આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 30 September 2016

♥ સર્જિકલ સ્ટ્રાઈક ♥

પાકિસ્તાનને સંપૂર્ણ સ્તબ્ધ કરી નાખનાર ભારતના સર્જિકલ સ્ટ્રાઈક ‘હથિયાર’ વિશે ખાસ જાણોશું છે આ સર્જિકલ સ્ટ્રાઈક?

કોઈ પણ સિમિત ક્ષેત્રમાં સેના જ્યારે દુશ્મનો અને આતંકીઓને નુક્સાન પહોંચાડવા અને તેમને મારવા માટે સૈન્ય કાર્યવાહી કરે છે તો તેને સર્જિકલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. હકીકતમાં જ્યાં પણ સર્જિકલ હુમલો કરવામાં આવે તે સ્થળ વિશે સંપૂર્ણ માહિતી મેળવવામાં આવે છે. ત્યારેબાદ સર્જિકલ સ્ટ્રાઈક અંગે સમય નક્કી કરવામાં આવે છે. આ અભિયાનની જાણકારી ખુબ જ ગુપ્ત રાખવામાંઆવે છે જેની સૂચના નિર્ધારીત લોકોને જ હોય છે.

સર્જિકલ સ્ટ્રાઈક વિશે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે જગ્યાઓ પર કે વિસ્તારોમાં આતંકીઓ કે દુશ્મનો છૂપાયેલા હોય છે ફક્ત તે જ જગ્યાઓને નિશાન બનાવવામાં આવે અને પછી સ્ટ્રાઈક કરવામાં આવે. જેથી કરીને બાકીના લોકો કે નિર્દોષને કોઈ પણ પ્રકારનું નુક્સાન પહોંચે નહીં. ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી તેમાં પણ આ જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું. હુમલામાં આતંકી ઠેકાણાઓ અને આતંકીઓને ખુબ નુક્સાન પહોંચ્યું છે. આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એલઓસી પાર જે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી તેને ભારતીય સેનાના ખાસ કમાન્ડોની ટુકડીએ અંજામ આપ્યો છે.

ગત વર્ષે જૂનમાં પણ ભારતીય સેનાએ મ્યાનમારમાં જઈને આ રીતે પૂર્વોત્તરમાં સક્રિય આતંકી જૂથ એનએસસીએન(કે) ના શિબીરોને નિશાન બનાવ્યાં હતાં. હુમલામાં સેનાએ અનેક આતંકીઓને માર્યા હતાં.

એક અખબારના અહેવાલ મુજબ ઉગ્રવાદી સંગઠનને નિશાન બનાવવા માટે ભારતીય સેના મ્યાંમાર સીમાની સેકડો મીટર અંદર ઘૂસી ગઈ હતી. સૂત્રો મુજબ સેનાની 12 પેરાએ આતંરરાષ્ટ્રીય સીમા પર પીલર 151 પાસે ચેન મોહો ગામ પાસેથી મ્યાંમારમાં પ્રવેશ કર્યો હતો.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.