहीं तो बन जाएगा जहर 👍

दूध को पोषक तत्वों से भरपूर माना जाता है. इस बात से कोई फर्क नहीं पड़ता कि आप कितनी उम्र के हैं. यदि आप अपने दिमाग को चुस्त-दुरुस्त बनाना चाहते हैं तो रोजाना एक ग्लास दूध जरूर पीजिए. ऐसा करने से दिमागी क्षमता तेज होगी. साथ ही शरीर भी बलशाली बनेगा.

दूध एक संपूर्ण आहार है. इसीलिए दूध पीना शरीर के लिए आवश्यक है लेकिन साथ ही कुछ बातों का ध्यान रखना बहुत जरूरी है, नहीं तो दूध शरीर को नुकसान भी पहुंचा सकता है. जैसे कुछ चीजें ऐसी होती हैं जो दूध के साथ लेने पर बहुत फायदा करती हैं लेकिन साथ ही कुछ चीजें ऐसी भी होती हैं जो दूध के साथ लेने पर बहुत अधिक नुकसान पहुंचाती है आइए जानते हैं ऐसी ही कुछ चीजों के बारे में l

आमतौर ऐसी सलाह दी जाती है कि उड़द की दाल खाने के बाद दूध नहीं पीना चाहिए. क्योंकि यह स्वास्थ्य के लिए अच्छा नहीं होता है l

- दूध के साथ दही नहीं लेना चाहिए. दोनों को अलग-अलग समय ही लेना स्वास्थ्य के अच्छा रहता है. एक साथ लेने पर त्वचा संबंधी रोग होने की संभावनाएं रहती हैं  l

- दूध के साथ मूली, जामुन, मछली आदि भी नहीं लेना चाहिए. यह चीजें दूध के साथ विपरित प्रभाव देती हैं. ऐसा करने पर त्वचा संबंधी रोग हो सकते हैं l

- दूध के साथ नमक या करेला भी नहीं लेना चाहिए. यह भी सेहत के हानिकारक हो सकता है l

- दूध के साथ तिल लेना हानिकारक हो सकता है. ऐसा करने पर त्वचा संबंधी रोग होने की पूरी संभावनाएं रहती हैं l

- दूध और नीबू दोनों ही स्वास्थ्य के लिए बहुत लाभदायक हैं लेकिन इन्हें एक साथ लेना सेहत के लिए हानिकारक हो सकता है l

- रात को सोने से तीन घंटे पहले दूध पीएं तो  हितकारी होता है. रात को ज्यादा गरम दूध पीने से जहर का काम करता है l


Friday, 18 November 2016

♥ AMAZON - WORLD'S BIGGEST SHOPPING SITE ♥

આગામી 25 નવેમ્બરે વિશ્વનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ'બ્લેક ફ્રાઇડે'આવશે.વિવિધ કંપનીઓ કસ્ટમર્સ માટે ખાસ આ સમયગાળા દરમિયાન સ્પેશિયલ ઓફર્સ લાવતી હોય છે.વિશ્વની સૌથી મોટી શોપિંગ સાઇટ એમેઝોનના કેનેડા સ્થિત પીટરબરો વેરહાઉસમાં હાલમાં શું સ્થિતિ છે તે આ ફોટોગ્રાફ્સ દર્શાવે છે.

5.50 લાખ સ્ક્વેયર ફૂટમાં પથરાયેલું છે એમેઝોનનું વેરહાઉસ

-પીટરબરોનું આ વેરહાઉસ 5.50 લાખ સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલું છે.  
-અહીં દર સેકન્ડે 86 ઓર્ડર્સ આવે છે. 
-અહીંયા 1000 વર્કર્સ માત્ર પ્રોડક્ટ સિલેક્ટિંગ અને પેકેજિંગનું કામ કરી રહ્યા છે. 
- દર વર્ષે નવેમ્બર મહિનાનો ચોથો શુક્રવાર બ્લેક ફ્રાઇડે તરીકે ઓળખાય છે. 
-આ વર્ષે ડિમાન્ડને પહોંચી વળવા માટે એમેઝોને 20000 ટેમ્પરરી વર્કર્સ અને 3500 પર્મનન્ટ સ્ટાફ છે.
-ગત વર્ષે બ્લેક ફ્રાઇડે પર 74 લાખ પ્રોડક્ટ્સ વેચાઇ હતી.

