આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 31 January 2016

♥ જોરાવર જીવડાં ! ♥


ચપટીમાં ચોળાઇ જાય તેવા નાનકડા જીવજંતુઓમાં અદ્ભૂત શક્તિઓ હોય છે.  કેટલાક જંતુઓનો શક્તિ આશ્ચર્યજનક લાગે પરંતુ તેમના જીવન અને વિકાસ માટે તે જરૃરી પણ હોય છે.

તીડ પોતાના શરીરના વજન જેટલો ખોરાક દરરોજ ખાય છે.

વંદો સૌથી શક્તિશાળી જીવડું છે. પૃથ્વી પર ડાઇનોસોર પહેલાં પણ વંદા  વસતા હતા. વંદાનું માથુ કપાઇ જાય તો પણ ઘણા દિવસ જીવિત રહે છે.

મોનાર્ક પતંગિયા ઇંડામાંથી જન્મ્યા પછી ૨૭૦૦ ગણું મોટું કદ થાય ત્યાં સુધી વધે છે.

મધમાખી એક કિલો મધ ભેગું કરવા ૯૦ હજાર કિલોમીટરનો પ્રવાસ કરે છે.

મચ્છર પોતાની પાંખ સેકંડમાં ૫૦૦ વખત ફફડાવી ગણગણાટ કરે છે.

ડ્રેગન ફલાય લગભગ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે.

ઘરમાં ઊડતી માખી આપણા કરતા હજારો ગણી વધુ ક્ષમતાથી ગળપણ પારખી શકે છે.

મધમાખીને ડંખ શક્તિશાળી હોય છે.

લેડીબર્ડ નામનું જીવડું ખરાબ  સ્વાદવાળું રસાયણ છોડવાની શક્તિ ધરાવે છે. આ જીવડાને કોઇ શિકારી ખાઇ શકે નહિ.

બીટલ નામના જીવડા તેના શિકારી પર એસિડનો ફુવારો છોડી દૂર ભગાડી મૂકે છે.
 


♥ इस व्यक्ति को है विचित्र बीमारी, 'ट्री मैन' के नाम से बुलाते हैं लोग ♥

ढाका : बांग्लादेश में एक व्यक्ति के पास दुर्लभ त्वचा रोग पाया गया है। व्यक्ति के हाथों को देखने से लगता है कि उसके दोनों हाथों से वृक्ष के जड़ उग रहे हों। यह व्यक्ति 'ह्यूमन पैप्पीलोमा वाइरस' से पीड़ित है।

वेबसाइट मिरर में प्रकाशित रिपोर्ट के मुताबिक 25 साल के अबुल बजादर का इलाज ढाका के एक अस्पताल में चल रहा है। अबुल 10 साल की अवस्था से 'ह्यूमन पैप्पीलोमा वाइरस' से पीड़ित है। इस रोग के कारण लोग उसे 'ट्री मैन' के नाम से जानते हैं और दुनिया भर के डॉक्टर इस दुर्लभ बीमारी पर शोध कर रहे हैं।

नेशनल इंस्टीट्यूट ऑफ बर्न एंड प्लास्टिक सर्जरी के मुख्य संयोजक डॉक्टर समंता लाल सेन का कहना है कि विशेषज्ञों का एक चिकित्सा बोर्ड बनाने के बाद अबुल के इलाज पर फैसला किया जाएगा। 

अबुल को जैसे ही इस बीमारी ने अपने चपेट में लिया, उसे रिक्शा खींचने के जॉब से निकाल दिया गया। इसके बाद पड़ोसियों ने भी उसे मोहल्ले से बाहर कर दिया। डॉक्टर्स के मुताबिक, इलाज के लिए हॉस्पिटल में भर्ती अबुल को इस रोग से निजात पाने के लिए हर साल दो बार ऑपरेशन कराना पड़ेगा।


