આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 29 September 2017

♥ ગુજરાત રાજ્ય - વિશેષ વનોની યાદી​ ♥

​૧. પુનિત વન (2004)​
➖ગાંધીનગર
➖સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.

​૨. માંગલ્ય વન (2005)​
➖અંબાજી (બનાસકાંઠા)
➖ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.

​૩. તીર્થંકર વન (2006)​
➖તારંગા (મહેસાણા)
➖અજિતનાથ ના જૈન દેરાસર પાસે.

​૪. હરિહર વન (2007)​
➖સોમનાથ (ગીર સોમનાથ)
➖પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.

​૫. ભક્તિ વન (2008)​
➖ચોટીલા (સુરેન્દ્રનગર)
➖ચામુંડા માતા ના મંદિર પાસે..

​૬. શ્યામળ વન (2009)​
➖શામળાજી (અરવલ્લી)
➖મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.

​૭. પાવક વન (2010)​
➖પાલીતાણા (ભાવનગર)
➖જૈનોના ધામમાં.

​૮. વિરાસત વન (2011)​
➖પાવાગઢ (પંચમહાલ)
➖મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.

​૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)​
➖માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
➖આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.

​૧૦. નાગેશ વન (2013)​
➖દ્વારકા
➖ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.

​૧૧. શક્તિ વન (2014)​
➖કાગવડ (જેતપુર , રાજકોટ)
➖ખોડલધામ માં ​નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન​

​૧૨. જાનકી વન (2015)​
➖વાસંદા (નવસારી)
➖પુર્ણા નદી ની બાજુમાં ​રામાયણ થીમ પર બનેલું વન​

​૧૩. આમ્ર વન (2016)​
➖ધરમપુર (વલસાડ)

​૧૪. એકતા વન (2016)​
➖બારડોલી (સુરત)
➖સરદાર પટેલની યાદમાં

​૧૫. મહીસાગર વન (2016)​
➖વહેળાની ખાડી (આણંદ)

​૧૬. શહીદ વન (2016)​
➖ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)
➖ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.

​૧૭. વિરાંજલિ વન (2017)​
➖પાલદઢવાવ (સાબરકાંઠા)
➖વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં....

Sunday, 10 September 2017

♥ પેટ ઓછું કરવા માટે આટલું કરો ♥♥ આ ઉપરાંત આ દરેક એક્સરસાઇઝ વચ્ચે 2-3 મિનિટનો બ્રેક અવશ્ય રાખવો. ♥

♥ માનવ ખોપરીની રચના ♥

♥ વરસાદના ગઢ ચેરાપુંજી અને મોસિનરામ ♥

♥ INTERESTING FACTS ABOUT OIL ♥

♥ અર્થશાસ્ત્રી - જગદીશ ભગવતી ♥

♥ એન્ટ ઇટર (કીડીખાંઉ) ♥

TO SEE OR SAVE THE VIDEO


♥ રાષ્ટ્રીય ઓપરેશનો : એક વિવેચન ♥


Thnx To
યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) 9099409723

🎯  ઓપરેશન કેતુ : કાળા નાણા પકડવા માટે 1986 માં ભારતના નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું .

🎯  ઓપરેશન કાળભૈરવ : ભારત સરકાર દ્વારા માદક અને નશીલા પદાર્થોના પ્રસાર રોકવા માટે ઓપરેસન કરવામાં આવ્યું હતું .

🎯  ઓપરેશન કોબરા : બિહારમાં ઉગ્રવાદીઓને સમાપ્ત કરવા માટે

🎯 ઓપરેશન ક્રેક્ટ્સ : ભારતીય લશ્કરી દ્વારા 1988 માં માંલદીવમાં કરાયું હતું .

🎯 ઓપરેશન જેબરા : રાજસ્થાનમાં પચ્ચીમી સરહદમાં ચોરીનો ત્રાસ રોકવા ચોરો માટે ઓપરેશન કરાયું હતું .

🎯 ઓપરેશન ગ્રીન સ્ટાર : ચંબલ (મ .પ.) ના ડાકૂઓ માટે .

🎯 ઓપરેશન ગ્રીન ગોલ્ડ : દેશમાં વાંસનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકાર દ્વારા આ ઓપરેશન ચલાવાયુ હતું .