Saturday, 5 November 2016

♥ भारत मे प्रथम ♥

1.भारत में पहली कोयले की खान-
►-रानीगंज (1820)

2. भारत की पहली ट्रेन-
►-मुम्बई से ठाणे (1853)

3. भारत का पहला राकेट-
►-रोहणी (1967)

4. भारत का पहला उपग्रह-
►-आर्यभट् (1975)

5. भारत की पहली इस्पात फैक्ट्री-
►-टाटा जमशेदपुर (1907)

6. भारत का पहला कृषि विश्व विद्यालय-
►-पंतनगर विश्वविद्यालय (1960)

7. भारत का पहला नेशनल पार्क-
►-जिम कार्बेट (1935)

8.भारत की पहली हवाई उड़ान-
►-इलाहाबाद से नैनी (1911)

9. भारत का पहला जूट कारखाना-
►-रिसरा (कलकत्ता में 1855)

10. भारत की पहली सीमेण्ट फैक्ट्री-
►-चेन्नई (1904)

11. भारत की पहली रबड़ की फैक्टी-
►-बरेंली (1955)

♥ INDIAN AIRFORCE ♥

🏼 જ્ઞાન-વિજ્ઞાન: એમ. એ. ખાન

  સૌજન્ય :-  સંદેશ સમાચાર 

👆🏻 એરફોર્સ એટલે કે હવાઈદળ યુદ્ધના મેદાનમાં લડતા આપણા લશ્કરને રક્ષણ આપે છે અને ધરતી પરથી ન દેખાતા દુશ્મનના હથિયારોને આકાશમાંથી બોમ્બ કે મિસાઈલ વડે નાશ કરી આપે છે. એટલે જ કોઈપણ દેશ માટે હવાઈદળ ખૂબ મહત્ત્વનું હોય છે. અત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધના હાકલા પડકારા ચાલી રહ્યા છે એટલે શ્રીનગર અને બિકાનેર ખાતે હવાઈ દળના જવાનો અને વિમાનોને કવાયત કરાવીને તૈયાર કરવામાં આવ્યા છે.

👆🏻 મિરાજ વિમાનોની ટાઈગર સ્ક્વોડ્રનને હવામાંથી છોડી શકાય એવા મિકા મિસાઈલથી સજ્જ કરવામાં આવી છે. જેથી આ વિમાનો નજરે ન દેખાતા હોય એવા નિશાન પર પણ મિસાઈલ હુમલો કરી શકશે.

👆🏻 હવાઈ દળ યુદ્ધ માટે જ રચવામાં આવ્યું છે અને એ જ એનું મુખ્ય કામ છે, પરંતુ ભારતનું હવાઈ દળ આફતના સમયે નાગરિકોને બચાવવા માટે પણ મેદાનમાં આવી જાય છે.

👆🏻 ઈન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુસેના વિશ્વમાં ચોથા નંબરની મોટામાં મોટી હવાઈ સેના છે.

👆🏻Indian Airforce ની સ્થાપના ૮ ઓક્ટોબર ૧૯૩૨માં બ્રિટિશ દળોની સુરક્ષા માટે થઈ હતી.  ૧૯૪૫માં એની ઉપર પોતાનું આધિપત્ય દર્શાવવા માટે રોયલ ઈન્ડિયન એરફોર્સ નામકરણ કરવામાં આવ્યું. બે વર્ષ પછી ભારત ૧૯૪૭માં આઝાદ થઈ ગયું ત્યારપછી ફરી એનું નામ ઈન્ડિયન એરફોર્સ થઈ ગયું હતું.

👆🏻 આઝાદી પછી ભારતીય વાયુસેના ચાર મોટા યુદ્ધ લડી ચૂકી છે. એમાંના ત્રણ પાકિસ્તાન સામે હતા જેમાં આપણી સેનાએ ભવ્ય વિજય મેળવ્યો હતો. એક યુદ્ધ ચીન સામે હતું જેમાં આપણી સેના ધાર્યું પરિણામ મેળવી શકી નહોતી. એ ઉપરાંત ગોવાનો કબજો ન છોડતા પોર્ટુગલના સકંજામાંથી ગોવાને આઝાદ કરાવવા માટે ઓપરેશન વિજયના ગુપ્ત નામે ઓપરેશન કરીને ગોવાને ૩૬ કલાકમાં આઝાદી અપાવી હતી.

👆🏻 જમ્મુ કાશ્મીર સરહદે સિયાચીનમાં દુશ્મનોએ કબજો કર્યો હોવાની બાતમી મળતા ૧૩ એપ્રિલ ૧૯૮૩ના દિવસે ઓપરેશન મેઘદૂત પાર પાડી સિયાચીનનો કબજો મેળવ્યો હતો.