♥ હવે વાંદા દ્વારા જાસૂસી !!! ♥


ટેકનોલોજીને કારણે જાતજાતનાં મશીનો મળતા થઇ ગયા છે. જાસૂસી કરવાનું પણ બહુ આસાન થઇ ગયું છે. જો કે, અહીં જેનો ઉલ્લેખ કરવાનો છે એ વાત જાણીને તમને ખરેખર અચરજ થશે. જાસૂસીનાં યંત્રો તો ઘણાં મળે છે. તેની સાઇઝ નાનામાં નાની બનાવવાની હરિફાઇ ચાલે છે. ઘડિયાળ, ચશ્મા કે બોલપેનમાં ફીટ કરાવી શકો એવા કેમેરા વડે તો હવે ભારતમાં પણ લોકો જાસૂસી કરી શકે છે. હવે તમે કલ્પના કરો કે કેટલી હદે નાનામાં નાની સાઇઝનું યંત્ર હોઇ શકે. વાંદા જેવા જીવજંતુના શરીર પર ફીટ કરી શકાય એવડા જાસૂસી યંત્રો નીકળ્યા છે. આવા યંત્રો ખાસ કરીને દેશોના ગુપ્તચર વિભાગો કોઇ વિદેશી એલચી કચેરી કે પ્રધાનની ઓફિસમાં જાસૂસી કરવા માટે ઉપયોગમાં લેતા હોય છે. આ સમાચાર જ્યારે વિશ્વના ખૂણે ખૂણે પ્રસિધ્ધ થશે એ પછી પ્રધાનો અને અધિકારીઓ જ્યાં કોઇ વાંદો ભાગતો દેખાશે એને ધારી ધારીને જોશે કે એના પર કોઇ કેમેરા તો ફીટ કરાયો નથીને. આમ, જીવજંતુઓનો ઉપયોગ પણ જાસૂસ તરીકે થઇ શકતો હોવાથી ગુપ્તચર વિભાગોની ફોજમાં હવે અનોખી રીતનો ઉમેરો થશે.


♥ બાળલગ્ન પર પ્રતિબંધ મૂકવાની શરૃઆત ક્યારે થઈ? ♥


બાળલગ્ન પર પ્રતિબંધ મૂકવાની શરૃઆત તો ૧૮૬૦ થી શરૃ થઈ હતી. એ વખતે ઈન્ડિયન પિનલ કોડમાં દસ વરસથી નીચેની ઉંમરની કન્યા સાથે વૈવાહિક સુખ (લગ્ન ગેરકાયદે ન હતા) માણવું તેને બળાત્કાર ગણવાની અને સખત શિક્ષા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી હતી. ૧૯૨૯ માં બાળલગ્ન અટકાયત ધારો અમલમાં આવ્યો અને ૧૯૭૭ માં તેમાં વર કન્યાની ઉંમર વધારતો સુધારો કરવામાં આવ્યો. આમ છતાં આ કાયદાની કોઈ દેખીતી અસર અમુક રાજ્યોમાં જોવા મળતી નથી.


Thursday 28 January 2016

♥ અનોખો વર્લ્ડ રેકોર્ડ ♥

યુએઇ વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં ઘણું આગળ રહ્યું છે. સૌથી વધારે ગિનિસ રેકોર્ડ યુએઇ એ બનાવ્યાં હતાં. પણ અહીં આપણે વાત કરવાની છે તે એક સુંદર વર્લ્ડ રેકોર્ડ વિશે વાત કરવાની છે. યુએઇની બે નારી એન મેરી અને એમસિક્વિનએ જે રેકોર્ડ બનાવ્યો તે એક વિશિષ્ટ રેકોર્ડ હતો. આ રેકોર્ડમાં મેરી અને એમસિક્વિનએ પોતાના ચિત્રો દ્વારા જન જાગૃતિ ફેલાવતો એક રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડમાં એન અને ક્વિન બંને એ મળીને ચિત્રોની ૧૦.૮૫ કિલો મીટરની એક લાંબી લાઇન બનાવી હતી જેમા બધાં જ ચિત્રો જન જાગૃતિ ફેલાવવા માટેના સંદેશ આપતાં બનાવવામાં આવ્યાં હતાં. લોકો માટે આ રેકોર્ડ ખાસ્સા આકર્ષણનું કેન્દ્ર રહ્યો.


♥ બટન સેલ ♥





અત્યાર સુધી નાનો સૂકો કોષ વપરાતો જેને આપણે પાવર તરીકે ઓળખીએ છીએ. ટોર્ચમાં મોટા અને વોકમેનમાં નાના પાતળા સેલ વપરાય છે પરંતુ બટનસેલથી ક્રાંતિ સર્જાઈ છે.

