☝🏼 ક્રિકેટની મેચ કે દૂરની વસ્તુ નજીકથી જોવા માટે બાયનોક્યુલર્સ જાણીતું સાધન છે. જહાજોમાં પણ દૂર સુધી નજર રાખવા દૂરબીનનો ઉપયોગ થાય છે. અવકાશી સંશોધનો માટે આજે જાતજાતના ટેલિસ્કોપ વિકસ્યા છે પરંતુ બે કે વધુ લેન્સને ભૂંગળીમાં ગોઠવીને બનાવેલું દૂરબીન આ બધી શોધોનો પાયો છે અને દૂરબીનની શોધમાં એક બાળકની જિજ્ઞાાસાનો ફાળો છે. તેની વાત પણ રસપ્રદ છે.
☝🏼 ઈ.સ. ૧૬૦૧માં હોલેન્ડમાં એક ચશ્માની દુકાનમાં એક મહિલા ચશ્મા ખરીદવા ગઈ. તેની સાથે એક બાળક હતું. બાળકે રમતાં રમતાં બે લેન્સ લઈ લીધા અને બંને સમાંતર રાખીને બારીની બહારનું દૃશ્ય જોવા લાગ્યો. દૂરની વસ્તુઓ અતિશય મોટી દેખાતાં તેને નવાઈ લાગી. તેણે તેની માતાને જોવા કહ્યું અને ત્યાર પછી દુકાનદારે પણ જોયું. પેલા દુકાનદારે ભૂંગળીના બંને છેડે લેન્સ લગાડીને દૂરબીન બનાવ્યું. આ વાતની જાણ ગેલીલિયોને થઈ. ગેલીલિયો તો મહાન વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી તેને ભૂંગળીના દૂરબીનમાં રસ પડયો. તેણે લેન્સની જાડાઈ, ભૂંગળીની લંબાઈ વિગેરેની ગણતરી કરીને આકાશમાં દૂર સુધી જોઈ શકાય તેવું મોટું દૂરબીન બનાવ્યું. તેણે પ્રથમવાર દૂરબીન વડે ચંદ્રની સપાટીનું અવલોકન કર્યું. આમ ગેલીલિયોએ દૂરબીન શોધ્યું.
☝🏼 ગેલીલિયોના દૂરબીનની ભૂંગળી ઘણી લાંબી હતી. આજના બાયનોક્યૂલર્સમાં ત્રિપાશ્વૅ કાચની મદદથી ટૂંકા ગાળામાં મોટું પ્રતિબિંબ દેખાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.