આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 29 October 2017

♥ આચાર સંહિતા એટલે શું ? ♥

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો અને સરકારનાં પ્રધાનોએ તેનું પાલન કરવાનું હોય છે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા અધિકારીઓ તમામનાં આચરણ પર ચાંપતી નજર રાખે છે.

આદર્શ આચાર સંહિતા એટલે શું ? આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે.

💁🏻શા માટે આચારસંહિતાની જરૂર?

ચૂંટણી દરમિયાન શાસક પક્ષ કે ગઠબંધન સહિત તમામ પક્ષોને ચૂંટણી લડવા માટે સમાન તક મળે તે માટે આચારસંહિતા ઘડવામાં આવી છે. રાજકીય પક્ષો વચ્ચે તણાવ-ઝગડાં કે ઝપાઝપી ટાળવા માટે, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજય તે માટે તેનું પાલન કરાવવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્યની શાસક પાર્ટી તેની સત્તાવાર સ્થિતિનો ચૂંટણી દરમિયાન દુરૂપયોગ ન કરે, તે માટે આચારસંહિતા જરૂરી છે.

વર્ષ 2000માં એક વિવાદ થયેલો. આદર્શ આચારસંહિતા ક્યારથી અમલી બને? તે મુદે વિવાદ થયેલો. ચૂંટણી પંચનો અભિપ્રાય હતો કે, ચૂંટણીની તારીખો જાહેર થાય કે તૂર્ત જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય. ચૂંટણી પંચનાં આ નિર્દેશની સામે એનડીએ સરકારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવેલાં. સરકારનો તર્ક હતો કે, જે તબક્કાનું ચૂંટણી જાહેરનામું બહાર પડે, ત્યારબાદ જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થવો જોઈએ. આ અંગે ચૂંટણી પંચ દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સર્વાનુત્તે નક્કી કરવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવે, તે સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની જાય.

રાજકીય પક્ષો અને તેનાં નેતાઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ, ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનો પર આચારસંહિતા લાગૂ પડશે. મોદીએ તેમની વિવેકાનંદ યાત્રાને મોકૂફ કરી દેવી પડશે.ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈ અધિકારીની બદલી નહીં થઈ શકે. તેઓ સરકારી વહીવટીતંત્ર કે સરકારી કર્મચારીઓનો ઉપયોગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે ન કરી શકે. ઉડ્ડાણો માટે હેલિપેડ્સ અને હવાઈ પટ્ટીઓ, જાહેર સભા માટે સાર્વજનિક સ્થળોનો ઉપયોગ તમામ રાજકીય પક્ષોને સમાનપણે કરવા દેવો પડે છે. તમામ રાજકીય પક્ષોને સમાન પ્રકારની શરતો અને જોગવાઈઓનાં આધારે સ્થળ આપવું પડે છે. જે નિયમો વિપક્ષને લાગૂ પડે છે, તે જ નિયમો શાસક પક્ષને પણ લાગૂ પડે છે.

કોઈપણ પ્રધાન કે સત્તામંડળ સેન્ક્શન ગ્રાન્ટ, અને વિવેકાધિન ફંડમાંથી ચૂકવણું નહીં કરી શકે. ચૂંટણી પંચે તારીખો જાહેર કરી ત્યારથી જ આ જોગવાઈઓનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન કે અન્ય કોઈ પ્રધાન જાહેર પ્રજાનાં ખર્ચે કોઈ જાહેરાત પ્રકાશિત ન કરાવી શકે. સરકારી પ્રસાર અને પ્રચાર માધ્યમોનાં ઉપયોગ પર પણ નિયંત્રણ આવી જાય છે. પ્રધાનો લોકો માટે કોઈ વચન કે નાણાકીય ફાળવણી ન કરી શકે. તેઓ કોઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ન કરી શકે તથા ખાતમૂહર્ત પણ ન કરી શકે. સરકારી સ્થાયી કે હંગામી નિમણૂંકો ન થઈ શકે તથા આ માટે પ્રક્રિયા પણ હાથ ન ધરી શકાય.

Wednesday, 25 October 2017

♥ વિજયસ્તંભ ♥

🚩  વિજયસ્તંભ ભારત દેશના રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં આવેલ એક સ્તંભ અથવા ટાવર છે.