👆🏻 શ્રીલંકાના તામિલ લિબરેશન ઓર્ગેનાઈઝેશન ઓફ તામિલ ઈલમ દ્વારા માલદિવમાં સરકાર ઉથલાવીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વાયુસેનાએ ઓપરેશન કેકટસ પાર પાડીને એ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

👆🏻 ૪ જૂન ૧૯૮૭માં શ્રીલંકાની સિવિલ વોર વખતે જાફના શહેરમાં ફસાયેલા તામિલ ટાઈગર્સને સુરક્ષા આપી જાફના પર કબજો મેળવી આપવા માટે ભારતીય વાયુદળે ઈગલ મિશન-૪ નામે સફળ કામગીરી કરી હતી.

♥ મલ્લાર્ડ ડક ♥



લીલું માથું લીલી ડોક અને પીળી ચાંચ તથા દૂધ જેવું ધોળું શરીર ધરાવતી બતકનું નામ  મલ્લાર્ડ ડક છે. આ જાતની બતકો  પૃથ્વીના ઉત્તાર્ધમાં આવતા લગભગ બધા જ દેશોમાં રહે છે. એમનો શિકાર થતો નથી અને મોટેભાગે નિર્જન વિસ્તારોમાં રહેતી હોવાથી એમની વસ્તીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. આ બતકો સમગ્ર પૃથ્વીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મલ્લાર્ડ બતકો શાંત, છીછરા પાણીના વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. એશિયા, યુરોપ, અને ઉત્તર અમેરિકાના દેશોમાં જ્યાં જ્યાં આવા શાંત અને છીછરા પાણી હોય ત્યાં ફરો તો ઢગલાબંધ મલ્લાર્ડ ડક જોવા મળે છે. સામાન્ય રીતે એ મીઠા પાણીમાં રહે છે, પરંતુ મીઠા પાણીમાં જ રહેવું એવું કોઈ બંધન જોવા મળતું નથી. ખારા પાણીમાં અને ગંદા પાણીમાં પણ મલ્લાર્ડ બતકોના ટોળાં રહેતા જોવા મળે છે.

આ પ્રકારની બતકોમાં નર બતકની ડોક વધારે ડાર્ક લીલા રંગની હોય છે. શરીર સફેદ તથા રાખોડી અને છાતીના ભાગે અખરોટ જેવા રંગના પીંછા હોય છે. માદા બતક કથ્થાઈ રંગના શરીર પર સફેદ કે પીળા ટપકાં ધરાવે છે. એની બંને પાંખ પર ચમકદાર જાંબુડિયા રંગની ડિઝાઈન હોય છે. આ જાતની બતકો સરેરાશ ૨૬ ઈંચ જેટલી લાંબી થાય છે. એમનું વજન સરેરાશ દોઢ કિલોગ્રામ સુધી પહોંચે છે.

પાણીમાં રહેતી અન્ય પ્રકારની બતકોની જેમ મલ્લાર્ડ બતકો પાણીમાં ડૂબકી મારતી જોવા મળતી નથી. એ કિનારાના છીછરા પાણીમાં જ ફરતી રહે છે. દિવસનો અડધો સમય તો એ કિનારે આવીને ધરતી પર બેસીને તડકો ખાતી હોય છે. એ માછલી, નાના જીવ-જંતુ, તથા જાતજાતની વનસ્પતિ ખાઈને જીવે છે. ધરતી પર હોય ત્યારે આસપાસ ફરીને દાણા પણ ચરે છે. જ્યારે નર-માદા બતકની જોડી બને તો એ બંને જ્યાં ટોળું રહેતું હોય એની ઉત્તર દિશામાં દૂર જઈને માળો બનાવવા માંડે છે. ઈંડા મૂકવા માગતી જોડીઓ બધી જ અહીં માળા બનાવવા આવી ગઈ હોય છે. સારી જગ્યા જોઈને માળો બનાવ્યા પછી માળામાંં માદા બતક એક ડઝન ઈંડા મૂકે છે. પછી એને ૨૫-૩૦ દિવસ સુધી સેવે છે. ઈંડા સેવાતા હોય ત્યાં સુધી નર-માદા કોઈને આ બાજુ આવવા દેતા નથી. બંને આક્રમક બની જાય છે. ઈંડા સેવાઈ જાય અને બચ્ચાં જન્મે પછી નર ઊડીને બીજા નર સાથે ટોળામાં જતા રહે છે. પછી બચ્ચાંને માતા ઉછેરે છે. મલ્લાર્ડ બતક પાંચથી દસ વર્ષ જીવે છે.

આ બતક મોટા ભાગે પાલતું બનતી નથી.  એ વગડામાં સ્વતંત્ર રહેવાનું જ પસંદ કરે છે. બતક પાળનારા આવા બતકને પાળતા પણ નથી. જોકે એને પાણીમાં તરતી જોવાનો લહાવો કંઈ ઓર જ હોય છે. લીલા રંગની ડોકના કારણે મલ્લાર્ડ બતક ભવ્ય લાગે છે.

