આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 26 July 2014

♥ માનવ શરીર ♥

* માણસની ચામડીનું સરેરાશ ક્ષેત્રફળ લગભગ ૨ ચોરસ મીટર હોય છે. ચામડીનું વજન શરીરના વજનના ૧૫ ટકા હોય છે.

* માણસના તમામ હાડકાનું વજન શરીરના ૧૪ ટકા હોય છે.

* માણસનું નાક જુદી જુદી લગભગ ૫૦૦૦૦
ગંધ પારખી શકે છે.

* માણસનું નાનું આંતરડું શરીરની ઊંચાઈ કરતાં ૪ ગણું લાંબુ હોય છે.

* ફિંગર પ્રિન્ટની જેમ માણસની જીભની પ્રિન્ટ પણ અલગ અલગ હોય છે.

* માણસની આંખનાં પોપચાંને પાંચ પડ હોય છે.

* માણસના શરીરમાં દર સેકંડે લગભગ દોઢ કરોડ રક્તકણો નાશ પામીને નવા બનતા હોય છે.

* માણસની ચામડી પરથી દર મિનિટે ૩૦ થી ૪૦ હજાર મૃતકોષો ખરતા હોય છે.

* માણસના વાળને ત્રણ પડ હોય છે અને.સ્ટીલના તાર જેટલા મજબૂત હોય છે.

* માણસના શરીરમાં સૌથી ઝડપથી વધતું દ્રવ્ય વાળ છે.

* માણસનું જમણું ફેફસું ડાબા ફેફસાં કરતાં સહેજ મોટું હોય છે.

♥ રાષ્ટ્રધ્વજ ♥

♦ જાણો આપણા રાષ્ટ્રધ્વજ વિશે કેટલીક અજાણી વાતો ♦

→ ભારતમાં રાષ્ટ્રધ્વજ બનાવવાનો અધિકાર માત્ર કર્ણાટક પાસે જ છે

→ દર વર્ષે ૨૨મી જુલાઈ રાષ્ટ્રિય ઝંડા અંગિકરણ દિવસ તરીકે ઉજવાય છે.

→ ૧૯૪૭ની ૨૨મી જુલાઈએ મળેલી બંધારણ
સભાએ ભારતના રાષ્ટ્રધ્વજે મંજૂરી આપી હતી. એ પહેલા વિવિધ અડધો ડઝન ડિઝાઈનોવાળા રાષ્ટ્રધ્વજ બની ચુક્યા હતાં અને ક્યાંક ક્યાંક
ફરકાવાયા પણ હતાં. પરંતુ સર્વસ્વીકૃતિ પામેલો એકમાત્ર ધ્વજ ત્રિરંગો જ હતો.

→ આંધ્ર પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વૈંકૈયાએ ડિઝાઈન કરેલા ત્રિરંગા પર ૨૨ મી જુલાઈએ સહમતિ સધાયા પછી જ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે તેને લાલ કિલ્લા પરથી ફરકાવાયો હતો.

→ દર વર્ષે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ફરકાવાતો ભારતનો રાષ્ટ્રધ્વજ આખા ભારતમાં માત્ર એક જ સ્થળે તૈયાર થાય છે. કર્ણાટકના હુબલી શહેરમાં આવેલુ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ (KKGSS)ભારતમાં રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાનો એકધિકાર ભોગવે છે. ત્યાં તૈયાર થતા રાષ્ટ્રધ્વજ આખા દેશમાં અને
પરદેશમાં આવેલી એલચી કચેરીઓ તથા પરદેશી ભારતીયો દ્વારા વપરાય છે.

→ ભારત સરકારના ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશને આખા દેશમાં માત્ર કર્ણાટક ખાદી મંડળને જ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની સત્તા આપી છે.

→ અહીં રાષ્ટ્રધ્વજ ઉપરાંત ખાદીની અન્ય સામગ્રી પણ તૈયાર થાય છે. પરંતુ મુખ્ય ઉત્પાદન તો રાષ્ટ્રધ્વજનું જ છે. અહીં ૧૦૦ કરતાં વધારે નિષ્ણાંત સુતર કાંતનારાઓ અને એટલા જ વણાટના બાહોશ કારીગરો કામ કરે છે.

→ અહી ત્રિરંગાના સર્જનમાં ૬૦ કરતા વધારે જાપાની બનાવટના સંચાઓ પણ વપરાય છે. જાપાની સંચાઓ વાપરવા એ મજબૂરી હોવાનુ ખાદી મંડળના અધિકારીઓ કહે છે. કેમ કે એ મશીનો વગર ધ્વજની ચોતરફ ટાંકા લેવામાં જોઈએ એવી ચોકસાઈ આવી શકતી નથી.

