☝🏼લાલચટક ટામેટાં હજાો વર્ષથી લોકપ્રિય રહ્યા છે. આપણે તેનો ઉપયોગ શાકભાજી તરીકે કરીએ પરંતુ વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ ટામેટાં શાક નહીં પણ ફળ છે.
☝ પૃથ્વી પર સાતમી સદીમાં ટામેટાંની ખેતી શરૂ થયેલી. આજે વિશ્વભરમાં 7500 જેટલી જાતના ટામેટાંની ખેતી થાય છે.
☝🏼ટામેટાંની માત્ર લાલ જ નહીં પરંતુ તેની પીળી, લીલી, ગુલાબી, સફેદ અને જાંબલી રંગની જાત પણ પાકે છે. સોળમી સદીમાં ટામેટાં 'એપલ ઓફ લવ' અને 'એપલ ઓફ પેરાડાઈઝ' જેવા હુલામણા નામે ઓળખાતાં.
☝🏼ટામેટો સોસ એ આજની લોકપ્રિય વાનગી છે. સોસ અને કેચપ જાણીતી વાનગી છે. સામાન્ય રીતે મસાલા નાખી ગરમ કરીને પિરસાય તેને સોસ કહે છે. જ્યારે કેચપ ઘટ્ટ હોય છે તેમાં ખાંડ અને મસાલા ઉમેરાય છે. ગરમ કરવામાં આવતો નથી.
☝🏼ટામેટાં ખોરાક તરીકે લોકપ્રિય તો છે જ પણ મનોરંજનનું સાધન પણ બન્યાં છે. સ્પેનમાં લા ટોમેટીના નામનો એકબીજા પર ટામેટાં ફેંકવાનો ઉત્સવ મનાવાય છે.
☝🏼ટામેટાના ઢગલા પર આબોહવાની અને નૃત્ય કરવાની પણ સ્પર્ધાઓ યોજાય છે. ટામેટા સામાન્ય રીતે છોડ ઉપર પેદા થતી સિઝનનો પાક છે.
☝🏼ફ્લોરિડામાં ડિઝની વર્લ્ડ કંપનીએ કરેલા સાયન્સ પ્રોજેક્ટમાં 2005માં ટામેટાના એક જ છોડ પરથી 522 કિલોગ્રામ ટામેટાનો પાક લીધાનો વિશ્વ વિક્રમ નોંધાયો છે.
☝🏼અમેરિકાના ઓકલાહામાના એક ખેડૂતે 2013માં 3.51 કિલો વજનનું સૌથી મોટું ટામેટું પકવ્યાનો વિશ્વ વિક્રમ નોંધાયો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.