Friday, 4 November 2016

♥ महत्वपूर्ण उपकरण एवं उनके अविष्कारक ♥


👍🏼 बैरोमीटर → टोरिसेलि
👍🏼 टेलीफोन → ग्राहम बेल
👍🏼 मोटर कार → ऑस्टिन
👍🏼 ग्रामोफोन → एडिसन
👍🏼 थर्मामीटर → फॉरेनहाइट
👍🏼 फाउंटेन पेन → वाटरमैन
👍🏼 ट्रांसफार्मर → फैराडे
👍🏼 टेपरिकार्डर → पाउलसन
👍🏼 क्रेस्कोग्राफ → जे. सी. बोस
👍🏼 डायनमो →माइकल फैराडे
👍🏼 गैस इंजन → डायमलर
👍🏼 रेडियो → मारकोनी
👍🏼 डीजल इंजन→रुडोल्फ डीजल
👍🏼 जेट इंजन → फ्रैंक व्हीटल
👍🏼 रेफ्रिजरेटर → हैरिसन एवं कैटलिन
👍🏼 रेल इंजन → जॉर्ज स्टीफेंसन
👍🏼 टायर → डनलप
👍🏼 दूरबीन → गैलीलियो
👍🏼 रिवाल्वर → कोल्ट
👍🏼 कैलकुलेटर → पास्कल
👍🏼 विद्युत बल्ब → एडिसन
👍🏼 पनडुब्बी → वुशवेल
👍🏼 साईकिल → मैकमिलन
👍🏼 सेफ्टी रेजर → जिलेट
👍🏼 एयर कंडीशनर → बील्स हैवीलैंड कैरियर
👍🏼 ई.मेल → रे. टॉम लिंसन


Thursday, 3 November 2016

♥ એક જ દારૂગોળાથી ફટાકડો ફૂટે અને રોકેટ ઊડે, આવું કેમ? ♥

આપણે ફટાકડો ફોડીએ એ તો ફૂટે કે તરત ધડાકો થાય છે, પરંતુ રોકેટ ઊંચા આકાશમાં ફૂટે ત્યારે પહેલાં એનો પ્રકાશનો ગોળો દેખાય છે. અવાજ જરાક વાર રહીને આપણને સંભળાય છે, કારણ કે પ્રકાશના કિરણો અવાજના મોજાં કરતાં વધારે ઝડપથી મુસાફરી કરે છે. એટલે એ આપણા સુધી વહેલા પહોંચી જાય છે.

એક સવાલ તમને ઘણી વખત પજવતો હશે કે ફટાકડા અને રોકેટમાં એકસરખો જ દારૃગોળો ભર્યો હોય છે, છતાં ફટાકડો ફૂટે છે અને રોકેટ આકાશમાં ઊંચે દોડી જાય છે. એવું કેમ? આમ થવાનું કારણ સાવ સાદું છે.

ફટાકડો બંને બાજુથી બંધ

ફટાકડાના નળાકારમાં દારૃખાનું ભર્યા પછી એને બંને બાજુથી ટીચીને પેક કરી દેવામાં આવે છે. માત્ર એની દિવેટ બહાર રહે છે. દિવેટ વાટે જ્યારે અગ્નિનો તણખો અંદર જાય ત્યારે અંદરનો દારૃગોળો આંખના પલકારા કરતાંય વહેલો સળગી જાય છે. એના કારણે અંદર ભયાનક ઊર્જા અને ગરમીનું દબાણ સર્જાય છે. એને બહાર નીકળવાની જરાય જગ્યા નથી હોતી. આખરે દબાણ સહન ન થતાં ફટાકડાનો નળાકાર ધડાકા સાથે ફાટે છે, એના કૂરચા ઊડી જાય છે.

રોકેટ એક જ બાજુથી બંધ

રોકેટમાં પણ દારૃખાનું ભર્યા પછી આગળનો ભાગ ટીચીને બરાબર પેક કરી દેવામાં આવે છે. એની ઉપર શંકુ આકારનું પૂઠું લગાવવામાં આવે છે, જેથી હવામાં ઊંચે જતી વખતે તેને હવાનો અવરોધ ઓછો નડે. રોકેટના બીજા છેડે મજબૂત પેકિંગ હોતું નથી. માત્ર કાગળ ચોંટાડીને બંધ કરવામાં આવ્યું હોય છે અને તેમાંથી દિવેટ બહાર રાખવામાં આવે છે. રોકેટને સળી સાથે ચોંટાડી દેવામાં આવે છે. જ્યારે તેને સળગાવવાનું હોય ત્યારે તેને સળી ઉપર ઊભું રાખીને દિવેટ સળગાવવામાં આવે છે. દિવેટ સળગતી અંદર પહોંચે કે તરત અંદરનો દારૃગોળો પળવારમાં સળગી જાય છે. એમાં પણ ઊર્જા અને ગરમીનું ભયાનક દબાણ સર્જાય છે. એ દબાણને નીકળવાનો રસ્તો નીચે હોય છે. એટલે બધું દબાણ નીચેથી બહાર ધસમસી આવે છે. ન્યૂટનના  આઘાત જેટલા જ પ્રત્યાઘાતના સિદ્ધાંત મુજબ  દબાણની ઊર્જા બહાર ધસી આવે તો એ જેટલા જોરથી બહાર ધસી આવે એટલું જ જોર રોકેટને સામી દિશામાં ધક્કો મારે છે. રોકેટ ઊભું હોવાથી ઊર્જા નીચેથી બહાર નીકળે છે અને રોકેટ સૂસવાટા સાથે આકાશમાં ઊંચે ધકેલાઈ જાય છે.

