પૂનમનો પૂર્ણ ગોળાકાર ચંદ્ર તમે જોયો હશે. આ ચંદ્ર આકાશમાં માથા પર હોય ત્યારે નાનો પરંતુ ક્ષિતિજમાં ઊગે કે આથમે ત્યારે મોટો દેખાય છે. પહેલી દૃષ્ટિએ એવું લાગે કે ક્ષિતિજમાં હોય ત્યારે ચંદ્ર પૃથ્વીની નજીક આવતો હશે એટલે મોટો દેખાય. પરંતુ વાત સાવ જૂદી છે. ચંદ્રનું નાના મોટા દેખાવું એ આપણો દૃષ્ટિભ્રમ છે. આપણું મગજ દરેક વસ્તુના કદની કલ્પના આસપાસની વસ્તુના આધારે કરે છે.
ડાયનોસોરના ચિત્રમાં બાજુમાં માણસનું ચિત્ર હોય તોજ ડાયનોસોરના કદનો ખ્યાલ આવે. ચંદ્ર ક્ષિતિજમાં હોય ત્યારે ચંદ્રની સાથે સાથે મકાનો અને વૃક્ષો પણ દેખાતાં હોય છે. આપણું મગજ તેની સરખામણી કરીને કદની નોંધ લે છે. એટલે કે મોટા દેખાય છે. આકાશમાં માથા ઉપર એકલો ચંદ્ર હોય એટલે તેનું અસલ કદ જ દેખાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.