→ અહીં તૈયાર થતો રાષ્ટ્રધ્વજ બ્યુરો ઓફ
ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત થાય પછી જ તેને વેચાણમાં મુકી શકાય છે.

♥ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાના કેટલાક ધારા-ધોરણો છે, તેનું પાલન થયું છે કે કેમ એ તપાસવામાં આવે છે.

→ રાષ્ટ્રધ્વજની લંબાઈ-પહોળાઈ, કલર, મજબૂતી, ખાદીના તાણાવાણા વગેરે અંગેના ચોક્કસ નિયમો છે અને તેનું પાલન કરવુ અઘરું છે, માટે ગમે તે જગ્યાએ રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન થઈ શકતું નથી. રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાના વિવિધ ૧૦૦ જેટલા નિયમો છે, એ બધાનુ પાલન
કરવાનું કામ અત્યંત મુશ્કેલ છે. ભારતે રાષ્ટ્રધ્વજ અંગેના ધારાધોરણો માટે ૧૯૬૮માં 'નેશનલ ફ્લેગ કોડ' નામે કાયદો તૈયાર કર્યો હતો. ૨૦૦૮માં એ
કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતાં.

→ કર્ણાટકમાં બનતા ધ્વજ માટેનુ ઘણુખરુ
ખાદી અહીંના ગરગ નામના ગામેથી આવે
છે. ખાદી પણ હાથવણાટનું જ હોવું જોઈએ.
રાષ્ટ્રીય તહેવારો નજીક આવે ત્યારે અહીં રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન વધારવું પડે છે.

→ આ રાષ્ટ્રધ્વજ સરકાર ઉપરાંત, રાજકારણીઓ, લશ્કર, સ્વૈચ્છીક સંસ્થાઓ.. વગેરે ખરીદે છે. ૨૦૦૭માં ખાદી મંડળે ૬૦ લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજ વેચ્યા હતાં.

♥ BRICS ♥

 
♥ પાંચ જ દેશોને સમવાતુ BRICS જગતનું
સૌથી મોટુ સંગઠન છે.
→ પાંચ જ દેશો હોવા છતાં BRICS સંગઠન
કેટલાક વિક્રમો ધરાવે છે. તેની વિગતવાર
માહિતી...
- BRICS (બ્રિક્સ) એટલે Brazil, Russia,
India, China અને South Africa એમ
પાંચેય દેશોનો સમૂહ.
→ પાંચેયના નામના પહેલા અક્ષરો ભેગા કરી સંગઠનને આ નામ આપવામાં આવ્યુ છે.
- 2006થી આકાર પામવાની શરૃઆત
થયા પછી 2008માં બ્રિકની પહેલી બેઠક
રશિયામાં મળી હતી. ત્યારે તેનું નામ બ્રિક્સ નહીં પણ બ્રિક હતું કેમ કે દક્ષિણ આફ્રિકા સંગઠનમાં શામેલ ન હતું.
→ 2010માં આફ્રિકા શામેલ થયા પછી નામ બન્યું બ્રિક્સ.
- બ્રિક્સ એવા દેશોનો સમૂહ છે, જે વિકસી રહ્યાં છે અને એ દેશોમાં ઔદ્યોગિકરણ હજુ જોઈએ એટલા પ્રમાણમાં થયુ નથી.
- બ્રિક્સ દેશોની સંયુક્ત વસતી 3 અબજ થાય છે, જે વિશ્વની કુલ વસતીના 40 ટકાથી વધારે છે. જ્યારે બ્રિક્સનું કુલ જીડીપી 16.039 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. એટલે કે જગતનું 21 ટકા અર્થતંત્ર બ્રિક્સ દેશો પાસે છે. બ્રિક્સ પાસે જગતની 25 ટકા જમીન છે અને 43 ટકા ફોરેક્સ રિઝર્વ છે. એ રીતે બ્રિક્સ જગતનું સૌથી મોટુ સંગઠન છે.
- બ્રિક્સનું સૌથી પહેલુ સત્તાવાર સંમેલન
2009માં રશિયામાં ભરાયુ હતું.
→ 2010માં બ્રાઝિલમાં,
→ 2011માં ચીનમાં,
→ 2012માં ભારતમાં,
→ 2013માં દક્ષિણ આફ્રિકામાં
→ 2014માં ફરી બ્રાઝિલમાં બેઠકો મળી હતી.
→ 2015નું સંમેલન રશિયામાં ભરાશે.
- બ્રિક્સના પાંચ સભ્યો પૈકી વસતીમાં ભારતનો બીજો અને જીડીપીમાં ચોથો ક્રમ આવે છે.
- વસતી અને જીડીપી બન્ને દ્રષ્ટિએ ચીન પહેલા ક્રમનું રાષ્ટ્ર છે.
- બ્રિક્સની સફળતાથી પ્રભાવિત થઈને ઈન્ડોનેશિયા, તુર્કી, આર્જેન્ટિના, ઈજિપ્ત, ઈરાન, નાઈજિરિયા અને સિરિયાએ પણ બ્રિક્સનો ભાગ
બનવાની ઈચ્છા દર્શાવી છે.
♣ GK BLOG ♣
www.aashishbaleja.blogspot.com

♥ વરસાદ - વાવાઝોડુ ♥

* ચક્રવાત, હરિકેન અને પાણીના વમળ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં અને
ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળની વિરૃધ્ધ દિશામાં ગતિ કરે છે.

