આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.

Wednesday, 31 August 2016

♥ વાવાઝોડાના નામ કેવી રીતે પડયા? ♥

વરસાદ અને પવનના તોફાનને વાવાઝોડુ કહેવાય છે.

વંટોળિયાને ચક્રવાત. આ સામાન્ય નામ છે પરંતુ વિજ્ઞાનીઓએ વાવાઝોડાના ઉદ્ભવ, અસર અને તીવ્રતાના આધારે વિવિધ નામ પડયા છે.

રેડ ઈન્ડિયન લોકો તોફાનના દેવને હુર્રકન કહેતા. તેનો અર્થ વિરાટ પવન હતો. સ્પેનના લોકોએ પવનના તોફાનને હરિકેન નામ આપ્યું.

ચીનમાં તાઈફુંગ એટલે ટકરાતો પવન તેથી તેણે કુદરતી તોફાનને ટાયફૂન નામ આપ્યું.

મેઘાડંબર સાથેની આંધીને સ્પેનિશ ભાષામાં 'ત્રોનાદા' કહે છે. તે ગણતરીની મિનિટોમાં વ્યાપક નુકસાન કરનાર ચક્રવાત છે તેનું નામ ટોર્નેડો પડયું. ટોર્નેડો ચક્રાકાર ફરતી હવાનો ૫૦ મીટર વ્યાસનો સ્તંભ બનાવે છે. તેમાં હવાની ગતિ માપવાના સાધનો પણ ઊડી જાય છે. અમેરિકામાં ટેક્સાસથી કેનેડા સુધીનો ભૌગોલિક પટ્ટો ટોર્નેડો ગ્રસ્ત છે. જ્યાં ગમે ત્યારે ગમે તે ઋતુમાં અચાનક ટોર્નેડોનુ તોફાન થાય છે.

ચક્રાકાર ફરતા વંટોળિયાનું સાયક્લોન વૈજ્ઞાનિક નામ છે. તેની તીવ્રતા પ્રમાણે ટ્રોપિકલ સાયક્લોન, પોલર સાયક્લોન, મેસોસાયક્લોન તેવા નામ છે. ટોર્નેડોને અમેરિકામાં ટ્વિસ્ટર પણ કહે છે.

તોફાનના બીજા નામ પણ જાણવા જેવા છે. ૧૦ મીટર પહોળા અને હજાર મીટર ઊંચા ઓછી તીવ્રતાના વંટોળ ધૂળને ઘૂમરી લઈને ઉપર ફંગોળે છે તેને ડસ્ટડેવિલ કહે છે.

સમુદ્ર કાંઠે વંટોળિયામાં પાણી પણ ઊંચે ચઢે છે તેને વોટર સ્પાઉટ કહે છે.

જંગલામાં દાવાનળ ફાટી નીકળે ત્યારે ગરમ થયેલી હવા પણ ચક્રવાત  સર્જે છે. આ ચક્રવાતમાં સળગતા અંગારા અને રાખ ચક્રાકાર ફરતી ઉપર ચઢે છે. તેને ફાયર ટોર્નેડો કે ફાયરનાડો કહે છે.
 


♥ હાથી ♥

હાથીની મુખ્ય બે જાત એશિયન અને આફ્રિકન છે. આફ્રિકન હાથીના કાન એશિયન કરતાં ત્રણ ગણા મોટા હોય છે.

હાથીના કાન શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે. પરંતુ આફ્રિકન હાથી બીજા હાથીને સંદેશો આપવા પણ કાન હલાવે છે.

હાથી એક દિવસમાં ૩૦૦ લીટર જેટલું પાણી પીએ છે.

હાથી પાણીની ગંધ ૩ કિલોમીટર દૂરથી પારખી શકે છે.

હાથી એકમાત્ર એવું પ્રાણી છે કે જે કૂદકા મારી શકતું નથી.

હાથી આટલા મોટા કાન હોવા છતાં અવાજ સાંભળવામાં નબળા હોય છે.

હાથી પગના તળિયા વડે જમીનની ધ્રુજારી પરથી દૂર થતા અવાજ સાંભળી શકે છે.

