આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 24 May 2014

♥ વિશ્વ વિક્રમ ♥

♠ કૂતરા દ્વારા સૌથી વધુ બોટલ
રિસાઇકલ કરવાનો રેકોર્ડ

યુનાઇટેડ કિંગ્ડમના રહેવાસી સેંડ્રા
ગિલમોરના ટબ્બી નામના લેબ્રાડોર
કૂતરાએ સૌથી વધુ બોટલ રિસાઇકલ
કરવાનો અનોખો રેકોર્ડ સર્જયો છે.
ટબ્બી છ વર્ષ સુધી જ્યારે પણ તે વોક ઉપર
બહાર જતો, રસ્તામાં મળતી તમામ
બોટલને રિસાઇકલ કરવા માટે
એકઠી કરતો હતો. ટબ્બીએ ૬ વર્ષમાં ૨૬
હજાર બોટલ એકઠી કરી હતી જે રિસાઇકલ
કરવા માટે અપાઈ હતી. છેને ખરેખર અદ્ભુત
રેકોર્ડ!

♥ સિમેન્ટ ♥

♠ સિમેન્ટ શું છે ? તે શેમાંથી બને? ♠

પાણી સાથે ભેળવવાથી પથ્થર
જેવી મજબૂત થઇ જતી સિમેન્ટ માણસ જાત
માટે અતિ ઉપયોગી છે. માણસ ઘર
બનાવતાં તો હજારો વર્ષ
પહેલા શીખેલો પરંતુ તે
જમાનામાં લાકડા, માટી, પથ્થર અને
ચૂનાનાં મકાનો બનતાં..
રોમનકાળમાં જ્વાળામુખીમાંથી નીકળતી રાખ
વડે મકાનો બનતા.
જ્વાળામુખીમાંથી નીકળતી ચૂનાની રાખ
પાણીમાં ભળવાથી પથ્થર જેવી થઇ જતી.
આ જોઇને ઇ.સ.૧૭૭૬માં લૂઇસ વાઇકર
નામના એક એન્જિનીયરે ચૂનો અને
રેતી ભેળવીને સિમેન્ટ જેવું મિશ્રણ બનાવ્યું.
ઇ.સ. ૧૮૨૪માં જોસેફ આર્ડિન
નામના કડિયા કામ કરનારા કારીગરે
આજે વપરાય છે. તેવી સિમેન્ટ બનાવી. તેને
પોર્ટલેન્ડ સિમેન્ટ નામ આપ્યું !
સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર
અને રેતી વપરાય છે.
તેમાં થોડા પ્રમાણમાં ચિરોડી અને
આયર્ન ઓક્સાઇડ ભેળવીને મિશ્રણને ૧૫૦૦
ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલા તાપમાને ગરમ
કરી દળીને પાવડર બનાવાય છે. આ
પાવડરને એકદમ સુક્ષ્મ
છિદ્રોવાળી ચાળણીમાં ચાળવામાં આવે
છે. આ ચાળણીમાં એક ચોરસ સેન્ટીમીટર
જગ્યામાં પાંચ હજાર છિદ્રો હોય છે.
એટલે પાવડર એકદમ સુક્ષ્મ બને છે.
સિમેન્ટ રાખોડી રંગના પાવડર જેવી જ
દેખાય છે. પરંતુ તેમાં પાણી ભળે એટલે
તેના સ્ફટિક બંધાવા માંડે છે અને
કપચીના કણોને મજબૂતાઇથી જોડી દે છે.
આધુનિક પધ્ધતિમાં ઝડપથી સિમેન્ટ બને
તેવા યંત્રો વપરાય છે.