* સૌથી વધુ ચક્રવાત અમેરિકામાં થાય છે. મધ્ય અમેરિકાને 'ટોર્નેડો એલી' કહે છે. જ્યાં વર્ષે નાના મોટા ૧૨૦૦ ચક્રવાત સર્જાય છે.

* પૃથ્વી પર વર્ષે વીજળીના લાખો કડાકા થાય છે.
વીજળીના કડાકામાં ૩૦૦૦૦ સેલ્શિયસ જેટલી ગરમી હોઈ શકે છે.

* વરસાદ માપવાનું સાધન બે હજાર વર્ષ પહેલાં ભારતમાં શોધાયેલું. તે ૧૮ ઈંચ વ્યાસના બાઉલ જેવું હતું. આજે વેધશાળામાં ૨૦ ઈંચ ઊંચાઈનો ૮ ઈંચ વ્યાસનો નળાકાર વપરાય છે. આધુનિક
પધ્ધતિમાં આ નળાકાર સાથે કમ્પ્યુટર જોડીને વરસાદનું મિલિમીટરમાં ચોક્કસ માપ લેવાય છે.

* આકાશમાં બંધાતા વાદળોમાંનું પાણી ક્યારેક કાર્બન ડાયોક્સાઈડ સાથે ક્રિયા કરી કાર્બનિક એસિડમાં ફેરવાય છે. ત્યારે એસિડનો વરસાદ થાય છે.

♥ કિંગ કોબ્રા - નાગરાજ ♥


- સાપની અનેક જાતિમાં કોબ્રા સૌથી વધુ ઝેરી ધરાવે છે અને તેમાંય કિંગ કોબ્રા વિશિષ્ટ જાતિનો સાપ છે.

- સાપની જાતિમાં માત્ર કિંગ કોબ્રા જ બચ્ચાં માટે જમીન પર માળો બાંધે છે.

- કિંગ કોબ્રા એક સાથે ૨૦થી ૪૦ ઇંડા મૂકે છે.

- કિંગ કોબ્રા અન્ય સાપનો શિકાર કરે છે.

- કિંગ કોબ્રા ૨૦ ફૂટ સુધીની લંબાઇ ધરાવી શકે છે.

- કિંગ કોબ્રાના એક જ ડંખથી હાથી પણ મૃત્યુ પામે.

- કિંગ કોબ્રા એવા છે કે તે ઝેરની પિચકારી દૂર સુધી મારી શકે.

- કિંગ કોબ્રા ગંધ પારખવાની અદ્ભુત શક્તિ ધરાવે છે.

Wednesday, 23 July 2014

♥ ALL INDIA RADIO ♥

→ ગુજરાતનું પહેલું રેડિયો સ્ટેશન ૧૯૩૯માં બરોડા સ્ટેટે શરૃ કર્યુ હતું

→ ૨૩ જુલાઈ ભારતમાં રેડિયોનો જન્મદિવસ છે. ભારતનું પહેલું સરકારી રેડિયો સ્ટેશન ૧૯૨૭ની ૨૩મી જુલાઈએ મુંબઈ ખાતે શરૃ થયુ હતું. મુંબઈમાં ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના થઈ હતી અને તત્કાલિન વાઈસરોઈ ઈરવિને તેનું ઉદ્ઘાટન
કર્યુ હતું. પાછળથી તેનું નામ બદલીને ઓલ
ઈન્ડિયા રેડિયો કરી દેવામાં આવ્યુ હતું.

→ જોકે ભારતમાં ખાનગી ધોરણે નાના- નાના રેડિયો સ્ટેશનો તો છેક ૧૯૨૦ના અરસાથી સ્થપાવા શરૃ થયા હતાં. પહેલુ સમાચાર બુલેટિન પણ અંગ્રેજીમાં ૨૩મી જુલાઈએ જ રજુઆત પામ્યુ હતું.

→ ગુજરાતમાં રેડિયોની શરૃઆત ઘણી બાબતોમાં અગ્રેસર રહેતી ગાયકવાડી સરકારે કરી હતી.

