♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Friday, 30 June 2017
♥ સૌથી મોટો હંસ - મ્યુટ સ્વાન ♥
💟 સફેદ દૂધ જેવા હંસ જળાશયમાં રહેનારા સુંદર પક્ષી છે. હંસની ઘણી જાત જોવા મળે છે. યુરેશિયામાં સૌથી મોટા કદના હંસ જોવા મળે છે. આ હંસ અવાજ કરી શકતા નથી એટલે તેને મ્યૂટ સ્વાન કહે છે.
💟 હંસ પુરાણકાળનું પક્ષી છે. ૧૩૦૦૦ વર્ષ જૂના હંસના ફોસિલ્સ મળી આવ્યા છે.
💟 યુરેશિયાના હંસ ચારથી પાંચ ફૂટ લાંબા હોય છે. પાંખનો ઘેરાવો ૭થી ૯ ફૂટ હોય છે. આ હંસ સૌથી વજનદાર ઊડનારા પક્ષી છે. તે ૧૪ કિલો વજનના હોવા છતાં સરળતાથી ઊડી શકે છે.
💟 મ્યૂટ સ્વાન તદ્દન સફેદ હોય છે. તેની ચાંચ કેસરી રંગની હોય છે. તે જળાશયને કિનારે માટીના ઢગલામાં માળો બાંધે છે. લાંબી અને આકર્ષક વળાંકવાળી ડોકથી તે છટાદાર દેખાય છે.
💟 આ હંસ મોટે ભાગે વનસ્પતિ ખાય છે. નર અને નર અને માદા હંસ જોડી બનાવીને કાયમ સાથે રહે છે. માળાની દેખરેખમાં તે ખૂબ જ ચોકસાઇ રાખે છે. બચ્ચાં પર જોખમ ઊભું થાય તો આક્રમક બની જાય છે.
💟 બ્રિટનમાં હંસ પાળવાનો રિવાજ હતો. બ્રિટનના શાહી પરિવારમાં અનેક હંસ હતા અને તે રોયલ બર્ડ કહેવાતા. હંસ સુંદર પક્ષી હોવાથી ઘણા દેશોમાં તેનો ઉછેર થાય છે.
♥ માણસનું લોહી ♥
🌹 માણસનું લોહી લાલ રંગનું પ્રવાહી છે. તેમાં પ્લાઝમા, સફેદ કણો અને લાલ કણો હોય છે. લોહીમાં ૫૪ ટકા પ્લાઝમા છે.
🌹 પ્લાઝમા લોહીના એક ટીપાંમાં લગભગ ૩૦ કરોડ લાલકણો હોય છે. તેને કારણે તે લાલ દેખાય છે.
🌹 લોહીમાં ચેપી બેકટેરિયા સામે લડવા શ્વેત કણો હોય છે. તેનું પ્રમાણ એક ટકો જ છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં તેની ભૂમિકા મહત્ત્વની છે.
🌹 શ્વેતકણો ૯ કલાક જીવે છે ત્યાર બાદ નવા બને છે. લાલકણોનું મુખ્યકામ શરીરને ઓક્સિજન આપી કાર્બનડાયોકસાઈડ મેળવવાનું છે. લાલ કણ ૧૨૦ દિવસ જીવે છે તે શરીરને ઓક્સિજન અને શક્તિ પહોંચાડે છે.
🌹 નાશ પામેલા લાલકણોની જગ્યાએ નવા ઉમેરાતાં રહે છે. હાડકાં વચ્ચેના પોલાણમાં દર સેંકડે કરોડો નવા લાલકણો બનતા રહીને લોહીમાં ઉમેરાય છે.
🌹 લોહીમાંના શ્વેત અને રક્તકણો બરોળમાં નાશ પામે છે. બરોળ નાશ પામેલાં કણો ઉપરાંત અન્ય ઝેરી અને હાનિકારક દ્રવ્યોનો સંગ્રહ કરી પિત્તાશયમાં મોકલી નિકાલ કરે છે. લોહીમાં લાલ અને સફેદ કણ ઉપરાંત પ્લેટલેટના કણો પણ હોય છે.
Sunday, 18 June 2017
Saturday, 17 June 2017
♥ ભારત સાથે જોડાયેલા છે 7 દેશો, ક્યાંક કડક સિક્યોરિટી તો ક્યાંક નથી ચેકિંગ ♥
🌹 ભારત- ભૂટાન બોર્ડર 🌹
ભારત- ભૂટાન વચ્ચે 699 કિમીની બોર્ડર છે પરંતુ બંને વચ્ચે માત્ર એક જ એન્ટ્રી પોઈન્ટ છે. આ ભારતના વેસ્ટ બંગાળના જયગાવ અને સાઉથ વેસ્ટ ભૂટાનના ફુંટશોલિંગથી થઇને જાય છે.
🌹 ભારત- મ્યાંમાર બોર્ડર 🌹
ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિજોરમ અને મણીપુરની સાથે મ્યાંમારની સીમા જોડાયેલી છે. આ દેશોની વચ્ચે 1600 કિમી લાંબી બોર્ડર અને નોર્થ ઇસ્ટના સ્ટેટ મળે છે. બંને દેશો વચ્ચે થોડા ઇશ્યૂ હોવાછતાં બંને સારા પાડોશી છે.
🌹 ભારત- નેપાળ બોર્ડર 🌹
બંને દેશોના રિલેશન ફ્રેન્ડલી છે. ભારતે નેપાળી ભાષાને પોતાના સંવિધાનના જગ્યા આપી છે. સાથે જ એક બીજાના દેશમાં જવા વિઝાની જરૂર નથી પડતી.