હાથી બહુ ઉંઘ લેતા નથી. રાત્રે ઊભા ઊભા જ ઉંઘ ખેંચી લે છે.

હાથીની સૂંઢમાં હાડકાં હોતા નથી પરંતુ દોઢ લાખ જેટલા સ્નાયુઓ હોય છે. તેની ચામડી એક ઇંચ જાડી હોય છે.

હાથીની સૂંઢના છેડે આંગળી જેવો બહાર નીકળેલો અવયવ હોય છે તેના દ્વારા તે ખંજવાળી શકે છે અને આંખો સાફ કરે છે.

હાથીની સૂંઢના સ્નાયુઓ સંવેદનશીલ હોય છે. હાથી સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉપાડી શકે છે.

હાથી પાણીમાં લાંબા અંતર સુધી તરી શકે છે.


♥ પ્રાણીઓનો અદ્ભુત અવયવ આંખ ♥

♠ માણસની આંખ લાખો પ્રકારના રંગ પારખી શકે છે.
માણસની આંખ ડિજિટલ કેમેરા સાથે સરખાવીએ તો પણ ૬ મેગાપિકસલની ગણાય.
 માણસની જાગૃત અવસ્થાનો ૧૦ ટકા ભાગ આંખ પટપટાવવામાં વપરાય છે.


ગોલ્ડફિશ સહિત મોટા ભાગની માછલીઓને આંખનાં પોપચાં હોતાં નથી.

  શાહમૃગની આંખ તેના મગજ કરતાં મોટી હોય છે.

ઘણા માણસોને ભૂરી આંખો હોય છે. પરંતુ પ્રાણીઓમાં માત્ર બ્લેક લેમૂરને જ ભૂરી આંખ જોવા મળે છે.

મધમાખીને માથામાં પાંચ આંખો હોય છે.

કાચિંડા પોતાની બંને આંખ એક સાથે જુદી જુદી દિશામાં ફેરવી શકે છે.

માણસો સામી વ્યકિતની આંખના હાવભાવ પારખી શકે છે. પ્રાણીઓમાં માત્ર કૂતરાને જ આવી શક્તિ છે. કૂતરા માણસની આંખોના હાવભાવ પારખી શકે છે.

બિલાડીની આંખો પર ત્રણ પોપચાં હોય છે.

તદ્દન અંધકારમાં ખૂલ્લી આંખે માત્ર કાળો રંગ દેખાય છે. વિજ્ઞાનીઓ તેને ' બ્રેનગ્રે' રંગ કહે છે.

માણસની આંખની પાંપણો વારાફરતી ખરીને ૬૪ દિવસે નવી આવે છે.

 માણસની આંખ લીલા રંગની સૌથી વધુ છટાઓ પારખી શકે છે તેથી નાઈટ વિઝનના કાચ લીલા હોય છે. 

♠ જાયન્ટ સ્કવીડ નામના જળચરની આંખ સૌથી મોટી વોલીબોલ જેટલી મોટી હોય છે. 

Wednesday, 24 August 2016

♥ भारतीय मुद्रा (रुपया ₹) से जुड़े 31 ग़ज़ब रोचक तथ्य ♥


1. भारत में करंसी का इतिहास2500 साल पुराना हैं। इसकी शुरूआत एक राजा द्वारा की गई थी।

2. अगर आपके पास आधे से ज्यादा (51 फीसदी) फटा हुआ नोट है तो भी आप बैंक में जाकर उसे बदल सकते हैं।

3. बात सन् 1917 की हैं, जब 1₹ रुपया 13$ डाॅलर के बराबर हुआ करता था। फिर 1947 में भारत आजाद हुआ, 1₹ = 1$ कर दिया गया. फिर धीरे-धीरे भारत पर कर्ज बढ़ने लगा तो इंदिरा गांधी ने कर्ज चुकाने के लिए रूपये की कीमत कम करने का फैसला लिया उसके बाद आज तक रूपये की कीमत घटती आ रही हैं।

