આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 3 November 2016

♥ પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર પ્રથમ એશિયન - ઝુમ્પા લાહિરી ♥


અંગ્રેજી સાહિત્યમાં આગવું સ્થાન મેળવનાર અને ભારતીય લેખનને અનોખી ઓળખાણ આપનાર ઝુમ્પા લાહિરી વોરવોલીસનું બાળપણનું નામ નિલંજના સુદેશના હતું.

તેમનો જન્મ ૧૯૬૭માં લંડનમાં થયો હતો અને રોડ આઈલેન્ડમાં સાઉથ કિંગ્સટાઉન ખાતે તેમનો ઉછેર થયો છે. વર્ષ ૨૦૦૦માં ઇન્ટર્પ્રિટર ઓફ મેલડિઝ નામના તેમના પુસ્તક માટે તેમને પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું. અને આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ એશિયન હતા.

બંગાળી મૂળના આ ભારતીય-અમેરિકન લેખકે ઈંગ્લિશ લિટરેચરમાં બેચલર ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેમણે એમ.એ. ઈન ઈંગ્લિશ, એમ.એ. ઈન ક્રિએટીવ રાઈટિંગ અને એમ.એ. ઈન કમ્પેરેટિવ લિટરેચરની ડિગ્રીઓ પણ મેળવી. તે પછી પી.એચ.ડી. પણ ભણ્યા.

૧૯૯૭-૧૯૯૮ દરમ્યાન પ્રોવિન્સ ટાઉનના ફાઈન આર્ટ્સ સેન્ટર ખાતે તેમણે ફેલોશિપ કરી હતી. ૨૦૦૧માં આલ્બર્ટો વોરવોલીસ-બુશ નામના પત્રકાર સાથે તેઓ લગ્નસંબંધે જોડાયા.

અત્યારે બોસ્ટન યુનિવર્સિટી અને રોડ આઈલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઈનના વિદ્યાર્થીઓને ઝુમ્પા ક્રિએટીવ રાઈટિંગ એટલે સર્જનાત્મક લેખન કેમ કરવું તે ભણાવે છે.

તેમનું પ્રથમ પુસ્તક ઇન્ટર્પ્રિટર ઓફ મેલડિઝ, ભારતીયો કે ભારતીય ઇમિગ્રન્ટ્સના જીવન પર આધારિત છે. તેમનું બીજું પુસ્તક ધ નેમસેક, ૨૦૦૩માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકે તેમને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ અપાવી દીધી. એમના આ પુસ્તક પરથી ધ નેમસેક નામનું મૂવી પણ બન્યું છે.

પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કારની સાથે ઇન્ટર્પ્રિટર ઓફ મેલડિઝ માટે ઝુમ્પાને બીજા અનેક પુરસ્કાર મળ્યા છે. ૧૯૯૩માં હેનફિલ્ડ ફાઉન્ડેશન તરફથી ટ્રાન્સએટલાન્ટિક એવોર્ડ મળ્યો હતો.

૧૯૯૯માં શોર્ટ સ્ટોરીની કેટેગરીમાં હેન્રી એવોર્ડ, ૨૦૦૦માં બેસ્ટ ફિક્શન ડેબ્યુની કેટેગરીમાં પેન/હેમિંગવે એવોર્ડ, ધ ન્યૂ યોર્કર તરફથી બેસ્ટ ડેબ્યુ ઓફ ધ યર અને જેમ્સ બર્ડ ફાઉન્ડેશન દ્વારા એમ.એફ.કે.ફિશર એવોર્ડ મળ્યો હતો.

વર્ષ ૨૦૦૦ના મે મહિનામાં ધ ન્યૂ યોર્કર મેગેઝિનને નેશનલ મેગેઝિન એવોર્ડ ફોર ફિક્શન નામનો પુરસ્કાર જે ત્રણ વાર્તાઓના લીધે મળ્યો તેમાંની એક વાર્તા ઝુમ્પાની લખેલી હતી, તે વાર્તાનું નામ હતું – ધ થર્ડ એન્ડ ફાઇનલ કોન્ટિનેન્ટ, જે ધ ન્યૂ યોર્કરના ૧૯૯૯ના ઉનાળું ફિક્શન અંકમાં છપાઈ હતી.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.