🎯 ઓપરેશન ધન્વન્તરી : બિહારમાં ગેરકાયદેસર અને નકલી દવાઓના ઉત્પાદનના નિયંત્રણ માટે ચલાવાયુ હતું .

🎯 ઓપરેશન પવન : 1987 માં શ્રીલંકામાં સ્થાયી તમિલોના સંગઠન (એલ , ટી .ટી.ઈ . ) ને ની:શસ્ત્ર કરવાના હેતુ માટે ભારતની શાંતિસેના દ્વારા કરવામાં આવેલ આક્રમક કાર્યવાહીને ઓપરેશન પવન કહેવામાં આવે છે .

🎯 ઓપરેશન ફ્લડ : 1970 પછી ભારત સરકારે જે પશુ વિકાસ , દૂધ , ઉત્પાદન તથા દૂધ પદાર્થો ના ઉત્પાદનમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે આંનદ યોજના દેશના જુદા – જુદા વિભાગોમાં લાગુ પાડવામાં આવી . જે ઓપરેશન ફ્લડ – 1 ના નામથી ઓળખવામાં આવે છે .

🎯 1979 માં ઓપરેશન ફ્લડ : -2 શરૂ કરવામાં આવ્યું અને 1986 માં ઓપરેશન ફ્લડ -3 શરૂ થયું . જે 1992 સુધી ચાલ્યું .

🎯  ઓપરેશન ફેથ : ભોપાલમાં 1984 માં યુનિયન કાર્બાઈડ કંપનીમાં મિથાઈલ આઈસોસાઈ નાઈટ ગેસ લીક થવાથી હજારાં માણસો મૃત્યુ પામ્યા . બાકી વધેલા જે મિથાઈલ અઈસોસાઈ નાઈટ ગેસ હતાં તે નિષ્ક્રિય કરવા બદલ જે ઓપરેશન કરવામાં આવ્યું , તેણે ઓપરેશન ફેથ કહેવામાં આવે છે .

🎯 ઓપરેશન બ્લ્યુ સ્ટાર : 3 જૂન , 1984 ના રોજ અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિરમાં આતંકવાદીઓની સામે ચલાવવામાં આવ્યું .

🎯 ઓપરેશન મીડનાઈટ : 18 જાન્યુઆરી , 1987 ના રોજ મદ્યરાત્રી ના સમયે સુવર્ણ મંદિર , અમૃતસરમાં પંજાબ પોલીસ અને કેન્દ્રીય રીઝર્વ પોલીસે આતંકવાદીઓને પકડવા માટે જે કાર્યવાહી કરી , તેણે ઓપરેશન મીડ નાઈટ કહેવામાં આવે છે .

🎯 ઓપરેશન બ્લેક થન્ડર : 18 મેં ,1988 ના રોજ સુવર્ણ મંદિરને ફરીવાર આતંકવાદીઓથી મુક્ત કરવા માટે ઓપરેશન બ્લેક થન્ડર ચલાવવામાં આવ્યું હતું .

🎯 ઓપરેશન વુડ રોજ : પંજાબ રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રમાં આતંકવાદીઓની ઓળખાણ અને પકડવા માટે જે કાર્યવાહી કરવામાં આવી , તેણે ઓપરેશનનું વુડ રોજ કહેવામાં આવે છે .

🎯 ઓપરેશન બ્લેકબોર્ડ : નવી શિક્ષણનીતિ 1986 અનુસાર પ્રાથમિક શિક્ષણનું ધોરણ ઊંચું લાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું . જેમાં પ્રાથમિક વિધાલયોની ન્યુનતમ જરૂરિયાતો પૂરી કરવાનો ઉદ્દેશ છે .

🎯 ઓપરેશન બ્લ્યુ રિવોલ્યુશન : ભારત સરકાર દ્વારા મત્સ્યપાલન અને માછલી પકડવા માટે જે અભિયાન ચલાવાયુ હતું . તેણે ઓપરેશન રિવોલ્યુશન કહેવામાં આવે છે .

🎯 ઓપરેશન બ્લેક પૈથર : બિહારના પચ્ચીમમાં ચંપારણ જિલ્લામાં ડાકુઓની સામે જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન બ્લેક પૈથર કહેવામાં આવે છે .

🎯 ઓપરેશન બ્રાસટૈક્સ : રાજસ્થાનમાં ભારતીય સરહદ પર સૈનિક અભ્યાસ ઓપરેશન બ્રાસ ટૈક્સ કહેવામાં આવે છે . જે 1987 માં કરવામાં આવ્યું હતું .

