આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 7 September 2017

♥ પ્રાણીઓના શરીરમાં હ્રદય ♥


💟  પ્રાણીઓમાં હૃદય એ શરીરમાં લોહીને ફરતું રાખતો મુખ્ય અવયવ છે. માણસનું હૃદય પંપ જેવું ચાર ખાનાનું બનેલું છે. હૃદય શરીરમાં અશુદ્ધ લોહી મેળવી ફેફસામાં શુદ્ધ થવા મોકલે છે અને ફેફસામાંથી આવેલું શુધ્ધ લોહી શરીરમાં મોકલે છે. આ કામ માટે તે સતત ધબકારા મારે છે.

💟  નરમ અને સ્થિતિસ્થાપક સ્નાયુઓનું બનેલું હોવા છતાંય હૃદય મજબૂત અવયવ છે. માણસના શરીરમાં માણસની મુઠ્ઠી જેવડા કદનું હોય છે.

💟  હૃદય એક સેકંડનોય આરામ લીધા વિના સતત ધબકે છે. પુખ્ત માણસનું વજન ૭૦ કિલોગ્રામ હોય તો તેના શરીરમાં પાંચેક લીટર લોહી હોય. શરીરમાં રક્તવાહિનીઓની કુલ લંબાઈ લગભગ ૬૦૦૦૦ કિલોમીટર થાય.

💟  હૃદય પાંચ લીટર લોહીને ૬૦૦૦૦ કિલોમીટરની સફર કરાવે છે. 

💟  હૃદયના એક ધબકારાથી લોહી એક સેકંડના એક મીટરના વેગો ધમનીમાં ધકેલાય છે. હૃદય શરીરની જરૂરિયાત મુજબ ધબકારાની ઝડપ વધારે કે ઘટાડે છે.

💟  વિવિધ પ્રાણીઓમાં હૃદયની રચના ભારે વિવિધતા વાળી છે. દેડકાનું હૃદય ત્રણ ખાનાં વાળું હોય છે. તે લોહીને શુધ્ધ કરવા ફેફસા ઉપરાંત ચામડી તરફ પણ લોહી ધકેલે છે.

💟  સૌથી મોટા પ્રાણી વ્હેલનું હૃદય ૪૩૦ કિલોગ્રામ વજનનું લગભગ આપણી કાર જેવડું હોય છે. 

💟  સીફોલાપેડ નામના જળચરને ત્રણ હૃદય હોય છે.

💟  વંદાને બાર કે તેર ખાનાવાળુ હૃદય હોય છે. તે માણસના હૃદયની જેટલી જ ગતિથી ધબકે છે. 

💟  ઝેબ્રાફિશ નામની માછલીનું હૃદય વારંવાર તૂટીને નવું બને છે.

💟  સૌથી ઝડપી પ્રાણી ચિત્તાનું હૃદય આરામમાં હોય ત્યારે પ્રતિ મિનિટ ૧૨૦ ધબકારા મારે છે. દોડવા માંડે ત્યારે સેકંડની ગણતરીમાં ઝડપ વધીને મિનિટના ૨૫૦ ધબકારાએ પહોંચી જાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.