4. अगर अंग्रेजों का बस चलता तो आज भारत की करंसी पाउंड होती. लेकिन रुपए की मजबूती के कारण ऐसा संभव नही हुआ।

5. इस समय भारत में 400 करोड़ रूपए के नकली नोट हैं।

6. सुरक्षा कारणों की वजह से आपको नोट के सीरियल नंबर में I, J, O, X, Y, Z अक्षर नही मिलेंगे।

7. हर भारतीय नोट पर किसी न किसी चीज की फोटो छपी होती हैं जैसे- 20 रुपए के नोट पर अंडमान आइलैंड की तस्वीर है। वहीं, 10 रुपए के नोट पर हाथी, गैंडा और शेर छपा हुआ है, जबकि 100 रुपए के नोट पर पहाड़ और बादल की तस्वीर है। इसके अलावा 500 रुपए के नोट पर आजादी के आंदोलन से जुड़ी 11 मूर्ति की तस्वीर छपी हैं।

8. भारतीय नोट पर उसकी कीमत 15 भाषाओंमें लिखी जाती हैं।

9. 1₹ में 100 पैसे होगे, ये बात सन् 1957 में लागू की गई थी। पहले इसे 16 आने में बाँटा जाता था।

10. RBI, ने जनवरी 1938 में पहली बार 5₹ की पेपर करंसी छापी थी. जिस पर किंग जार्ज-6 का चित्र था। इसी साल 10,000₹ का नोट भी छापा गया था लेकिन 1978 में इसे पूरी तरह बंद कर दिया गया।

11. आजादी के बाद पाकिस्तानने तब तक भारतीय मुद्रा का प्रयोग किया जब तक उन्होनें काम चलाने लायक नोट न छाप लिए।

12. भारतीय नोट किसी आम कागज के नही, बल्कि काॅटन के बने होते हैं। ये इतने मजबूत होते हैं कि आप नए नोट के दोनो सिरों को पकड़कर उसे फाड़ नही सकते।

13. एक समय ऐसा था, जब बांग्लादेश ब्लेड बनाने के लिए भारत से 5 रूपए के सिक्के मंगाया करता था. 5 रूपए के एक सिक्के से 6 ब्लेड बनते थे. 1 ब्लेड की कीमत 2 रूपए होती थी तो ब्लेड बनाने वाले को अच्छा फायदा होता था. इसे देखते हुए भारत सरकार ने सिक्का बनाने वाला मेटल ही बदल दिया।

14. आजादी के बाद सिक्के तांबे के बनते थे। उसके बाद 1964 में एल्युमिनियम के और 1988 में स्टेनलेस स्टील के बनने शुरू हुए।

15. भारतीय नोट पर महात्मा गांधीकी जो फोटो छपती हैं वह तब खीँची गई थी जब गांधीजी, तत्कालीन बर्मा और भारत में ब्रिटिश सेक्रेटरी के रूप में कार्यरत फ्रेडरिक पेथिक लॉरेंस के साथ कोलकाता स्थित वायसराय हाउस में मुलाकात करने गए थे। यह फोटो 1996 में नोटों पर छपनी शुरू हुई थी। इससे पहले महात्मा गांधी की जगह अशोक स्तंभ छापा जाता था।

16. भारत के 500 और 1,000 रूपये के नोट नेपालमें नही चलते।

17. 500₹ का पहला नोट 1987 में और 1,000₹ पहला नोट सन् 2000 में बनाया गया था।

18. भारत में 75, 100 और 1,000₹ के भी सिक्के छप चुके हैं।

19. 1₹ का नोट भारत सरकार द्वारा और 2 से 1,000₹ तक के नोट RBI द्वारा जारी किये जाते हैं l

20. एक समय पर भ्रष्टाचार से लड़ने के लिए 0₹ का नोट 5thpillar नाम की गैर सरकारी संस्था द्वारा जारी किए गए थे।

21. 10₹ के सिक्के को बनाने में 6.10₹ की लागत आती हैं  l

22. नोटो पर सीरियल नंबर इसलिए डाला जाता हैं ताकि आरबीआई(RBI) को पता चलता रहे कि इस समय मार्केट में कितनी करंसी हैं।