🚩  આ સ્તંભ મેવાડના રાજા રાણા કુંભાએ મહેમૂદ ખિલજીના નેતૃત્વ હેઠળ માળવા અને ગુજરાતની સેનાઓ પર મેળવેલા વિજયના સ્મારકના રૂપે ઇ. સ. ૧૪૪૨ અને ઇ. સ. ૧૪૪૯ વચ્ચેના સમયગાળામાં બનાવડાવ્યો હતો.

🚩  ૧૨૨ ફૂટ ઊંચાઇ તેમ જ ૯ મજલા ધરાવતો વિજયસ્તંભ ભારતીય સ્થાપત્ય કલાની ઝીણવટભરી તેમ જ સુંદર કારીગરીનો અદભૂત નમૂનો, જે નીચેના ભાગમાં પહોળો, મધ્ય ભાગમાં સાંકડો તેમ જ ઉપરના ભાગમાં ફરી પહોળો ડમરુ જેવા આકારમાં દેખાય છે.

🚩  સ્તંભના દરેક મજલા પર રવેશ તેમ જ બારીઓ મૂકવામાં આવેલ છે. આ સ્તંભમાં ઉપર જવા માટે અંદરના ભાગમાં ૧૫૭ પગથિયાંવાળી સીડી બનાવવામાં આવેલ છે, જેના દ્વારા ઉપરની અગાસીમાં પંહોચી શકાય છે. અહીંથી ચિત્તોડગઢનું આકાશીય અવલોકન કરી શકાય છે. જો કે હાલ મુલાકાતીઓ માટે ઉપર અગાસીમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવેલ છે.

🚩  સ્તંભનું નિર્માણકાર્ય મહારાણા કુંભાએ કરાવડાવ્યું હતું.

🚩  આ સ્તંભના અંદરની દિવાલમાં તેમ જ બહારની દિવાલમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મૂકવામાં આવી છે, જેમાં અર્ધનારીશ્વર, ઉમા-મહેશ્વર, લક્ષ્મીનારાયણ, બ્રહ્મા, સાવિત્રી, હરિહર, પિતામહ વિષ્ણુના વિભિન્ન અવતારો તેમ જ રામાયણ અને મહાભારતના પાત્રોની સેંકડો મૂર્તિઓનો સમાવેશ થાય છે.

🚩  આ ઉપરાંત ઉપરના મજલાઓની છતમાં ચિત્તોડગઢના શાસકોનાં ચિત્રો પણ મુકાયેલ છે.

🚩  આ સ્તંભના નિર્માણકાર્યના સ્થપતિ જૈતા અને એના પુત્રો નાપા, પુજા તેમ જ પોમાનાં ચહેરાઓ પાંચમા મજલા પર કોતરવામાં આવેલ છે.

🚩  વિજયસ્તંભના નિમાર્ણમાં લાલ પથ્થર તેમ જ શ્વેત આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

♥ મચ્છર ♥

💟  ધરતી પર મચ્છરોની 3500 થી વધારે પ્રજાતિઓ છે અને તે 20 કરોડ વર્ષ પહેલાં ધરતી પર આવ્યા હતાં.

💟  મચ્છર લગભગ 16 મિલીમીટર લાંબા અને 2.5 મિલીગ્રામ વજનનાં હોય છે

💟  મચ્છર માણસનો શ્વાસ પણ સુંઘી શકે છે. તે 75 ફૂટ દૂરથી co2 સુંઘી શકે છે.

💟  મચ્છર પોતાનાં એક વખતનાં ડંખમાં 0.001 થી 0.1 મિલીમીટર સુધી લોહી ચૂસી શકે છે.

💟  ઇતિહાસમાં થયેલા બધાંજ યુદ્ધોથી વધારે મૃત્યુ મચ્છરનાં કરડવાથી થયાં છે.

💟  મચ્છર પોતાના વજનથી 3 ગણું વધારે લોહી ચૂસી શકે છે

💟  જ્યારે મચ્છર લોહી માટે વધારે ઉતાવળાં થઇ જાય છે ત્યારે તે કપડામાંથી પણ ડંખવા લાગે છે.

💟  આઇસલેન્ડ અને ફ્રાંસ બે જ એવાં દેશ છે જ્યાં મચ્છર નથી.

💟  જો મચ્છરોને લોહી ના મળે તો તે નવા બચ્ચા પેદા કરી શકતાં નથી.