🌹 ભારત-ચીન બોર્ડર 🌹
ઓફિશિયલ રીતે મેકમોહન લાઈન ભારત અને ચીનને અલગ કરે છે. આ ટ્રીટીને 1914માં બ્રિટન-તિબ્બતની વચ્ચે સાઈન કરવામાં આવ્યો હતો. જો કે ચીન આ લીગલ સ્ટેટસને નથી માનતું.
🌹 ભારત-બાંગ્લાદેશ બોર્ડર 🌹
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુનિયાની પાંચમી સૌથી મોટી બોર્ડર છે, જેની લંબાઈ 4096 કિમી છે.
🌹 ભારત-પાકિસ્તાન બોર્ડર 🌹
કાશ્મીર અને પંજાબના વાઘામાં બંને દેશોની વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ(એલઓસી) છે. આ સિવાય રાજસ્થાન અને ગુજરાતમાં પણ બોર્ડર એરિયા છે. એ જ રીતે પાક.ના સિંધ પ્રાંતની બોર્ડરને ઝિરો પોઈન્ટ કહેવામાં આવે છે. આમ બંને દેશોની ઇન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાનના ચાર અને ભારતના પાંચ રાજ્ય મળે છે.
🌹 ભારત-શ્રીલંકા બોર્ડર 🌹
ભારત અને શ્રીલંકાની વચ્ચે દુનિયાની સૌથી નાની જમીની બોર્ડર છે. એની લંબાઈ માત્ર 100 મીટર છે.
SOURCE - DIVYA BHASKAR
Friday, 16 June 2017
♥ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કેવી રીતે થાય છે ? ♥
લખાણ થોડુ લાંબુ છે પણ વાંચવા માટે ખાસ ભલામણ કરુ છું.(સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરનારા મિત્રો ખાસ વાંચે )
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ એટલે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડી ચૂક્યુ છે. આપણા વર્તમાન રાષ્ટ્રપતિ મહામહિમ પ્રણવ મુખરજીએ 25 જુલાઇ 2012થી પદ સંભાળ્યુ હતુ એટલે 24 જુલાઇ 2017ના રોજ એમનો કાર્યકાળ પુરો થાય છે. આપણા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે એ ભારતના નાગરીક તરીકે આપણે જાણી-સમજી શકીએ એ માટે અટપટ્ટી પ્રક્રિયાને સરળ ભાષામાં આપ સૌ મિત્રો સાથે શેર કરુ છું.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકોએ ચૂંટેલા ધારાસભ્યો અને સંસદસભ્યો લોકોના પ્રતિનિધી તરીકે ભાગ લે છે અને મતદાન કરે છે. આ ચૂંટણીમાં સૌ પ્રથમ ધારાસભ્યના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આ માટે જે તે રાજ્યની કૂલ વસ્તીને તે રાજ્યના ધારાસભ્યોની સંખ્યા વડે ભાગવામાં આવે છે અને ત્યાર બાદ ફરીથી તેને 1000 વડે ભાગવામાં આવે છે. (આ ગણતરી માટે 1971ની વસ્તીગણતરી મુજબની વસ્તી ધ્યાનમાં લેવાય છે. 2026 સુધી એ મુજબ જ ગણતરી થશે)
જો આપણે ગુજરાતની વાત કરીએ તો 1971માં ગુજરાતની કુલ વસ્તી 2,66,97.488 હતી એને ગુજરાતના ધારાસભ્યોની સંખ્યા 182 વડે ભાગતા 1,46,690 આવે. આ સંખ્યાને ફરીથી 1000 વડે ભાગતા 147 આવે. આમ ગુજરાતના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 147 થાય. ગુજરાતના કૂલ ધારાસભ્યોના મતોનું મૂલ્ય 182 * 147 એટલે 26,754 થાય. આવી રીતે દેશના તમામ રાજ્યોના ધારાસભ્યોના મતોનું મૂલ્ય તે રાજયની 1971ની વસ્તી અને ધારાસભ્યોની સંખ્યાના આધારે નક્કી થાય. વર્તમાન સમયે દેશના કૂલ 4120 ધારાસભ્યોના મતોનું મૂલ્ય 5,49,490 થાય છે.
ધારાસભ્યોના મતોના મૂલ્યના આધારે સંસદસભ્યોના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. લોકસભાના કુલ 545 સભ્યો છે એ પૈકી 543 ચૂંટાયેલા સભ્યો છે અને 2 એંગ્લો ઇન્ડીયન સભ્યોને રાષ્ટ્રપતિએ નોમીનેટ કરેલા હોય છે. રાજ્યસભાના સભ્યોની કૂલ સંખ્યા 245 છે જેમાં 233 સભ્યો ચૂંટાયેલા હોય છે અને 12 સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિએ કરેલી હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનનો અધિકાર માત્ર ચૂંટાયેલા સભ્યોને જ મળે એટલે લોકસભાના 543 અને રાજ્યસભાના 233 મળીને કૂલ 776 સંસદસભ્યો મતદાન કરી શકે. એમના મતોનું મૂલ્ય નક્કી કરવા માટે આખાદેશના કૂલ 4120 ધારાસભ્યોના 5,49,490 મતોને સંસદસભ્યોની સંખ્યા એટલે કે 776 વડે ભાગવામાં આવે છે. આમ કરવાથી પ્રત્યેક સંસદસભ્યના મતનું મૂલ્ય 708 થાય છે. દેશના કૂલ 776 સંસદસભ્યોના મતોનું મૂલ્ય 776 * 708 એટલે કે 5,49,408 થાય છે.