♥ ભમરી ♥

ભમરીથી બધા ડરે છે, કારણ કે એનો ડંખ લાગે તો ક્યાંય સુધી ચામડી ચચરે અને લ્હાય બળે. જોકે ભમરી પોતાનો જીવ બચાવવા માટે જ ડંખ મારે છે.

ભમરી એક એવું જંતુ છે જેની વિવિધ પ્રકારની અનેક પ્રજાતિઓ છે. આજ સુધી ભમરીની લગભગ ૩૦,૦૦૦ જેટલી પ્રજાતિની ઓળખ થઈ શકી છે.

મોટાભાગના લોકો એવું માને છે કે ભમરી એટલે એક ચમકતાં રંગનું જીવજંતુ જે હંમેશા ઝૂંડમાં જ રહે, અને બધી ભમરી જાણે ગુસ્સામાં ગણગણતી આપણને ડંખ મારવા તૈયાર હોય! પણ એવું નથી. ભમરીની મોટાભાગની જાત ખરેખર એકાંતમાં રહેવાવાળી અને ડંખ વગરની હોય છે. મનુષ્યો માટે નુકસાનકારક એવાં બીજા કીટકો અને જીવડાંને ખાઈને તેમની વસતી નિયંત્રિત કરતી હોવાથી ભમરીનું અસ્તિત્વ આપણાં માટે ફાયદાકારક છે.

ભમરી અને મધમાખી વચ્ચે ફરક એ રીતે પારખી શકાય કે ભમરીનો પેડુનો ભાગ અણીદાર અને ઘણો નીચે હોય છે. પેડુના ભાગને છાતીથી અલગ પાડતી ખૂબ પાતળી કમર હોય છે, જેને ‘પેટીઓલ’ કહેવાય છે. પીળા, કથ્થઈ, મેટાલિક બ્લૂ, લાલ એવાં પરિચિત રંગ સિવાય પણ કલ્પના કરી શકાતી હોય એવાં બધાં જ રંગોમાં ભમરીની અવનવી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.

ખુલતા રંગની ભમરીની પ્રજાતિ મોટાભાગે ‘વેસ્પાઇડે’ અથવા ડંખવાળા કુટુંબની હોય છે. બધી ભમરીઓ માળો બનાવે છે. જ્યારે મધમાખી માળો બનાવવા માટે એક મીણ જેવા પદાર્થનો સ્ત્રાવ કરે છે. ભમરીઓની પ્રજાતિને પ્રાથમિક રીતે બે પેટાજૂથમાં વિભાજિત કરવામાં આવે છેઃ સામાજિક અને એકાકી.

સામાજિક ભમરીની માત્ર એક હજાર પ્રજાતિ છે. જેમાં યલો જેકેટ્સ અને હોર્નેટ જેવી કોલોની-બિલ્ડર્સનો સમાવેશ થાય છે.

ભમરીની વસાહત રાણીથી શરૃ થાય છે. આગલા વર્ષે સંવનન કરીને બચી ગયેલી માદા શિયાળામાં મૃતપ્રાયઃ સ્થિતિમાં સંતાઈ રહે છે. જો એ જીવી જાય તો સૌથી પહેલાં પોતાનું એક દર બનાવી એમાં સો-દોઢસો ઈંડાં મૂકે છે. એમાંથી કામદાર માદાઓ જન્મે છે. એ માદાઓ દર મોટું બનાવવામાં ભમરી માદાને મદદ કરે છે. એ સાથે જ માદા રાણી બની જાય છે. ચોમાસા સુધી ભમરીઓ દર બનાવીને એમાં બચ્ચાં વિકસાવતી રહે છે. ચોમાસામાં નર પાંખો ફફડાવીને બહાર નીકળી માદાઓ શોધીને સંવનન કરી મૃત્યુ પામે છે. સંવનન કરેલી માદા ભમરી સારી જગ્યા શોધીને શિયાળો ગાળવા સંતાઈ જાય છે. શિયાળામાં જૂની રાણીનું દર નાશ પામે છે.