🎯 ઓપરેશન બ્લેક રોજ  : વૈશાખી તહેવાર પર 13 એપ્રિલ , 1986 ના રોજ આતંકવાદીઓ પર કડક નજર રાખવા દિલ્હી પોલીસ દ્વારા આ અભિયાન ચલાવાયુ હતું .

🎯 ઓપરેશન બજરંગ  : 28 નવેમ્બર , 1990 માં આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ વિરુદ્ધ ભારત સરકાર જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન બજરંગ કહે છે .

🎯  ઓપરેશન વરૂણ : બિહારમાં ધનબાદ જિલ્લામાં પાણીની સમસ્યા ઉકેલવા ઓપરેશન વરુણ નામનું અભિયાન ચલાવાયું હતું ,

🎯 ઓપરેશન વિક્રમ : કાશ્મીરની ખીણમાં આતંકવાદીઓની ગતિવિધિ પર નિયંત્રણ રાખવા અને કાયમી શાંતિ સ્થાપવા જે અભિયાન ચલાવાયુ હતું , તેણે ઓપરેશન વિક્રમ કહે છે .

🎯 ઓપરેશન રાઈનો : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદી સામે 1991 માં ચલાવાયું હતું ,

🎯 ઓપરેશન બ્લ્યુ પ્રિન્ટ : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પર અંકુશ રાખવાના હેતુથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું .

🎯 ઓપરેશન ક્લાઉડ બસ્ટર : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓને સાફ કરવાના હેતુથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું .

🎯 ઓપરેશન રક્ષક  : ભારતીય લશ્કરી દ્વારા પંજાબમાં હિંસાત્મક ગતીવિધિ અટકાવવા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું .

🎯 ઓપરેશન રીસર્ચ : આ ઓપરેશન દ્વારા દિલ્હી , મુંબઈ , કલકત્તા , ચેન્નઈ , હૈદરાબાદ , અને બંગ્લોરમાં દૂરદર્શન કાર્યકમો પર સવેક્ષણ કરવામાં આવ્યું .

🎯 ઓપરેશ ચેકમેટ : ભારતીય શાંતિસેનાએ શ્રીલંકામાં એલ . ટી . ટી . ઈ . સામે ચાલુ રાખેલા અભિયાનને ઓપરેશન ચેક્મેટ કહેવામાં આવે છે .

🎯 ઓપરેશન એક્સીલેસ : આંતરરાષ્ટ્રીય સ્તર પર એશિયાડ ખેલ 1990 બેઝીંગ અન્વયે ભારતીય ખેલાડીઓનું પ્રદર્ષણ સુધારવા માટે ભારત સરકારે જે ખેલાડીયોને તાલીમ આપી તેણે ઓપરેશન એક્સીલેસ કહેવામાં આવે છે .

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099309723

Friday, 8 September 2017

♥ घड़ी की सुइयां उल्टी दिशा में इसलिए घूमती हैं, ये है अनोखा राज! ♥

⏰   समय किसी के लिए नहीं रुकता, ये बात सभी को पता है। सभी लोग हर काम समय के हिसाब से ही करते हैं। सभी लोग घड़ी भी देखते हैं, पर शायद ही किसो को पता हो कि घड़ी एक ही तरफ क्यों घूमती है? आखिर घड़ी की सुईयों के पश्चिम से पूरब की घूमने का राज क्या है? अगर नहीं जानते, तो आगे की स्लाइड्स में जानें कि आखिर क्यों घड़ी की सुईयां पश्चिम से पूरब की ओर घूमती हैं...

⏰   समय की पहचान तो अब से हुई नहीं है। प्राचीन काल में भी प्रहर के हिसाब से भारतभूमि में समय का पता लगता था। प्राचीन भारत में या कहें कि अब भी दिन को 8 प्रहर में गिनते हैं। दिन-रात मिलाकर 24 घंटे में हिंदू धर्म अनुसार आठ प्रहर होते हैं। औसतन एक प्रहर तीन घंटे का होता है जिसमें दो मुहूर्त होते हैं।