ધારાસભ્યોના મતોનુ કૂલ મૂલ્ય અને સંસદસભ્યોના મતોનું કૂલ મૂલ્ય લગભગ સરખુ જ થાય છે. જે થોડો તફાવત આવે છે એ ભાગાકાર વખતે અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવવાને કારણે આવે છે. આગામી ચૂંટણીમાં ધારાસભ્યો અને સંસદસભ્યોના મતોનું કૂલ મૂલ્ય 10,98,898 (5,49,490 + 5,49,408) છે. ભાજપ અને સાથી પક્ષો પાસે અત્યારે કૂલ 5,34,058 મતો છે અને કોંગ્રેસ તથા સાથી પક્ષો પાસે 2,54,651 મતો છે જ્યારે બાકીના મતો અન્ય પક્ષો પાસે છે. જીતવા માટે કૂલ મત પૈકી 50%થી વધુ મતો મળવા જોઇએ.
રાષ્ટ્રપતિની ચૂંટણી, આપણી સામાન્ય ચૂંટણી કરતા બીજી એક રીતે પણ જુદી પડે છે જેની બહુ ઓછા લોકોને ખબર છે. આપણી સામાન્ય ચૂંટણીમાં જેને સૌથી વધુ મત મળે એ ઉમેદવાર વિજેતા થાય જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા થવા માટે 50% કરતા વધુ મત મળવા જોઇએ. આ ગણતરી કેવી રીતે થાય છે એ ખુબ રસપ્રદ છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્ય અને સંસદસભ્ય કોઇ એક ઉમેદવારને જ પોતાનો મત આપે એવુ ના હોય. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેટલા ઉમેદવાર ઉભા હોય એ તમામ ઉમેદવારને મત આપવાનો હોય છે. તમને થશે કે એ કેવી રીતે શક્ય બને ? મત આપનાર ધારાસભ્ય કે સંસદસભ્ય રાષ્ટ્રપતિ પદના તમામ ઉમેદવારને પસંદગી ક્રમ આપે છે. જેમ કે ત્રણ વ્યક્તિ A, B અને C ચૂંટણીમાં ઉભા હોય તો તમારે ત્રણેને ક્રમ આપવાના હોય જેમ કે મારે B ને મત આપવો હોય તો એને પ્રથમ ક્રમ આપુ પછી બાકીના બે ઉમેદવારો A અને Cને મારી મરજી મુજબ બીજો અને ત્રીજો ક્રમ આપુ.
આ રીતે મતદાન થયા પછી માની લો કે કુલ મતોમાંથી A ને 40% B ને 35% અને Cને 25% મત મળ્યા તો Aને સૌથી વધુ મત મળેલા હોવા છતા વિજેતા ન ગણાય કારણકે એને 50%થી વધુ મત નથી મળ્યા. આવુ બને એટલે જેને સૌથી ઓછા મત મળ્યા હોય એનું નામ રદ કરી દેવામાં આવે અને એ ઉમેદવારના તમામ મત મતદાન કરનારાઓએ જે ઉમેદવારને બીજો ક્રમ આપ્યો હોય તે ઉમેદવારને જતા રહે. અહીંયા C ને મળેલા 25% મત હવે A અને B વચ્ચે વહેંચાય જાય. C ને જેને જેને મત આપ્યા હોય એ મત એળે ના જાય પણ હવે એ લોકોએ બીજા ક્રમ પર કોને પસંદગી આપી છે એ જોવામાં આવે અને જેટલા લોકોએ બીજા ક્રમે A ને પસંદગી આપી હોય એ બધાના માટે A ને જતા રહે અને જેટલા લોકોએ બીજા ક્રમે B ને પસંદગી આપી હોય એના મત Bને જતા રહે. આમ કરવાથી માની લો કે આ 25% મત પૈકી A ને 7% મળે અને B ને 18% મળે તો Aના કુલ મત 40 + 7 = 47% થયા અને Bના કુલ મત 35 + 18 = 53% થયા એટલે B વિજેતા ગણાશે કારણકે એને 50%થી વધુ મતો મળી ગયા. પ્રથમ ગણતરી વખતે A ને સૌથી વધુ મત મળેલા હતા આમ છતા એ હારી ગયા કારણકે એ 50%થી વધુ મત પ્રાપ્ત ન કરી શક્યા.
ખરેખર આપણા બંધારણમાં રાષ્ટ્રપતિને ચૂંટવા માટેની નક્કી કરેલી આ ચૂંટણી પ્રક્રિયા અદભૂત અને અનોખી છે.
Tuesday, 13 June 2017
Sunday, 11 June 2017
Friday, 9 June 2017
♥ સાઇકલ વિશે જાણવા જેવું ♥
👉🏻 સાઈકલ વિદ્યાર્થીઓનું પ્રિય વાહન છે. માનવઊર્જાથી ચાલતી સાઈકલ પર્યાવરણલક્ષી વાહન ગણાય છે. ઘણા દેશોમાં સાઈકલના ઉપયોગ પ્રોત્સાહન અપાય છે. સાઈકલનો ઇતિહાસ અને વિકાસ પણ રસ પડે તેવો છે.
🌟 વિશ્વની પ્રથમ સાઈકલ ઇ.સ.૧૮૧૭માં ડેરિસ નામના જર્મન કારીગરે બનાવેલી. તેને પડેલ નહોતા. તેની ઉપર બેસી પગ વડે જમીનને ધક્કો મારીને આગળ ચાલતી.
🌟 વિમાનની શોધ કરનારા રાઈટ ભાઈઓ ઓહાયોના ડેટન ગામમાં સાઇકલ રિપેરિંગનું કામ કરતા.
🌟 ઇ.સ.૧૮૪૦માં બ્રિટનના મેકમિલને 'વેલોસીપેડ' બનાવી આ સાઈકલનું આગળનું વિહલ ખૂબ જ મોટું હતું અને તેની વચ્ચે પડેલ હતા.
