આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 24 November 2016

♥ આગિયા ♥



☝🏼સજીવ સૃષ્ટિમાં ખોરાક અને રક્ષણ મેળવવા જાત જાતની અજાયબીભરી યુક્તિઓ જોવા મળે. જીવજંતુઓમાં શારીરિક શક્તિ ઓછી હોય છતાં ય પોતાની જાતનું રક્ષણ કરી શકે અને ખોરાક મેળવી શકે તેવી વિવિધ શક્તિઓ હોય છે.

☝🏼આગિયા જીવડાં તેમાનાં એક છે. રાત્રિના અંધકારમાં વાતાવરણમાં પ્રકાશ વેરતા ઝબકતાં નાનકડા સુક્ષ્મ બલ્બ ઊડતાં હોય તેવું દૃશ્ય કદાચ તમે જોયું હશે. આગિયા જીવડાની પૂંછડી પર પ્રકાશ પેદા કરતી અદ્ભૂત ગ્રંથિ હોય છે.

☝🏼આ ગ્રંથિ દર પાંચ સેકન્ડે નિયમિત લબુકઝબુક થઈ પ્રકાશ વેરે છે. જંતુ જગતમાં લગભગ ૨૦૦ જાતના આગિયા જીવડાં જોવા મળે છે.

☝🏼સામાન્ય માખી જેવી શરીર રચના ધરાવતા આ જીવડાંની પૂંછડીમાં લ્યુસિફેરિન નામનું દ્રવ્ય હોય છે. આ દ્રવ્ય આગિયાના શરીરમાં પેદા થાય છે અને રાત્રિના અંધકારમાં તેને પ્રકાશ મળી રહે છે. કેટલાક આગિયા પીળા, લાલ કે લીલા રંગના પ્રકાશ પેદા કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.