આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 9 June 2017

♥ ચિત્તા જેવી દેખાતી સર્વલ કેટ ♥



👉🏻 દેખાવે નાના વાઘ કે ચિત્તા જેવી લાગતી ખૂબ જ ચાલાક બિલાડી એટલે સર્વલ કેટ. આ કેટનું બીજું નામ સ્મોલ લેપર્ડ તરીકે પણ ઓળખાય છે. અલબત્ત તે પોતાના શિકાર બાબતે ચિત્તા જેવો જ મિજાજ ધરાવે છે.

👉🏻 આફ્રિકન સર્વલ બિલાડી એ બિલાડીની પ્રજાતિની છે, જે લાંબું શરીર અને મોટા કાન ધરાવે છે. આ બિલાડી મૂળ આફ્રિકાની છે. આ ઉપરાંત, તે સહરાના રણ તથા રેનફોરેસ્ટ તથા ઓકના જંગલોમાં પણ વસવાટ કરે છે.

👉🏻 સર્વલ બિલાડી સામાન્ય બિલાડીઓ કરતાં એકદમ અલગ દેખાવ ધરાવે છે. તેની ઊંચાઈ ૧૮ થી ૨૪ ઈંચ અને વજન લગભગ ૮ થી ૨૦ કિલોગ્રામ હોય છે.

👉🏻 આફ્રિકન સર્વલ કેટના પગ લાંબા અને મજબૂત હોય છે. તેનું માથું સાંકડું અને સહેજ ખૂણા નીકળેલું તેમજ તેના કાન સામાન્ય બિલાડીઓ કરતાં મોટા હોય છે. તેના શરીર પર લાલાશ પડતાં ટપકાં અને પટ્ટા હોય છે જે સર્વલાઈન્સ તરીકે ઓળખાય છે.

👉🏻 સર્વલ કેટ સામાન્ય રીતે વર્ષમાં બે વાર બચ્ચાંને જન્મ આપે છે. સામાન્ય રીતે તે એકથી ચાર બચ્ચાંને એક ગુફામાં જન્મ આપે છે, પછી ગુફાને  પાંદડાંથી ઢાંકી દઈ બચ્ચાંને છુપાવે છે. બચ્ચાંને અનેક મહિનાથી લઈને વર્ષ સુધી માતા ભોજન કરાવે છે.

👉🏻 સર્વલ કેટ મોટા ભાગે જંગલી બિલાડી હોવાને લીધે નાનાં પ્રાણીઓનો શિકાર કરે છે. તે મોટા ભાગે પક્ષીઓનો શિકાર કરે છે. કેટલીક બિલાડીઓ દેડકા તેમજ અળસિયાં પણ ખાય છે, જયારે ઘણીવાર તે તીતીઘોડો અને કેટલાક છોડ પણ ખાય છે.

👉🏻 આફ્રિકન સર્વલ કેટને પાળી શકાય છે.

👉🏻 મોટા ભાગની આફ્રિકન સર્વલ કેટ પોતાનો વિસ્તાર નક્કી કરીને રહે છે. નક્કી કરેલા વિસ્તારની બહાર ભાગ્યે જ તે જોવા મળતી હોય છે.

👉🏻 પાળેલી આફ્રિકન સર્વલ કેટ કુદરતી રીતે જ સક્રિય છે અને પોતાની જાતે રમ્યા કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.