જાપાનની એક કંપનીએ ૧૯૮૨માં મોબાઇલ ફોન બનાવ્યો હતો. તે ઘણો નાનો હતો. પરંતુ તેની સાથે જોડેલી બેટરીનો સેલ ઘણો મોટો હતો તેનું વજન ૯.૮ કિલોગ્રામ જેટલું હતું. આટલો મોટો સેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ અગવડભર્યું હતું. તેનાં વિકલ્પે બટનસેલની શોધ થઈ. બટનસેલમાં મોટેભાગે આલ્કલાઇન સેલ, સિલ્વર ઓક્સાઇડ સેલને લિથિયમઆયન સેલ હોય છે.

લિથિયમઆયન સેલમાં ગ્રેફાઇટ અને લિથિયમ આયનના ધ્રુવ હોય છે. આ બે ધ્રુવ વચ્ચે થતી રેડાકેસ પ્રક્રિયાને કારણે ઊર્જા છૂટી પડે છે તેથી વિજપ્રવાહ મેળવી શકાય છે. બટનસેલનો ઉપયોગ સેલફોન, કેપેરા, ઘડિયાળ અને ડિજિટલ ડાયરીમાં થાય છે તેનો આકાર બટન જેવો હોય છે.


♥ દરિયાની સપાટીથી સૌથી નીચું, સૌથી ઊંચું ♥


સૌથી ઊંચી રેલવે 

ચીનના ટેંગુલા પર્વત પર આવેલી ક્વીંગઝાંગ રેલવે સમુદ્રની સપાટીથી ૫૦૬૮ મીટર ઊંચી છે.

સૌથી નીચી રેલવે

જાપાનની સાઇકેન ટર્નલ રેલવે દરિયાની સપાટીથી ૨૪૦ મીટર નીચી છે.

સૌથી ઊંચો રોડ

ચીલીના જ્વાળામુખી પર્વત પર આવેલો ઓકાનક્લીયાનો રોડ વિશ્વમાં સૌથી વધુ ૬૧૭૬ મીટરની ઊંચાઇએ છે.

સૌથી નીચો રોડ

ઇઝરાયેલ અને જોર્ડનની વચ્ચે આવેલો ડેડ સી રોડ સૌથી વધુ દરિયાની સપાટીથી ૪૧૮ મીટર નીચે છે.

સૌથી ઊંચું એરપોર્ટ

ચીનનું કામદોબાંગદા એરપોર્ટ વિશ્વમાં સૌથી વધુ ૪૩૩૪ મીટરની ઊંચાઇએ બનેલું છે.

સૌથી નીચું એરપોર્ટ

ઇઝરાયેલનું બાર યહૂદા એરપોર્ટ સમુદ્રની સપાટીથી સૌથી નીચું ૩૭૮ મીટર નીચું છે.


♥ આંગળીના ટેરવાની કમાલ : ટચસ્ક્રીન ♥


લેપટોપ, મોબાઇલ, એટીએમના સ્ક્રીન વગેરે આંગળીના ટેરવાથી સંચાલિત થાય છે. નાના બાળકના હાથમાં મોબાઇલ આપો તો તે પણ તેના સ્ક્રીન પર આંગળી ફેરવવા લાગે એટલી જાણીતી આ ટેકનોલોજી છે.

ટચસ્ક્રીનની શોધ સેમ્યુલ હર્ટઝ નામના વિજ્ઞાનીએ ૧૯૭૦માં કરી હતી. તેમાં ટચસ્ક્રીનની સપાટી હેઠળ અલ્ટ્રાસોનિક તરંગો વહેતા હોય છે. તમે જ્યાં આંગળી મૂકો ત્યાં આ તરંગોમાં વિક્ષેપ પડે અને આ વિક્ષેપના આધારે સેન્સર અને કન્ટ્રોલર કામ કરવા લાગે છે. આમ આપણી આંગળી માઉસનું કામ કરે છે.

ટચસ્ક્રીન ત્રણ પ્રકારના હોય છે. અલ્ટ્રાસોનિક તરંગો વાળા, વીજભાર વાળા અને બે વીજભારવાળા.

વીજભારવાળા સ્ક્રીનની સપાટી નીચે બે પડ વચ્ચે હળવો વીજપ્રવાહ વહેતો હોય છે. આપણી આંગળી મૂકીએ ત્યાં વીજભારમાં ફેરફાર થાય. આપણી આંગળીનું તાપમાન વાતાવરણ કરતાં વધારે હોવાથી તે વીજભાર પર અસર કરે છે. શિયાળામાં આપણી આંગળી ઠંડી થઇ ગઇ હોય ત્યારે ટચસ્ક્રીન બરાબર કામ કરતા નથી, તે તેમને અનુભવ હશે. મોબાઇલ ફોનમાં ટચસ્ક્રીન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે.