💟  લોહી એ મચ્છરનો ખોરાક નથી, માત્ર માદા મચ્છર ઈંડાના પોષણ માટે માણસનું લોહી ચૂસે છે. જ્યારે બીજા ડંખમાંથી નીકળતું પાણી લોહીને જામી જતું અટકાવે છે.

💟  મચ્છરને ૪૭ દાંત હોય છે.

💟  મચ્છર કલાકના લગભગ દોઢ કિલોમીટરની ઝડપે ઊડે છે. તે પોતાની પાંખ એક સેકંડમાં ૩૦૦થી વધુ વખત ફફડાવીને ગણગણાટ કરતાં ઊડે છે.

💟  દર વર્ષે મેલેરિયાથી 10 લાખ લોકોના મોત થાય છે. જો માત્ર આફ્રીકાની જ વાત કરવામાં આવે તો દર 45 સેકન્ડમાં એક મોત થાય છે.

💟  બીજા રંગોની તુલનામાં મચ્છરો વાદળી રંગની તરફ વધુ આકર્ષાય છે.

💟  મચ્છર એ લોકોની તરફ વધારે આકર્ષાય છે જેમણે હજું હમણાં જ કેળું ખાધું છે.

💟  ધરતી પરનાં બધાં જ મચ્છરોને મારીને એક ફૂટબોલનાં મેદાનમાં ભેગા કરવામાં આવે તો પાંચ કિલોમીટર ઊંચો ઢગલો થઇ જશે.

💟  'O' બ્લડ ગૃપવાળા લોકોને મચ્છરો વધુ કરડે છે.

💟  જો શરીરના કોઇપણ ભાગ પર  મચ્છર બેઠેલું હોય અને તમે તેને મારવા માંગતા હોય તો તે ભાગને ટાઇટ કરી લો.પછી તમે જોશો કે મચ્છર ઊડી નહીં શકે અને તમે તેને આશાનીથી મારી શકશો.

💟  જો મચ્છરના કરડેલા ભાગ પર ખંજવાળ આવતી હોય તો તે ભાગ પર ચમચી ગરમ કરીને થોડીવાર રાખો.ખંજવાળ આવતી બંધ થઇ જશે.

Monday, 23 October 2017

♥ दुनिया की सबसे लंबी कार ♥

 🌹  द अमेरिकन ड्रीम दुनिया की सबसे लंबी कार है जिसकी लंबाई 110 फीट है l 26 पहियों वाली इस कार की देखकर आप रह जाएंगे, ये कार कैलीफोर्निया के कस्टम कार गुरु जे आर्हबर्ग ने तैयार की थी। आज इस कार की कीमत 27.1 करोड़ आंकी गई है, इस कार के अंदर ही जकूजी, डाइविंग बोर्ड, किंग साइज वाटर बेड, लिविंग रूम और दो ड्राइवर रूम भी मौजूद है।

🌹  इस कार में सफर करना एक अलग ही अनुभव है, इस कार को दोनों तरफ से चलाया जा सकता है। दुनिया की सबसे लंबी कार की कहानी किसी रिकॉर्ड से कम नहीं है, 26 पहियों वाली इस कार का नाम द गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में भी दर्ज है।

🌹  ये कार लग्जरी, स्टाइल और सेफ्टी के मामले में भी अव्वल है और इस कार में सारी सुविधाएं शामिल की गई हैं। जब भी इस कार को कहीं दूर ले जाना होता है तो इसके दो भाग कर दिए जाते हैं और फिर ट्रक पर रखकर इसे ले जाया जाता है क्योंकि ये शौक के लिए बनाई गई स्पेशल कार है, जिसकी कहानी भी अद्भुत है।

♥ ANIMAL FACTS ♥

👉🏻  Rats breed so quickly that in just 18 months, 2 rats could have created over 1 million relatives.

👉🏻  The blue whale can produce the loudest sound of any animal. At 188 decibels, the noise can be detected over 800 kilometres away.

👉🏻  Horses and cows sleep while standing up.

👉🏻  Giant Arctic jellyfish have tentacles that can reach over 36 metres in length.

👉🏻  Locusts have leg muscles that are about 1000 times more powerful than an equal weight of human muscle.

👉🏻  Hummingbirds are so agile and have such good control that they can fly backwards.