⏰    एक प्रहर तीन घंटे या साढ़े सात घटी का होता है। एक घटी 24 मिनट की होती है। दिन के चार और रात के चार मिलाकर कुल आठ प्रहर। ये समय सूर्य की रोशनी और चांद की चाल पर निर्धारित था। आज भी उजले और अंधेरे पक्ष(पाख) के बारे में हम सभी जानते हैं। समय की ये गणना तो भारतीय हुई, जिसमें हमें किसी घड़ी की जरूरत ही नहीं थी। और फिर जब जरूरत पड़ी भी तो हमारे यहां सौर घड़ी आ गई।

⏰    सौर घड़ी के अलावा हमारे यहां चंद्रमा की चाल के हिसाब से भी समय देखा गया। अगर उजाले पक्ष की चौथ है, तो सूर्य ग्रहण के बाद चौथे घंटे में चांद दिखता था। अष्टमी है तो पूरे 8 घंटे बाद। और एक बात, घंटों की गणना भी भारत की ही देन है, इसीलिए चंद्र पंचांगों की गणना सौर पंचांग से सटीक मानी जाती थी। खैर, सौर-चंद्र के बाद हम घड़ियों की दिशा की बात करते हैं, जिन्हें आगे की स्लाइड्स में विस्तार से समझाया गया है।

⏰    वैज्ञानिकों का मानना है कि प्राचीन समय में लोगों ने उत्तरी गोलार्ध में रहते हुए समय का अंदाजा लगाना शुरु किया था इसीलिए यह सारा सिस्टम क्लॉक वाइस बना। अगर वह लोग दक्षिणी गोलार्ध में रहते तो शायद यह चीज कुछ और होती और यही कारण है कि घड़ी की सुइयां भी पश्चिम से पूर्व की ओर घूमती है।

⏰    बहरहाल, भारत देश में ज्योतिष का स्तर और समयानुमान काफी सटीकता से लगाया जाता था। इसकी वजह भारत की जलवायु भी है। भारत में मौसम समान समय में बदल जाते हैं। एक अंदाजे के मुताबिक तय समय पर सूर्य उत्तरायण और दक्षिणायन में कूच करता है तो भारत में मौसम की जानकारी मिलती जाती थी। फिर हमारे सहस्त्राब्दियों पुराने ग्रंथों में भी सूर्य की गति और दिशाओं में परिवर्तन की जानकारियां दी ही गई हैं, भीष्म की प्रतिज्ञा के बारे में तो पता ही होगा। ऐसे में शायद हमें यूरोपीय लोगों की तरह घड़ियों की जरूरत ही नहीं पड़ी कि हम एक एक सेकंड घड़ी की सुइयों पर काटे।

♥ વનસ્પતિના પાન લીલા અને ફૂલો રંગબેરંગી કેમ હોય છે? ♥

🌿 પૃથ્વી પર થતી તમામ વનસ્પતિના પાન લીલાં જ હોય છે. જો કે કોઈક વનસ્પતિના પાન લાલ જોવા મળે છે અને પાનખર ઋતુમાં પીળા હોય છે. પરંતુ વનસ્પતિના પાનનો કુદરતી રંગ તો લીલો જ હોય છે. લીલો રંગ વનસ્પતિનું જીવન કહેવાય.

🌱 લીલો રંગ તેમાં રહેલા કલોરોફીલને કારણે હોય છે અને કલોરોફીલ એટલે વનસ્પતિના ખોરાકનું કારખાનું.

🍀 સૂર્ય પ્રકાશમાંથી કલોરોફીલ વનસ્પતિ ખોરાક બનાવે છે અને વિકાસ પામે છે. એટલે ખોરાક મેળવવા માટે દરેક વનસ્પતિના પાન લીલાં હોય છે.

💐 જ્યારે ફૂલો રંગબેરંગી હોય છે. ફૂલોનું મુખ્ય કામ વનસ્પતિનો વંશ જાળવવાનું છે. ફૂલોમાં બીજો છોડ ઉત્પન્ન કરવા માટે પરાગરજ હોય છે. પરાગરજને બીજા છોડ સુધી પહોચાડવી જરૂરી છે.

🌷 છોડ કે વૃક્ષ ચાલી શક્તા નથી એટલે આ પરાગરજ બીજા છોડના ફૂલ ઉપર પહોચાડવા માટે મધમાખી કે પતંગિયાનો સહારો લેવો પડે છે. હવે પતંગિયા કંઈ એમને એમ તો છોડ ઉપર આવે નહીં.તેમને આકર્ષવા માટે વનસ્પતિના ફૂલ રંગબેરંગી બનાવવા પડયા. કેટલાક ફૂલ તો રાત્રે ખીલીને પણ જંતુઓને આકર્ષે છે.