એકાકી પ્રકારની ભમરીઓ મોટી વસાહત બનાવતી નથી. એકલ-દોકલ મળીને દર બનાવે છે અને એકલી જ જીવે છે. ઈંડા મૂકવાના થાય તો નરમ શરીર ધરાવતી ઈયળોના શરીરમાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી લાર્વા બહાર નીકળે તો એ ઈયળના શરીરને અંદરથી ખાવાનું શરૃ કરે છે અને મોટા થાય છે. એમ કરતાં ઈયળ મૃત્યુ પામે છે અને લાર્વા કોશેટો બની એમાં પડયા રહે છે. પછી યોગ્ય સમયે એમાંથી નવજાત ભમરી બહાર આવે છે. આવી ભમરી માત્ર સંવનનની ઋતુમાં જ નર કે માદાને શોધે છે. ભમરી દોઢ સેન્ટિમીટરથી માંડીને દોઢ ઈંચ સુધીની હોઈ શકે.

♥ સૌથી લાંબું રાજ ભોગવવાનો રેકોર્ડ ♥

વિશ્વમાં સૌથી લાંબો સમય સતત રાજ કરનાર જીવિત વ્યક્તિ તરીકે થાઈલેન્ડના ચક્રી વંશના નવમા વંશજ એટલે રાજા ભૂમિબોલ અદુલ્યદેજનું નામ ગિનેસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન ૭૦ વર્ષ સુધી થાઈલેન્ડ પર શાસન કર્યું. 

  થાઈલેન્ડમાં આમ તો ક્રાંતિ પછી રાજાશાહી રહી નથી, પરંતુ બ્રિટનની જેમ રાજાનું પદ અને ગરીમા જાળવવામાં આવે છે.

  રાજા ભૂમિબોલે ૯ જૂન ૧૯૪૬થી શાસન સંભાળ્યા બાદ હમણાં ૮૮ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી સતત રાજ કર્યું હતું. જોકે ક્રાંતિ અગાઉ એમના વંશના વડવાઓ થાઈલેન્ડ પર એકચક્રી શાસન કરતા હતા. ક્રાંતિ પછી ભૂમિબોલ પ્રતીકાત્મક રાજા તરીકેની પરંપરા નીભાવી રહ્યા હતા. છતાં કાયદેસર તેઓ હોદ્દાની રૂએ રાજા જ હતા.

  અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજમાં ૫ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ તેમનો જન્મ થયો હતો.

  તેમનો ઔપચારિક રાજ્યાભિષેક ૫ મે, ૧૯૫૦ સુધી યોજાયો નહતો. તેમના ભાઈ રાજા આનંદ મહિદોલના મૃત્યુ બાદ તેઓએ સિંહાસન સંભાળ્યું હતું અને કોઈ વિક્ષેપ વગર સળંગ ૭૦ વર્ષ સુધી રાજ કર્યું હતું.

ભૂમિબોલ જીવતા હતા ત્યાં સુધી સૌથી લાંબો સમય રાજ કરનારા રાજાનો ખિતાબ એમની પાસે હતો.

હવે સૌથી લાંબો સમય રાજ કરનાર જીવિત વ્યક્તિનો ખિતાબ બ્રિટનના રાણી એલિઝાબેથના નામે નોંધાયો છે. મહારાણી અલિઝાબેથ છેલ્લાં ૬૪ વર્ષથી અવિરત શાસન કરી રહ્યાં છે.

♥ રોકહોપર પેન્ગ્વિન ♥

રોકહોપર પેન્ગ્વિન માથાના કાળા ભમ્મર વાળ ઉપર એની ચાંચથી કાન સુધી નીકળતા ચમકતા પીળા રંગની કલગી જેવા થોડાંક પીંછાના કારણે તરત ઓળખાઈ જાય છે. દરિયાકિનારાના ખડકો પર કૂદકા મારતા આ પંખીઓ વિશ્વના તમામ જાતિનાં પેન્ગ્વિન પંખીઓમાં સોથી નાના છે.

રોકહોપર પેન્ગ્વિન પંખી ઊભું હોય તો માંડ ૨૦ ઈંચ એટલે કે પોણા બે ફૂટથી થોડું ઓછું હોય છે.

રોકહોપર પેન્ગ્વિનનું શરીર શ્વેત પીંછાથી છવાયેલું હોય છે, એની આંખો લોહી જેવી લાલચટ્ટક હોય છે અને ચાંચ ચળકતા પીળા રંગની હોય છે. માથાના કાળા વાળમાં પીળા રંગના થોડાક તાંતણા ફરફરતા હોય છે.