👉🏻  Instead of bones, sharks have a skeleton made from cartilage.

👉🏻  Insects such as bees, mosquitoes and cicadas make noise by rapidly moving their wings.

👉🏻  The horn of a rhinoceros is made from compacted hair rather than bone or another substance.

👉🏻  Sharks lay the biggest eggs in the world.

👉🏻  Even when a snake has its eyes closed, it can still see through its eyelids.

👉🏻  Unlike humans, sheep have four stomachs, each one helps them digest the food they eat.

👉🏻  Despite the white, fluffy appearance of Polar Bears fur (which is transparent), it actually has black skin.

👉🏻  As well as being a famous Looney Tunes character, the Tasmanian Devil is a real animal that is only found in the wild in Tasmania, Australia. It is the largest carnivorous marsupial in the world.

👉🏻  The average housefly only lives for 2 or 3 weeks.

👉🏻  Mosquitoes can be annoying insects but did you know that it's only the female mosquito that actually bites humans.

👉🏻  Cats use their whiskers to check whether a space is too small for them to fit through or not.

Thursday, 19 October 2017

♥ પશુ-પંખીનાં બચ્ચાં જલદી કેમ મોટાં થઈ જાય છે? ♥

🌺  માનવીનું બાળક એક વરસનું થાય ત્યારે માંડ પા પા પગલી પાડતાં શીખે છે, જ્યારે બિલાડી, કૂતરો, મરઘી કે ચકલીનાં બચ્ચાં એક વર્ષમાં પૂરેપૂરાં મોટાં થઈ જાય. ઘણી વખત એવો વિચાર આવતો હશે કે આવું કેમ થાય છે?

🌺  બચ્ચું જન્મ્યા પછી એનું શરીર કઈ ઝડપે વધે એનો આધાર જે તે પશુ-પંખી કેટલાં વર્ષ જીવે છે એની ઉપર હોય છે. જે જાનવર જેટલું ઓછું જીવતું હોય તેમ એનાં બચ્ચાંનું શરીર ઝડપથી વધવા માંડે છે. મરઘી પાંચ કે સાત વર્ષ માંડ જીવે છે એટલે મરઘીનાં બચ્ચાં ઈંડાંમાંથી નીકળ્યાં નથી કે બે-ચાર કલાકમાં પોતાની મેળે ચણતાં શીખી જાય છે અને ચાર-પાંચ મહિનામાં મોટાં થઈ જાય છે.

🌺  કૂતરો લગભગ વીસ વર્ષ જીવે છે એટલે એનાં બચ્ચાં એક-દોઢ વર્ષે મોટાં થાય છે.

🌺  માણસનું બાળક પાંચ વર્ષે જેટલું શીખી જાય, જેટલું મોટું થાય એટલું શીખવામાં, એટલાં  મોટાં થવામાં કૂતરાંનાં ગલૂડિયાને એક જ વર્ષ લાગે.

🌺 મોટા થવામાં બીજું કારણ પશુ-પંખીની હોશિયારી ઉપર પણ છે. પશુ-પંખી જેમ બુદ્ધિશાળી હોય તેમ ઊંચાં કુળનાં ગણાય છે. માણસનું મગજ સહુથી અટપટું છે. શરીરના પ્રમાણમાં મગજ પણ વધવું જોઈએ. મગજને વધતાં ખૂબ સમય લાગે છે એટલે જે જાનવરનું મગજ જેટલું ઓછું બુદ્ધિશાળી હોય તેમ તેને બનતાં ઓછો સમય લાગે. એ રીતે એનું શરીર ઝડપથી મોટું થતું જાય.

♥ સ્ટિવ ઇરવીન ♥

👉🏻  ' ક્રોકોડાઇલ હન્ટર ’થી ઓળખાતા સ્ટિવ ઇરવીનનો જન્મ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૬૨ના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયો હતો. ટેલિવિઝનની ખૂબ જ પ્રચલિત શ્રેણી ‘ક્રોકોડાઇલ હન્ટર' માં હોસ્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર ઇરવીને દુનિયાભરના લોકોની ચાહત મેળવી છે.

👉🏻  સ્ટિવ અને તેની માતાની જન્મ તારીખ એક જ હતી. તેની માતાનું નામ લેયન તથા પિતાનું બોબ ઇરવીન છે.