→ ગુજરાતનું સૌથી પહેલું રેડિયો સ્ટેશન વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૧૯૩૯માં શરૃ કરાવ્યુ હતું. કળાની કદર માટે જાણીતા વડોદરા રાજમાં અનેક કલાકારો હતાં. માટે રેડિયો પર રજુ કરવાના કાર્યક્રમોની ઘટ પડે એમ ન હતી.

→ વડોદરાના રેડિયો દ્વારા વડોદરાની જનતાને
રાજગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાંના કાર્યક્રમોનો નિયમિત લાભ મળતો હતો. તેમનો કાર્યક્રમ આફતાબ-એ- મૌસુકી નામે આવતો હતો.
એ સ્ટેશન વડોદરાના સલાટવાડા ચાર દરવાજા વિસ્તારમાં હતું. સયાજીરાવની ઈચ્છા તો રાજમહેલ
સામેના એક મકાનમાં જ રેડિયો સ્ટેશન સ્થાપવાની હતી. પરંતુ એ પુરી થઈ શકી ન
હતી.

→ હવેનું સરકારી રેડિયો સ્ટેશન મકરપુરા વિસ્તારમાં છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયા પછી રજવાડી રેડિયો લાંબો ચાલી શકે એમ ન હતો. માટે ૧૯૪૮માં વડોદરા સ્ટેટના રેડિયોને ઓલ ઈન્ડિયા રેડિયો સાથે ભેળવી દેવામાં આવ્યુ હતું. પછી તો અમદાવાદ-વડોદરા બન્ને સંયુક્ત સ્ટેશન જાહેર થતાં આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.. એ વાક્ય શ્રોતાઓમાં જાણીતુ બન્યુ હતું.

→ મૈસુરમાં ૧૯૩૬માં પોતાનું ખાનગી રેડિયો સ્ટેશન સ્થાપ્યા પછી મૈસુર યુનિવર્સિટીમાં સાઈકોલોજી ભણાવતા પ્રોફેસર એમ.વી.ગોપાલસ્વામીએ રેડિયો માટે આકાશવાણી નામ આપ્યું હતું. હવે તો એ નામ અપાર લોકપ્રિયતા ધરાવે છે અને રેડિયોની ઓળખ બની ચૂક્યુ છે.

→ ઓલ ઈન્ડિયા રેડિયોનું (રોજ સવારે પ્રસારણ
શરૃ થાય ત્યારે વાગતું) થિમ સંગીત પણ
તેની ઓળખ બન્યુ છે. એ ધૂન ચેકોસ્લોવેકિયાના સંગીતકાર વોલ્ટર કોફમેને કમ્પોઝ કરી હતી. જોકે
બધા આ વાત સાથે સહમત નથી. કેટલાક
ઈતિહાસકારોના મતે આ ધૂન ઠાકુર બલવંતસિંહે કમ્પોઝ કરી હતી. એ ધૂનમાં તાનપુરા, વાયોલા અને વાયોલિન એમ ત્રણ વાજિંત્રનો ઉપયોગ
થયો છે.

♥ રેડિયોની શોધ ♥

♠ રેડિયોની શોધ જગદિશચંદ્ર બોઝે કરી હતી પરંતુ માર્કોનીના નામે ચડી ગઈ !!!♠

→ રેડિયોના સત્તાવાર શોધક તરીકે ગુગ્લીએલ્મો માર્કોની નામના વિજ્ઞાની આખા જગતમાં જાણીતા છે. માર્કોનીની શોધ ઓછી મહત્ત્વની છે એવુ નથી. પરંતુ એ શોધ ખોટા નામે જરૂર ચડી ગઈ છે. હકીકત એ છે કે રેડિયો અંગેના સિદ્ધાંતોની શોધ
થયા પછી અનેક વિજ્ઞાનીઓ રેડિયોની શોધ પર કામે લાગેલા હતાં. એમાં સૌથી પહેલી સફળતા સર
જગદિશચંદ્ર બોઝને મળી હતી.

→ માર્કોનીએ 1901માં રેડિયોનો સફળ પ્રયોગ કરી બતાવ્યો હતો જ્યારે સર બોઝે તેમના વર્ષો પહેલાં 1897માં જ રેડિયો વેવ્સ દ્વારા કઈ રીતે સંદેશાઓની આપ-લે થઈ શકે તેનો પ્રયોગ કરી ચૂક્યા હતાં. જોકે જગદિશ ચંદ્ર બોઝે રાષ્ટ્રહિતમાં એ શોધની પેટન્ટ કરાવાની ના પાડી હતી. એટલે
તેમના નામે આ શોધ ઓળખાઈ નહીં. દરમિયાન એ જ અરસામાં માર્કોનીએ પોતાના નામે પેટન્ટ
નોંધાવી દીધી હતી. બાદમાં માર્કોનીએ પોતાની રેડિયો કંપની પણ સ્થાપી હતી. એ કંપનીએ જ
ભારતમાં અંગ્રેજોના વખતમાં પહેલું રેડિયો નેટવર્ક સ્થાપ્યુ હતું.