Wednesday 27 January 2016

♥ સસલું ♥


સસલાં પુરાતન પાલતુ પ્રાણી છે. ઈ.સ. પૂર્વે ૩૦૦માં રોમનોમાં સસલા પાળવાનો રિવાજ હતો.

સ્પેનમાં સસલાં ખૂબ જ જોવા મળે. એટલે તે 'સસલાંનો ટાપુ' કહેવાય છે.

સસલાંને અંગ્રેજીમાં 'રેબિટ' અને 'હેર' કહે છે. આ બંને પ્રાણીઓ અલગ છે.

સસલાંને ૨૮ દાંત હોય છે. તેનાં દાત ઘસાય છે અને લંબાઈ વધ્યા કરે છે.

સસલાં ૩૬૦ અંશને ખૂણે ચાર તરફ જોઈ શકે છે.

સૌથી નાના સસલાની જાત નેધરલેન્ડનું ડ્વાર્ફ રેબિટ છે. તે એક કિલો વજનનું હોય છે.

સસલાં ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે દોડે છે.

સસલાંની મૂછોના વાળ તેના શરીરની પહોળાઈ જેટલી લંબાઈના હોય છે. એટલે મૂછો વડે તે કેટલી નાની જગ્યામાંથી પસાર થઈ શકે કે નહી તે અગાઉથી જાણી શકે છે.

સસલાના આગલા પગમાં પાંચ અને પાછલા પગમાં પાંચ આંગળીઓ હોય છે.


♥ વિશ્વનો પ્રથમ વિજ્ઞાની : થેલ્સ ♥

આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો  છે. કૂદકે અને ભૂસકે વિકાસ પામી રહેલા વિજ્ઞાનીક્ષેત્રમાં સંખ્યાબંધ વિજ્ઞાનીઓ થઇ ગયા. વિજ્ઞાની અને રસાયણશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ, અવકાશવિજ્ઞાનીઓ, પુરાતત્ત્વશાસ્ત્રી એમ ઘણા બધા ક્ષેત્રોમાં અસંખ્ય વિભૂતિઓએ યોગદાન આપ્યા છે. પરંતુ ક્યારેક આપણને એમ વિચાર આવે છે કે પૃથ્વી પર વિજ્ઞાનીની શરૃઆત કરનાર કોણ ? વિશ્વનો આ પ્રથમ વિજ્ઞાની પ્રાચીન ગ્રીસનો થેલ્સ હોવાનું મનાય છે.

ઇ.સ.પૂર્વે ૬૨૪થી ૫૪૬ દરમિયાન થઇ ગયેલા થેલ્સે પ્રથમ વાર પ્રકૃતિનો અભ્યાસ શરૃ કર્યો. દેવી દેવતાઓની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. બ્રહ્માંડનું પ્રથમ સૂર્યગ્રહણ તેણે જોયેલું અને જગતને દર્શાવેલું. તે તર્કશાસ્ત્ર અને ભૂમિતિના નિયમોથી સત્ય શોધવાનો પ્રયાસ કરતો.

થેલ્સનો જન્મ ઇ.સ.પૂર્વે ૬૨૪માં પ્રાચીન ગ્રીસના મિલેરસ નગરમાં થયો હતો. હાલના તૂર્કીમાં  આવેલું આ નગર તે સમયે સૌથી સમૃદ્ધ શહેર હતું. તે જમાનામાં ઇજિપ્ત અને બેમિલોનમાં ભૂમિતિનો વિકાસ થયો હતો. થેલ્સનો પરિવાર વેપારી હતો એટલે તેણે પણ યુવાન વયે વેપાર શરૃ કરેલો. વેપારી તરીકે તેણે ઇજિપ્તનો પ્રવાસ કરેલો. તે ખૂબ ધન કમાયેલો પોતાને વતન પરત આવીને તેણે વેપાર છોડીને અભ્યાસ શરૂ કર્યો.