👉🏻  વાઇલ્ડ લાઇફ એક્સ્પર્ટ સ્ટિવે વિજ્ઞાન વિષયક અભ્યાસ કર્યો નહોંતો માત્ર તેનો શોખ અને કુદરતને મદદરૂપ થવાની ઇચ્છાએ તેને આ તરફ વાળ્યો. સ્ટિવના પિતાએ તેના જન્મદિવસ પર એક વાર પાયથન ભેટમાં આપ્યો હતો. બસ, ત્યારથી પ્રાણીઓ પ્રત્યે તેનો લગાવ વધતો ગયો.

👉🏻  હાલમાં ઓસ્ટ્રલિયન ઝૂ તરીકે ઓળખાતા એનિમલ પાર્કમાં જ તેનો ઉછેર થયો છે. જ્યાં તેણે પ્રાણીઓની આદતો અને તેમની જીવનશૈલી વિષે અભ્યાસ કર્યો.

👉🏻  ૧૯૯૧માં સ્ટિવની મુલાકાત ટેરી રાઇનસ સાથે થઇ. ટેરી પણ સ્ટિવની જેમ જ વન્યજીવોના રક્ષણ માટે કામ કરતી હતી. આ જોડીએ ‘ક્રોકોડાઇલ હન્ટર’ શોમાં સાથે કામ કર્યું હતું જે દુનિયાના ૨૦૦ દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.

👉🏻  સ્ટિવ મગર સાથે રમત કરતો, સાપને પકડતો મગરના મોઢામાં પોતાનું માથું મૂકતો જેવાં અનેક સાહસો તે કરતો રહેતો અને દર્શકો તેને જોવા માટે ટેલિવિઝનની સામે ગોઠવાઇ જતા હતા.

👉🏻  સ્ટિવ મોટા ભાગે ખાખી શર્ટમાં જ જોવા મળતો. તેના શો દ્બારા અનેક લોકોને પ્રાણીઓની આદતો, વિશેષતા અને જીવનશૈલી વિષે માહિતી મળતી.

👉🏻  ૪ સપ્ટેમ્બર, ૨૦૦૬ના રોજ સ્ટિવ તેની એક ટેલિવિઝનની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે દરિયામાં સ્ટિંગરે નામની માછલીની ધારદાર ભાલા જેવી પૂંછડીના ઘાથી સ્ટિવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું.

👉🏻  ઝેરીલા સાપ અને અજગરોને કાદવવાળી જમીનમાંથી શોધવા, તેમને પકડવા, તેમની સાથે જાણે રમત કરતો હોઇ, ક્રિક ક્રિકની સાથે જ મગરને બોલાવતા સ્ટિવ ઇરવીનને દર્શકો ક્યારેય ભૂલી શકશે નહીં.

Tuesday, 17 October 2017

♥ પર્વત ♥

🌿  પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલને કારણે પૃથ્વીની સપાટી પર વિશાળ ખાડા અને ટેકરા બન્યાં. બે ટેક્ટોનિક પ્લેટ્સ નજીક આવે અને અથડાય ત્યારે દબાણને કારણે જમીનમાં સળ પડે અને વચ્ચેની જમીન ઊંચકાય અને પર્વત બને. આ કારણે જ મોટા ભાગના પર્વતો સળંગ પર્વતમાળા સ્વરૂપે બન્યા. સામાન્ય રીતે ૩૦૦ મીટરથી ઊંચા ટેકરાને ભૌગોલિક રીતે પર્વત કે માઉન્ટન કહે છે.

🌿  વિવિધ ભૌગોલિક સ્થિતિને કારણે વિવિધ પ્રકારના પર્વતો બન્યા. ઉંચા પર્વતો પર હવા ઠંડી અને પાતળી હોવાથી બરફ જામેલો રહે છે.

🌿 જમીનમાંથી કોઈક સ્થળે ધસી આવેલા લાવાને કારણે જમીન ઊંચકાઈને જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખી વચ્ચેથી પોલાણવાળો હોય   છે જેમાંથી લાવા ધસીને ટોચે મુખમાંથી બહાર ફેંકાય છે.

🌿 વિશ્વની સૌથી મોટી પર્વતમાળા હિમાલય ૨૪૧૩ કિલોમીટર લાંબી છે. તેમાં અનેક શિખરો છે. વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર હિમાલયમાં છે.

