આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 5 November 2016

♥ INDIAN AIRFORCE ♥

🏼 જ્ઞાન-વિજ્ઞાન: એમ. એ. ખાન

  સૌજન્ય :-  સંદેશ સમાચાર 

👆🏻 એરફોર્સ એટલે કે હવાઈદળ યુદ્ધના મેદાનમાં લડતા આપણા લશ્કરને રક્ષણ આપે છે અને ધરતી પરથી ન દેખાતા દુશ્મનના હથિયારોને આકાશમાંથી બોમ્બ કે મિસાઈલ વડે નાશ કરી આપે છે. એટલે જ કોઈપણ દેશ માટે હવાઈદળ ખૂબ મહત્ત્વનું હોય છે. અત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધના હાકલા પડકારા ચાલી રહ્યા છે એટલે શ્રીનગર અને બિકાનેર ખાતે હવાઈ દળના જવાનો અને વિમાનોને કવાયત કરાવીને તૈયાર કરવામાં આવ્યા છે.

👆🏻 મિરાજ વિમાનોની ટાઈગર સ્ક્વોડ્રનને હવામાંથી છોડી શકાય એવા મિકા મિસાઈલથી સજ્જ કરવામાં આવી છે. જેથી આ વિમાનો નજરે ન દેખાતા હોય એવા નિશાન પર પણ મિસાઈલ હુમલો કરી શકશે.

👆🏻 હવાઈ દળ યુદ્ધ માટે જ રચવામાં આવ્યું છે અને એ જ એનું મુખ્ય કામ છે, પરંતુ ભારતનું હવાઈ દળ આફતના સમયે નાગરિકોને બચાવવા માટે પણ મેદાનમાં આવી જાય છે.

👆🏻 ઈન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુસેના વિશ્વમાં ચોથા નંબરની મોટામાં મોટી હવાઈ સેના છે.

👆🏻Indian Airforce ની સ્થાપના ૮ ઓક્ટોબર ૧૯૩૨માં બ્રિટિશ દળોની સુરક્ષા માટે થઈ હતી.  ૧૯૪૫માં એની ઉપર પોતાનું આધિપત્ય દર્શાવવા માટે રોયલ ઈન્ડિયન એરફોર્સ નામકરણ કરવામાં આવ્યું. બે વર્ષ પછી ભારત ૧૯૪૭માં આઝાદ થઈ ગયું ત્યારપછી ફરી એનું નામ ઈન્ડિયન એરફોર્સ થઈ ગયું હતું.

👆🏻 આઝાદી પછી ભારતીય વાયુસેના ચાર મોટા યુદ્ધ લડી ચૂકી છે. એમાંના ત્રણ પાકિસ્તાન સામે હતા જેમાં આપણી સેનાએ ભવ્ય વિજય મેળવ્યો હતો. એક યુદ્ધ ચીન સામે હતું જેમાં આપણી સેના ધાર્યું પરિણામ મેળવી શકી નહોતી. એ ઉપરાંત ગોવાનો કબજો ન છોડતા પોર્ટુગલના સકંજામાંથી ગોવાને આઝાદ કરાવવા માટે ઓપરેશન વિજયના ગુપ્ત નામે ઓપરેશન કરીને ગોવાને ૩૬ કલાકમાં આઝાદી અપાવી હતી.

👆🏻 જમ્મુ કાશ્મીર સરહદે સિયાચીનમાં દુશ્મનોએ કબજો કર્યો હોવાની બાતમી મળતા ૧૩ એપ્રિલ ૧૯૮૩ના દિવસે ઓપરેશન મેઘદૂત પાર પાડી સિયાચીનનો કબજો મેળવ્યો હતો.

👆🏻 શ્રીલંકાના તામિલ લિબરેશન ઓર્ગેનાઈઝેશન ઓફ તામિલ ઈલમ દ્વારા માલદિવમાં સરકાર ઉથલાવીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વાયુસેનાએ ઓપરેશન કેકટસ પાર પાડીને એ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

👆🏻 ૪ જૂન ૧૯૮૭માં શ્રીલંકાની સિવિલ વોર વખતે જાફના શહેરમાં ફસાયેલા તામિલ ટાઈગર્સને સુરક્ષા આપી જાફના પર કબજો મેળવી આપવા માટે ભારતીય વાયુદળે ઈગલ મિશન-૪ નામે સફળ કામગીરી કરી હતી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.