Saturday, 19 July 2014

♥ सुदर्शन चक्र ♥

कहते हैं कि सुदर्शन चक्र एक ऐसा अचूक अस्त्र
था कि जिसे छोड़ने के बाद यह लक्ष्य का पीछा करता था और उसका काम तमाम करके वापस छोड़े गए स्थान पर आ जाता था। चक्र को विष्णु की तर्जनी अंगुली में घूमते हुए बताया जाता है। सबसे पहले यह चक्र उन्हीं के पास था। सिर्फ देवताओं के पास
ही चक्र होते थे। चक्र सिर्फ उस मानव को ही प्राप्त होता था जिसे देवता लोग नियुक्त करते थे।

पुराणों के अनुसार विभिन्न देवताओं के पास अपने-अपने चक्र हुआ करते थे। सभी चक्रों की अलग-अलग क्षमता होती थी और सभी के चक्रों के नाम भी होते थे। महाभारत युद्ध में भगवान कृष्ण के पास सुदर्शन चक्र था।

चक्र को छोटा, लेकिन सबसे अचूक अस्त्र माना जाता था। सभी देवी-देवताओं के पास अपने-अपने अलग-अलग चक्र होते थे। उन सभी के अलग-अलग नाम थे। शंकरजी के चक्र का नाम भवरेंदु, विष्णुजी के चक्र का नाम कांता चक्र और देवी का चक्र मृत्यु मंजरी के नाम से जाना जाता था। सुदर्शन चक्र का नाम भगवान कृष्ण के नाम के साथ अभिन्न रूप से जुड़ा हुआ है।

सुदर्शन चक्र, ब्रह्मास्त्र के समान ही अचूक था। हालांकि यह ब्रह्मास्त्र की तरह विध्वंसक नहीं था लेकिन इसका प्रयोग अतिआवश्यक होने पर ही किया जाता रहा है, क्योंकि एक बार छोड़े जाने पर यह दुश्मन को खत्म करके ही दम लेता था।

इस आयुध की खासियत थी कि इसे तेजी से हाथ से घुमाने पर यह हवा के प्रवाह से मिलकर प्रचंड वेग से अग्नि प्रज्वलित कर दुश्मन को भस्म कर देता था। यह अत्यंत सुंदर, तीव्रगामी, तुरंत संचालित होने
वाला एक भयानक अस्त्र था।

परमाणु बम के समान ही सुदर्शन चक्र के विज्ञान को भी अत्यंत गुप्त रखा गया है। गोपनीयता इसलिए रखी गई होगी कि इस अमोघ अस्त्र की जानकारी देवताओं को छोड़ दूसरों को न लग जाए अन्यथा अयोग्य और
गैरजिम्मेदार लोगों द्वारा इसका दुरुपयोग हो सकता था।

यह चांदी की शलाकाओं से निर्मित था। इसकी ऊपरी और निचली सतहों पर लौह शूल लगे हुए थे। इसके साथ ही इसमें अत्यंत विषैले किस्म के विष थे जिसे
द्विमुखी पैनी छुरियों में रखा जाता था। इन पैनी छुरियों का भी उपयोग किया जाता था। इसके नाम से ही विपक्षी सेना में मौत का भय छा जाता था।

यह खुद जितना रहस्यमय है उतना ही इसका निर्माण और संचालन भी। प्राचीन और प्रामाणिक शास्त्रों के अनुसार इसका निर्माण भगवान शंकर ने किया था। निर्माण के बाद भगवान शिव ने इसे श्रीविष्णु को सौंप दिया था। जरूरत पड़ने पर श्रीविष्णु ने इसे देवी पार्वती को प्रदान कर दिया।

भगवान श्रीकृष्ण के पास यह देवी की कृपा से आया। एक मान्यता है कि भगवान कृष्ण को यह सुदर्शन चक्र
परशुराम से मिला था।

Saturday, 12 July 2014

♥ માટીની મીઠી સુગંધ ♥

વરસાદના શરૂઆતના દિવસોમાં માટીની મીઠી સુગંધ કેમ આવે છે ?