🌟 ઇ.સ.૧૮૯૭માં હેનરી લોસન નામના કારીગરે બે વ્હિલ વચ્ચે પેડલ અને ચેનવાળી આજની સાઈકલ બનાવી. તેને સેફટીબાઈસિક્લ કહેતા.
🌟 ઇ.સ ૧૮૮૮માં ડનલોપે રબરની શોધ કરી ત્યાં સુધી સાઈકલના પૈડા લાકડાના બનતા.
🌟 ઇ.સ.૧૮૯૦ પછી સાઈકલનો સુવર્ણકાળ આવ્યો. વિશ્વભરનું લોકપ્રિય વાહન બની.
🌟 આજે પણ વિશ્વમાં વર્ષે ૧૦ કરોડ કરતાં વધુ સાઈકલો બને છે.
🌀 સૌજન્ય 🌀
🔴 ગુજરાત સમાચાર 🔴
♥ ચિત્તા જેવી દેખાતી સર્વલ કેટ ♥
👉🏻 દેખાવે નાના વાઘ કે ચિત્તા જેવી લાગતી ખૂબ જ ચાલાક બિલાડી એટલે સર્વલ કેટ. આ કેટનું બીજું નામ સ્મોલ લેપર્ડ તરીકે પણ ઓળખાય છે. અલબત્ત તે પોતાના શિકાર બાબતે ચિત્તા જેવો જ મિજાજ ધરાવે છે.
👉🏻 આફ્રિકન સર્વલ બિલાડી એ બિલાડીની પ્રજાતિની છે, જે લાંબું શરીર અને મોટા કાન ધરાવે છે. આ બિલાડી મૂળ આફ્રિકાની છે. આ ઉપરાંત, તે સહરાના રણ તથા રેનફોરેસ્ટ તથા ઓકના જંગલોમાં પણ વસવાટ કરે છે.
👉🏻 સર્વલ બિલાડી સામાન્ય બિલાડીઓ કરતાં એકદમ અલગ દેખાવ ધરાવે છે. તેની ઊંચાઈ ૧૮ થી ૨૪ ઈંચ અને વજન લગભગ ૮ થી ૨૦ કિલોગ્રામ હોય છે.
👉🏻 આફ્રિકન સર્વલ કેટના પગ લાંબા અને મજબૂત હોય છે. તેનું માથું સાંકડું અને સહેજ ખૂણા નીકળેલું તેમજ તેના કાન સામાન્ય બિલાડીઓ કરતાં મોટા હોય છે. તેના શરીર પર લાલાશ પડતાં ટપકાં અને પટ્ટા હોય છે જે સર્વલાઈન્સ તરીકે ઓળખાય છે.
👉🏻 સર્વલ કેટ સામાન્ય રીતે વર્ષમાં બે વાર બચ્ચાંને જન્મ આપે છે. સામાન્ય રીતે તે એકથી ચાર બચ્ચાંને એક ગુફામાં જન્મ આપે છે, પછી ગુફાને પાંદડાંથી ઢાંકી દઈ બચ્ચાંને છુપાવે છે. બચ્ચાંને અનેક મહિનાથી લઈને વર્ષ સુધી માતા ભોજન કરાવે છે.
👉🏻 સર્વલ કેટ મોટા ભાગે જંગલી બિલાડી હોવાને લીધે નાનાં પ્રાણીઓનો શિકાર કરે છે. તે મોટા ભાગે પક્ષીઓનો શિકાર કરે છે. કેટલીક બિલાડીઓ દેડકા તેમજ અળસિયાં પણ ખાય છે, જયારે ઘણીવાર તે તીતીઘોડો અને કેટલાક છોડ પણ ખાય છે.
👉🏻 આફ્રિકન સર્વલ કેટને પાળી શકાય છે.
👉🏻 મોટા ભાગની આફ્રિકન સર્વલ કેટ પોતાનો વિસ્તાર નક્કી કરીને રહે છે. નક્કી કરેલા વિસ્તારની બહાર ભાગ્યે જ તે જોવા મળતી હોય છે.
👉🏻 પાળેલી આફ્રિકન સર્વલ કેટ કુદરતી રીતે જ સક્રિય છે અને પોતાની જાતે રમ્યા કરે છે.
Thursday, 8 June 2017
♥ કયા પ્રાણીના મગજનું વજન શરીરના હિસાબે કેટલું? ♥
👉🏻 આપણા શરીરના હિસાબે અન્ય પ્રાણીઓના મગજ તપાસીએ તો સૌથી વજનદાર પ્રાણી વ્હેલ હોય છે.
🔮 સ્પર્મ વ્હેલનું વજન સરેરાશ ૪૫૦૦૦ કિલોગ્રામ હોય છે. એનું મગજ ૭ કિલોગ્રામ હોય છે. આટલું મોટું મગજ કોઈ પ્રાણીનું નથી હોતું. પરંતુ શરીરના વજનના હિસાબે ગણો તો આ મગજ સાવ નાનું રાઈના દાણા જેવું કહેવાય.
🔮 શરીરના વજનમાં ગણીએ તો બ્લ્યુ વ્હેલનું વજન સૌથી વધારે હોય છે. આ વ્હેલ ૧,૫૦,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવે છે. એનું મગજ ૫ કિલોનું હોય છે.
🔮 ધરતી ઉપરનું સૌથી વજનદાર પ્રાણી હાથી છે. હાથીનું સરેરાશ વજન ૫,૪૦૦ કિલોગ્રામ હોય છે અને એનું મગજ આશરે ૫ કિલો જેટલું હોય છે. આ રીતે શરીરના હિસાબે મગજની સાઈઝ તપાસીએ તો વ્હેલ કરતાં હાથીનું મગજ મોટું હોય છે.