તે સમયે નાઇલ નદીના સમૃદ્ધ પાણીને કારણે ઇજિપ્ત સમૃદ્ધ હતું. લોકો નાઇલમાં આવતા પૂરને દેવનો આશીર્વાદ માનતા અને વધુને વધુ પાણી આવે તે માટે પ્રાર્થનાઓ કરતા. થેલ્સે નાઇલમાં પાણીની સપાટી વધવાનું ભૌગોલિક કારણ શોધી કાઢયું અને તે દેવનો આશીર્વાદ નથી તેમ જાહેર કર્યું.  આવી હિંમત દર્શાવી તેણે વિજ્ઞાનીનો પાયો નાખ્યો તેણે વૈજ્ઞાનિક ખેતી શરૃ કરી અન્ય ખેડૂતો કરતાં તેને વધુ કમાણી થતી જોઇને લોકો તેને અનુસરવા લાગ્યા.

થેલ્સ વિશે એક વાત પ્રચલિત છે. તે  એક વાર પગપાળા જઇ રહ્યો હતો. ચાલતા ચાલતા તેનો પગ ખાડામાં પડયો અને તે ગબડી પડયો. રસ્તાની બાજુમાં બેઠેલી એક વૃદ્ધાએ તેને કહ્યું કે  ''થેલ્સ, તારા પગ નીચે શું છે તે જ તને દેખાતું નથી.'' આ વાક્ય થેલ્સની પ્રેરણા બની ગયું. તે માનતો કે કોઇ ઇશ્વરી તાકાત નથી પણ સમુદ્ર પ્રકૃતિ વિજ્ઞાનીના નિયમો મુજબ ચાલે છે. તેના રહસ્યો આપણા પગ નીચે જ તેને શોધવા પડે.

થેલ્સે મિલેશિયન સ્કૂલ શરૂ કરી. કહેવાય છે કે પાયથાગોરાસ અને આર્કિમડિઝ પણ તે સ્કૂલમાં ભણેલા. ૭૬ વર્ષની ઉંમરે થેલ્સનું અવસાન થયેલું. તેનો સિધ્ધાંત હતો કે આપણે શું જાણીએ છીએ તે નહી પરંતુ કેવી રીતે જાણીએ છીએ તે મહત્વનું છે.


♥ મધમાખી ષટ્કોણ આકારના ખાનાવાળો મધપૂડો કેમ બનાવે છે? ♥


મધમાખી ફૂલો ઉપરથી મધ ચૂસીને મધપૂડામાં એકઠું કરે છે. નાનકડી મધમાખી બુધ્ધિમત્તામાં બહુ મોટી છે. તેની દરેક પ્રક્રિયા બુધ્ધિગમ્ય હોય છે. પોતાના શરીરમાંથી ખાસ પ્રકારનું મીણ જેવું દ્રવ્ય કાઢી તે મધપૂડાની રચના કરે છે.

મધપૂડો ષટકોણ આકારના સંખ્યાબંધ ખાનાનો બનેલો હોય છે. મધપૂડો દીવાલ કે ઝાડની ડાળી પર ચોંટેલો રહે છે. મધપૂડો બનાવવામાં મધમાખી અજબ કાબેલિયતનો ઉપયોગ કરે છે.

મધપૂડાના ષટકોણ આકારના ખાના ચોકસાઈપૂર્વકના માપના બનેલા હોય છે. ખાનાની છએ બાજુ પર બીજા છ ખાના ચપોચપ બેસી જાય તે માપના જ હોય છે. તેમાં ઓછી જગ્યામાં વધુ ખાના બને છે. ષટકોણ આકારના ખાનાં જોડીને ગમે તે આકારનો મધપૂડો બને છે.

ગોળાકાર ખાના હોય તો આજુબાજુ જગ્યા બગડે અને વચ્ચે હવા ભરાઈ રહે. આમ ઓછા દ્રવ્ય અને ઓછી જગ્યા રોકીને મધમાખી મધપૂડો બનાવે છે. મધમાખી ભૂમિતિના નિયમ નથી જાણતી પરંતુ તેણે બનાવેલા ષટકોણ આકારના ખાના જોઈને આપણા એન્જિનિયરો પણ તેમાંથી પ્રેરણા લઈ શકે છે.


♥ અવકાશમાં સૌપ્રથમ ♥


વિશ્વનો પ્રથમ સેટેલાઈટ સ્પુટનિક-૧ રશિયાએ ૧૯૫૭ના ઓક્ટોબરની ૪ તારીખે અવકાશમાં તરતો મૂકેલો.