વરસાદના શરૂઆતના દિવસોમાં માટીમાંથી આવતી સુગંધને ભીની ખુશબૂ પણ કહે છે. આ ગંધ એક પ્રકારના બેક્ટેરિયા- જીવાણુની હોય
છે, જેને એક્ટિનોયાઇસિટીઝ કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ તંતુમય જીવાણુ જમીનમાં રહે છે. પહેલા વરસાદના સમયે જ્યારે જમીન ધગધગતી ભીની અને ગરમ હોય છે, ત્યારે એ જીવાણુઓનું આવી બને છે અને આ ટૂંકા સમયમાં જ એ પોતાનું જીવન ભરપૂર જીવી લે છે. જેમ જેમ જમીન સુકાવા લાગે છે, આ જીવાણુ બીજની જેવા સૂક્ષ્મ 'સ્પોર' એટલે કે બીજાણુઓમાં ઢળીને અબજોની સંખ્યામાં જમીનમાં વિખરાયેલા પડયા રહે છે. આ રૂપમાં એ આખા વર્ષ દરમિયાન વરસાદની વાટ જુએ છે. જેવો પહેલો વરસાદ થાય છે, ત્યારે વરસાદનાં ટીપાં જમીન પર પડતાં જ જીવાણુઓ હવામાં ઉછળી જાય છે, જ્યાં વરસાદની ભીનાશ આ જીવાણુઓને હવામાં જ પકડીને રાખે છે. આ
હવા બીજાણુઓ સાથે જ્યારે આપણે શ્વાસ મારફત શરીરમાં ખેંચીએ છીએ, ત્યારે આ બીજાણુઓની માટી જેવી ખાસ ગંધને આપણે માટીની મહેંક-સુગંધ સમજીને વરસાદ સાથે એનો સંબંધ જોડી દઈએ છીએ.

♥ અજાયબીનું અવનવું ♥


* પેરિસના વિખ્યાત એફિલ ટાવરમાં ૧૭૯૨ પગથિયાં છે.
* બ્રિટનના શાહી પરિવારના બકિંગહામ પેલેસમાં ૮૦૦ વિશાળ રૂમ છે.
* ચીનની પ્રખ્યાત દીવાલ ૬૪૩૦ કિલોમીટર લાંબી છે.
* તિબેટ વિશ્વનો સૌથી ઊંચો પ્રદેશ છે તે સરેરાશ સમૂહની સપાટીથી ૪૫૦૦ મીટરની ઊંચાઈ પર છે.
* વિશ્વનો સૌથી લાંબો પૂલ બિહારમાં આવેલો મહાત્મા ગાંધી પૂલ છે. તે ૫૫૭૫ મીટર લાંબો છે.
* વિશ્વમાં સૌથી ઊંચા સ્થળે બંધાયેલો પૂલ લદ્દાખમાં છે તે ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈએ છે.
* બ્રિટનની આસપાસ ૧૦૪૦ ટાપુઓ છે. વિશ્વનો સૌથી નાનો ટાપુ લિશન ટોક પણ બ્રિટનમાં છે.

♥ એટાકામા ♥

♠ ૪૦૦ વર્ષથી વરસાદ વિનાનું
સ્થળ - એટાકામા ♠

→ વિશ્વમાં સૌથી વધુ વરસાદ ભારતના ચેરાપુંજીમાં થાય છે અને સૌથી ઓછા વરસાદવાળો દેશ ચીલી છે. આ ચીલીમાં એવું એક રણ છે કે જ્યાં ૪૦૦ વર્ષથી વરસાદ જ નથી થયો. વિશ્વનું આ સૌથી સૂકું રણ છે. ૪૦૦ વર્ષથી વરસાદ ન હોય તેવી જમીનની તમે કલ્પના કરો.

→ સૂર્યના તાપથી સતત ગરમ રહેલી અને કદી ઠંડી નહી પડેલી એવી આ રણની જમીન લાલ ચોળ થઇ ગઇ છે. આ રણનું નામ એટાકામા છે.

→ ખાડા ટેકરા વાળી લાલ ધરતી જાણે મંગળ ગ્રહ ઉપર આવ્યા હોય તેવું લાગે. મંગળની ધરતી અંગેની ઘણી ફિલ્મોનું શૂટિંગ આ રણમાં થાય છે. મંગળ તરફ યાન મોકલતાં પહેલા નાસા પણ આ જમીન પર પ્રયોગ કરવા આવે છે.

→ એટાકામાના રણમાં પથરા અને ખડકો સિવાય કંઇ નથી. વનસ્પતિ તો છે જ નહી. આ રણની જમીનમાં સોડિયમ નાઇટ્રેટ અને તાંબુ ખૂબ મળે એટલે તેની ખાણો આવેલી છે. થોડા ઘણા ખાણ સાથે સંકળાયેલા લોકોની ત્યાં વસતી છે.

→ ઘણી ખાણો બંધ થઇ ગઇ છે અને રણ માણસને રહેવાલાયક નથી. લોકો ચાલ્યા ગયા છે. આજે જ્યાં ખાલી પડેલા ખંડેર મકાનો જોવા મળે છે.

→ એટાકામાના આકાશમાં કદી વાદળ હોતાં નથી એટલે ખગોળશાસ્ત્રીઓ અને અવકાશના અવલોકન કરવા માટે આદર્શ સ્થળ છે. આ વિસ્તારમાં ૬૬ રેડિયો ટેલિસ્કોપવાળું આલ્મા ટેલિસ્કોપ આવેલું છે.