🔮 પર્વતીય ગોરિલ્લાનું સરેરાશ વજન ૨૦૦ કિલોગ્રામ હોય છે. ગોરિલ્લા માણસો પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. એનું વજન ૪૩૦ ગ્રામનું હોય છે. સામાન્ય વાંદરાનું વજન જાતિ પ્રમાણે વધતું ઓછું હોય છે, પરંતુ સરેરાશ ગણીએ તો ૧૦-૧૨ કિલોની આવે. એમના મગજનું વજન માત્ર ૨૨ ગ્રામ હોય છે.
🔮 ગોરિલ્લા પછી માણસની હરોળનું મગજ ચિમ્પાન્ઝીનું હોય છે. એમનું સરેરાશ વજન ૬૦ કિલો હોય છે. માણસોનું પણ સરેરાશ વજન ૬૦-૬૫ કિલો જ ગણવામાં આવે છે. અને એમનું મગજ ૩૫૦ ગ્રામનું હોય છે. વિજ્ઞાાનીઓ કહે છે કે આપણે બે પગે ચાલતાં શીખ્યા અને માનવ બન્યા એ પહેલાં આપણા મગજનું વજન પણ ૩૫૦ ગ્રામ જ હતું.
🔮 વોલરસ નામનું પ્રાણી નેશનલ જ્યોગ્રાફિક ચેનલ ઉપર જરૂર જોયું હશે. મોટી મૂછો જેવા વાળ ધરાવતા મોંમાંથી બે હાથીના દંતશૂળ જેવા દાંત નીકળ્યા હોય એવા આ જળચર પ્રાણીનું વજન સરેરાશ ૧૦૦૦ કિલો હોય છે. એના મગજનું વજન ૧.૧ કિલોગ્રામ હોય છે. આ પ્રાણીની ખૂબી એ છે કે તે ઊંઘતું હોય તો પણ એનું અડધું મગજ કામ કરતું જ રહે છે.
🔮 ડોલ્ફિન માછલીનું વજન એની જાત પ્રમાણે ૮૦ કિલોથી ૫૦૦૦ કિલોગ્રામ સુધી હોય છે. સરેરાશ ગણીએ તો ૨૪૦૦ કિલોગ્રામ વજન થાય. ડોલ્ફિન માછલીનું મગજ ૨ કિલોગ્રામનું એટલે કે આપણા કરતાં મોટું હોય છે. જોકે એના વજનના હિસાબે ગણીએ તો શરીરના વજન કરતાં ૧૨૦૦ ગણું નાનું મગજ કહેવાય. છતાં ડોલ્ફિન માછલી બીજી બધી માછલીઓમાં સૌથી બુદ્ધિશાળી ગણાય છે.
🔮 બિલાડીનું સરેરાશ વજન ૪ કિલોગ્રામ હોય છે. એના મગજનું વજન ૩૦ ગ્રામ હોય છે.
🔮 કૂતરાનું વજન સરેરાશ ૫૦ કિલોગ્રામ હોય છે અને તેના મગજનું વજન ૭૦ ગ્રામ હોય છે.
🔮 ઉંદરનું શરીર માત્ર ૪૦ ગ્રામ હોય છે અને તેનું મગજ માત્ર બે ગ્રામનું હોય છે.
♥ કિંગ ઓફ કોઇન્સ ♥
🌟 તે ખૂબ પૈસાદાર છે, એવું કોઇ માટે કહીએ ત્યારે તે વ્યક્તિ પાસે અઢળક રૂપિયા હશે તેવી વાત મગજમાં આવે, જોકે અહીં આ જ વાત થોડી અલગ રીતે કહેવી પડે તેમ છે, કારણ કે મનિષ ધામેજા નામનો ભારતીય પૈસાદાર છે, પણ તેની પાસે સિક્કાઓ વધુ છે.
🌟 વધારે વાતને ન ગુચવતા અહીં લખવું રહ્યું કે ખેરીમાં રહેતો મનીશ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે, તેને નાનપણથી જ સિક્કા ભેગા કરવાનો શોખ હતો, તેથી તેણે નાનપણથી જ સિક્કા ભેગા કરવાની શરૂઆત કરી.
🌟 તેનું સિક્કાનું કલેક્શન જોઇને એકવાર તેના મિત્રએ તેને સજેશન આપ્યું હતું કે માત્ર ભારતનાં જ નહીં દેશ-વિદેશના સિક્કા ભેગા કરી, કયા સિક્કા શેના બન્યા છે, કયા સમયના છે, અને કયા સમયગાળા દરમિયાન તેને વાપરવામાં લેવાતા હતાં તે બધો જ રેકોર્ડ બનાવ.
🌟 પોતાના મિત્રની આ વાર મનિષને ખૂબ ગમી અને તેણે પોતાની પાસે રહેલા સિક્કાઓની વિગત નોંધવાની પણ શરૂઆત કરી. એટલું જ નહિ, મનિષના સગાં સંબંધીઓમાંથી પણ કોઇ દેશ-વિદેશ ફરવા ગયું હોય તેમની પાસે મનિષ અચૂક ત્યાંના પૈસાના સિક્કા મંગાવવાનું ભૂલે નહિ, પરિણામે મનિષ પાસે અઢળક પૈસાના સિક્કાનો સ્ટોક તેની દરેકે દરેક વિગત સાથે થવા લાગ્યો.
🌟 તે જણાવે છે કે તેની પાસે દરેક ધાતુના બનેલા સિક્કા અને તેની વિગતો ઉપલબ્ધ છે. તેની પાસે સોળમી સદીમાં વપરાતા સિક્કા પણ હાજર છે.
🌟 આમ મનિષ ધામેજાને તેના પૈસાના સિક્કના સૌથી વધારે કલેક્શન માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ચૂક્યું છે. અને તે હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પેજ ઉપર કિંગ ઓફ કોઇન્સ તરીકે ઓળખાય છે.
