આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 20 September 2016

♥ તાજમહલ ♥

આગ્રામાં યમુના કિનારે આવેલો તાજમહાલ માનવસર્જિત અજાયબી ગણાય છે. તેની સુંદરતા માટે તે વિશ્વપ્રસિદ્ધ છે.

મોગલ બાદશાહ શાહજહાંએ ઈ.સ. ૧૬૩૧ થી ૧૬૫૪ના ગાળામાં તાજમહાલ બંધાવેલો.

તાજમહાલ વિશે કેટલીક અન્ય બાબતો પણ રસપ્રદ છે.તાજમહાલ મોગલ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેમાં ભારતીય, પર્શિયન અને ટર્કીશ સ્થાપત્યનો સમન્વય છે.

તાજમહાલ બાંધવામાં મુખ્ય શિલ્પીઓ ઈસા મોહમદ, કાઝીમખાન, અમાનત ખાન અને મિર અબ્દુલ હકીમ વગેરે હતા. તાજમહાલ બાંધવા માટે ૨૨૦૦૦ જેટલા મજૂરો, કડિયા, ચિત્રકારો, માળી, શિલ્પી અને નકશીકારો કામે લાગેલા.

તાજમહાલના ગુંજબની ઊંચાઈ ૩૫ મીટર છે. ચારે મિનારા ૪૦ મીટર ઊંચા છે. તેનો ઘેરાવો ૩૦ મીટર છે. તાજમહાલની પરસાળ ૫૫ મીટરની છે.

તાજમહાલના ભોંયરામાં ૧૭ ચેમ્બર હોવાનું મનાય છે.

શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં આ સફેદ આરસનો તાજમહાલ બંધાવેલો. પોતાની કબર માટે તેને કાળા આરસનો તાજમહાલ બંધાવવાની ઈચ્છા હતી પણ તે પૂરી થઈ શકી નહોતી.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.