🌀 હાથી એક જ એવું પ્રાણી છે કે જેનું નાક લાંબી સૂંઢ આકારનું હોય. સૂંઢનો તે હાથ જેવો ઉપયોગ કરી શકે છે.
🌀 હાથીની સૂંઢમાં ૫૦ હજાર કરતાંય વધુ સ્નાયુ હોય છે.
🌀 તે સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉપાડી લે છે.
🌀 હાથી એશિયન અને આફ્રિકન એમ બે પ્રકારના હોય છે. આફ્રિકન હાથીના દંતશૂળ અને કાન મોટા હોય છે.
🌀 હાથીને દરરોજ લગભગ ૧૦૦ લીટર પાણી અને ૨૦૦ કિલોગ્રામ ખોરાક જોઇએ.
🌀 ખાવા-પીવા માટે તે સૂંઢનો ઉપયોગ કરે છે. ખોરાક કે વનસ્પતિ સૂંઢ વડે ઊંચકીને મોંમાં મૂકે છે. સૂંઢમાં પાણી ભરીને મોંમાં ઠાલવે છે.
🌀 તેની સૂંઢમાં પાંચ લીટર પાણી સમાય છે.
🌀 હાથીના પગના તળિયા સંવેદનશીલ હોય છે. દૂર સુધી થતા અવાજના મોજાને પગના તળિયા દ્વારા પારખી શકે છે.
🌀 હાથી છ કિલોમીટરની ઝડપે ચાલે છે. તે કૂદકા મારી શકતો નથી.
🌀 કદાવર હોવા છતાં પાણીમાં તરી શકે છે.
🌀 હાથીની ચામડી લગભગ એક ઈંચ જાડી હોય છે છતાં માખી કે મચ્છર બેસે તો પણ તેને ખબર પડી જાય તેટલી સંવેદનશીલ હોય છે.
🌀 હાથીની આંખો નાની અને દૃષ્ટિ નબળી હોય છે.
🌀 હાથીના કાન સાંભળવાનું કામ ઉપરાંત શરીરના તાપમાન જાળવવાની કામ કરે છે. સતત કાન હલાવીને તે શરીરની ગરમીને બહાર કાઢે છે.
🌀 પ્રાણીઓમાં હાથીનું મગજ સૌથી મોટું હોય છે. તેની યાદશક્તિ સારી હોય છે તેને પાળીને તાલીમ આપી શકાય છે.
🌀 જંગલી હાથી વડીલ હાથીની આગેવાનીમાં ટોળામાં રહે છે. તે ૭૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.