🌟 મનિષ હાલ સિક્કા ઉપર જ પીએચડી કરી રહ્યો છે અને તેની પાસે અલગ-અલગ ૯ ડિગ્રી ઉપલબ્ધ છે.
♥ પૂર્વ એશિયા અને યુરોપનું સુંદર પક્ષી : હૂપો ♥
🔴 યુરોપ, પૂર્વ એશિયા અને આફ્રિકામાં જોવા મળતું હૂપો માથે રંગીન કલગીવાળું સુંદર પક્ષી છે.
🔴 લગભગ એક ફૂટ લાંબુ અને બે ફૂટ પાંખનો ઘેરાવો ધરાવતુ આ પક્ષી જંગલ તેમજ વસતીમાં પણ જોવા મળે છે. દેખાવમાં સુંદર પરંતુ તેને ગંદકી હોય ત્યાં જ ગમે છે.
🔴 તે છાણ અને ઉકરડામાંથી નાના જીવડાં ખાય છે. હૂપોની વાંકી ચાંચ અને કલગી વિશેષતા છે.
🔴 તેના દેખાવને કારણે તેની આસપાસ અનેક દંતકથાઓ પ્રચલિત છે.
🔴 તે જૂના મકાનોમાં દીવાલના બાકોરા ઉપરાંત ઉધઇના રાફડામાં માળા બાંધે છે. તેનો માળો દુર્ગંધ મારતો હોય છે. તે ભૂરા રંગના ઇંડા મૂકે છે.
🔴 દુર્ગંધથી અન્ય જીવડાંઓ તેની તરફ આકર્ષાય છે અને હુપોને તૈયાર ભોજન મળી રહે છે.
🔴 પ્રાચીન ઈજિપ્તમાં આ પક્ષી પાળવામાં આવતું. ઘણા મમીમાં દીવાલ પર આ પક્ષીના ચિત્રો જોવા મળે છે. ઘણી ગ્રીક દંતકથાઓમાં પણ આ પક્ષીનું વર્ણન છે.
🔴 હૂપોના પગ તેની વિશેષતા છે. દરેક પક્ષીની જેમ આગળ ત્રણ અને પાછળ એક અંગુઠો એમ ચાર આંગળીના પગ વજનમાં હળવા અને પાતળા હોય છે. પગની નીચેની ગાદી તેને ગમે તેવી જમીન પર ચાલવામાં ઉપયોગી થાય છે. એટલે જ તે આફ્રિકાથી યુરોપ સુધીના દેશોમાં જોવા મળે છે.
🔴 મોરની જેમ તેના પગના આગળના આંગળામાં નહોર હોય છે. તેથી તે જમીન વગેરે ખોતરીને ખોરાક મેળવી શકે છે.
♥ હાથી ♥
🌀 હાથી એક જ એવું પ્રાણી છે કે જેનું નાક લાંબી સૂંઢ આકારનું હોય. સૂંઢનો તે હાથ જેવો ઉપયોગ કરી શકે છે.
🌀 હાથીની સૂંઢમાં ૫૦ હજાર કરતાંય વધુ સ્નાયુ હોય છે.
🌀 તે સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉપાડી લે છે.
🌀 હાથી એશિયન અને આફ્રિકન એમ બે પ્રકારના હોય છે. આફ્રિકન હાથીના દંતશૂળ અને કાન મોટા હોય છે.
🌀 હાથીને દરરોજ લગભગ ૧૦૦ લીટર પાણી અને ૨૦૦ કિલોગ્રામ ખોરાક જોઇએ.
🌀 ખાવા-પીવા માટે તે સૂંઢનો ઉપયોગ કરે છે. ખોરાક કે વનસ્પતિ સૂંઢ વડે ઊંચકીને મોંમાં મૂકે છે. સૂંઢમાં પાણી ભરીને મોંમાં ઠાલવે છે.
🌀 તેની સૂંઢમાં પાંચ લીટર પાણી સમાય છે.
🌀 હાથીના પગના તળિયા સંવેદનશીલ હોય છે. દૂર સુધી થતા અવાજના મોજાને પગના તળિયા દ્વારા પારખી શકે છે.
🌀 હાથી છ કિલોમીટરની ઝડપે ચાલે છે. તે કૂદકા મારી શકતો નથી.
🌀 કદાવર હોવા છતાં પાણીમાં તરી શકે છે.
🌀 હાથીની ચામડી લગભગ એક ઈંચ જાડી હોય છે છતાં માખી કે મચ્છર બેસે તો પણ તેને ખબર પડી જાય તેટલી સંવેદનશીલ હોય છે.
🌀 હાથીની આંખો નાની અને દૃષ્ટિ નબળી હોય છે.
🌀 હાથીના કાન સાંભળવાનું કામ ઉપરાંત શરીરના તાપમાન જાળવવાની કામ કરે છે. સતત કાન હલાવીને તે શરીરની ગરમીને બહાર કાઢે છે.
🌀 પ્રાણીઓમાં હાથીનું મગજ સૌથી મોટું હોય છે. તેની યાદશક્તિ સારી હોય છે તેને પાળીને તાલીમ આપી શકાય છે.
🌀 જંગલી હાથી વડીલ હાથીની આગેવાનીમાં ટોળામાં રહે છે. તે ૭૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે.
♥ એન્જિનિયરિંગની અજાયબી : ફોનિક્સ ફૂટબોલ સ્ટેડિયમ ♥
👉🏻 આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગની મદદથી વિશ્વમાં ઘણી અજાયબ ઇમારતો, પૂલો, ટનલો અને ટાવર્સ બન્યાં છે. તેમાં કેટલાક સ્ટેડિયમ પણ અજાયબ છે. ફૂટબોલ વિશાળ મેદાનમાં ખુલ્લામાં રમાતી ગેમ છે. પરંતુ અમેરિકાના એરિઝોનમાં આવેલું ફૂટબોલ સ્ટેડિયમ નવાઈ ઉપજાવે તેવું છે.