🌹 આમ પતંગિયા અને ઉડતા જંતુઓને આકર્ષવા માટે ફૂલો રંગબેરંગી હોય છે.

🔰 સૌજન્ય 🔰

- ઝગમગ

♥ કેન્દ્રીય મંત્રીમંડળમાં થયેલ ફેરફાર ♥


👉🏻  નિર્મલા સીતારામન - રક્ષામંત્રાલય

👉🏻  સુરેશ પ્રભુ - વાણિજ્ય મંત્રાલય

👉🏻  પીયૂષ ગોયલ - રેલવે મંત્રાલય

👉🏻  નિતિન ગડકરી- શિપિંગ, માર્ગ પરિવહન અને ગંગા જલ સંસાધન મંત્રાલય

👉🏻  ધર્મેન્દ્ર પ્રધાન- પેટ્રોલિયમ, સ્કિલ મંત્રાલય

👉🏻  ગજેન્દ્ર શેખાવત- કૃષિ રાજ્ય મંત્રાલય

👉🏻  ઉમા ભારતી - ડ્રિંકીગ એન્ડ સેનીટેશન

👉🏻  નરન્દ્ર તોમર - ખાણ મંત્રાલય

👉🏻  આર કે સિંહ- વીજ મંત્રાલય

👉🏻  મહેશ શર્મા- પર્યાવરણ મંત્રાલય

👉🏻  હરદીપ સિંહ પુરીઃ શહેરી વિકાસ મંત્રાલય

👉🏻  અલ્ફાંસ  - પર્યટન મંત્રાલય

👉🏻  અશ્વીન કુમાર ચૌબે- હેલ્થ એન્ડ ફેમિલિ વેલફેર મંત્રી

👉🏻  અનંત હેગડે - સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ

👉🏻  વિજય ગોયલ- સંસદીય કાર્ય મંત્રી

👉🏻  શિવપ્રતાપ શુકલ- વિત્ત રાજ્ય મંત્રી

👉🏻  ગિરિરાજ સિંહ- સ્વતંત્ર પ્રભાર મંત્રી

👉🏻  મુખ્તાર અબ્બાસ નકવીઃ લઘુમતી બાબતોનું મંત્રાલય

👉🏻 ઉમા ભારતીઃ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય

Thursday, 7 September 2017

♥ INTERESTING FACTS ABOUT SPECIES ♥

🔰 The average housefly only lives for 2 or 3 weeks.

🔰 Instead of bones, sharks have a skeleton made from cartilage.

🔰 Rats breed so quickly that in just 18 months, 2 rats could have created over 1 million relatives.

🔰 The blue whale can produce the loudest sound of any animal. At 188 decibels, the noise can be detected over 800 kilometres away.

🔰 Horses and cows sleep while standing up.

🔰 Cats use their whiskers to check whether a space is too small for them to fit through or not.

🔰 Unlike humans, sheep have four stomachs, each one helps them digest the food they eat.

🔰 Giant Arctic jellyfish have tentacles that can reach over 36 metres in length.

🔰 Locusts have leg muscles that are about 1000 times more powerful than an equal weight of human muscle.

🔰 Hummingbirds are so agile and have such good control that they can fly backwards.

🔰 Insects such as bees, mosquitoes and cicadas make noise by rapidly moving their wings.

🔰 The horn of a rhinoceros is made from compacted hair rather than bone or another substance.

🔰 Sharks lay the biggest eggs in the world.

🔰 Even when a snake has its eyes closed, it can still see through its eyelids.

🔰 Despite the white, fluffy appearance of Polar Bears fur (which is transparent), it actually has black skin.

🔰 As well as being a famous Looney Tunes character, the Tasmanian Devil is a real animal that is only found in the wild in Tasmania, Australia. It is the largest carnivorous marsupial in the world.

🔰 Mosquitoes can be annoying insects but did you know that it's only the female mosquito that actually bites humans.

