આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 8 June 2017

♥ સાપ ♥



🌸 સાપ ભયજનક સરિસૃપ છે પરંતુ સાથે સાથે વિશ્વની દરેક સંસ્કૃતિમાં તેને દેવ જેવું સન્માન પણ અપાયું છે. સાપ એ પેટે ચાલનારું ઠંડા લોહીવાળું પ્રાણી છે.

🌸 પૃથ્વી પર પગવાળી ગરોળીમાંથી એક કરોડ વર્ષ પહેલા સાપની ઉત્ક્રાંતિ થઇ. ત્યારથી પૃથ્વી પર હજારો પ્રકારના સાપ જોવા મળે છે.

🌸 સાપ લાંબા શરીરવાળુ ટૂંકી પૂંછડીવાળું સરિસૃપ છે. સાપની આંખ ઉપર પોપચાં હોતા નથી.

🌸 સાપની સાંભળવાની શક્તિ ઓછી હોય છે. એટલે દૃષ્ટિ અને ગંધ પારખવાની શક્તિ વધુ હોય છે. બે ફાંટાવાળા લાંબી જીભ ઉપર રહેલા કોશો દ્વારા તે હવામાંથી ગંધ મેળવે છે.

🌸 સાપ પેટ દ્વારા જમીનના સ્પંદનો ઓળખી શકે છે. કેટલાંક સાપના પેટ ઉપર એવા કોશો હોય છે કે દૂર રહેલા અન્ય સજીવના શરીરમાંથી નીકળતા ઈન્ફ્રારેડ કિરણો કે રેડિયેશનને પારખી શકે છે.

🌸 શરીર ઉપર ભેજનો સંગ્રહ કરવા અને સપાટી પર પક્કડ જમાવવા સાપના શરીર પર સખત ભિંગડા હોય છે. સાપ સમયાંતરે ચામડીનું આવરણ ઉતારે છે અને તેને સ્થાને નવું આવે છે. તેને કાંચળી ઉતારવી કહે છે.

🌸 સાપના બંને જડબા એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. નીચલું જડબું વધુ સ્થિતિસ્થાપક હોય છે તે ઉંદર જેવા મોટા પ્રાણીઓને પણ આખા ગળી જાય છે.

🌸 સાપને પગ નથી પરંતુ પેટ ઘસડીને સરકવાની અદ્ભૂત શક્તિ છે. સાપના લાંબા શરીરમાં ફેફસા, પેટ, હૃદય, આંતરડા અને લીવર જેવા અવયવો કતારબંધ ગોઠવાયેલા હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.