આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 7 December 2016

♥ विषाणु जनित रोग ♥

⭕ खोज - इवालोवेस्की ने तंबाकू के पत्ते में मोजैक रोग ⭕

🌺 पहला विषाणु - TMV( tobacco mosaic virus ) 🌺

👉🏻 सजीव व निर्जीव के बीच की कड़ी

🌹 1. डेंगु/पीत ज्वर/हड्डी तोड़ बुखार 🌹

प्रभावित अंग - यकृत

वाहक - एडिज मच्छकर

टेस्ट - टॅार्नीक्वेट टेस्ट

🌹 2. चिकनगुनिया 🌹

प्रभावित अंग - यकृत

वाहक - एडिज मच्छर

🌹 3. खसरा 🌹

प्रभावित अंग - यकृत

माध्यम - वायु

🌹 4. गलसुआ - लार ग्रंथि 🌹
- जीवन में एक बार

🌹 5. रूबेला 🌹

टीका -MMR(measles, mumps, and rubella)9-5 Age

🌹 6. चेचक 🌹

प्रभावित अंग - त्वचा(स्थायी निशान)

कारक - वेरिओला वायरस

🌹 7. छोटी चेचक 🌹

प्रभावित अंग - त्वचा(अस्थायी निशान)

कारक - वेरिसेला वायरस

टीका - मृत या निष्क्रीय रोगाणु

खोज - एडवर्ड जेनर

🌹 8. पीलिया/हेपेटाइटिस 🌹

प्रभावित अंग - यकृत

माध्यम - दूषित जल

🌹 9. पोलियो 🌹

प्रभावित अंग - मेरूरज्जु(तंत्रिका तंत्र)

दवाई - साल्क वैक्सीन/OPV(Oral polio vaccine)

पोलियो दिवस - 24 अक्टुबर

🌹 10. फ्लू/इन्फ्लुएंजा 🌹

प्रभावित अंग - श्वसन तंत्र

माध्यम - वायु

🌹 11. स्वाइन फ्लू 🌹

प्रभावित अंग - फेफड़ा(श्वसन तंत्र)

कारक - H1N1

वाहक - सुअर

दवा - टमीफ्लू

🌹 12. बर्ड फ्लू 🌹

कारक -H5N1,H9N2

वाहक - मुर्गी

🌹 13. रेबिज/हाइड्रोफोबिया 🌹

प्रभावित अंग - मस्तिष्क व मेरूरज्जु(तंत्रिका तंत्र)

कारक - रहबड़ो वायरस

वाहक - कुत्ता, बिल्ली, बंदर, लोमड़ी आदि की लार

एंटीरेबिज का टीका - लुईस पाश्चर

🌹 14. सार्स/किलर निमोनिया 🌹

प्रभावित अंग - फेफड़ा(श्वसन तंत्र)

कारक - कोरोना वायरस

उद्भव - 2003 में चीन के ‘युआंग डोंग‘ शहर में

🌹 15. एड्स/आतशक(यौन संक्रमित रोग) 🌹

AIDS-Acquired Immune Deficiency Syndrome

कारक - HIV-Human immunodeficiency virus (रिट्रोवायरस)

लक्षण - रोग प्रतिरोधक क्षमता खत्म हो जाती है।

दवा - एंटीरिट्रोवायरल (ART),एजिडो थायमिडीन(AZT)

टेस्ट -elisa(Enzyme Linked Immuno Sorbent Assay), वेस्टर्न ब्लाट टेस्ट

प्रथम रोगी - कैलिफोर्निया (USA - 1981)

भारत में प्रथम रोगी - चेन्नई 1986

राजस्थान में प्रथम रोगी - पुष्कर(अजमेर)

एड्स दिवस - 1 दिसम्बर

लोगो - लाल रिबन

♥ Nationalised Banks Founder Name and years ♥


* Bank Name : State Bank of India
Founder Name : British Government ( In form of Imperial Bank of India )
Established Year : July 1, 1955

* Bank Name : State Bank of Bikaner and Jaipur
Founder Name : Maharaja Ganga Singh of Bikaner and Ramnath Anandilal Podar
Established Year : 1963

* Bank Name : State Bank of Hyderabad
Founder Name : Nawab Amer Usman Ali Khan
Established Year : August 8 , 1941

* Bank Name : State Bank of Mysore
Founder Name : Mokshagundam Visvesvaraya
Established Year : October 2, 1913

* Bank Name : State Bank of Travancore
Founder Name : C.P. Ramaswamy Iyer ( Diwan of Travancore )
Established Year : September 12, 1945