વિશ્વના પ્રથમ પુરુષ અવકાશયાત્રી યુરી ગેરેરીને રશિયાના વોસ્તોક-૧૦ મિશનમાં ૧૯૬૧ની એપ્રિલની ૧૨ તારીખે ૧ કલાક ૪૮ મિનિટ અવકાશમાં વિતાવેલા.

વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશ્કોવા હતી. તેણે ૧૯૬૩ના જૂનમાં ૨ દિવસ ૨૨ કલાક ૫૦ મિનિટ અવકાશયાત્રા કરેલી.

અવકાશમાં પ્રથમ સ્પેસવોક કરનાર અવકાશયાત્રી એલેક્સી લિયોનોવે ૧૯૬૫ના માર્ચ માસમાં સ્પેસ વોક કર્યું હતું.

ચંદ્રની સપાટી પર પ્રથમ માણસ વિનાનું યાન લૂના-૨ ૧૯૫૯ની સપ્ટેમ્બરની ૧૩ તારીખે ચંદ્ર ઉપર ઉતરેલું.


♥ CNG ♥


વાહનોમાં પેટ્રોલ અને ડીઝલને બદલે પર્યાવરણલક્ષી 'ગ્રીન ફ્યુઅલ' સી.એન.જી.નો ઉપયોગ સરેરાશ ૮૦ ટકા ઓછું પ્રદૂષણ કરે છે.

સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ.

પૃથ્વીના પેટાળમાંથી મળતા કુદરતી ગેસમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન સલ્ફાઈડ જેવા વાયુઓ દૂર કરવાથી શુધ્ધ સીએનજી મળે છે.

સીએનજીમાં ૯૧ ટકા મિથેન વાયુ હોય છે બાકીના ૯ ટકામાં ઈથેન, બૂટેન, પ્રોપેન હોય છે.

સીએનજીનું એન્જિનમાં પૂરેપુરું દહન થાય છે એટલે ધૂમાડો નિકળતો નથી.

સીએનજીનો બાટલો ૩.૫ ફૂટ લાંબો અને એક ફૂટ પહોળો હોય છે તેમાં દર ચોરસ સેન્ટીમીટરે ૨૦૦ કિલો દબાણ થતું હોય છે.


Tuesday 26 January 2016

♥ SCIENCE GK ♥

THNX TO..

www.crackgpsc.com 

Superbbb Site For Current Gk 

♥ IMP GK ♥

THNX TO..
ALPESH PATEL

♥ ધ્વનિ અને અક્ષરોની સમજ ♥

♥ છંદ ♥
♥ વિવિધ નૃત્ય સાથે સંકળાયેલ વ્યક્તિ ♥
♥ અગત્યની શોધ અને તેના શોધકો ♥

♥ વિવિધ ક્ષેત્રમાં મહિલા પ્રદાન ♥

♥ પ્રજાસત્તાક દિનનો ઇતિહાસ ♥


♥ कुंतीपुत्र भीम के पास हजारों हाथियों का बल कैसे आया था? ♥

वर्तमान में यह सवाल काफी रोचक और रहस्यमयी प्रतीत होता है। लेकिन सच्चाई यही है कि भीम के पास हजारों हाथियों का बल था। इस बात का प्रमाण हमें महाभारत में मिलता है। दरअसल हजारों हाथियों का बल भीम को आर्यक नाग ने दिया था जोकि उनके नानाजी के नानाजी थे।

भीम के पिता का नाम पांडु और माता का नाम कुंती था। उनके बड़े भाई धर्मराज युधिष्ठिर, अर्जुन, नकुल और सहदेव थे। भीम में हजार हाथियों का बल था। महाभारत के अनुसार जब पांडवों का जन्म हुआ, उसके कुछ दिन बाद पांडु का निधन हो गया। उस समय पांडु अपनी पत्नी कुंती और माद्री के साथ वन में रहते थे।

पांडु की मृत्यु का समाचार जब उनके भाई धृतराष्ट्र को पता चला तो उन्होंने कुंती, माद्री और उनके पांचों पुत्रों को हस्तिनापुर आने का आमंत्रण भेजा। सभी हस्तिनापुर में रहने लगे। धृतराष्ट्र के 99 पुत्र और एक पुत्री थीं, और पांडव सिर्फ पांच थे।

धृतराष्ट्र का बड़ा पुत्र था दुर्योधन बचपन से ही उसे पांडवों के प्रति मन में दुर्भावना रखता था।