એના પગ કોઈ કોમળ સુંદરીના પગ જેવા ગુલાબી હોય છે, જેની ઉપર કરોળિયાના જાળા જેવી કાળી રેખાઓ હોય છે.

દર વર્ષે સંવનનની ઋતુમાં  ચીલેથી ન્યૂઝીલેન્ડ સુધીના ઠંડાગાર મહાસાગરના કિનારાઓ પર ટોળાં બંધ ભેગા થાય છે. એમનું ટોળું હજારો-લાખ્ખોની સંખ્યા ધરાવતું હોય છે અને કાગારોળ કરતું રહે છે. સંવનન કર્યા પછી તરત ઊંચા ઊંચા ઘાસમાં સલામત જગ્યા શોધીને માળો બનાવવા માંડે છે. આ પેન્ગ્વિન મોટેભાગે એક વખત જ્યાં માળો બાંધે ત્યાં જ દર વર્ષે માળો બાંધે છે અને એક વખત જેની સાથે જોડી જમાવી હોય એની જ સાથે ફરી ફરીને જોડી જમાવે છે.

માદા ઈંડા મૂકી દે એ પછી નર અને માદા બંને વારાફરતી એને સેવે છે. ઈંડા સેવતી વખતે એ બંને ખૂબ જ આક્રમક હોય છે, કોઈનેય નજીક આવવા દેતા નથી. થીજાવી દેતા ઠંડા પાણીમાં તરવા માટે આ પંખીઓ પોતાની નાની પણ મજબૂત પાંખો વાપરે છે.

મોટેભાગે કિનારાના છીછરા પાણીમાં જ તરે છે, પરંતુ જરૂર પડે તો  ૧૦૦ મીટર સુધી ઊંડી ડાઈવ લગાવી શકે છે. એ પાણીમાંથી સીધી છલાંગ લગાવીને હવામાં કૂદે છે અને પેટભર ખડક પર લેન્ડ કરે છે.

આ અને બીજી તમામ જાતિનાં પેન્ગ્વિન આમ તો લાખ્ખોની સંખ્યામાં જોવા મળે છે, પરંતુ વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે એમની વસ્તીમાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે. અત્યારે એમની વસ્તી ૯૦ ટકા થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દાયકામાં એમની વસ્તી સરેરાશ ૩૦ ટકા ઘટી ગઈ છે.

સામાન્ય રીતે રોકહોપર પેન્ગ્વિન સરેરાશ ૧૦ વર્ષ જીવે છે. એમનું સરેરાશ વજન બેથી ત્રણ કિલોગ્રામ જેટલું હોય છે.


♥ પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર પ્રથમ એશિયન - ઝુમ્પા લાહિરી ♥


અંગ્રેજી સાહિત્યમાં આગવું સ્થાન મેળવનાર અને ભારતીય લેખનને અનોખી ઓળખાણ આપનાર ઝુમ્પા લાહિરી વોરવોલીસનું બાળપણનું નામ નિલંજના સુદેશના હતું.

તેમનો જન્મ ૧૯૬૭માં લંડનમાં થયો હતો અને રોડ આઈલેન્ડમાં સાઉથ કિંગ્સટાઉન ખાતે તેમનો ઉછેર થયો છે. વર્ષ ૨૦૦૦માં ઇન્ટર્પ્રિટર ઓફ મેલડિઝ નામના તેમના પુસ્તક માટે તેમને પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું. અને આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ એશિયન હતા.

બંગાળી મૂળના આ ભારતીય-અમેરિકન લેખકે ઈંગ્લિશ લિટરેચરમાં બેચલર ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેમણે એમ.એ. ઈન ઈંગ્લિશ, એમ.એ. ઈન ક્રિએટીવ રાઈટિંગ અને એમ.એ. ઈન કમ્પેરેટિવ લિટરેચરની ડિગ્રીઓ પણ મેળવી. તે પછી પી.એચ.ડી. પણ ભણ્યા.

૧૯૯૭-૧૯૯૮ દરમ્યાન પ્રોવિન્સ ટાઉનના ફાઈન આર્ટ્સ સેન્ટર ખાતે તેમણે ફેલોશિપ કરી હતી. ૨૦૦૧માં આલ્બર્ટો વોરવોલીસ-બુશ નામના પત્રકાર સાથે તેઓ લગ્નસંબંધે જોડાયા.

અત્યારે બોસ્ટન યુનિવર્સિટી અને રોડ આઈલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઈનના વિદ્યાર્થીઓને ઝુમ્પા ક્રિએટીવ રાઈટિંગ એટલે સર્જનાત્મક લેખન કેમ કરવું તે ભણાવે છે.

