આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 1 September 2017

♥ ફોક્સ બેટ ♥

🦇 🌸  મોટે ભાગે ચામાચિડિયાની વાત આવે એટલે કાળા કલરનું ઊંધુ લટકતું એક નાના શરીરવાળું ચામાચિડિયું આપણી નજર સમક્ષ તરવરી ઉઠે. ઊડી શકનારા સસ્તન પ્રાણીઓમાં ચામાચિડિયા સુપ્રસિદ્ધ છે. કાળા રંગના આ નિશાચર પ્રાણીઓ ભૂતપ્રેતની વાતો સાથે વધારે સંકળાયેલા છે.

🌸  ચામચિડિયાની અનેક જાત છે. તેમાં સૌથી મોટા ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. દોઢ ફૂટ લાંબા આ ચામાચિડિયા મેગા બેટ તરીકે પણ જાણીતા છે તેનું મોઢું શિયાળ જેવું હોવાથી તેને ફોક્સ બેટ કહે છે.

🌸  ઓસ્ટ્રેલિયામાં ફોક્સ બેટના ટોળેટોળાં જોવા મળે છે. તે દોઢ ફૂટ લાંબા હોય છે. તેની પાંખોનો ઘેરાવો ૪ થી ૫ ફૂટ હોય છે. શિયાળ જેવું મોટું મોઢું અને મોટી ગોળાકાર આંખો તેની વિશેષતા છે. તે જીવજંતુઓ અને વનસ્પતિ એમ બંને ખાઈને જીવે છે. તેની જીભ ઘણી લાંબી હોય છે તે જીભને ફૂલમાં નાખીને રસ ચૂસે છે. તેની જીભ દૂર સુધીની ગંધ પારખી શકે છે.

🌸  ફોક્સ બેટ ઘણા દેશોના જંગલોમાં જોવા મળે છે. તેની ૨૫ થી વધુ જાતિ છે.

🌸  ઘણા દેશમાં તેને ફ્લાઈંગ ફોક્સ પણ કહે છે. ઘણા મેગા બેટના મોઢાં વાંદરા જેવા હોય છે. ઘણા ગોળાકાર કાનવાળા હોય છે. આ બધા તેની રચના અને દેખાવ પ્રમાણેના નામથી જાણીતા છે.

🌸  ભારત, બાંગ્લાદેશ, માલદીવ્સ અને ચીનમાં પણ ફોક્સ બેટ જોવા મળે છે. એશિયાના મેગા બેટને ઈન્ડિયન ફ્રૂટ બેટ કહે છે. તે કેળા અને કેરીના પાકને વ્યાપક નુકસાન કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.