एक समय की बात है दुर्योधन और पांडव सभी गंगा तट पर खेल रहे थे। खेलने के बाद भोजन के लिए आमंत्रित हुए, वहां दुर्योधन ने भीम के भोजन में विष मिला दिया। भीम भोजन करने के तुरंत बाद अचेत हो गए। तब दुर्योधन ने अपने भाई दुःशासन की मदद से दुर्योधन को गंगा में डुबो दिया।

भीम के अन्य भाई इस बात से अनविज्ञ थे। भीम गंगा में डूबते गए और नागलोक में पहुंच गए। नागलोक में सांपों ने भीम को डसा तो भीम के शरीर में मौजूद विष का असर कम हो गया। सांप भीम को मारना चाहते थे लेकिन भीम जिंदा हो गए।

सभी सांप, नागराज वासुकि के पास पहुंचे और उन्हें सारी बात से अवगत कराया। वासुकि भीम के पास पहुंचे। उनके साथ आर्यक नाग भी था। दरअसल आर्यक नाग, भीम के नानाजी के नानाजी थे। उन्होंने भीम को अपना परिचय दिया। उन्होंने भीम को विशेष रस दिया जिसमें हजारों हाथियों का बल था। भीम ने वह पी लिया। और एक दिव्य शय्या पर आराम करने लगे।

उधर जब खेल के बाद सभी राजकुमार हस्तिनापुर पहुंचे तो उनमें भीम नहीं थे। विदुर चिंतित हो गए उन्होंने भीम की खोज करनी शुरू कर दिया। उन्हें मालूम नहीं था कि भीम तो नागलोक में दिव्य शय्या पर आराम कर रहे हैं।

जब नागलोक में मौजूद भीम का आठवें दिन सारा रस पच गया तब नागों ने भीम को गंगा किनारे छोड दिया। और इस तरह भीम हस्तिनापुर सकुशल पहुंचे लेकिन उनमें हमेशा के लिए मौजूद था हजारों हाथियों का बल। हस्तिनापुर पहुंचने के बाद भीन ने दुर्योधन द्वारा विष और नागों द्वारा उन्हें हजार हाथियों के बल की बात बताई। लेकिन पांडवों ने इसे गुप्त ही रखा।


♥ भारतीय तिरंगे का सफर ♥

क्या आपने कभी सोचा है कि भारतीय आन-बान-शान का प्रतीक राष्ट्रीय ध्वज अपने शुरुआती दौर में किन-किन परिवर्तनों से गुजरा है? तस्वीरों के माध्यम से हम दिखाएंगे कि भारतीय ध्वज का आधुनिक स्वरूप इस रूप तक पहुंचने से पहले कितने पड़ावों से आगे बढ़ा है। यह हमारे देश के राजनैतिक विकास को भी दर्शाता है, इसके ऐतिहासिक पड़ाव कुछ इस प्रकार से ....


7 अगस्त 1906 को पारसी बागान चौक (ग्रीन पार्क) कोलकाता में फहराया गया था। इस ध्वज को लाल, पीले और हरे रंग की क्षैतिज पट्टियों से बनाया गया था।


द्वितीय ध्वज को पेरिस में मैडम कामा और 1907 में उनके साथ निर्वासित किए गए कुछ क्रांतिकारियों द्वारा फहराया गया था।


तृतीय ध्वज 1917 में तब आया जब हमारे राजनैतिक संघर्ष ने एक निश्चित मोड़ लिया। डॉ. एनी बेसेंट और लोकमान्य तिलक ने घरेलू शासन आंदोलन के दौरान इसे फहराया।


1921 का यह ध्वज लाल और हरे रंग का बना था, जो दो प्रमुख समुदायों हिन्दू और मुस्लिम का प्रतिनिधित्व करता था।


वर्ष 1931 ध्वमज के इतिहास में एक यादगार वर्ष है। यह ध्वकज जो वर्तमान स्व।रूप से ठीक पहले का है, केसरिया, सफेद और मध्यह में गांधी जी के चलते हुए चरखे के साथ था।

Monday 25 January 2016

♥ PADM AWARDS 2016 ♥



♥ राफेल विमान की खासियत ♥

आसमान से दुश्मनों के छक्के छुड़ा देने वाला राफेल एक बहुउपयोगी लड़ाकू विमान है। दासौल्ट कंपनी अक्टूबर 2014 तक 133 विमानों का निर्माण कर चुकी है। इस प्रोजेक्ट की लागत 62.7 बिलियन है।