🌷 સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્ટેડિયમ ઇન્ડોર છે. પણ જરૂર પડે ત્યારે સરકાવીને બહાર લાવી શકાય છે. ગ્રાઉન્ડમાં લીલું ઘાસ પણ ખરૂ. આ ઘાસને સૂર્યપ્રકાશ આપવા માટે જ બહાર લાવવામાં આવે છે.
🌷 ફોનિક્સ ફૂટબોલ ગ્રાઉન્ડમાં ૭૮૦૦ પ્રેક્ષકોની ક્ષમતા છે. ૨૦૦૬માં તે ખુલ્લુ મૂકાયેલું. ફૂટબોલની ગેમ માટે વિશ્વની આ સૌથી મોટી સુવિધા ગણાય છે તેનું આખું નામ યુનિવર્સિટી ઓફ ફોનિક્સ સ્ટેડિયમ છે.
🌷 સ્ટેડિયમ ઉપર જાડા કાપડની છત છે. આ છત જરૂર પડે તો માત્ર ૧૨ મિનિટમાં ખસીને છાપરૂ ખુલ્લું થઈ જાય.
🌷 સ્ટેડિયમ કુલ ૧૭ લાખ ચોરસફૂટ જગ્યા રોકે છે. તેમાં ૧૦ લિફટ ૧૮ એસ્કેલેટર્સ અને બે વિડિયો સ્કોરબોર્ડ છે.
🌷 સ્ટેડિયમમાં ૮૦૦ ટનનો એરકંડિશનિંગ પ્લાન્ટ છે.
🌷 ફોનિક્સ સ્ટેડિયમના દરવાજે ૬૦ ફૂટનો લોગો મૂકાયો છે.
આકાશમાં પસાર થતા વિમાનના પ્રવાસીઓને પણ આ લોગો નજરે પડે છે.
🌷 સ્ટેડિયમનું સરકતું ઘાસનું મેદાન ૨૩૪ ફૂટ પહોળુ, ૪૦૩ ફૂટ લાંબું અને ૩૯ ઇંચ જાડું છે. તેનું વજન ૮૫ લાખ કિલોગ્રામ છે.
🌷 આખું મેદાન ૭૨ પૈડા ઉપર રહેલું છે. તે એક મિનિટમાં ૧૧ ફૂટની ઝડપથી ખસીને બહાર આવી શકે છે.
♥ મોબાઈલ ફોનનું અવનવું ♥
📱 સ્માર્ટફોનની રચના વિવિધ બે લાખ કરતાંય વધુ શોધખોળોના સમન્વયથી થઇ છે.
📱 મોબાઈલ ફોન સૌથી વધુ વેચાતું અને ઉપયોગમાં લેવાતું ઇલેકટ્રોનિક સાધન છે.
📱 જાપાનમાં ૯૦ ટકા ફોન વોટરપ્રૂફ હોય છે. ત્યાંના લોકો બાથરૃમમાંય મોબાઈલનો ઉપયોગ કરે છે.
📱 મોબાઈલ ફોન ઉપર સૌથી વધુ બેકટેરિયા હોય છે.
📱 મોબાઈલ ફોનનો ટ્રાફિક વેબટ્રાફિકનો ૨૭ ટકા ભાગ રોકે છે.
📱 આધુનિક મોબાઈલ ફોન નાસાએ ચંદ્ર ઉપર મોકલેલા પ્રથમ એપોલો યાનના કમ્પ્યુટર કરતાં વધુ ક્ષમતા ધરાવે છે.
📱 મોબાઈલ ફોન ગુમ થાય કે બગડી જાય તો લોકોને ગુસ્સો અને રોષ ચડે છે. આ સ્થિતિને 'નોમોફોબિયા' કહે છે.
♥ ઉર્જાના એકમ જૂલનો શોધક : જેમ્સ પ્રિસ્કોટ જૂલ ♥
👉🏻 કોઈપણ પદાર્થ કે ચીજવસ્તુને ખસેડવા, ગતિમાન કરવા કે સ્વરૃપ બદલવા માટે શક્તિ જોઈએ. ક્યા ઉપયોગ માટે કેટલી શક્તિ વપરાય તેના વિજ્ઞાનીઓએ એકમો શોધ્યા છે.
👉🏻 આપણા શરીરની શક્તિ કેલરીમાં મપાય, યંત્રોની શક્તિ હોર્સ પાવરમાં ગણાય. વીજપ્રવાહ કે ગતિમાન વસ્તુ કેટલી ગરમી પેદા કરે છે તેનો એકમ જૂલ છે.
👉🏻 સામાન્ય રીતે વીજળીની શક્તિ માપવા જૂલનું પ્રમાણ વપરાય છે.
👉🏻 જેમ્સ જૂલ નામના વિજ્ઞાનીએ કામ અને ઊર્જાના સંબંધોનાં સંશોધનો કરી આ એકમ નક્કી કરેલો. આપણા રોજીંદા જીવનમાં કે વ્યવહારમાં તેનો વધુ ઉપયોગ નથી પરંતુ વિજ્ઞાનીઓ માટે જૂલની ગણતરી મહત્ત્વની છે.
👉🏻 જેમ્સ પ્રિસ્કોટ જૂલનો જન્મ ઇ.સ.૧૮૧૮ના ડિસેમ્બરની ૨૪ તારીખે બ્રિટનના લેન્કેશાયરમાં થયો હતો.
