આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 24 November 2016

♥ ચેસ્ટર કાર્લસન ♥



☝🏼 કોઈપણ દસ્તાવેજ, સર્ટિફિકેટ કે ફોટાની ઝડપથી નકલ કાઢવા માટે ઝેરોક્ષ મશીન રોજ જોવા મળતું જાણીતું સાધન છે. આજના આધુનિક ઝેરોક્ષમાં રંગીન કોપી પણ મળે છે. તેમાં અનેક સુવિધા પણ હોય છે.

☝🏼 ઝેરોક્ષની ટેકનોલોજીનો પાયો કાર્લસન નામના વિજ્ઞાનીએ નાખેલો. તેણે બનાવેલું વિશ્વનું પ્રથમ ઝેરોક્ષ મશીન વીજભારની મદદથી ચાલતું એટલે તેને ઈલેક્ટ્રીક ફોટોકોપી કહેતાં. કાર્લસને જસતની પ્લેટ ઉપર સલ્ફરના કાળા રજકણોનું પડ ચઢાવીને વીજભારની મદદથી દસ્તાવેજની કોપી કાઢવાની પધ્ધતિ શોધેલી. આજે ફટાફટ કોપી કાઢતાં ઝેરોક્ષ મશિન સામાન્ય બની ગયાં છે પરંતુ તેની શોધ કરવામાં કાર્લસનને ભારે મહેનત પડેલી.

☝🏼 ચેસ્ટર કાર્લસનનો જન્મ અમેરિકાના સિએટલમાં ઈ.સ. ૧૯૦૬ના ફેબ્રુઆરીની આઠ તારીખે થયો હતો. તેના પિતા વાળંદ હતા.

☝🏼 કિશોરાવસ્થામાં જ તેના માતાપિતાનું અવસાન થયું હતું. પરિવારના નિર્વાહની જવાબદારી કાર્લસન ઉપર આવી પડેલી. શાળાના સમયને બાદ કરીને કાર્લસન નાના મોટા કામ કરીને પૈસા કમાઈ લેતો. તે રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં કામે જતો ત્યાં તે રસાયણ વિજ્ઞાનના પુસ્તકો વાંચતો.

☝🏼 કિશોરાવસ્થામાં સખત પરિશ્રમ કરીને તેણે પૈસા બચાવી કેલિફોર્નિઆ ઈન્સ્ટીટયુટમાં વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. ગ્રેજ્યુએટ થયા બાદ ન્યૂયોર્કની લેબ લેબોરેટરીમાં રિસર્ચ એન્જિનિયર તરીકે જોડાયો. મંદીને કારણે તે નોકરી પણ છુટી ગઈ અને ફરીથી આર્થિક મુશ્કેલી શરૂ થઈ.

☝🏼 તેણે લાયબ્રેરીમાં નોકરી મેળવી તે દરમિયાન ઊંડું વાંચન કર્યું. કંઈક નવું કરવાની ધગશ સાથે તેણે ઘરમાં જ નાનકડી લેબોરેટરી ઊભી કરી. ઘરની લેબોરેટરીમાં જ તેણે જાતજાતના પ્રયોગો કરી તેણે નકલ છાપવાની પધ્ધતિ વિકસાવી. આ પદ્ધતિનો વ્યવહારમાં ઉપયોગ થાય તેવું મશિન વિકસાવવા તેણે ૨૦ વર્ષ મહેનત કરી. નાણાકીય મુશ્કેલી પણ વેઠી.

☝🏼 અંતે ૧૯૫૯માં તેણે બજારમાં ઉપયોગી થાય તેવું ઝેરોક્ષ મશિન બનાવ્યું. આ મશીનથી તેને અઢળક નાણાં અને પ્રસિધ્ધિ મળ્યાં. તેણે મોટાભાગની કમાણીનું દાન  કરી નાખેલું.

☝🏼 ૧૯૬૮ના સપ્ટેમ્બરમાં તેનું અવસાન થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.