આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 8 June 2017

♥ પૂર્વ એશિયા અને યુરોપનું સુંદર પક્ષી : હૂપો ♥



🔴 યુરોપ, પૂર્વ એશિયા અને આફ્રિકામાં જોવા મળતું હૂપો માથે રંગીન કલગીવાળું સુંદર પક્ષી છે.

🔴 લગભગ એક ફૂટ લાંબુ અને બે ફૂટ પાંખનો ઘેરાવો ધરાવતુ આ પક્ષી જંગલ તેમજ વસતીમાં પણ જોવા મળે છે. દેખાવમાં સુંદર પરંતુ તેને ગંદકી હોય ત્યાં જ ગમે છે.

🔴 તે છાણ અને ઉકરડામાંથી નાના જીવડાં ખાય છે. હૂપોની વાંકી ચાંચ અને કલગી વિશેષતા છે.
🔴 તેના દેખાવને કારણે તેની આસપાસ અનેક દંતકથાઓ પ્રચલિત છે.

🔴 તે જૂના મકાનોમાં દીવાલના બાકોરા ઉપરાંત ઉધઇના રાફડામાં માળા બાંધે છે. તેનો માળો દુર્ગંધ મારતો હોય છે. તે ભૂરા રંગના ઇંડા મૂકે છે.

🔴 દુર્ગંધથી અન્ય જીવડાંઓ તેની તરફ આકર્ષાય છે અને હુપોને તૈયાર ભોજન મળી રહે છે.

🔴 પ્રાચીન ઈજિપ્તમાં આ પક્ષી પાળવામાં આવતું. ઘણા મમીમાં દીવાલ પર આ પક્ષીના ચિત્રો જોવા મળે છે. ઘણી ગ્રીક દંતકથાઓમાં પણ આ પક્ષીનું વર્ણન છે.

🔴 હૂપોના પગ તેની વિશેષતા છે. દરેક પક્ષીની જેમ આગળ ત્રણ અને પાછળ એક અંગુઠો એમ ચાર આંગળીના પગ વજનમાં હળવા અને પાતળા હોય છે. પગની નીચેની ગાદી તેને ગમે તેવી જમીન પર ચાલવામાં ઉપયોગી થાય છે. એટલે જ તે આફ્રિકાથી યુરોપ સુધીના દેશોમાં જોવા મળે છે.

🔴 મોરની જેમ તેના પગના આગળના આંગળામાં નહોર હોય છે. તેથી તે જમીન વગેરે ખોતરીને ખોરાક મેળવી શકે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.