♥ પ્રાણીઓના શરીરમાં હ્રદય ♥


💟  પ્રાણીઓમાં હૃદય એ શરીરમાં લોહીને ફરતું રાખતો મુખ્ય અવયવ છે. માણસનું હૃદય પંપ જેવું ચાર ખાનાનું બનેલું છે. હૃદય શરીરમાં અશુદ્ધ લોહી મેળવી ફેફસામાં શુદ્ધ થવા મોકલે છે અને ફેફસામાંથી આવેલું શુધ્ધ લોહી શરીરમાં મોકલે છે. આ કામ માટે તે સતત ધબકારા મારે છે.

💟  નરમ અને સ્થિતિસ્થાપક સ્નાયુઓનું બનેલું હોવા છતાંય હૃદય મજબૂત અવયવ છે. માણસના શરીરમાં માણસની મુઠ્ઠી જેવડા કદનું હોય છે.

💟  હૃદય એક સેકંડનોય આરામ લીધા વિના સતત ધબકે છે. પુખ્ત માણસનું વજન ૭૦ કિલોગ્રામ હોય તો તેના શરીરમાં પાંચેક લીટર લોહી હોય. શરીરમાં રક્તવાહિનીઓની કુલ લંબાઈ લગભગ ૬૦૦૦૦ કિલોમીટર થાય.

💟  હૃદય પાંચ લીટર લોહીને ૬૦૦૦૦ કિલોમીટરની સફર કરાવે છે. 

💟  હૃદયના એક ધબકારાથી લોહી એક સેકંડના એક મીટરના વેગો ધમનીમાં ધકેલાય છે. હૃદય શરીરની જરૂરિયાત મુજબ ધબકારાની ઝડપ વધારે કે ઘટાડે છે.

💟  વિવિધ પ્રાણીઓમાં હૃદયની રચના ભારે વિવિધતા વાળી છે. દેડકાનું હૃદય ત્રણ ખાનાં વાળું હોય છે. તે લોહીને શુધ્ધ કરવા ફેફસા ઉપરાંત ચામડી તરફ પણ લોહી ધકેલે છે.

💟  સૌથી મોટા પ્રાણી વ્હેલનું હૃદય ૪૩૦ કિલોગ્રામ વજનનું લગભગ આપણી કાર જેવડું હોય છે. 

💟  સીફોલાપેડ નામના જળચરને ત્રણ હૃદય હોય છે.

💟  વંદાને બાર કે તેર ખાનાવાળુ હૃદય હોય છે. તે માણસના હૃદયની જેટલી જ ગતિથી ધબકે છે. 

💟  ઝેબ્રાફિશ નામની માછલીનું હૃદય વારંવાર તૂટીને નવું બને છે.

💟  સૌથી ઝડપી પ્રાણી ચિત્તાનું હૃદય આરામમાં હોય ત્યારે પ્રતિ મિનિટ ૧૨૦ ધબકારા મારે છે. દોડવા માંડે ત્યારે સેકંડની ગણતરીમાં ઝડપ વધીને મિનિટના ૨૫૦ ધબકારાએ પહોંચી જાય છે.

Monday, 4 September 2017

♥ ખેલ એવોર્ડ 2017 ♥

🔵 રાજીવ ગાંધી ખેલ રત્ન 2017 🔵

🌸 દેવેન્દ્ર ઝાજરીયા પેરા - એથલીટ
🌸 સરદાર સિંહ - હોકી

🔵  અર્જુન પુરસ્કાર 2017  🔵

🌸 ચેતેશ્વર પુજારા અને હરમનપ્રીત કોર - ક્રિકેટ
🌸 વી જે સુરેખા - તીરંદાજી
🌸 ખુશબિર કોર અને અરોકીયા રાજીવ - એથ્લેટીક્સ
🌸 પ્રશાંતિ સિંહ - બાસ્કેટ બોલ
🌸 સુભેદાર લૈશરાજ દેબોન્ડ્રો સિંહ - બોક્સિંગ
🌸 ઓઈનમ બેમ્બમ દેવી - ફૂટબોલ
🌸 એસ એસ પી ચોરસિયા - ગોલ્ફ
🌸 એસ વી સુનિલ - હોકી
🌸 જસ્વીર સિંહ - કબડ્ડી
🌸 એ અમલરાજ - ટેબલ ટેનિસ
🌸 સાકેત મીનેની - ટેનિસ
🌸 સત્યવર્ત કદીયાન - કુસ્તી
🌸 મારીયાપ્પન પેરા અને વરુણ સિંહ ભાટી - એથલીટ.