* Bank Name : Allahabad Bank
Founder Name : By group of British citizens
Establish Year : April 24, 1865

* Bank Name : Bank of Baroda
Founder Name : Maharaja Sayajirao Gaekwad
Establish Year : July 20, 1908

* Bank Name : Bank of India
Founder Name : Sassoon J David
Established Year : September 7, 1906

* Bank Name : Canara Bank
Founder Name : Ammembal Subba Rao Pai
Established Year : July 1, 1906

* Bank Name : Bank of Maharashtra
Founder Name : V. G. Kale and D. K. Sathe
Established Year : September 16, 1935

* Bank Name : Andhra Bank
Founder Name : Dr.Bhogaraju Pattabhi Sitaramayya
Established Year : November 20, 1923

* Bank Name : Central Bank of India
Founder Name : Sir Sohrabji Pokhchanawalla
Established Year : December 21, 1911

* Bank Name : Corporation Bank
Founder Name : Khan Bahadur Haji Abdullah Haji Kasim Saheb Bahadur
Established Year : March 12, 1906

* Bank Name : Indian Bank
Founder Name : Annamalai Chettiar and Ramaswami Chettiar
Established Year : March 5, 1907

* Bank Name : Indian Overseas Bank
Founder Name : M.Chidambaram Chettyar
Established Year : February 10, 1937

* Bank Name : Punjab National Bank
Founder Name : Lala Lajpat Rai
Established Year : 1895

* Bank Name : Dena Bank
Founder Name : Devkaran Nanjee
Established Year : May 26, 1938

* Bank Name : Oriental Bank of Commerce
Founder Name : Rai Bahadur Lala Sohan Lal
Established Year : February 19, 1943

* Bank Name : Punjab and Sind Bank
Founder Name : Bhai Vir Singh, Sir Sunder Singh Majitha and Sardar Tarlochan Singh
Established Year : June 24, 1908

* Bank Name : Syndicate Bank
Founder Name : Upendra Ananth Pai , Vaman Kudva and Dr.T M A Pai
Established Year : 1925

* Bank Name : United Bank of India
Founder Name : Narendra Chandra Dutta
Established Year : 1914

* Bank Name : Union Bank of India
Founder Name :Seth Sitaram Potdar under European Mgmnt.... inaugurated by Mahatma Gandhi.
Established Year : November 11, 1919

* Bank Name : UCO Bank
Founder Name : Ghanshyam Das Birla
Established Year : January 6, 1943

* Bank Name : Vijaya Bank
Founder Name : Attavar Balakrishna Shetty
Established Year b: October 23, 1931

* Bank Name : Bharatiya Mahila Bank
Founder Name : Indian Government
Established Year : November 19, 2013

* Bank Name : IDBI Bank
Founder Name : Indian Government
Established Year : July, 1964.

Tuesday, 6 December 2016

♥ 1st IN DIGITAL & CASHLESS ♥

🌺 1st Cashless district - Assam's Hailakandi.

🌺 1st Cashless state - Goa

🌺 1st Cashless village : Dhasai - village in Thane

🌺 1st Cashless city - Chandigarh

🌺 1st digital state : Kerala

🌺 1st digital village - Akodara in Gujarat

🌺 1st Cashless rajbhavan : Himachal Pradesh

🌺 1st digital district - Nagpur

🌺 1st cashless country - Sweden.

♥ ऑनलाइन लेनदेन में कई जोखिम, साइबर फ्रॉड से बचने के लिए ये 12 टिप्स जान लें ♥

बात ऑनलाइन खरीदारी की हो या फिर एटीएम और क्रेडिट कार्ड के इस्तेमाल की, जरा सी चूक हजारों-लाखों रुपये का झटका दे सकती है। सरकार ऑनलाइन लेन-देन को बढ़ावा तो दे रही है, लेकिन इसमें जितना आराम है तो उतना ही बड़ा जोखिम भी है। पर इस जोखिम से हम बच सकते हैं अगर जरा सी सावधानी बरतें और जागरुक रहें। साइबर एक्सपर्ट की छोटी-छोटी लेकिन काम की टिप्स हमें साइबर फ्रॉड से बचा सकती हैं। 












♥ Important Brand Ambassador Name For Upcoming EXAMS ♥

⭕PM N Modi — Brand ambassador of Incredible India

⭕Sakshi Malik - Beti Bachao - Beti Padhao Campaign 

⭕P.V.Sindhu - CRPF Brand Embassador

⭕P.V.Sindhu and Sakshi Malik - Swachh Bharat Mission Brand Ambassador

⭕Rohit Sharma - Nissam Global Ambassador

⭕Virat Kohli - B.S.F. Brand Ambassador

⭕Virat Kohli - Panjab National Bank Brand Ambassador

⭕Mahendra Singh Dhoni - Craig Mcdermott International Cricket Stadium Brand Ambassador

⭕Sachin Tendulkar - Kerala's Anti - liquor Campaign Brand Ambsdr

Sunil Gavaskar - The First Group Brand Ambsdr.