♥ આવું શા માટે ? ♥

♣ વાહનો રસ્તાની ડાબી બાજુ કેમ? ♣

આપણા દેશમાં ટ્રાફિકના નિયમ મુજબ
વાહનોને રસ્તાની ડાબી બાજુ
ચલાવવાનો નિયમ છે.
ટ્રાફિકની સરળતા માટે આ નિયમ હોય
તેનું કોઇ ચોક્કસ કારણ ન હોય પરંતુ
ડાબી બાજુ વાહન ચલાવવાના નિયમ
રાખવામાં ઘણી બાબતો સંકળાયેલી છે.
કાર જેવાં વાહનો નહોતા ત્યારે
ઘોડાગાડીઓ અને બળદગાડાં હતા.
જુના સમયમાં ઇંગ્લેન્ડના શહેરોમાં ઘોડાગાડીઓ
ચાલતી, રસ્તાની બંને તરફ
ઝાડી ઝાંખરા કે ઝાડ હોય, બગીને ચાર
ઘોડા જોડેલા હોય.
ગાડીવાળો જમણાં હાથે લાંબી ચાબુક
વીઝે તો તે
રસ્તા પરના ઝાડી ઝાંખરામાં ભરાઇ
જાય એટલે ગાડીઓ રસ્તાની ડાબી બાજુ
ચલાવવાની અનુકુળતા રહેતી.
વળી રાજાશાહી વખતમાં ગાડીની સાથે
દોડતાં સલામતી રક્ષકોનો હથિયાર
પકડેલા જમણા હાથ રસ્તા તરફ રહે તે રીતે
ડાબી બાજુ દોડાવાતા. આમ
રસ્તાની ડાબી બાજુ વાહનો માટે
અનુકૂળ હોવાથી તે પરંપરા બની ગઇ. કાર
બનાવતી કંપનીઓએ ડ્રાઇવરની સીટ પણ
તે રીતે જ રાખી. તેમ
છતાં ઘણા દેશોમાં વાહનો જમણી બાજુ
ચલાવવાનો નિયમ પણ છે. નેપોલિયન
પોતાના લશ્કરને રસ્તાની જમણી તરફ
કળકમાર્ચ કરાવતો. તેણે આખુ યુરોપ
જીતી લીધેલું
યુરોપના ઘણા દેશોમાં વાહનો જમણી તરફ
ચલાવવાનો રિવાજ છે. તમને જાણીને
નવાઇ લાગશે પણ સ્વીડનમાં ડાબી બાજુ
વાહનો ચલાવવાનો કાયદો અમલમાં હતો.
૧૯૩૭માં આ
કાયદો ફેરવી રસ્તાની જમણી બાજુ
ચલાવવાનો નિયમનો અમલ થયો.
રાતોરાત ટ્રાફિકના આ નિયમનો અમલ
કરવા માટે સ્વીડનના સ્ટોકહોમ
શહેરમાં થોડીવાર માટે ટ્રાફિક
થંભાવી દેવાયો હતો અને બધાએ
પોતપોતાની સાઇડ બદલી હતી. સરકારને
રસ્તા ઉપર ૬૦૦૦ ટ્રાફિક
લાઇટો બદલવી પડેલી અને
રસ્તા ઉપરની લાખો ટ્રાફિક
સૂચનાઓના બોર્ડ બદલવા પડયા હતા.

Friday, 23 May 2014

♥ સૂર્ય પર ડાઘ કેમ? ♥


સૂર્ય તેજસ્વી ગોળો છે. આપણે સૂર્ય તરફ
સીધી નજર નાખી જોઇ શકતાં નથી. પરંતુ
ખગોળશાસ્ત્રીઓએ સૂર્યની સપાટીનું
અવલોકન કરીને શોધી કાઢયું છે કે
સૂર્યની સપાટી પર કાળા ધાબાં પણ
દેખાય છે. ઇ.સ.૧૬૧૦માં ગેલિલિયોએ પ્રથમ
વાર સૂર્યના ગોળા ઉપર ડાઘ હોવાનું
જાહેર કરેલું. તેને સૂર્યકલંક પણ કહે છે.
ઇ.સ.૧૯૪૩માં હેનરિક
નામના ખગોળશાસ્ત્રીએ
સૂર્યકલંકનો અભ્યાસ કર્યો હતો. સૂર્ય
પૃથ્વીની જેમ પોતાની ધરી પર ફરે છે અને
તેના કેન્દ્રમાંથી સતત ઉર્જા પેદા થઇ
સપાટી પર આવે છે. જેને કારણે
તેની સપાટી તેજસ્વી અને ગરમ રહે છે.
કેન્દ્રમાંથી પેદા થતી ઉર્જા અને
વિકિરણો એકસરખા જ સપાટી પર
આવતા નથી. તેમાં વધઘટ થાય છે. એટલે જે
ભાગમાં ગરમી ઓછી મળે તે
ભાગની તેજસ્વીતા ઓછી હોય છે.
એટલો ભાગ
બાકીની સપાટી કરતા ઝાંખો હોય છે.
આપણને તે કાળો દેખાય છે. જાણીને નવાઇ
લાગશે પણ સૂર્યકલંકો નિયમિત પેદા થાય
છે અને ઢંકાઇ જાય છે. દર ૧૧ વર્ષે તેનું ચક્ર
બદલાય છે.
સૂર્યકલંકો પૃથ્વીના વાતાવરણને પણ અસર
કરે છે.

