આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 30 September 2016

♥ સર્જિકલ સ્ટ્રાઈક ♥

પાકિસ્તાનને સંપૂર્ણ સ્તબ્ધ કરી નાખનાર ભારતના સર્જિકલ સ્ટ્રાઈક ‘હથિયાર’ વિશે ખાસ જાણોશું છે આ સર્જિકલ સ્ટ્રાઈક?

કોઈ પણ સિમિત ક્ષેત્રમાં સેના જ્યારે દુશ્મનો અને આતંકીઓને નુક્સાન પહોંચાડવા અને તેમને મારવા માટે સૈન્ય કાર્યવાહી કરે છે તો તેને સર્જિકલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. હકીકતમાં જ્યાં પણ સર્જિકલ હુમલો કરવામાં આવે તે સ્થળ વિશે સંપૂર્ણ માહિતી મેળવવામાં આવે છે. ત્યારેબાદ સર્જિકલ સ્ટ્રાઈક અંગે સમય નક્કી કરવામાં આવે છે. આ અભિયાનની જાણકારી ખુબ જ ગુપ્ત રાખવામાંઆવે છે જેની સૂચના નિર્ધારીત લોકોને જ હોય છે.

સર્જિકલ સ્ટ્રાઈક વિશે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે જગ્યાઓ પર કે વિસ્તારોમાં આતંકીઓ કે દુશ્મનો છૂપાયેલા હોય છે ફક્ત તે જ જગ્યાઓને નિશાન બનાવવામાં આવે અને પછી સ્ટ્રાઈક કરવામાં આવે. જેથી કરીને બાકીના લોકો કે નિર્દોષને કોઈ પણ પ્રકારનું નુક્સાન પહોંચે નહીં. ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી તેમાં પણ આ જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું. હુમલામાં આતંકી ઠેકાણાઓ અને આતંકીઓને ખુબ નુક્સાન પહોંચ્યું છે. આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એલઓસી પાર જે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી તેને ભારતીય સેનાના ખાસ કમાન્ડોની ટુકડીએ અંજામ આપ્યો છે.

ગત વર્ષે જૂનમાં પણ ભારતીય સેનાએ મ્યાનમારમાં જઈને આ રીતે પૂર્વોત્તરમાં સક્રિય આતંકી જૂથ એનએસસીએન(કે) ના શિબીરોને નિશાન બનાવ્યાં હતાં. હુમલામાં સેનાએ અનેક આતંકીઓને માર્યા હતાં.

એક અખબારના અહેવાલ મુજબ ઉગ્રવાદી સંગઠનને નિશાન બનાવવા માટે ભારતીય સેના મ્યાંમાર સીમાની સેકડો મીટર અંદર ઘૂસી ગઈ હતી. સૂત્રો મુજબ સેનાની 12 પેરાએ આતંરરાષ્ટ્રીય સીમા પર પીલર 151 પાસે ચેન મોહો ગામ પાસેથી મ્યાંમારમાં પ્રવેશ કર્યો હતો.


Sunday, 25 September 2016

♥ SPORTS AWARDS 2016 ♥

Awards:

Rajiv Gandhi Khel Ranta 2016:

(1) PV Sindhu (badminton),
(2) Dipa Karmakar (gymnastics),
(3) Jitu Rai (shooting)
(4) Sakshi Malik (wrestling).

Dronacharya Awards 2016:

(1) Nagapuri Ramesh (athletics),
(2) Sagar Mal Dhayal (boxing),
(3) Raj Kumar Sharma (cricket),
(4) Bishweshwar Nandi (gymnastics),
(5) S Pradeep Kumar (swimming, lifetime) (6) Mahabir Singh (wrestling, lifetime).