⭕Madhuri Dixit - Intex Brand Ambsdr

⭕Madhuri Dixit - Mother's Absolute Affection Brand Ambsdr

⭕Priyanka Chopra - Assam Tourism Brand Ambsdr

⭕John Abraham - Arunachal Pradesh Brand Ambsdr

⭕Salman Khan - Yellow Diamond, Snack Maker Brand Ambsdr

⭕Vidya Balan - Brand Ambsdr for Silk Board

Vidya Balan - UP's Samajwadi Pension Yojna Brand Ambsdr

⭕Nawazuddin Siddiqui - UP's Samajwadi
Kisan Beema Yojna Brand Ambsdr

⭕Digital India - Kruti Tiwari

⭕Kerala's Ayurved - Steffi Graff

⭕MP's Health Campaign - Madhuri Dixit

⭕Renault India - Ranbir Kapoor

⭕DD Kisan Tv - Amitabh Bachchan

⭕Maharashtra's Tiger Ambsdr - Amitabh Bachchan and Sachin tendulkar

⭕Fair & Lovely - Yami Gautam

⭕Cocacola - Saurav Ganguly

⭕Unicef - Novac Djocovick

⭕North - East - Maricom

⭕UC Browser - Yuvraj Singh

⭕Deepika Padukone - Vistara

⭕Saina Nehwal - Savlon

⭕Amitabh Bachan --Compost

⭕ Anna Hathway - UN Goodwill

⭕ Soundarya Rajinikanth Ashwin - Brand ambassador of Animal Welfare Board of India (AWBI)

⭕ Aishwaryaa Rajinikanth Dhanush - UN Women’s Advocate for Gender Equality and Women’s Empowerment in India

⭕Anna Hathaway - U.N.Goodwill

⭕Soundarya Rajinikanth Ashwin - Brand ambassador of Animal Welfare Board of India (AWBI).

⭕Aishwaryaa Rajinikanth Dhanush - UN Women’s Advocate for Gender Equality and Women’s Empowerment in India

Monday, 5 December 2016

♥ લેસરના સિધ્ધાંતનો શોધક : ચાર્લ્સ એચ. ટોનિસ ♥




🍀 લેસર કિરણોના આશીર્વાદરૂપ ઉપયોગો જાણીતા છે. પદાર્થના અણુ ઉપર પ્રચંડ ઊર્જાનો મારો કરવાથી અણુમાં ઈલેક્ટ્રોન સક્રિય બની લેસર કિરણોનો શેરડો પેદા થાય છે. આલ્બર્ટ આઈનસ્ટાઈને આ સિધ્ધાંત રજૂ કર્યા પછી ચાર્લ્સ એચ. ટોનિસ નામના વિજ્ઞાનીએ લેસર કિરણો પેદા કરવાની થિયરી શોધી હતી.

🍀 લેસર ઉપરાંત મેસર કિરણોની પણ શોધ કરી હતી. આ સિધ્ધાંતના આધારે માઈમેન નામના વિજ્ઞાનીએ ઉપયોગમાં આવે તેવું પ્રથમ લેસર વિકસાવ્યું હતું.

🍀 ચાર્લ્સ એચ. ટોનિસને તેની આ શોધ બદલ ૧૯૬૪માં ફિઝિક્સનું નોબેલ મળ્યું હતું.

🍀 ચાર્લ્સ ટોનિસનો જન્મ ઈ.સ. ૧૯૧૫ના જુલાઈની ૨૮ તારીખે અમેરિકાના કેરોલીના રાજ્યના ગ્રીનવિલે શહેરમાં થયો હતો.

🍀 તેના પિતા જાણીતા વકીલ હતા. ટોનિસે ૧૯૩૭માં ડયુક યુનિવર્સિટીમાં ફિઝિક્સની ડિગ્રી લીધા પછી કેલિફોર્નિયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં પીએચ.ડીની ડિગ્રી મેળવી હતી.

🍀 બીજા વિશ્વયુધ્ધ વખતે તે બેલ લેબોરેટરીમાં સેવાઓ આપેલી. ઈ.સ. ૧૯૫૦ ટોનિસ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો હતો.