Tuesday, 8 July 2014

♥ કબૂતર ♥

ઇતિહાસકારોના મતે સફેદ કબૂતરને શાંતિનું પ્રતીક માનવાની પ્રથા ઇ. સ. પૂર્વે ૪૦૦ના અરસામાં ગ્રીસમાં પડી કે જ્યારે એ મહારાજ્ય સ્પાર્ટા, એથેન્સ, કોરિન્થ, થેબિસ વગેરે નાનાં રજવાડામાં વહેંચાયેલું હતું. આ રજવાડાં વચ્ચે સતત યુદ્ધો ખેલાયાં કરતાં હતાં. કહેવાય છે કે સેનાપતિઓ તેમજ સમ્રાટો પોતાના લશ્કરી હુકમો સંદેશાવાહક
કબૂતરો મારફત સૈન્યને મોકલતા હતા. જાસૂસી બાતમીના મેસેજ પહોંચાડવાનું કામ પણ કબૂતરોનું હતું. પરિણામે આવાં પારેવડાં આકાશમાં નજરે ચડે કે તરત દુશ્મન સૈનિકો તીર વડે તેમને વીંધી નાખતા હતા. યુદ્ધને બદલે ક્યારેક શાંતિના મેસેજ સાથે દુશ્મનની છાવણી તરફ જતાં કબૂતરનો પણ
એ રીતે ખુરદો ન કાઢી નખાય એટલા માટે
ઓલિવ વૃક્ષની લીલી ડાળખી તેની ચાંચમાં પકડાવવાનો ધારો પડ્યો, જેથી તે કબૂતર હજી બહુ દૂર હોય ત્યારે જ દુશ્મન સૈન્ય તેને સુલહના (યુદ્ધવિરામના) સંદેશાવાહક તરીકે ઓળખી લે.

→ આ પ્રકારનો મેસેજ દુશ્મનને પહોંચાડવાનું કામ પાછું સિલેટિયા રંગના મેસેન્જર પિજિયનને નહિ, પરંતુ સફેદ કબૂતરને સોંપવામાં આવતું હતું. ઇતિહાસના કેટલાક જાણકારો કહે છે કે વખત જતાં પ્રાચીન ગ્રીસમાં ઓલિવની ડાળખીવાળાં સફેદ
કબૂતરો શાંતિનાં પ્રતીક તરીકે ઓળખાવાં લાગ્યાં. સિમ્બોલરૂપી એ પ્રતીકને ત્યારબાદ રોમન અને પર્શિયન લશ્કરે અને છેલ્લે આખા જગતે અપનાવ્યું.

Thursday, 3 July 2014

♥ WORLD HERITAGE SITES - IND ♥

♥ TRAIN SPECIAL ♥

♥ આ ટ્રેનની ઝડપ છે 12 કિમી/પ્રતિ કલાક:

નૈરોગેજ પ્રતાપનગર-જંબૂસર પેસેન્જર
ટ્રેનની ઝડપ એક કલાકની માંડ બાર કિમી છે. એટલે જ તેને ભારતની સૌથી ધીમી ટ્રેન
કહેવામાં જરા પણ ખોટુ નથી. 44 કિમી અંતર કાપતાં તેને સાડા ત્રણ કલાક કરતાં પણ વધુ સમય લાગે છે. ટુ વ્હિલર વાહનો કરતાં પણ ધીમી ચાલતી આ ટ્રેન એજ વડોદરામાં છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી
લડ્યા હતા.

→ રેલ્વે ક્રોસિંગ પર તકલીફ:

આ ધીમી ટ્રેનની બીજી પણ એક ખાસ
બાબત છે. જ્યારે પણ કોઇ રેલ્વે ક્રોસિંગ
આવે ત્યારે ટ્રેનનો સહાયક ડ્રાઇવર નીચે
ઉતરીને ગેટ બંધ કરે છે અને ટ્રેન આગળ
નીકળી જાય એટલે પાછો આવીને ખોટ
ખોલી જાય છે જેથી ટ્રાફિક શરૂ થઈ જાય
અને તે વળી પાછો એન્જિનમાં જતો રહે
છે.

♥ નીલગિરી પેસેન્જર છે સૌથી ધીમી ટ્રેન:

મેટૂપલ્લયમ- ઉટી નીલગિરી પેસેન્જરની ગતિ માંડ 10 કિમી/કલાક છે, એટલે જ તે ભારતની સૌથી ધીમી ટ્રેન તરીકે ઓળખાય છે. દેશ ચાલતી અન્ય ટ્રેનો તેના કરતાં 15 ગણી વધુ સ્પીડે દોડે
છે. આ પેસેન્જર ટ્રેન પહાડી વિસ્તારોમાંથી જતી હોવાથી ખૂબજ ધીમી હોય છે.