Arjuna Awards 2016:

(1) Rajat Chauhan (archery),
(2) Lalita Babar (athletics),
(3) Sourav Kothari (billiards and snooker), (4) Shiva Thapa (boxing),
(5) Ajinkya Rahane (cricket),
(6) Subrata Paul (football),
(7) Rani (hockey),
(8) VR Raghunath (hockey),
(9) Gurpreet Singh (shooting),
(10) Apurvi Chandela (shooting),
(11) Soumyajit Ghosh (table tennis),
(12) Vinesh (wrestling),
(13) Amit Kumar (wrestling),
(14) Sandeep Singh Mann (para-athletics),
(15) Virender Singh (wrestling, deaf).

Dhyan Chand Award:

(1) Satti Geetha (athletics),
(2) Sylvanus Dung Dung (hockey),
(3) Rajendra Pralhad Shelke (rowing).

Rashtriya Khel Protsahana Purushkar 2016: Category Entity recommended for Rashtriya Khel Protsahan Puruskar, 2016:

(1) Identification and Nurturing of Budding and Young Talent: Hockey Citizen Group, Dadar Parsee Zorostrian cricket club, Usha School of Athletics, STAIRS.

(2) Encouragement to sports through corporate social responsibility: India Infrastructure Finance Corporate Limited.

(3) Employment to sportspersons and other welfare measures: Reserve Bank of India.

(4)  Sports for Development: Subroto Mukherjee Sports Education Society.

Maulana Abul Kalam Azad (MAKA) Trophy 2015-16: Punjabi University, Patiala.


♥ सभी कागजो की फोटोकॉपी होती है तो नोट की क्यों नहीं हो सकती ? ♥


यह बात कई बार हमारे मन में घर कर जाती है। हम बताते है की आखिर ऐसा क्यों होता है। दरसल मशीन नोट की पहचान करते ही प्रिंट करने से मना कर देती है। वैसे तो ऐसा करना गैरकानूनी भी है, और अगर आप फिर भी नोट की फोटोकॉपी करना चाहेंगे तो मशीन ही मना कर देगी। सिर्फ यही नही कभी कभी तो इसके कारण प्रिंटर भी शट डाउन हो जाता है।

दरसल ऐसा इसलिए होता है, कि किसी भी देश की करेंसी हो वहां की सरकार नोट छापते वक्त एक निशान बना देती है। यह निशान हर छोटे-बड़े नोट पर होता है। जिसे Eurion Constellation कहा जाता है। यह काफी अजीबोगरीब पैटर्न होता है। जिसे हर नोट के किसी न किसी हिस्से में छाप दिया जाता है। उदाहरण के लिए - हम 100 का नोट ले सकते है इसमें आपको गांधीजी के सर के पास कुछ गोल गोल डॉट दिखाई देंगे जिन्हें Eurion Constellation कहते है। ऐसे में जब नोट को फोटोकॉपी के लिए प्रिंटर में डाला जाता है तो मशीन इन्ही डॉट को पहचान कर प्रिंटिंग से मना कर देती है।


Friday, 23 September 2016

♥ પૃથ્વીની જેમ ત્રાંસી ધરીવાળા ગ્રહો ♥

પૃથ્વીની ધરી ૨૩ અંશના ખૂણે નમેલી છે અને તેથી જ પૃથ્વી પર ઋતુઓની વિવિધતા છે. ધરીભ્રમણ કરતા ગ્રહોની ધરીનો ત્રાંસ અસરકારક પરિબળ છે. પૃથ્વીની જેમ અન્ય ગ્રહો પણ ત્રાંસી ધરીવાળા છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ ત્રાંસી નહીં પણ તદ્દન ઊભી ધરી સાથે ભ્રમણ કરે છે. ત્યાં બારેમાસ સમાન ઋતુ રહે છે.

શુક્ર ૧૨ અંશ અને સૌથી મોટો ગુરુ માત્ર ૩ અંશ નમીને પ્રદક્ષિણા કરે છે.

મંગળ અને પૃથ્વીની ધરીમાં સામ્ય છે. મંગળની ધરી ૨૫ અંશના ખૂણે નમેલી છે.

શનિ ૨૬ અંશના ખૂણે.

યુરેનસ સૌથી વધુ ૯૮ અંશના ખૂણે રહીને પ્રદક્ષિણા કરે છે.