♥ દરિયો ♥


* સૌથી મોટો પેસિફિક મહાસાગર
પૃથ્વીની ૩૦ ટકા સપાટી રોકે છે.

* પશ્ચિમ પેસિફિક મહાસમુદ્રમાં આવેલા
મેરિઆના ટ્રેન્ચમાં સૌથી ઊંડો દરિયો છે.
તે ૩૬૦૦૦ ફૂટ ઊંડો છે.

* પેસિફિક મહાસાગરમાં ૨૫૦૦૦ ટાપુઓ છે.

* પેસિફિક મહાસાગરના કિનારે
આવેલા પેસિફિક રિંગ ઓફ ફાયર
વિસ્તારમાં સૌથી વધુ સક્રિય
જ્વાળામુખીઓ છે.

* એટલાન્ટિક મહાસાગરમાં આવેલો બર્મૂડા
ત્રિકોણ રહસ્યમય વિસ્તાર છે. તે ફ્લોરિડા,
પ્યુર્ટોરિકો અને બર્મૂડા વચ્ચે આવેલો છે.

* બર્મૂડા ત્રિકોણમાં પસાર
થતા વિમાનો અને જહાજો રહસ્યમય રીતે
ગુમ થઇ જતાં હોવાનું મનાય છે.

* ઇ.સ.૧૯૧૮માં ૩૦૯ પ્રવાસીઓ સાથે
બાર્બાડોસથી રવાના થયેલું જહાજ
બર્મૂડા ત્રિકોણમાં ગુમ થઇ ગયું હતું.

* ૧૯૫૮માં ડગ્લાસ ડીસી- ૩ વિમાન
પ્રવાસીઓ સાથે બર્મૂડા ત્રિકોણ ઉપર
ગુમ થયું હતું. જેનો ક્યારેય
પતો લાગ્યો નહોતો.

* ૧૯૫૫માં ત્રણ ત્રણ
વાવાઝોડામાંથી બચીને નીકળેલું એક
વહાણ બર્મૂડામાં ગુમ થવાનું મનાય છે.

* ૧૯૫૦ પછી બર્મૂડા ત્રિકોણ વિશે રહસ્ય
મય વાતો વાયકાએ જોર પકડયું હતું.
સંશોધકો માને છે કે આ બધી ઘટનાઓ
પૃથ્વીના મેગ્નેટીક ફિલ્ડ, દરિયાઇ
તોફાન, દરિયાઇ ચાંચિયાના હુમલા,
ખરાબ હવામાન વગેરેને કારણે પણ
બની હોઇ શકે છે.

Monday, 12 May 2014

♥ ઘુવડ ♥

- ઘુવડને દિવસે દેખાય છે પણ એટલું સાફ નથી દેખાતું જેટલું રાતે દેખાય છે.

-એના પગમાં વાંકા નખવાળા ચાર પંજાઓ હોય છે, જેનાથી એને શિકાર પકડવામાં વધારે સગવડ રહે છે.

- વસ્તુમાંથી આવતો પ્રકાશ આપણી આંખોની અંદર રહેલાં લેન્સ દ્વારા આંખના પડદા પર કેન્દ્રિત થાય છે. આંખના આ પડદાને રેટિના કહેવામાં આવે છે. એના પર વસ્તુનું ઊંધું પ્રતિબિંબ પડે છે, જે મગજ દ્વારા સીધું કરાય છે અને વસ્તુ આપણને દેખાય છે.

- ઘુવડની આંખોમાં ચાર ખૂબીઓ હોય છે, જેને કારણે એને રાત્રે વધારે દેખાય છે.

- પહેલી ખૂબી તો એ છે કે એની આંખના લેન્સ અને રેટિનાની ઉપર મોટું પ્રતિબિંબ પડે છે.