👉🏻 શ્રીમંત પરિવારમાં જન્મેલા જૂલનું પ્રાથમિક શિક્ષણ સેલ્ફોર્ડમાં થયું હતું ત્યાર બાદ તેને માંન્ચેસ્ટરમાં જાણીતા વિજ્ઞાની ડાલ્ટન પાસે ઉચ્ચ અભ્યાસ કરવા મોકલાયો.
👉🏻 જૂલને બાળપણથી જ વીજળીના પ્રયોગોમાં રસ હતો. મોટા થઈને તેણે પોતાનો વ્યવસાય સંભાળ્યો પણ સાથે વિજ્ઞાનનો શોખ હોવાથી સંશોધનો પણ ચાલુ રાખ્યા.
👉🏻 ઇ.સ.૧૮૪૦માં જૂલે પોતાના કારખાનામાં એક પાઉન્ડ કોલસા બાળવાથી જેટલી શક્તિ મળે તેનાથી પાંચગણી શક્તિ એક પાઉન્ડ જસતના સેલમાંથી મળી શકે તેવું શોધી કાઢયું. આ માટે તેણે કામમાં વપરાતી શક્તિનો એકમ નક્કી કર્યો. એક પાઉન્ડ વજનને એક ફૂટ ઊંચકવા માટે વપરાતી શક્તિને તેણે 'ઇકોનોમિક ડયૂટી' નામ આપ્યું. આ માપને હવે જૂલ કહે છે.
👉🏻 જૂલ થર્મોડાયનેમિક્સનો પ્રણેતા ગણાય છે.
👉🏻 ઇ.સ.૧૮૮૯ના ઓકટોમ્બરની ૧૧ તારીખે તેનું અવસાન થયેલું.
♥ ક્ષિતિજમાં હોય ત્યારે ચંદ્ર મોટો કેમ દેખાય છે ? ♥
પૂનમનો પૂર્ણ ગોળાકાર ચંદ્ર તમે જોયો હશે. આ ચંદ્ર આકાશમાં માથા પર હોય ત્યારે નાનો પરંતુ ક્ષિતિજમાં ઊગે કે આથમે ત્યારે મોટો દેખાય છે. પહેલી દૃષ્ટિએ એવું લાગે કે ક્ષિતિજમાં હોય ત્યારે ચંદ્ર પૃથ્વીની નજીક આવતો હશે એટલે મોટો દેખાય. પરંતુ વાત સાવ જૂદી છે. ચંદ્રનું નાના મોટા દેખાવું એ આપણો દૃષ્ટિભ્રમ છે. આપણું મગજ દરેક વસ્તુના કદની કલ્પના આસપાસની વસ્તુના આધારે કરે છે.
ડાયનોસોરના ચિત્રમાં બાજુમાં માણસનું ચિત્ર હોય તોજ ડાયનોસોરના કદનો ખ્યાલ આવે. ચંદ્ર ક્ષિતિજમાં હોય ત્યારે ચંદ્રની સાથે સાથે મકાનો અને વૃક્ષો પણ દેખાતાં હોય છે. આપણું મગજ તેની સરખામણી કરીને કદની નોંધ લે છે. એટલે કે મોટા દેખાય છે. આકાશમાં માથા ઉપર એકલો ચંદ્ર હોય એટલે તેનું અસલ કદ જ દેખાય છે.
♥ સાપ ♥
🌸 સાપ ભયજનક સરિસૃપ છે પરંતુ સાથે સાથે વિશ્વની દરેક સંસ્કૃતિમાં તેને દેવ જેવું સન્માન પણ અપાયું છે. સાપ એ પેટે ચાલનારું ઠંડા લોહીવાળું પ્રાણી છે.
🌸 પૃથ્વી પર પગવાળી ગરોળીમાંથી એક કરોડ વર્ષ પહેલા સાપની ઉત્ક્રાંતિ થઇ. ત્યારથી પૃથ્વી પર હજારો પ્રકારના સાપ જોવા મળે છે.
🌸 સાપ લાંબા શરીરવાળુ ટૂંકી પૂંછડીવાળું સરિસૃપ છે. સાપની આંખ ઉપર પોપચાં હોતા નથી.
🌸 સાપની સાંભળવાની શક્તિ ઓછી હોય છે. એટલે દૃષ્ટિ અને ગંધ પારખવાની શક્તિ વધુ હોય છે. બે ફાંટાવાળા લાંબી જીભ ઉપર રહેલા કોશો દ્વારા તે હવામાંથી ગંધ મેળવે છે.
🌸 સાપ પેટ દ્વારા જમીનના સ્પંદનો ઓળખી શકે છે. કેટલાંક સાપના પેટ ઉપર એવા કોશો હોય છે કે દૂર રહેલા અન્ય સજીવના શરીરમાંથી નીકળતા ઈન્ફ્રારેડ કિરણો કે રેડિયેશનને પારખી શકે છે.
🌸 શરીર ઉપર ભેજનો સંગ્રહ કરવા અને સપાટી પર પક્કડ જમાવવા સાપના શરીર પર સખત ભિંગડા હોય છે. સાપ સમયાંતરે ચામડીનું આવરણ ઉતારે છે અને તેને સ્થાને નવું આવે છે. તેને કાંચળી ઉતારવી કહે છે.
🌸 સાપના બંને જડબા એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. નીચલું જડબું વધુ સ્થિતિસ્થાપક હોય છે તે ઉંદર જેવા મોટા પ્રાણીઓને પણ આખા ગળી જાય છે.
🌸 સાપને પગ નથી પરંતુ પેટ ઘસડીને સરકવાની અદ્ભૂત શક્તિ છે. સાપના લાંબા શરીરમાં ફેફસા, પેટ, હૃદય, આંતરડા અને લીવર જેવા અવયવો કતારબંધ ગોઠવાયેલા હોય છે.
Subscribe to:
Posts (Atom)