♦રોકહોપર પેન્ગ્વિન માથાના કાળા ભમ્મર વાળ ઉપર એની ચાંચથી કાન સુધી નીકળતા ચમકતા પીળા રંગની કલગી જેવા થોડાંક પીંછાના કારણે તરત ઓળખાઈ જાય છે. દરિયાકિનારાના ખડકો પર કૂદકા મારતા આ પંખીઓ વિશ્વના તમામ જાતિનાં પેન્ગ્વિન પંખીઓમાં સોથી નાના છે.
♦ રોકહોપર પેન્ગ્વિન પંખી ઊભું હોય તો માંડ ૨૦ ઈંચ એટલે કે પોણા બે ફૂટથી થોડું ઓછું હોય છે.
♦ રોકહોપર પેન્ગ્વિનનું શરીર શ્વેત પીંછાથી છવાયેલું હોય છે, એની આંખો લોહી જેવી લાલચટ્ટક હોય છે અને ચાંચ ચળકતા પીળા રંગની હોય છે. માથાના કાળા વાળમાં પીળા રંગના થોડાક તાંતણા ફરફરતા હોય છે.
♦ એના પગ કોઈ કોમળ સુંદરીના પગ જેવા ગુલાબી હોય છે, જેની ઉપર કરોળિયાના જાળા જેવી કાળી રેખાઓ હોય છે.
♦ દર વર્ષે સંવનનની ઋતુમાં ચીલેથી ન્યૂઝીલેન્ડ સુધીના ઠંડાગાર મહાસાગરના કિનારાઓ પર ટોળાં બંધ ભેગા થાય છે. એમનું ટોળું હજારો-લાખ્ખોની સંખ્યા ધરાવતું હોય છે અને કાગારોળ કરતું રહે છે. સંવનન કર્યા પછી તરત ઊંચા ઊંચા ઘાસમાં સલામત જગ્યા શોધીને માળો બનાવવા માંડે છે. આ પેન્ગ્વિન મોટેભાગે એક વખત જ્યાં માળો બાંધે ત્યાં જ દર વર્ષે માળો બાંધે છે અને એક વખત જેની સાથે જોડી જમાવી હોય એની જ સાથે ફરી ફરીને જોડી જમાવે છે.
♦ માદા ઈંડા મૂકી દે એ પછી નર અને માદા બંને વારાફરતી એને સેવે છે. ઈંડા સેવતી વખતે એ બંને ખૂબ જ આક્રમક હોય છે, કોઈનેય નજીક આવવા દેતા નથી. થીજાવી દેતા ઠંડા પાણીમાં તરવા માટે આ પંખીઓ પોતાની નાની પણ મજબૂત પાંખો વાપરે છે.
♦ મોટેભાગે કિનારાના છીછરા પાણીમાં જ તરે છે, પરંતુ જરૂર પડે તો ૧૦૦ મીટર સુધી ઊંડી ડાઈવ લગાવી શકે છે. એ પાણીમાંથી સીધી છલાંગ લગાવીને હવામાં કૂદે છે અને પેટભર ખડક પર લેન્ડ કરે છે.
♦ આ અને બીજી તમામ જાતિનાં પેન્ગ્વિન આમ તો લાખ્ખોની સંખ્યામાં જોવા મળે છે, પરંતુ વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે એમની વસ્તીમાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે. અત્યારે એમની વસ્તી ૯૦ ટકા થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દાયકામાં એમની વસ્તી સરેરાશ ૩૦ ટકા ઘટી ગઈ છે.
♦ સામાન્ય રીતે રોકહોપર પેન્ગ્વિન સરેરાશ ૧૦ વર્ષ જીવે છે. એમનું સરેરાશ વજન બેથી ત્રણ કિલોગ્રામ જેટલું હોય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Thursday, 3 November 2016
♥ રોકહોપર પેન્ગ્વિન ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.