23. रूपया भारत के अलावा इंडोनेशिया, मॉरीशस, नेपाल, पाकिस्तान और श्रीलंका की भी करंसी हैं।
24. According to RBI, भारत हर साल 2,000 करोड़ करंसी नोट छापता हैं।

25. कम्प्यूटर पर ₹ टाइप करने के लिए ‘Ctrl+Shift+$’ के बटन को एक साथ दबावें l

26. ₹ के इस चिन्ह को 2010 में उदय कुमार ने बनाया था। इसके लिए इनको 2.5 लाख रूपयें का इनाम भी मिला था।

27. क्या RBI जितना मर्जी चाहे उतनी कीमत के नोट छाप सकती हैं ?
ऐसा नही हैं, कि RBI जितनी मर्जी चाहे उतनी कीमत के नोट छाप सकती हैं, बल्कि वह सिर्फ 10,000₹ तक के नोट छाप सकती हैं। अगर इससे ज्यादा कीमत के नोट छापने हैं तो उसको रिजर्व बैंक ऑफ इंडिया एक्ट, 1934 में बदलाव करना होगा।

28. जब हमारे पास मशीन हैं तो हम अनगणित नोट क्यों नही छाप सकते ?
हम कितने नोट छाप सकते हैं इसका निर्धारण मुद्रा स्फीति, जीडीपी ग्रोथ, बैंक नोट्स के रिप्लेसमेंट और रिजर्व बैंक के स्टॉक के आधार पर किया जाता है।

29. हर सिक्के पर सन् के नीचे एक खास निशान बना होता हैं आप उस निशान को देखकर पता लगा सकते हैं कि ये सिक्का कहाँ बना हैं.
*.मुंबई – हीरा [◆]
*.नोएडा – डाॅट [.]
*.हैदराबाद – सितारा [★]
*.कोलकाता – कोई निशान नहीं.
30. जानिए, एक नोट कितने रूपयें में छपता हैं।
*.1₹ = 1.14₹
*.10₹ = 0.66₹
*.20₹ = 0.94₹
*.50₹ = 1.63₹
*.100₹ = 1.20₹
*.500₹ = 2.45₹
*.1,000₹ = 2.67₹

31. रूपया, डाॅलर के मुकाबले बेशक कमजोर हैं लेकिन फिर भी कुछ देश ऐसे हैं, जिनकी करंसी के आगे रूपया काफी बड़ा हैं आप कम पैसों में इन देशों में घूमने का लुत्फ उठा सकते हैं.
*.नेपाल (1₹ = 1.60 नेपाली रुपया)
*.आइसलैंड (1₹ = 1.94 क्रोन)
*.श्रीलंका (1₹ = 2.10 श्रीलंकाई रुपया)
*.हंगरी (1₹ = 4.27 फोरिंट)
*.कंबोडिया (1₹ = 62.34 रियाल)
*.पराग्वे (1₹ = 84.73 गुआरनी)
*.इंडोनेशिया (1₹ = 222.58 इंडोनेशियन रूपैया)
*.बेलारूस (1₹ = 267.97 बेलारूसी रुबल)
*.वियतनाम (1₹ = 340.39 वियतनामी डॉन्ग).

भारतीय मुद्रा प्रणाली का संशिप्त विवरण

OLD INDIAN CURRENCY SYSTEM..
Phootie Cowrie to Cowrie
Cowrie to Damri
Damri  to Dhela
Dhela  to Pie
Pie to  to Paisa
Paisa to Rupya
256 Damri = 192 Pie = 128 Dhela = 64 Paisa (old) = 16 Anna = 1 Rupya

Tuesday, 23 August 2016

♥ કેલ્ક્યૂલેટરની શોધનો રસપ્રદ ઈતિહાસ ♥

આજે આપણી પાસે ગણતરી કરવા માટે શક્તિશાળી કમ્પ્યુટર અને કેલ્ક્યૂલેટર છે. આ ઈલેક્ટ્રોનિક સાધનો વીજળી વડે ચાલે છે. પરંતુ વીજળીના ઉપયોગની શોધ નહોતી થઈ ત્યારે પણ કેટલાક વિજ્ઞાનીઓએ ગણતરીઓ કરવા માટે સાધનો બનાવેલા અને યાંત્રિક કેલ્ક્યૂલેટરનો પાયો નાખેલો. વીજળી વિના ચાલતા આ સાધનોની વાત પણ રસપ્રદ છે.