🔵 દ્રોણાચાર્ય પુરસ્કાર 2017 🔵

🌸 સ્વ ડૉ. આર ગાંધી - એથ્લેટીક્સ
🌸 હીરાનંદ કટારીયા - કબડ્ડી
🌸 જી એસ વી પ્રસાદ - બેડમિન્ટન
🌸 બ્રિજ ભૂષણ મોહંતી - બોક્સિંગ
🌸 પી એ રાફેલ - હોકી
🌸 રોશન લાલ - કુસ્તી

🔵 ધ્યાનચંદ પુરસ્કાર 2017 🔵

🌸 ભુપેન્દ્ર સિંહ - એથ્લેટિક્સ
🌸 સય્યદ શાહિદ હકીમ - ફૂટબોલ
🌸 સુમરાઈ ટેટે - હોકી

♥ ધ કાશ્મીર રેડસ્ટાર્ટ ♥👉🏻  ધ કાશ્મીર રેડસ્ટાર્ટ’ એટલે એવું પંખી જે પૂંછડીને સતત થરથર ધ્રુજાવતું રહે છે. દેખાવે તે ચકલી જેવું લાગે છે. જ્યારે તેનું કદ પણ ચકલી જેવડું જ છે. શરીરે ચકલી કરતાં તે થોડું ભરાવદાર હોય છે. ખાસ કરીને તેનો ગળાનો ભાગ ભરાવદાર હોય છે.

👉🏻  તેને કાશ્મીર રેડસ્ટાર્ટની સાથે સાથે એવર્સમેન રેડસ્ટાર્ટ તરીકે પણ ઓળખાય છે.

👉🏻  કાળા અને રતુમડા લાગતા આ પક્ષીને સહેલાઈથી ઓળખી શકાય છે. નરનું માથું, છાતી અને પીઠનો ઉપલો ભાગ કાળો હોય છે. બાકીનું શરીર નારંગી રતુમડા રંગનું હોય છે. માદા ભૂરી અને ઝાંખી રતુમડી હોય છે.

👉🏻  અંગ્રેજી કવિઓએ આ પક્ષીની ઉપર કાવ્યો પણ લખ્યાં છે. આ પક્ષી આપણે ત્યાં શિયાળામાં આવે છે. વારંવાર માથું નમાવે છે અને પૂંછડી પટપટાવે છે. ઝાંખરાં, ખેતર, ખંડેર કે પાદરમાં તે ઊડાઊડ કરતા જોવા મળે છે.

👉🏻  આ પંખી ખેતીને નુકસાન કરનારાં જીવડાંને પોતાનું ભોજન બનાવી લે છે. તેથી એક રીતે આ પક્ષી આપણને મદદરૂપ પણ થાય છે.

👉🏻  ધ કાશ્મીર રેડસ્ટાર્ટ પક્ષી આખા ભારતમાં જોવા મળે છે.શિયાળો તેની મનગમતી ઋતુ હોવાથી શિયાળા દરમિયાન તે ખાસ ભારતનું મહેમાન બને છે. ભારતમાં આમ તો તે બધી જગ્યાએ જોવા મળતું હોય છે, પરંતુ હિમાચલ પ્રદેશ તેની મનપસંદ જગ્યા કહી શકાય છે.


TO SEE THE VIDEO CLICK HERE

Friday, 1 September 2017

♥ વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ ♥

♥ आँखो को सुरक्षित रखने के प्राकृत्तिक उपाय ♥

♥ તાજ હોટલ ♥

♥ સમય વિશે જાણવા જેવું ♥

♥ બિલાડી બનવાનો અનોખો રેકોર્ડ ♥

🌻  તાજેતરમાં જ મલેશિયાવાસીઓએ એક અનોખો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અલબત્ત આ રેકોર્ડ બનાવી તેમણે પોતાનો પ્રાણી પ્રેમ દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો. રેકોર્ડ ખરેખર મજેદાર કહી શકાય. ASEAN ફિલ્મ ફેસ્ટિવલ અને ASEAN  એવોર્ડના ઓગેનાઇઝર્સ દ્વારા એક અનોખા પ્રયોગ વિશે વિચારવામાં આવ્યું હતું.

🌻  ASEAN ફિલ્મ ફેસ્ટિવલના ઓર્ગેનાઇઝર્સે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અનોખા ગેટ ટૂ ગેધરનું નામ નોંધાવા માટે કેટલાય લોકોને ગેટ ટૂ ગેધરમાં આમંત્રણ આપી બધાંને બિલાડીની જેમ તૈયાર થવા જણાવ્યું હતું.