ધરી વધુ નમેલી હોય ત્યાં શિયાળો અને ઉનાળો લાંબા ચાલે તથા દિવસ રાતના સમયમાં પણ તફાવત પડે.

યુરેનસની ધરી ૯૮ અંશે નમેલી છે. ત્યાં દિવસ ૪૨ વર્ષનો હોય છે.

પૃથ્વીની ધરી ૨૩ અંશ છે તેના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર ૬ માસ દિવસ અને ૬ માસ રાત રહે છે. જો પૃથ્વી વધુ નમેલી હોત તો આ સમયગાળો લાંબો હોત.


Wednesday, 21 September 2016

♥ विटामिन संबंधी महत्वपूर्ण तथ्य ♥


विटामिन - 'A'

रासायनिक नाम : रेटिनाॅल
कमी से रोग: रतौंधी
स्रोत (Source): गाजर, दूध, अण्डा, फल.

विटामिन - 'B1'

रासायनिक नाम: थायमिन
कमी से रोग: बेरी-बेरी
स्त्रोत (Source): मुंगफली, आलू, सब्जीयाँ

विटामिन - 'B2'

रासायनिक नाम: राइबोफ्लेबिन
कमी से रोग: त्वचा फटना, आँख का रोग
स्रोत (Source): अण्डा, दूध, हरी सब्जियाँ

विटामिन - 'B3'

रासायनिक नाम: पैण्टोथेनिक अम्ल
कमी से रोग: पैरों में जलन, बाल सफेद
स्रोत (Source): मांस, दूध, टमाटर, मूंगफली

विटामिन - 'B5'

रासायनिक नाम: निकोटिनेमाइड (नियासिन)
कमी से रोग: मासिक विकार (पेलाग्रा)
स्रोत (Source): मांस, मूंगफली, आलू

विटामिन - 'B6'

रासायनिक नाम: पाइरीडाॅक्सिन
कमी से रोग: एनीमिया, त्वचा रोग
स्रोत (Source): दूध, मांस, सब्जी

विटामिन - 'H / B7'

रासायनिक नाम: बायोटिन
कमी से रोग: बालों का गिरना , चर्म रोग
स्रोत (Source): यीस्ट, गेहूँ, अण्डा

विटामिन - 'B12'

रासायनिक नाम: सायनोकोबालमिन
कमी से रोग: एनीमिया, पाण्डू रोग
स्रोत (Source): मांस, कजेली, दूध

विटामिन - 'C'

रासायनिक नाम: एस्कार्बिक एसिड
कमी से रोग: स्कर्वी, मसूड़ों का फुलना
स्रोत (Source): आँवला, नींबू, संतरा, नारंगी

विटामिन - 'D'

रासायनिक नाम: कैल्सिफेराॅल
कमी से रोग: रिकेट्स
स्रोत (Source): सूर्य का प्रकाश, दूध, अण्डा

विटामिन - 'E'

रासायनिक नाम: टेकोफेराॅल
कमी से रोग: जनन शक्ति का कम होना
स्रोत (Source): हरी सब्जी, मक्खन, दूध

विटामिन - 'K'

रासायनिक नाम: फिलोक्वीनाॅन
कमी से रोग: रक्त का थक्का न बनना
स्रोत (Source): टमाटर, हरी सब्जियाँ, दूध


Tuesday, 20 September 2016

♥ વિશ્વનું સૌથી મોટું વૃક્ષ : કોલકાતા બોટનિકલ ગાર્ડનનો વડલો ♥


વડ એ વિશાળ અને ઘેઘૂર વૃક્ષ છે. તેનો ઘેરાવો વધે ત્યારે નવી ડાળીઓને ટેકો મળી રહે તે માટે તેમાંથી વડવાઈ નીકળી જમીનમાં ઉતરે છે અને જાણે બીજું થડ પેદા થાય છે. વિકાસ પામીને વડલો સેંકડો કિલોમીટરમાં ફેલાય છે. કોલકાતામાં બોટનિકલ ગાર્ડનમાં આવો જ વડલો જોવા મળે છે.