ઈ.સ. ૧૬૧૭માં વિશ્વનું પ્રથમ કાર્યક્ષમ કેલ્ક્યૂલેટર જ્હોન નેપિયર નામના વિજ્ઞાનીએ બનાવેલું. કહેવાય છે કે આ માણસ પાગલ હતો. તેણે લાકડાના લાંબા ટૂકડા પર વિવિધ આંકડા લખીને એવી ગોઠવણી કરી કે લાકડાને આઘાપાછા કરીને સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી ઝડપથી કરી શકાય. આ સાધનને લોગરિધમ કહેતાં. આ સાધનના ઉપયોગ માટે તાલીમ લેવી પડતી. તેના જેવું જ બીજું સાધન લાંબા સળિયા પર ગોળા પરોવેલું એબાકસ હતું.

આ બંને શોધના કારણે ગણતરીઓ સરળ બનાવવાની દિશા મળેલી.

વિલ્હેમ શિકોર્ડે નામના જર્મન વિજ્ઞાનીએ ઈ.સ. ૧૬૨૩માં ઘડિયાળ જેવું કેલ્ક્યૂલેટર બનાવેલું. તેના ચંદાઓ ફેરવીને વિવિધ આંકની ગોઠવણીથી ગણતરી થઈ શકતી.

ઈ.સ. ૧૬૪૨માં બ્લેઝ પાસ્કલે ૮ આંકડાની રકમના સરવાળા બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવેલું. તેમાં વિવિધ ચક્રો હતાં. એક ચક્ર ફેરવવાથી તેના પ્રમાણમાં બીજાં ચક્રો ફરે અને તેની ઉપર લખેલા આંકડા તે મુજબ ગોઠવાઈને જવાબ મળે.

વિલ્હેમ લીબનિઝે ૧૦ ભૂંગળી વાળું કેલક્યૂલેટર બનાવ્યું. તેને સ્ટેપ રેકનર કહેતાં. એક આડા નળાકાર પર આંકડા લખેલી ભૂંગળીઓ વારાફરતી ખસી શકે તે રીતે ગોઠવાયેલી. દશાંશ પધ્ધતિની શરૂઆત આ યંત્રથી થયેલી.

આ બધા મશીનોમાં વીજળીનો ઉપયોગ નહોતો. હાથ વડે સંચાલન થતું. આજે આ મશીનો રમકડાં જેવા લાગે પરંતુ કમ્પ્યુટર અને કેલક્યૂલેટરની શોધના પાયામાં આ રમકડાંની જ ભૂમિકા હતી.


Sunday, 21 August 2016

♥ ધૂમકેતુ ♥

ધૂમકેતુનું કેન્દ્ર બરફનું બનેલું હોય છે. દરેક ધૂમકેતુના કેન્દ્ર જુદાં જુદાં કદનાં એક મીટરથી માંડી હજારો કિલોમીટરના વ્યાસના હોય છે.

ધૂમકેતુ સૂર્ય નજીકથી પસાર થાય ત્યારે પોતાનું થોડું દળ ગુમાવે છે. કાળક્રમે ધૂમકેતુ બધું જ દળ ગુમાવી તૂટી પડે છે.

ધૂમકેતુના કેન્દ્રમાં રહેલો બરફ થીજેલું પાણી નહી પણ જામેલા મિથેન, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઈડ વાયુઓ છે. તેમાં રજકણો અને અન્ય અવકાશી ઘન કણો પણ હોય છે.

ધૂમકેતુ પર પડતા પ્રકાશના કિરણોમાંથી ૯૬ ટકા કિરણોનું શોષણ થાય છે. બાકીના ૪ ટકા કિરણોનું પરાવર્તન કરે છે.

