♠ સિમેન્ટ શું છે ? તે શેમાંથી બને? ♠
પાણી સાથે ભેળવવાથી પથ્થર
જેવી મજબૂત થઇ જતી સિમેન્ટ માણસ જાત
માટે અતિ ઉપયોગી છે. માણસ ઘર
બનાવતાં તો હજારો વર્ષ
પહેલા શીખેલો પરંતુ તે
જમાનામાં લાકડા, માટી, પથ્થર અને
ચૂનાનાં મકાનો બનતાં..
રોમનકાળમાં જ્વાળામુખીમાંથી નીકળતી રાખ
વડે મકાનો બનતા.
જ્વાળામુખીમાંથી નીકળતી ચૂનાની રાખ
પાણીમાં ભળવાથી પથ્થર જેવી થઇ જતી.
આ જોઇને ઇ.સ.૧૭૭૬માં લૂઇસ વાઇકર
નામના એક એન્જિનીયરે ચૂનો અને
રેતી ભેળવીને સિમેન્ટ જેવું મિશ્રણ બનાવ્યું.
ઇ.સ. ૧૮૨૪માં જોસેફ આર્ડિન
નામના કડિયા કામ કરનારા કારીગરે
આજે વપરાય છે. તેવી સિમેન્ટ બનાવી. તેને
પોર્ટલેન્ડ સિમેન્ટ નામ આપ્યું !
સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર
અને રેતી વપરાય છે.
તેમાં થોડા પ્રમાણમાં ચિરોડી અને
આયર્ન ઓક્સાઇડ ભેળવીને મિશ્રણને ૧૫૦૦
ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલા તાપમાને ગરમ
કરી દળીને પાવડર બનાવાય છે. આ
પાવડરને એકદમ સુક્ષ્મ
છિદ્રોવાળી ચાળણીમાં ચાળવામાં આવે
છે. આ ચાળણીમાં એક ચોરસ સેન્ટીમીટર
જગ્યામાં પાંચ હજાર છિદ્રો હોય છે.
એટલે પાવડર એકદમ સુક્ષ્મ બને છે.
સિમેન્ટ રાખોડી રંગના પાવડર જેવી જ
દેખાય છે. પરંતુ તેમાં પાણી ભળે એટલે
તેના સ્ફટિક બંધાવા માંડે છે અને
કપચીના કણોને મજબૂતાઇથી જોડી દે છે.
આધુનિક પધ્ધતિમાં ઝડપથી સિમેન્ટ બને
તેવા યંત્રો વપરાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.