🍀 ઈ.સ. ૧૯૫૧માં તેણે તીવ્ર પ્રકાશનો શેરડો ઉત્પન્ન કરવાની પધ્ધતિ વિકસાવી.

🍀 તેણે માઈક્રોવેલ એમ્પ્લીફિકેશન સ્ટીમ્યુલેટેડ એમિઝન ઓફ રેડિયેશન (ટૂંકમાં મેસર)ની થિયરી વિકસાવી. આ પધ્ધતિમાં વધુ ઉર્જા આપવાથી લેસર કિરણો પેદા થાય છે.

🍀 ટોનિસે એમોનિયા વાયુમાંથી મેસર કિરણો પેદા કર્યા હતા. ૧૯૫૯ થી ૧૯૬૧ દરમિયાન તેણે અમેરિકી સરકારમાં સંરક્ષણ વિભાગમાં રિસર્ચ ઈન્સ્ટીટયુટના ઉપપ્રમુખપદે સેવા આપેલી. માસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ઉપરાંત કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપેલી.

🍀 મેસર અને લેસરનો અવકાશી સંશોધનોમાં ઉપયોગ થયો. ૧૯૬૪માં ટોનિસને એલેકઝાન્ડર પ્રોખોટીવ સાથે ભાગીદારીમાં નોબેલ પ્રાઈઝ એનાયત થયું. તેણે અવકાશી સંશોધનોમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપેલો.

🍀 નોબેલ ઉપરાંત તેને વિશ્વભરમાંથી ૩૦થી વધુ એવોર્ડ એનાયત થયેલા. ટોનિસ પ્રાયોગિક ફિઝિક્સનો માંધાતા ગણાય છે.

🍀 ઈ.સ. ૨૦૧૫ના જાન્યુઆરીની ૨૭મીએ તેનું અવસાન થયું હતું.

♥ દરિયાની અજાયબ જીવસૃષ્ટિ ♥



🌹 વિશ્વના  મહાસમુદ્રોમાં જીવંત એવી માછલીની  ૨૫૦૦૦ જાત છે. તેમાં ૨૫૦ જાતની શાર્ક છે.

🌹 સમુદ્રમાં  માછલી ઉપરાંત ૭ જાતના દરિયાઈ કાચબા જોવા મળે છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ એમ ૩ જાતના  કાચબા જોવા મળે છે. -

🌹 વિરાટકાય વ્હેલ માછલી નથી પણ સસ્તન દરિયાઈ પ્રાણી છે.

🌹 માછલીના શરીર પર ભિંગડા હોય છે. જાણકારો ભિંગડા ગણીને માછલીની ઉંમર જાણી શકે છે.

🌹 દરિયાઈ જીવમાં સૌથી  લાંબું પ્રાણી લાયન્સ પેન જેલી ફિશ છે તે ૬૦ મીટર લાંબુ  હોવાનું નોંધાયું છે.

🌹 વેનેઝુએલાની કિલીફિશ તળાવમાં રહે છે. તળાવનું પાણી સુકાય તો તે બે મહિના સુધી જીવીત રહે છે.

🌹 કોસ્મોપોલિટન સેઈલ ફિશ  ચિત્તા કરતાં પણ ઝડપી છે તે ૧૧૦ કિલોમીટરથી વધુ ઝડપથી તરી શકે છે.

🌹 વ્હેલ તેની આંખના ડોળા ફેરવી શકતી નથી તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.

🌹 શાર્ક ને ચૂઈમાં સતત પાણી પ્રવેશે તે માટે તરતાં રહેવું પડે છે. તે તરતી અટકે તો ડૂબીને મરી જાય.

🌹 વાઈપર ફિશને અણિયાળા દાંત જડબાંની બહાર લંબાયેલા હોય છે. તે ઝડપથી ધસીને શિકારના શરીરમાં દાંત ખોસી દે છે.

🌹 કેટ ફિશ મોંમાં ઈંડા રાખીને સેવે છે. બચ્ચાનો જન્મ થાય ત્યાં સુધી ભૂખી રહે છે.

🌹 જાયન્ટ સ્કવીડની આંખો જીવજગતમાં સૌથી મોટી હોય છે તેની આંખો  દોઢ ફૂટ વ્યાસની હોય છે.

♥ આંખ ♥



🌺 આંખ મગજ પછી તો સૌથી વધુ જટિલ અવયવ છે. કે જેને સમજવી અધરી છે.

