આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 8 June 2017

♥ ઉર્જાના એકમ જૂલનો શોધક : જેમ્સ પ્રિસ્કોટ જૂલ ♥



👉🏻 કોઈપણ પદાર્થ કે ચીજવસ્તુને ખસેડવા, ગતિમાન કરવા કે સ્વરૃપ બદલવા માટે શક્તિ જોઈએ. ક્યા ઉપયોગ માટે કેટલી શક્તિ વપરાય તેના વિજ્ઞાનીઓએ એકમો શોધ્યા છે.

👉🏻 આપણા શરીરની શક્તિ કેલરીમાં મપાય, યંત્રોની શક્તિ હોર્સ પાવરમાં ગણાય. વીજપ્રવાહ કે ગતિમાન વસ્તુ કેટલી ગરમી પેદા કરે છે તેનો એકમ જૂલ છે.

👉🏻 સામાન્ય રીતે વીજળીની શક્તિ માપવા જૂલનું પ્રમાણ વપરાય છે.

👉🏻 જેમ્સ જૂલ નામના વિજ્ઞાનીએ કામ અને ઊર્જાના સંબંધોનાં સંશોધનો કરી આ એકમ નક્કી કરેલો. આપણા રોજીંદા જીવનમાં કે વ્યવહારમાં તેનો વધુ ઉપયોગ નથી પરંતુ વિજ્ઞાનીઓ માટે જૂલની ગણતરી મહત્ત્વની છે.

👉🏻 જેમ્સ પ્રિસ્કોટ જૂલનો જન્મ ઇ.સ.૧૮૧૮ના ડિસેમ્બરની ૨૪ તારીખે બ્રિટનના લેન્કેશાયરમાં થયો હતો.

👉🏻 શ્રીમંત પરિવારમાં જન્મેલા જૂલનું પ્રાથમિક શિક્ષણ સેલ્ફોર્ડમાં થયું હતું ત્યાર બાદ તેને માંન્ચેસ્ટરમાં જાણીતા વિજ્ઞાની ડાલ્ટન પાસે ઉચ્ચ અભ્યાસ કરવા મોકલાયો.

👉🏻 જૂલને બાળપણથી જ વીજળીના પ્રયોગોમાં રસ હતો. મોટા થઈને તેણે પોતાનો વ્યવસાય સંભાળ્યો પણ સાથે વિજ્ઞાનનો શોખ હોવાથી સંશોધનો પણ ચાલુ રાખ્યા.

👉🏻 ઇ.સ.૧૮૪૦માં જૂલે પોતાના કારખાનામાં એક પાઉન્ડ કોલસા બાળવાથી જેટલી શક્તિ મળે તેનાથી પાંચગણી શક્તિ એક પાઉન્ડ જસતના સેલમાંથી મળી શકે તેવું શોધી કાઢયું. આ માટે તેણે કામમાં વપરાતી શક્તિનો એકમ નક્કી કર્યો. એક પાઉન્ડ વજનને એક ફૂટ ઊંચકવા માટે વપરાતી શક્તિને તેણે 'ઇકોનોમિક ડયૂટી'  નામ આપ્યું. આ માપને હવે જૂલ કહે છે.

👉🏻 જૂલ થર્મોડાયનેમિક્સનો પ્રણેતા ગણાય છે.

👉🏻 ઇ.સ.૧૮૮૯ના ઓકટોમ્બરની ૧૧ તારીખે તેનું અવસાન થયેલું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.