આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 9 June 2017

♥ સાઇકલ વિશે જાણવા જેવું ♥



👉🏻 સાઈકલ વિદ્યાર્થીઓનું પ્રિય વાહન છે. માનવઊર્જાથી ચાલતી સાઈકલ પર્યાવરણલક્ષી વાહન ગણાય છે. ઘણા દેશોમાં સાઈકલના ઉપયોગ પ્રોત્સાહન અપાય છે. સાઈકલનો ઇતિહાસ અને વિકાસ પણ રસ પડે તેવો છે.

🌟 વિશ્વની પ્રથમ સાઈકલ ઇ.સ.૧૮૧૭માં ડેરિસ નામના જર્મન કારીગરે બનાવેલી.  તેને પડેલ નહોતા. તેની ઉપર બેસી પગ વડે જમીનને ધક્કો મારીને આગળ ચાલતી.

🌟 વિમાનની શોધ કરનારા રાઈટ ભાઈઓ ઓહાયોના ડેટન ગામમાં સાઇકલ રિપેરિંગનું કામ કરતા.

🌟 ઇ.સ.૧૮૪૦માં બ્રિટનના મેકમિલને 'વેલોસીપેડ' બનાવી આ સાઈકલનું આગળનું વિહલ ખૂબ જ મોટું હતું અને તેની વચ્ચે પડેલ હતા.

🌟 ઇ.સ.૧૮૯૭માં હેનરી લોસન નામના કારીગરે બે વ્હિલ વચ્ચે પેડલ અને ચેનવાળી આજની સાઈકલ બનાવી. તેને સેફટીબાઈસિક્લ કહેતા.

🌟 ઇ.સ ૧૮૮૮માં ડનલોપે રબરની શોધ કરી ત્યાં સુધી સાઈકલના પૈડા લાકડાના બનતા.

🌟 ઇ.સ.૧૮૯૦ પછી સાઈકલનો સુવર્ણકાળ આવ્યો. વિશ્વભરનું લોકપ્રિય વાહન બની.

🌟 આજે પણ વિશ્વમાં વર્ષે ૧૦ કરોડ કરતાં વધુ સાઈકલો બને છે.

🌀 સૌજન્ય 🌀

🔴 ગુજરાત સમાચાર 🔴

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.