તેમનું પ્રથમ પુસ્તક ઇન્ટર્પ્રિટર ઓફ મેલડિઝ, ભારતીયો કે ભારતીય ઇમિગ્રન્ટ્સના જીવન પર આધારિત છે. તેમનું બીજું પુસ્તક ધ નેમસેક, ૨૦૦૩માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકે તેમને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ અપાવી દીધી. એમના આ પુસ્તક પરથી ધ નેમસેક નામનું મૂવી પણ બન્યું છે.

પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કારની સાથે ઇન્ટર્પ્રિટર ઓફ મેલડિઝ માટે ઝુમ્પાને બીજા અનેક પુરસ્કાર મળ્યા છે. ૧૯૯૩માં હેનફિલ્ડ ફાઉન્ડેશન તરફથી ટ્રાન્સએટલાન્ટિક એવોર્ડ મળ્યો હતો.

૧૯૯૯માં શોર્ટ સ્ટોરીની કેટેગરીમાં હેન્રી એવોર્ડ, ૨૦૦૦માં બેસ્ટ ફિક્શન ડેબ્યુની કેટેગરીમાં પેન/હેમિંગવે એવોર્ડ, ધ ન્યૂ યોર્કર તરફથી બેસ્ટ ડેબ્યુ ઓફ ધ યર અને જેમ્સ બર્ડ ફાઉન્ડેશન દ્વારા એમ.એફ.કે.ફિશર એવોર્ડ મળ્યો હતો.

વર્ષ ૨૦૦૦ના મે મહિનામાં ધ ન્યૂ યોર્કર મેગેઝિનને નેશનલ મેગેઝિન એવોર્ડ ફોર ફિક્શન નામનો પુરસ્કાર જે ત્રણ વાર્તાઓના લીધે મળ્યો તેમાંની એક વાર્તા ઝુમ્પાની લખેલી હતી, તે વાર્તાનું નામ હતું – ધ થર્ડ એન્ડ ફાઇનલ કોન્ટિનેન્ટ, જે ધ ન્યૂ યોર્કરના ૧૯૯૯ના ઉનાળું ફિક્શન અંકમાં છપાઈ હતી.


♥ પૃથ્વીના અક્ષાંશ, રેખાંશ અને નકશા ♥

પૃથ્વીના સંતરા જેવી ગોળ છે. પૃથ્વી પરના સ્થળોની ભૌગોલિક સ્થિતિ અક્ષાંશ અને રેખાંશ વડે રજૂ થાય છે. પૃથ્વીના ગોળા પર કલ્પિત રેખાઓ આંકવામાં આવી છે. પૃથ્વી પર આડી રેખાને અક્ષાંશ અને ઊભી રેખાને રેખાંશ કહે છે. ચિત્રાંકનમાં પૃથ્વી ઉપરનો છેડો ઉત્તર ધ્રુવ અને નીચેનો છેડો દક્ષિણ ધ્રુવ છે. બંને ધ્રુવ વચ્ચે બરાબર મધ્યમાં વિષુવવૃત્ત નામની આડી રેખા છે. આ રેખા પૃથ્વીના ગોળાના બે સરખા ભાગ કરે છે.

વિષુવવૃત્તને શૂન્ય અક્ષાંશ ગણીને ઉત્તર અને દક્ષિણે ૧૧૧ કિલોમીટરના અંતરે સમાંતર રેખાઓ દોરેલી  છે. ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં ૯૦-૯૦ અક્ષાંશો વડે કોઈ પણ સ્થળનું વિષુવવૃત્તથી અંતર જાણી શકાય છે.


ભૂગોળના અભ્યાસ માટે ઉપયોગી નકશા અને અક્ષાંશ રેખાંશને ગાઢ સંબંધ છે. નકશા બનાવવાની કળાને કાર્ટોગ્રાફી કહે છે.

ઈ.સ. પૂર્વે ૩૫૦માં પણ નકશા બનતા. નકશામાં સ્કેલ કે પ્રમાણમાપ મહત્ત્વનું છે.

પૃથ્વી પરના ૧૦૦ કિલોમીટરનું અંતર નકશાાં એક સેન્ટીમીટર કે અનુકૂળ માત્ર પ્રમાણે દર્શાવાય છે. નકશા પર અક્ષાંશ અને રેખાંશ હોય છે એટલે કયું સ્થળ ક્યાં છે તે તાત્કાલિક જાણી શકાય છે. વિવિધ હેતુ માટેના નકશામાં જરૃરી માહિતી હોય છે. નકશામાં પર્વતો, નદીઓ, જંગલો વિગેરે નિયત કરેલા ચિહ્નો દ્વારા દર્શાવાય છે.