➡ વિશ્વમાં સૌથી લાંબો સમય સતત રાજ કરનાર જીવિત વ્યક્તિ તરીકે થાઈલેન્ડના ચક્રી વંશના નવમા વંશજ એટલે રાજા ભૂમિબોલ અદુલ્યદેજનું નામ ગિનેસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન ૭૦ વર્ષ સુધી થાઈલેન્ડ પર શાસન કર્યું.
➡ થાઈલેન્ડમાં આમ તો ક્રાંતિ પછી રાજાશાહી રહી નથી, પરંતુ બ્રિટનની જેમ રાજાનું પદ અને ગરીમા જાળવવામાં આવે છે.
➡ રાજા ભૂમિબોલે ૯ જૂન ૧૯૪૬થી શાસન સંભાળ્યા બાદ હમણાં ૮૮ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી સતત રાજ કર્યું હતું. જોકે ક્રાંતિ અગાઉ એમના વંશના વડવાઓ થાઈલેન્ડ પર એકચક્રી શાસન કરતા હતા. ક્રાંતિ પછી ભૂમિબોલ પ્રતીકાત્મક રાજા તરીકેની પરંપરા નીભાવી રહ્યા હતા. છતાં કાયદેસર તેઓ હોદ્દાની રૂએ રાજા જ હતા.
➡ અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજમાં ૫ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ તેમનો જન્મ થયો હતો.
➡ તેમનો ઔપચારિક રાજ્યાભિષેક ૫ મે, ૧૯૫૦ સુધી યોજાયો નહતો. તેમના ભાઈ રાજા આનંદ મહિદોલના મૃત્યુ બાદ તેઓએ સિંહાસન સંભાળ્યું હતું અને કોઈ વિક્ષેપ વગર સળંગ ૭૦ વર્ષ સુધી રાજ કર્યું હતું.
➡ ભૂમિબોલ જીવતા હતા ત્યાં સુધી સૌથી લાંબો સમય રાજ કરનારા રાજાનો ખિતાબ એમની પાસે હતો.
➡ હવે સૌથી લાંબો સમય રાજ કરનાર જીવિત વ્યક્તિનો ખિતાબ બ્રિટનના રાણી એલિઝાબેથના નામે નોંધાયો છે. મહારાણી અલિઝાબેથ છેલ્લાં ૬૪ વર્ષથી અવિરત શાસન કરી રહ્યાં છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.