વિશ્વના સૌથી વિશાળ વૃક્ષ તરીકે જાણીતો આ વડલો ૩૩૦ મીટરના ઘેરાવામાં ફેલાયેલો છે.

આ વડલો બોટાનિકલ ગાર્ડનનું આકર્ષણ છે તેને ૨૮૦૦ જેટલી વડવાઈઓ છે.

કોલકાતાનું આ ગાર્ડન જગદીશચંદ્ર બોઝ બોટાનિકલ ગાર્ડન તરીકે ઓળખાય છે.

કોલકાતા નજીક શીબપુર ખાતે ૧૦૯ હેક્ટરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં ૧૨૦૦૦ જેટલી જાતનાં વૃક્ષો છે.

આ ગાર્ડન ૩૦૦ વર્ષ જૂનો છે.

બોટાનિકલ ગાર્ડનના વડલા અંગે નવાઈની વાત એ છે કે ૧૯૨૫માં તેના મૂળ થડમાં સડો લાગતાં કાપી નાખવામાં આવ્યું હતું. તેનો ઘેરાવો ૧૬ મીટર હતો.


♥ તાજમહલ ♥

આગ્રામાં યમુના કિનારે આવેલો તાજમહાલ માનવસર્જિત અજાયબી ગણાય છે. તેની સુંદરતા માટે તે વિશ્વપ્રસિદ્ધ છે.

મોગલ બાદશાહ શાહજહાંએ ઈ.સ. ૧૬૩૧ થી ૧૬૫૪ના ગાળામાં તાજમહાલ બંધાવેલો.

તાજમહાલ વિશે કેટલીક અન્ય બાબતો પણ રસપ્રદ છે.તાજમહાલ મોગલ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેમાં ભારતીય, પર્શિયન અને ટર્કીશ સ્થાપત્યનો સમન્વય છે.

તાજમહાલ બાંધવામાં મુખ્ય શિલ્પીઓ ઈસા મોહમદ, કાઝીમખાન, અમાનત ખાન અને મિર અબ્દુલ હકીમ વગેરે હતા. તાજમહાલ બાંધવા માટે ૨૨૦૦૦ જેટલા મજૂરો, કડિયા, ચિત્રકારો, માળી, શિલ્પી અને નકશીકારો કામે લાગેલા.

તાજમહાલના ગુંજબની ઊંચાઈ ૩૫ મીટર છે. ચારે મિનારા ૪૦ મીટર ઊંચા છે. તેનો ઘેરાવો ૩૦ મીટર છે. તાજમહાલની પરસાળ ૫૫ મીટરની છે.

તાજમહાલના ભોંયરામાં ૧૭ ચેમ્બર હોવાનું મનાય છે.

શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં આ સફેદ આરસનો તાજમહાલ બંધાવેલો. પોતાની કબર માટે તેને કાળા આરસનો તાજમહાલ બંધાવવાની ઈચ્છા હતી પણ તે પૂરી થઈ શકી નહોતી.


♥ ઓસ્ટ્રેલિયાનો કાંટાવાળો કાચિંડો : થોર્ની ડેવિલ ♥

શરીરનો રંગ બદલવામાં ઉસ્તાદ કાચિંડાની અનેક જાત જોવા મળે છે. તેમાંય ઓસ્ટ્રેલિયાનો થોર્ની ડેવિલ તો ગજબ છે. આમેય ઓસ્ટ્રેલિયા તેના અજબગજબનાં પ્રાણીઓ માટે જાણીતો છે.

ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં થોર્ની ડેવિલ નામનો કાચિંડો જોવા મળે. કદમાં નાનો પણ વિકરાળ ડાયનોસોર જેવા દેખાવના આ કાચિંડાના શરીર પર કાંટા હોય છે. આ કાચિંડો પૂંછડી સહિત ૨૦ સેન્ટીમીટર લાંબો હોય છે. સામાન્ય રીતે રણની રેતી જેવા રંગનો આ કાચિંડો જરૃર પડયે રંગ બદલી શકે છે.

