આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 1 September 2017

♥ બિલાડી બનવાનો અનોખો રેકોર્ડ ♥

🌻  તાજેતરમાં જ મલેશિયાવાસીઓએ એક અનોખો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અલબત્ત આ રેકોર્ડ બનાવી તેમણે પોતાનો પ્રાણી પ્રેમ દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો. રેકોર્ડ ખરેખર મજેદાર કહી શકાય. ASEAN ફિલ્મ ફેસ્ટિવલ અને ASEAN  એવોર્ડના ઓગેનાઇઝર્સ દ્વારા એક અનોખા પ્રયોગ વિશે વિચારવામાં આવ્યું હતું.

🌻  ASEAN ફિલ્મ ફેસ્ટિવલના ઓર્ગેનાઇઝર્સે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અનોખા ગેટ ટૂ ગેધરનું નામ નોંધાવા માટે કેટલાય લોકોને ગેટ ટૂ ગેધરમાં આમંત્રણ આપી બધાંને બિલાડીની જેમ તૈયાર થવા જણાવ્યું હતું.

🌻  આ રેકોર્ડ બનાવવા ૪૪૦ લોકોએ ભાગ લઇ કાળા કલરનો ડ્રેસ પહેર્યો, એટલું જ નહીં મલેશિયાના આ લોકોએ કાળા ડ્રેસમાં કાબરચિતરી પૂંછડી તેમજ બિલાડી જેવા લાંબા કાન લગાવી, બિલાડીના ચહેરા જેવો જ મેકઅપ પોતાના ચહેરા ઉપર કરી ગેટ ટૂ ગેધરમાં હાજર રહ્યાં હતાં. તે બધાંએ વિના સંકોચે આ રીતે પાર્ટી માણી હતી. તેમજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવા માટે આ ગેટ ટૂ ગેધરનું વીડિયો રેકોર્ડિંગ કરાવી ફોટા પણ પડાવ્યા હતા.

🌻  મલેશિયાના મજેદાર લોકોએ અનોખો પણ મજેદાર ગિનિસ રેકોર્ડ બનાવ્યો હતો. અલબત્ત આ રેકોર્ડ બનાવવા પાછળનું કારણ તેમનો પ્રાણી પ્રેમ હતો.

🌻  આ રેકોર્ડનું નામ તેમણે કચિંગ રાખ્યું હતું. કચિંગ એક મલેશિયન શબ્દ છે, જેનો મતલબ બિલાડી થાય છે. વેલ, આને ખરા અર્થમાં બિલાડી બનવાનો અનોખો રેકોર્ડ કહી શકાય.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.