- બીજી એની આંખમાં સંવેદનકોષોની સંખ્યા ઘણી વધારે હોય છે. એની સંખ્યા દર ચોરસ મિલિમીટરે લગભગ ૧૦,૦૦૦ હોય છે, જ્યારે આપણી આંખોમાં એની સંખ્યા ૨૦૦૦ દર ચોરસ મિલિમીટર હોય છે.

- ત્રીજી એની આંખમાં એક લાલ રંગનો પદાર્થ હોય છે, જે ખરી રીતે એક પ્રોટીન છે. એના કારણે રાતના પ્રકાશ માટે એની આંખો વધારે સંવેદનશીલ થઈ જાય છે.

- ચોથું, એની આંખની કીકીઓ વધારે ફેલાઈ શકે છે. જેનાથી ઓછામાં ઓછો પ્રકાશ પણ એની આંખમાં જઈ શકે છે. આ ચારે ખાસિયતોને કારણે ઘુવડને રાતે વધારે દેખાય છે.

♥ યુક્લિડનું લોકપ્રિય પુસ્તક ♥

જગતના ઇતિહાસમાં 'બાઇબલ'
પછીના ક્રમે લોકપ્રિય પુસ્તક કયું?
ભૂમિતિના તજ્જ્ઞા યુક્લિડે લખેલું પુસ્તક
'યુક્લિડનાં મૂળ તત્ત્વો' ઘણું જ લોકપ્રિય
હતું. પ્રત્યેક વિદ્યાર્થીએ શૈક્ષણિક
અભ્યાસક્રમમાં યુક્લિડનું નામ સાંભળ્યું જ
હશે. આજે પણ
યુક્લિડની ભૂમિતિ ભણાવવામાં આવે છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા મહાન
વૈજ્ઞાાનિકે પણ આ પુસ્તકને વખાણ્યું હતું
અને આત્મસાત્ કર્યું હતું. આ પુસ્તકની પ્રથમ
આવૃત્તિ ઈ.સ. ૧૫૭૦માં અંગ્રેજીમાં છપાઈ
હતી. ગ્રીક ભાષામાંથી તેનું અરેબિક
ભાષામાં ભાષાંતર થયું હતું.
તેના પરથી લેટિન અને
પછી અંગ્રેજીમાં ભાષાંતર થયું હતું.
ત્યારબાદ
ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો.
'બાઇબલ' પછી સૌથી લોકપ્રિય આ
પુસ્તક ગણાય છે.

♥ માઉન્ટ એવરેસ્ટ ♥

♦ હિમાલયની ટોચને એવરેસ્ટ કેમ કહેવાય છે
એ જાણો છો? ♦

→ આજથી લગભગ ૧૯૦ વર્ષ પહેલાં લંડનના જાણીતા સાહસવીર, ગણિતશાસ્ત્રી અને નકશા-નિષ્ણાત સર જ્યોર્જ એવરેસ્ટને ભારતનાં વિશાળ
જંગલો, જમીનો, નદી-નાળાં, ખીણ અને પહાડોના નકશા અને એની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ માપવાનું મુશ્કેલીભર્યું કામ સોંપવામાં આવ્યું. સતત કેટલાંય વર્ષોની મહેનત પછી એ વિશાળ પહાડની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ
માપવામાં આવી ત્યારે ખબર પડી કે એ પહાડની ટોચ તો દુનિયામાં સહુથી ઊંચામાં ઊંચી છે. ત્યારે એ પહાડની ટોચનું કોઈ જ નામનિશાન નહોતું. છતાંય આખું વર્ષ સતત બરફથી ઢંકાયેલા રહેવાના કારણે એને હિમ-આલય એટલે કે હિમાલય નામ
આપી દેવામાં આવ્યું.

→ ૧૮૪૩ની સાલમાં સર જ્યોર્જ એવરેસ્ટ ભારતથી ઇંગ્લેન્ડ પાછા ગયા ત્યારે રોયલ જ્યોગ્રાફિકલ સોસાયટી ઓફ ઇંગ્લેન્ડના પ્રમુખ તરીકે તેમની વરણી થયા પછી અંગ્રેજ સરકારે એમનું સન્માન કર્યું હતું અને એમના નામ 'એવરેસ્ટ' પરથી હિમાલય પહાડની એ સહુથી ઊંચી ટોચનું નામ એવરેસ્ટ રાખી દીધું અને ત્યારથી દુનિયાના એ
સહુથી ઊંચા પહાડની ટોચનું નામ એવરેસ્ટ
પડી ગયું.