થોર્ની ડેવિલની પીઠ ઉપર એક મોટું ઢીમચું હોય છે. આ ઢીમચું તેના બીજા માથા જેવું દેખાય છે. ખરેખર તો આ ઢીમચું શિકારી પ્રાણીઓને છેતરવા માટે હોય છે. કોઈ મોટું શિકારી પ્રાણી તેની ઉપર હુમલો કરે તો થોર્ની ડેવિલ પોતાનું અસલી માથું પગ વચ્ચે સંતાડી દે છે. શિકારી પ્રાણી પેલા ઢીમચાંને માથું સમજી હુમલો કરે ત્યારે તે પોતે જ કાંટાથી ઘાયલ થઈ જાય છે અને કાચિંડો બચી જાય છે.

થોર્ની ડેવિલ કીડી મકોડા જેવા નાના જંતુઓનો શિકાર કરે છે. તેની જીભ લાંબી હોય છે. રંગ બદલવા ઉપરાંત આ કાંચિડો શરીરમાં હવા ભરીને પોતાનું કદ પણ મોટું કરી શકે છે.


♥ સંખ્યાબંધ રસીનો શોધક - મોરિસ રાલ્ફ હિલેમાન ♥


રોગોના પ્રતિકાર માટે રસીકરણ ઉપકારક માધ્યમ છે. વિજ્ઞાનીઓએ વિવિધ રસી શોધીને વિશ્વમાંથી ઘણા રોગો દૂર કર્યા છે અને લાખો લોકોના જીવન બચ્યા છે. 

મોરિસ હિલેમાન નામના વિજ્ઞાનીએ ૪૦ જેટલી રસીની શોધ કરીને ૨૦મી સદીમાં સૌથી વધુ માનવજીવન બચાવ્યા છે.

મિસલ્સ, મમ્પ્સ, હિપેટાઈટિસ, મેનેન્જાઈટીસ, ન્યુમોનિયા અને એન્ફલ્યૂએન્ઝાની રસી શોધીને તેણે તબીબી જગતમાં પ્રસિધ્ધિ મેળવી હતી. રસીની શોધ ક્ષેત્રે ઈતિહાસનો સૌથી સફળ વિજ્ઞાની ગણાય છે.

હિલેમાનનો જન્મ અમેરિકાના મોન્ટાનામાં ઈ.સ. ૧૯૧૯ના ઓગસ્ટની ૩૦ તારીખે થયો હતો. 

તેના જન્મના બે જ દિવસમાં તેની માતાનું મૃત્યુ થયું હતું. તેનો ઉછેર તેની કાકીએ કર્યો હતો. યુવાન વય સુધી તે ખેતરમાં કામ કરતો હતો. તે સમયમાં રસીના ઉત્પાદન માટે મરઘા ઉછેરવામાં આવતા. હિલેમાન આ ક્ષેત્રે કામ કરતો હતો.

નાણાના અભાવે તે કોલેજ જઈ શક્યો નહી પરંતુ પરિવાર અને શિષ્યવૃત્તિની મદદથી ૧૯૪૧માં તેણે મોન્ટાના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવી ગ્રેજયુએટ બન્યો. 

તેજસ્વી વિદ્યાર્થી હોવાથી તેને શિકાગો યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજીના અભ્યાસ માટે ફેલોશિપ મળી અને તે ૧૯૪૪માં પીએચડી થયો. પ્રથમ અભ્યાસ તેણે ક્લેમેડિયા બેક્ટેરિયાનો કર્યો હતો.

અભ્યાસ પૂરો કરી તેણે રસીની ઉત્પાદક કંપનીમાં કામ કર્યું. તેણે જાપાનીઝ એન્સેફિલાઈટિસની રસી શોધી. 

ઈ.સ. ૧૯૫૭માં ફ્લ્યૂના રોગચાળા દરમિયાન તેણે સખત મહેતન કરીને ફ્લ્યૂની રસી શોધી. આ બદલ તેને અમેરિકાનો સર્વિસ એવોર્ડ મળેલો. 