🌻  આ રેકોર્ડ બનાવવા ૪૪૦ લોકોએ ભાગ લઇ કાળા કલરનો ડ્રેસ પહેર્યો, એટલું જ નહીં મલેશિયાના આ લોકોએ કાળા ડ્રેસમાં કાબરચિતરી પૂંછડી તેમજ બિલાડી જેવા લાંબા કાન લગાવી, બિલાડીના ચહેરા જેવો જ મેકઅપ પોતાના ચહેરા ઉપર કરી ગેટ ટૂ ગેધરમાં હાજર રહ્યાં હતાં. તે બધાંએ વિના સંકોચે આ રીતે પાર્ટી માણી હતી. તેમજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવા માટે આ ગેટ ટૂ ગેધરનું વીડિયો રેકોર્ડિંગ કરાવી ફોટા પણ પડાવ્યા હતા.

🌻  મલેશિયાના મજેદાર લોકોએ અનોખો પણ મજેદાર ગિનિસ રેકોર્ડ બનાવ્યો હતો. અલબત્ત આ રેકોર્ડ બનાવવા પાછળનું કારણ તેમનો પ્રાણી પ્રેમ હતો.

🌻  આ રેકોર્ડનું નામ તેમણે કચિંગ રાખ્યું હતું. કચિંગ એક મલેશિયન શબ્દ છે, જેનો મતલબ બિલાડી થાય છે. વેલ, આને ખરા અર્થમાં બિલાડી બનવાનો અનોખો રેકોર્ડ કહી શકાય.

♥ ફોક્સ બેટ ♥

🦇 🌸  મોટે ભાગે ચામાચિડિયાની વાત આવે એટલે કાળા કલરનું ઊંધુ લટકતું એક નાના શરીરવાળું ચામાચિડિયું આપણી નજર સમક્ષ તરવરી ઉઠે. ઊડી શકનારા સસ્તન પ્રાણીઓમાં ચામાચિડિયા સુપ્રસિદ્ધ છે. કાળા રંગના આ નિશાચર પ્રાણીઓ ભૂતપ્રેતની વાતો સાથે વધારે સંકળાયેલા છે.

🌸  ચામચિડિયાની અનેક જાત છે. તેમાં સૌથી મોટા ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. દોઢ ફૂટ લાંબા આ ચામાચિડિયા મેગા બેટ તરીકે પણ જાણીતા છે તેનું મોઢું શિયાળ જેવું હોવાથી તેને ફોક્સ બેટ કહે છે.

🌸  ઓસ્ટ્રેલિયામાં ફોક્સ બેટના ટોળેટોળાં જોવા મળે છે. તે દોઢ ફૂટ લાંબા હોય છે. તેની પાંખોનો ઘેરાવો ૪ થી ૫ ફૂટ હોય છે. શિયાળ જેવું મોટું મોઢું અને મોટી ગોળાકાર આંખો તેની વિશેષતા છે. તે જીવજંતુઓ અને વનસ્પતિ એમ બંને ખાઈને જીવે છે. તેની જીભ ઘણી લાંબી હોય છે તે જીભને ફૂલમાં નાખીને રસ ચૂસે છે. તેની જીભ દૂર સુધીની ગંધ પારખી શકે છે.

🌸  ફોક્સ બેટ ઘણા દેશોના જંગલોમાં જોવા મળે છે. તેની ૨૫ થી વધુ જાતિ છે.

🌸  ઘણા દેશમાં તેને ફ્લાઈંગ ફોક્સ પણ કહે છે. ઘણા મેગા બેટના મોઢાં વાંદરા જેવા હોય છે. ઘણા ગોળાકાર કાનવાળા હોય છે. આ બધા તેની રચના અને દેખાવ પ્રમાણેના નામથી જાણીતા છે.

🌸  ભારત, બાંગ્લાદેશ, માલદીવ્સ અને ચીનમાં પણ ફોક્સ બેટ જોવા મળે છે. એશિયાના મેગા બેટને ઈન્ડિયન ફ્રૂટ બેટ કહે છે. તે કેળા અને કેરીના પાકને વ્યાપક નુકસાન કરે છે.

♥ અમૃતા પ્રીતમ ♥