♥ ન્યૂ દિલ્લી-ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ
સૌથી વધુ ઝડપી દોડે છે:

ન્યૂ દિલ્લીથી ભોપાલ જવાવાળી શતાબ્દી એક્સપ્રેસ ભારતની સૌથી વધુ ઝડપી ટ્રેન છે.
ફરિદાબાદથી આગરા વચ્ચે આ ટ્રેન 150
કિમી/કલાકની ઝડપે દોડે છે. આ કલાક સાત કલાક પચાસ મિનિટમાં 704 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેનની શરૂવાત 1988માં થઈ હતી. શતાબ્દિના બધા જ કોચ એસી છે.

♥ વચ્ચે રોકાયા વગર સૌથી વધુ અંતર કાપનાર ટ્રેન :

ત્રિવેન્દ્રમ-હ.નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ છે. આ ટ્રેન વડોદરાથી કોટા વચ્ચે 528 કિમીનું અંતર
એક પણ સ્ટેશન કર્યા વગર કાપે છે. મુંબઈ રાજધાની એક્સપ્રેસ આ બાબતમાં બીજા નંબર પર આવે છે. આ ટ્રેન ન્યૂ દિલ્હીથી કોટા વચ્ચે ક્યાંય સ્ટેશન નથી કરતી.

♥ સૌથી લાંબુ અંતર કાપે છે વિવેક એક્સપ્રેસ:

અસમમાં ડિબ્રૂગઢથી કન્યાક્ય્મારી સુધી એક્સપ્રેસ 4273 કિમી અંતર કાપે છે. દેશના પૂર્વ છેડાથી દક્ષિણ છેડા સુધીનું અંતર કાપતી આ ટ્રેન દેશમાં સૌથી વધુ અંતર કાપતી ટ્રેન છે. ઉલ્લેખનીય છે કે
વિવિક એક્સપ્રેસનું નામ સ્વામી વિવેકાનંદના નામ પરથી રખાયુ છે. તો નાગપુરથી અજની સ્ટેશન વચ્ચે ચાલતી ટ્રેન સૌથી ઓછુ અંતર
કાપતી ટ્રેન છે. આ ટ્રેન માત્ર 3 કિમીના અંતર માટે દોડાવવામાં આવે છે.

♥ દિલ્લીથી મુંબઈ વચ્ચે દોડે છે
સૌથી લાંબી માલગાડી :

દિલ્લીથી મુંબઈ વચ્ચે 1397 કિમીના અંતર માટે આ વીઆઈપી ટ્રેન બરાબર છે. બે કિમી લાંબી આ
માલગાડીમાં બે ડજન એન્જિન અને બે ગાર્ડના ડબ્બા છે. આ ટ્રેન ચાલે છે ત્યારે આગળના સ્ટેશન સુધીનો ટ્રેક ખાલી કરાવી દેવામાં આવે છે અને
રસ્તાની ટ્રેનોને રોકી દેવામાં આવે છે. આ ટ્રેન માત્ર વડોદરામાં જ એક સ્ટેશન કરે છે અને ત્યાં ડ્રાઇવર અને ગાર્ડ બદલાઇ જાય છે. વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓ જણાવે છે કે, ડિસેમ્બરમાં ટ્રાયલ માટે
ચાલુ કરવામાં આવી હતી, હવે નિયમિત ચાલે છે.

♥ સૌથી વધુ સ્ટેશનો કરે છે આ ટ્રેન:

સૌથી વધુ સ્ટેશનો હાવડા-અમૃતસર એક્સપ્રેસ કરે છે. આ ટ્રેન કુલ 115 સ્ટેશનો પર ઊભી રહે છે. બીજા નંબર પર દિલ્લી- હાવડા જનતા એક્સપ્રેસ આવે છે જે 109 સ્ટેશનો પર ઊભી રહે છે. આ
યાદીમાં ત્રીજા નંબરે જમ્મૂ તાવી- સિયાલદહ એક્સપ્રેસ આવે છે, જે 99 સ્ટેશન પર ઊભી રહે છે.

♥ આ ટ્રેન હમેશાં રહે છે લેટ -લતીફ:

આપણા દેશમાં કોઇ ટ્રેન સમયસર આવી જાય તો આશ્ચર્યજનક વાત કહેવાય. લાંબી સફર કરતી ટ્રેનો સૌથી વધુ લેટ લતીફ હોય છે અને આ યાદીમાં સૌથી પહેલું નામ ગુવાહાટી-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસનું આવે છે. ચાર્ટ અનુસાર આ ટ્રેનને તેનો સરફ 65
કલાક 5 મિનિટમાં પૂરી કરવાની હોય છે, પરંતુ હંમેશાં 10-12 કલાક મોડી જ ચાલતી હોય છે.