ઈ.સ. ૧૯૬૩માં તેની  પુત્રીને ચામડીનો રોગ થયો. પુત્રીના રોગનો અભ્યાસ કરીને તેણે મમ્પ્સની રસી શોધી કાઢી. તેની સાથે મિસલ્સ અને રૃબેલાની રસી પણ શોધી.

૧૯૮૧માં હિલેમેને હિપેટાઈટીસ બીની રસી શોધી. વિશ્વમાં ૨૫૦ દેશોએ તેનો લાભ લીધો. 

જીવનભર સતત સખત મહેનત કરીને તેણે સંખ્યાબંધ રસી શોધેલી. તેણે ઘણા રાષ્ટ્રીય સંસ્થાનોમાં સલાહકાર તરીકે સેવાઓ આપેલી.

હિલેમેને લશ્કરી સેનાની શિસ્તપૂર્વક  કામ કરેલું તેને પ્રસિધ્ધિની ભૂખ નહોતી. એકપણ રસીનું નામ તેના નામ ઉપરથી રાખ્યું નહી. તે અમેરિકી નેશનલ એકેડેમી ઓફ સાયન્સનો સભ્ય હતો. તેના યોગદાન બદલ તેને સંખ્યાબંધ એવોર્ડ અને સન્માન મળેલા. 

ઈ.સ. ૨૦૦૫ના એપ્રિલની ૧૧ તારીખે તેનું અવસાન થયેલું.


♥ ભૂકંપ ♥

૧. પૃથ્વી પર સૌથી પ્રચંડ ભૂકંપ ઇ.સ. ૧૯૬૦માં ચિલીમાં થયો હતો. તેની તીવ્રતા ૯.૫ ની હતી.

૨. પૃથ્વી પર વર્ષે વિવિધ સ્થળોએ લાખો ભૂકંપ થાય છે. લગભગ એક લાખ ભૂકંપ અનુભવાય છે અને ૧૦૦ જેટલા ભુકંપ નુકસાન કરે છે.

૩. ઇ.સ. ૧૯૦૦ના વર્ષ પથી પૃથ્વી પર ૧૮ મોટા ભૂકંપ દર વર્ષે નોંધાયા છે.

૪. ઇ.સ.૧૮૧૧ ના ડિસેમ્બરમાં  આવેલા ભૂકંપથી મિસિસિપી નદીનો પ્રવાહ પલટાઈ ગયો હતો.

૫. ચીનમાં ઇ.સ.૧૩૨માં સિસ્મોગ્રાફની શોધ થઈ હતી તેમાં ભૂકંપ આવે ત્યારે તાંબાના ઘડામાંથી તાંબાનો ગોળો ડ્રેગનના મુખમાંથી પસાર થી દેડકાના મુખમાં પડી જતો.

૬. પૃથ્વી પર સૌથી વધુ ભૂકંપ જાપાનમાં થાય છે. દર વર્ષે લગભગ ૧૫૦૦.

૭. ભૂકંપથી સૌથી વધુ જાનહાની ઇ.સ. ૧૫૫૬માં ચીનમાં થઈ હતી જેમાં ૮ લાખ કરતાં વધુ લોકોના મોત થયા હતા.

૮. હવાઈ ટાપુ પર ૧૮૬૮માં આવેલ પ્રચંડ ભૂકંપના આફટર શોક હજી પણ અનુભવાય છે.

૯. ભૂકંપને કોઈ ચોક્કસ ઋતુ હોતી નથી, તે ગમે ત્યારે થાય છે.

૧૦. ભૂકંપને બે કેન્દ્ર હોય છે. જમીનના ભૂતળમાં કે જ્યાંથી કંપન શરૃ થાય તે હાઈપોસેન્ટર અને તે કેન્દ્રની બરાબર ઉપરની પૃથ્વીની સપાટી પરનું સ્થળ એટલે એપીસેન્ટર

૧૧. હિમાલય પર્વતમાળા ભૂકંપને કારણે બની હતી.