ધૂમકેતુ ખૂબજ ઝડપથી ગતિ કરે છે ત્યારે તેના કેન્દ્રની આસપાસના ધૂળ વગેરેના રજકણો પાછળની તરફ ફંગોળાઈને પૂંછડી જેવો આકાર બને છે તેથી તેને પૂંછડિયા તારા પણ કહે છે.

સૂર્યમાળામાં ૩૦૦૦ જેટલા ધૂમકેતુઓ ફરી રહ્યા છે.


Saturday, 20 August 2016

♥ ઓક્ટોપસ ♥

આઠ પગવાળા ઓક્ટોપસ અજાયબ જળચર જીવ છે. સમુદ્રમાં ઓક્ટોપસની ૩૦૦ જેટલી જાત જોવા મળે છે.

સમુદ્રના ઊંડા પાણીમાં માછલી જેવી પાંખોવાળા અને છીછરા દરિયાકિનારે કે પરવાળાના ટાપુમાં પાંખ વિનાના ઓક્ટોપસ હોય છે. ઓક્ટોપસના શરીરમાં હાડકાં હોતાં નથી. ઓક્ટોપસના ગોળાકાર માથામાં બે આંખો હોય છે. તેનું મોં પક્ષી જેવી સખત ચાંચનું બનેલું હોય છે.

ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે.

ઓક્ટોપસ જળચર જીવોમાં બુધ્ધિશાળી જીવ ગણાય છે. ઓક્ટોપસ ભયભીત થાય ત્યારે છૂપાઈ જવા માટે શરીરનો રંગ બદલી શકે છે. ઘણાં ઓક્ટોપસ શાર્કથી બચવા માટે પૂંછડીમાંથી ભૂરા રંગના પ્રવાહીનો ફુવારો છોડે છે અને આસપાસ ભૂરા રંગનું વાદળ રચી નાસી છૂટે છે.

ઓક્ટોપસ ગરોળીની પૂંછડીની જેમ ભયભીત થાય ત્યારે તેના આઠ પગ છૂટા કરી ફેંકી દે છે. શિકારી શાર્ક તે પગ પાછળ દોડે છે અને ઓક્ટોપસ ભાગી જાય છે. તેના આઠ પગ ફરીવાર ઊગે છે. ઓક્ટોપસની દૃષ્ટિ ઘણી તીવ્ર હોય છે.

ઓક્ટોપસની માદા બે લાખ ઈંડા એકસાથે મૂકે છે તેમાંથી થોડાંક જ બચ્ચાં જન્મે છે. ઓક્ટોપસ દોઢેક વર્ષનું આયુષ્ય ભોગવે છે.

વિશ્વમાં સૌથી મોટું ઓક્ટોપસ જાયન્ટ પેસિફિક એન્ટરોક્ટોપસ છે.  

તેના પગ ૧૪ ફૂટ લાંબા હોય છે અને ૧૫ કિલો વજનના હોય છે.


♥ વરસાદના અનોખા વિક્રમ ♥


એક મિનિટમાં સૌથી વધુ વરસાદ ૧૯૫૬માં જુલાઈની ચોથી તારીખે અમેરિકાના મેરિલેન્ડમાં ૧.૨૩ ઈંચ વરસાદ નોંધાયો હતો.

અમેરિકાના મિસુરીમાં ૧૯૪૭ના જૂનની ૨૨મી તારીખે એક કલાકમાં સૌથી વધુ ૧૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ભારતના ચેરાપૂંજીમાં ઈ.સ. ૧૮૬૦-૬૧માં એક વર્ષમાં સૌથી વધુ ૧૦૪૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ઈ.સ. ૧૯૮૬ના એપ્રિલની ૧૪ તારીખે બાંગ્લાદેશના ગોપાલગંજમાં સૌથી વજનદાર ૧ કિલોનો કરો પડયો હતો.

અમેરિકાના દક્ષિણ ડાકોટામાં ૨૦૧૦માં સૌથી મોટો ૮ ઇંચ વ્યાસનો કરો પડયો હતો.