एक विमान की लागत 70 मिलियन आती है।

इसकी लंबाई 15.27 मीटर है और इसमें एक या दो पायलट बैठ सकते हैं।

जानकार बताते हैं कि राफेल ऊंचे इलाकों में लड़ने में माहिर है। राफेल एक मिनट में 60 हजार फुट की ऊंचाई तक जा सकता है। हालांकि अधिकतम भार उठाकर इसके उड़ने की क्षमता 24500 किलोग्राम है।

विमान में ईंधन क्षमता 4700 किलोग्राम है। राफेल की अधिकतम रफ्तार 2200 से 2500 तक किमी प्रतिघंटा है और इसकी रेंज 3700 किलोमीटर है।

इसमें 1.30 mm की एक गन लगी होती है जो एक बार में 125 राउंड गोलियां निकाल सकती है।

इसके अलावा इसमें घातक एमबीडीए एमआइसीए, एमबीडीए मेटेओर, एमबीडीए अपाचे, स्टोर्म शैडो एससीएएलपी मिसाइलें लगी रहती हैं। इसमें थाले आरबीई-2 रडार और थाले स्पेक्ट्रा वारफेयर सिस्टम लगा होता है। साथ ही इसमें ऑप्ट्रॉनिक सेक्योर फ्रंटल इंफ्रा-रेड सर्च और ट्रैक सिस्टम भी लगा है।

राफेल विमान का इतिहास

राफेल विमान फ्रांस की दासौल्ट कंपनी द्वारा बनाया गया 2 इंजन वाला लड़ाकू विमान है।

1970 में फ्रांसीसी सेना ने अपने पुराने पड़ चुके लड़ाकू विमानों को बदलने की मांग की। जिसके बाद फ्रांस ने 4 यूरोपीय देशों के साथ मिलकर एक बहुउद्देशीय लड़ाकू विमान की परियोजना पर काम शुरू किया। बाद में साथी देशों से मतभेद होने के बाद फ्रांस ने इस पर अकेले ही काम शुरू कर दिया।


♥ રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવાની રીત ♥


વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ તે સમજાવવા માટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે.

સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન દ્વારા રાષ્ટ્રધ્વજ માટે ઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો જ ઉપયોગ કરવો, બીજા પ્રસંગોએ પણ યોગ્ય કદના રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઇચ્છનીય છે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત

(૧) જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે ગોઠવાયેલો હોવો જોઈએ.

(૨) જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો સમેત બધા જ દિવસો સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસ પ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.

(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાના સરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવી જોઈએ એટલે કે તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.

(૪) જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના અગ્ર ભાગમાં ફરકાવવામાં આવનાર હોય ત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો રહેવો જોઈએ.

(૫) જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપર રહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.

(૬) જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તે રીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે  ફરકાવવો જોઈએ.

(૭) જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તો તો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.

(૮) પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાય તે રીતે અને જુદો તરી આવે તેમ રાખવો જોઈએ.

નોંધ : રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.

(૯) મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલા સળિયા પર તે ફરકાવવો જોઈએ.
(૧૦) જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા બીજા ધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખોટી રીત

(૧) નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં

(૨) કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.

(૩) બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યાએ એની ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જ જેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો, હારતોરા અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે પણ ઉપયોગ કરી શકાશે નહીં. તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન કાપડના ટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશે નહીં.

(૫) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં વાપરી શકાશે નહીં.

(૬) રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો રાખી શકાશે નહીં.

(૮) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનો અયોગ્ય ઉપયોગ

(૧) સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૨) વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૩) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજને નુુકસાન પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશ કરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવો જોઈએ.

(૫) કોઈ પણ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.

(૬) કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં. તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશે નહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ કરી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.

(૮) કોઈ પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈ જાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.

(૯) કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનું કદ

૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ

૧૨ ફૂટ બાય ૮ ફૂટ

૭ ફૂટ બાય ૬ ફૂટ

૬ ફૂટ બાય ૪ ફૂટ

૩ ફૂટ બાય ૨ ફૂટ

૭ ઇંચ બાય ૬ ઇંચ

આમાંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે.