👉🏻 આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગની મદદથી વિશ્વમાં ઘણી અજાયબ ઇમારતો, પૂલો, ટનલો અને ટાવર્સ બન્યાં છે. તેમાં કેટલાક સ્ટેડિયમ પણ અજાયબ છે. ફૂટબોલ વિશાળ મેદાનમાં ખુલ્લામાં રમાતી ગેમ છે. પરંતુ અમેરિકાના એરિઝોનમાં આવેલું ફૂટબોલ સ્ટેડિયમ નવાઈ ઉપજાવે તેવું છે.
🌷 સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્ટેડિયમ ઇન્ડોર છે. પણ જરૂર પડે ત્યારે સરકાવીને બહાર લાવી શકાય છે. ગ્રાઉન્ડમાં લીલું ઘાસ પણ ખરૂ. આ ઘાસને સૂર્યપ્રકાશ આપવા માટે જ બહાર લાવવામાં આવે છે.
🌷 ફોનિક્સ ફૂટબોલ ગ્રાઉન્ડમાં ૭૮૦૦ પ્રેક્ષકોની ક્ષમતા છે. ૨૦૦૬માં તે ખુલ્લુ મૂકાયેલું. ફૂટબોલની ગેમ માટે વિશ્વની આ સૌથી મોટી સુવિધા ગણાય છે તેનું આખું નામ યુનિવર્સિટી ઓફ ફોનિક્સ સ્ટેડિયમ છે.
🌷 સ્ટેડિયમ ઉપર જાડા કાપડની છત છે. આ છત જરૂર પડે તો માત્ર ૧૨ મિનિટમાં ખસીને છાપરૂ ખુલ્લું થઈ જાય.
🌷 સ્ટેડિયમ કુલ ૧૭ લાખ ચોરસફૂટ જગ્યા રોકે છે. તેમાં ૧૦ લિફટ ૧૮ એસ્કેલેટર્સ અને બે વિડિયો સ્કોરબોર્ડ છે.
🌷 સ્ટેડિયમમાં ૮૦૦ ટનનો એરકંડિશનિંગ પ્લાન્ટ છે.
🌷 ફોનિક્સ સ્ટેડિયમના દરવાજે ૬૦ ફૂટનો લોગો મૂકાયો છે.
આકાશમાં પસાર થતા વિમાનના પ્રવાસીઓને પણ આ લોગો નજરે પડે છે.
🌷 સ્ટેડિયમનું સરકતું ઘાસનું મેદાન ૨૩૪ ફૂટ પહોળુ, ૪૦૩ ફૂટ લાંબું અને ૩૯ ઇંચ જાડું છે. તેનું વજન ૮૫ લાખ કિલોગ્રામ છે.
🌷 આખું મેદાન ૭૨ પૈડા ઉપર રહેલું છે. તે એક મિનિટમાં ૧૧ ફૂટની ઝડપથી ખસીને બહાર આવી શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.