💟 સફેદ દૂધ જેવા હંસ જળાશયમાં રહેનારા સુંદર પક્ષી છે. હંસની ઘણી જાત જોવા મળે છે. યુરેશિયામાં સૌથી મોટા કદના હંસ જોવા મળે છે. આ હંસ અવાજ કરી શકતા નથી એટલે તેને મ્યૂટ સ્વાન કહે છે.
💟 હંસ પુરાણકાળનું પક્ષી છે. ૧૩૦૦૦ વર્ષ જૂના હંસના ફોસિલ્સ મળી આવ્યા છે.
💟 યુરેશિયાના હંસ ચારથી પાંચ ફૂટ લાંબા હોય છે. પાંખનો ઘેરાવો ૭થી ૯ ફૂટ હોય છે. આ હંસ સૌથી વજનદાર ઊડનારા પક્ષી છે. તે ૧૪ કિલો વજનના હોવા છતાં સરળતાથી ઊડી શકે છે.
💟 મ્યૂટ સ્વાન તદ્દન સફેદ હોય છે. તેની ચાંચ કેસરી રંગની હોય છે. તે જળાશયને કિનારે માટીના ઢગલામાં માળો બાંધે છે. લાંબી અને આકર્ષક વળાંકવાળી ડોકથી તે છટાદાર દેખાય છે.
💟 આ હંસ મોટે ભાગે વનસ્પતિ ખાય છે. નર અને નર અને માદા હંસ જોડી બનાવીને કાયમ સાથે રહે છે. માળાની દેખરેખમાં તે ખૂબ જ ચોકસાઇ રાખે છે. બચ્ચાં પર જોખમ ઊભું થાય તો આક્રમક બની જાય છે.
💟 બ્રિટનમાં હંસ પાળવાનો રિવાજ હતો. બ્રિટનના શાહી પરિવારમાં અનેક હંસ હતા અને તે રોયલ બર્ડ કહેવાતા. હંસ સુંદર પક્ષી હોવાથી ઘણા દેશોમાં તેનો ઉછેર થાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.