🌿 વિશ્વનાં અન્ય નોંધપાત્ર પર્વતોમાં આલ્પ્સ અને કોકેશસ છે.

🌿  આફ્રિકામાં કિલીમાંજારો અને રુવેનઝોરી મુખ્ય પર્વતમાળાઓ છે. કિલીમાંજારો સુષુપ્ત જ્વાળામુખી છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત મૌનાકિયા ૯૦૮૨ મીટર ઊંચો છે તે સમુદ્રમાં હોવાથી મોટો ભાગ સમુદ્રમાં ડૂબેલો છે.
 

♥ સેલ્યુલોઈડ પ્લાસ્ટિકનો શોધક : જોહન વેઝલી હયાટ ♥

🌹  વિશ્વમાં ઉદ્યોગક્ષેત્રમાં પ્લાસ્ટિકનો ફાળો મહત્વનો છે. રોજિંદા વપરાશની સાથે ઉપરાંત ઉદ્યોગોમાં વપરાતી સાધનસામગ્રી બનાવવામાં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થાય છે.

🌹  પ્લાસ્ટિકે લાકડા અને ધાતુનું સ્થાન લઈ લીધું છે. ફર્નિચરથી માંડીને રમકડા સુધીની વસ્તુઓ વિવિધ પ્રકારના પ્લાસ્ટિકમાંથી બને છે. સેલ્યુલોઈડ પ્લાસ્ટિક સખત અને ટકાઉ હોય છે. તેમાંથી ફર્નિચર, રમતગમતના સાધનો ઉપરાંત અનેક ગૃહઉપયોગી ચીજો બને છે તેની શોધ જોહન વેઝલી હયાટે કરી હતી.

🌹  હયાટે બોલબેરિંગ, પાણી ગાળવાનું સાધન હયાટ ફિલ્ટર વગેરે ૨૦૦ જેટલી શોધો કરી હતી.

🌹  જોહન વેઝલીનો જન્મ ન્યૂયોર્કના સ્ટારકી ખાતે ઇ.સ.૧૮૩૭ના નવેમ્બરની ૨૮ તારીખે થયો હતો. તે ઝાઝું ભણ્યો નહોતો. ૧૫ વર્ષની ઉંમરે તેણે ઇલિનોયના રમકડા બનાવતી કંપનીમાં કામે લાગ્યો.

🌹  આ કંપનીમાં શતરંજના બોર્ડ અને પ્યાદાં બનાવવાનું મુખ્ય કામ હતું. આ ચીજો હાથીદાંતથી બનતી. હયાટે હાથીદાંતના બદલે સસ્તો અને સખત પદાર્થ બનાવવાનો વિચાર કરી સેલ્યુલોઝની શોધ કરી.

🌹  ઇંગ્લેન્ડના એલેકઝાન્ડર પર્કીન્સે શોધેલા નરમ પ્લાસ્ટિક ઉપર સંશોધનો કરીને તેણે સખત સેલ્યુલોઇડ શોધી કાઢયું જે ગરમી મળતાં પીગળે અને યોગ્ય ઘાટ આપ્યા પછી ઠરીને સખત થઈ જાય. સેલ્યુલોઈડ પ્લાસ્ટિકમાંથી રમતગમત માટે દડા તેમજ શતરંજના મહોરાં બનાવવાનું સરળ બન્યું.

🌹  ઇ.સ.૧૮૬૯માં તેણે પોતે કરેલા પદાર્થને સેલ્યુલોઈડ નામ આપ્યું જે આજે પણ પ્રચલિત છે.

🌹  સેલ્યુલોઈડની શોધ પછી તેણે તેના ઉત્પાદન માટે કંપની સ્થાપી. સેલ્યુલોઈડમાંથી કાંસકા, સંગીત અને રમતગમતનાં સાધનો, અને હાથીદાંતમાંથી બનતી તમામ ચીજો બનવા લાગી.

🌹  હયાટ્ને તેની આ શોધ બદલ ઇ.સ.૧૯૧૪માં પર્કિન મેડલ એનાયત થયો હતો.

🌹  ઇ.સ.૧૯૨૦ના મે માસની ૧૦ તારીખે તેનું અવસાન થયું હતું.

🌷 સૌજન્ય 🌷

🌟 ઝગમગ - ગુજરાત સમાચાર 🌟