♥ ધૂમકેતુઓનો શોધક - જીન શૂમેકર ♥

બ્રહ્માંડ અને અવકાશના સંશોધનો કરવામાં ઘણાં
વિજ્ઞાનીઓનો ફાળો છે. અવકાશી પદાર્થોની અથડામણ વિશે બહુ ઓછા વિજ્ઞાનીએ સંશોધનો કર્યા છે. પૃથ્વી પર ઉલ્કા પડવાથી પડેલા ખાડાઓની શોધ સૌપ્રથમ જીન શૂમેકરે કરેલી. અવકાશી અથડામણોનું આગવું વિજ્ઞાન શૂમેકરે ઊભું કર્યું હતું.

અવકાશના સુવ્યવસ્થિત અભ્યાસનો તે પ્રણેતા હતો. તેણે લગભગ ૩૦ જેટલા ધૂમકેતુની શોધ કરી હતી.

યુજીન મર્લ શૂમેકરનો જન્મ અમેરિકાના લોસ એન્જેલસમાં ઈ.સ. ૧૯૨૮ના એપ્રિલની ૨૮ તારીખે થયો હતો. તેના માતાપિતા શિક્ષક હતા.

શૂમેકરને બાળપણથી જ ખડકો અને ખનીજોના અભ્યાસમાં રસ હતો.

૧૬ વર્ષની વયે તે ગ્રેજ્યુએટ થયો હતો. ત્યારબાદ કેલિફોર્નિયા  ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટરની ડિગ્રી મેળવી શિક્ષકની કારકિર્દી શરૃ કરી હતી. તેના ઘણા વિદ્યાર્થીઓ તેનાથી મોટી વયના હતા.

શૂમેકર ૩૨ વર્ષની ઉંમરે પીએચડી થયો હતો. બેરિંગ્ટન ક્રેટર પૃથ્વી પર પડેલી ઉલ્કાને કારણે પડેલો ખાડો હતો તે અંગેના સંશોધનો તેના મુખ્ય વિષય હતા. ખાડામાંથી મળેલા ખડકોનો ઊંડો અભ્યાસ કરીને તેણે આ શોધ કરી હતી. તે જમાનામાં પૃથ્વી પર અવકાશી પદાર્થ પછડાય તેવી વાત કોઈ માનવા તૈયાર નહોતું.

ઈ.સ. ૧૯૬૧માં શૂમેકરે અમેરિકાની જીઓલોજિકલ સર્વેના અવકાશ સંશોધન વિભાગમાં કારકિર્દી શરૂ કરી. તે સમયે એપોલો યાનને ચંદ્ર તરફ મોકલવાની તૈયારી થતી હતી. શૂમેકરને ચંદ્ર પરના ખડકોનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું હતું. આ ક્ષેત્રનો તે પ્રથમ ડાયરેક્ટર બન્યો. તેને ચંદ્ર પર જવાની ઈચ્છા હતી પરંતુ તેને એડિસન રોગ થયો હતો તેથી જઈ શક્યો નહી. તેણે ચંદ્ર મિશનમાં મહત્ત્વની કામગીરી બજાવેલી ત્યારબાદ તેણે અનેક ધૂમકેતુઓની શોધ કરી. તેણે શોધેલો લેવી શૂમેકર ધૂમકેતૂ  જાણીતો છે. અવકાશ સંશોધન ક્ષેત્રે યોગદાન બદલ શૂમેકરને અનેક સન્માનો મળેલા.

ઈ.સ. ૧૯૯૭માં ઓસ્ટ્રેલિયામાં કાર અકસ્માતમાં તેનું અવસાન થયું હતું. તેની છેલ્લી ઇચ્છા મુજબ તેના અસ્થિ ચંદ્ર ઉપર મોકલાયા હતાં.


♥ HISTORY OF ROYAL ENFIELD BIKE ♥


♥ ગુજરાતના પ્રખ્યાત મ્યુઝિયમો ♥


♥ 12 જ્યોતિર્લિંગ અને તેનો ઇતિહાસ ♥
♥ ટ્રાફિકના નવા નિયમો ♥