🌺 આપણી આંખ શરીરની સૌથી ઝડપી સ્નાયુવાળો અવયવ છે. કોઈ પણ ઝડપથી થતી વસ્તુને ' આંખના પલકારા' સાથે સરખાવાય છે.

🌺 આંખ માત્ર કેમેરાની જેમ તસ્વીર લઈને મગજમાં મોકલે છે.' જોવાનું ખરૃં કામ મગજમાં થાય છે.

🌺 ઉંમર વધવાની સાથે નાક અને કાન મોટા થાય છે. પણ આંખનું કદ યથાવત રહે છે.

🌺 વાતો કરતી વખતે આંખ વધુ પલકારા મારે છે.

🌺 આંખની કોર્નિયા એક માત્ર એવો અવયવ છે કે જેમાં રકતવાહિની નથી.

🌺 આંખની પાંપણ બે માસમાં ખરીને નવી આવે છે.

🌺 આપણી આંખ મૂળભૂત લાલ, પીળો અને વાદળી એમ ત્રણ રંગ પારખે છે. બાકીના રંગ મેળવણીથી થાય છે.

🌺 આંખનો ડોળો તદૃન ગોળાકાર હોય છે. તેનો છઠ્ઠો ભાગ બહાર દેખાય છે.

🌺 આપણું મગજ આંખ અને દૃષ્ટિ માટે સૌથી વધુ કામ કરે છે. આપણી સ્મૃતિનો ૮૦ ટકા ભાગ આપણે જો કાંઈ જોઈએ છીએ તેનો બનેલો છે.

🌺 આંગળી અને અંગુઠાની છાપમાં ૪૦ લાક્ષણિક વિવિધતા છે. પરંતુ આંખના રેટિનામાં ૨૫૬ લાક્ષણિકતા છે એટલે જ સાચી ઓળખ માટે આંખની ટેકનિંકનો ઉપયોગ વધુ થાય છે.

♥ ભૂકંપના રીકટર સ્કેલનો શોધક : ચાર્લ્સ ફ્રાન્સિસ રીકટર ♥



ભૂકંપ કેટલી તીવ્રતાનો છે તેની જાણ રીક્ટર સ્કેલના પ્રમાણમાપથી થાય છે. ત્રણની તીવ્રતા એટલે ત્રણ રીક્ટર સ્કેલ. ભૂકંપમાં થતા નુકસાનનો અંદાજ મેળવવા આ પ્રમાણમાપ ઉપયોગી થાય છે.

👉🏻 ઈ.સ. ૧૯૩૫માં રીક્ટર નામનાં વિજ્ઞાનીએ આ પધ્ધતિ વિકસાવેલી. તેના નામ ઉપરથી જ તેને રીક્ટર સ્કેલ કહે છે. ભૂકંપની માહિતિ દિશા વિગેરે જાણવાના ભૂકંપ માપક યંત્રો અને પધ્ધતિઓ સદીઓ પુરાણી છે.

👉🏻 આધુનિક ભૂકંપમાપક યંત્ર રીક્ટર સ્કેલના આંકડાનો ઉપયોગ થાય છે.

👉🏻 ચાર્લ્સ ફ્રાન્સિસ રીક્ટરનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યના હેમિલ્ટન શહેરમાં ઈ.સ. ૧૯૦૦ના એપ્રિલની ૨૬ તારીખે થયો હતો.

👉🏻 તેની બાળવયમાં જ તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. ચાર્લ્સનો ઉછેર તેના મોસાળ લોસ એન્જેલસમાં થયો હતો.

👉🏻 અભ્યાસમાં તે તેજસ્વી હતો. પ્રાથમિક શિક્ષણ લોસ એન્જલસમાં લીધા પછી તે ઉચ્ચ અભ્યાસ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થયો હતો અને ગ્રેજ્યુએટ થયા બાદ કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં વધુ અભ્યાસ માટે જોડાયો હતો.

👉🏻 રીક્ટરને ભૂસ્તરશાસ્ત્રમાં વધુ રસ હતો. તેણે ભૂકંપ વિશે ઉંડો અભ્યાસ કરીને પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરેલી.

👉🏻 તેણે વોશિંગ્ટનની કાર્નેગી ઈન્સ્ટીટયુટમાં પ્રોફેસર તરીકે કારકિર્દી શરૃ કરી. દરમિયાન ભૂકંપનો અભ્યાસ ચાલુ રાખ્યો.

👉🏻 ભૂકંપના વધુ અભ્યાસ માટે પ્રોફેસરની નોકરી છોડી પાસાડેના સિસ્મોલોજિકલ લેબોરેટરીમાં સંશોધક તરીકે જોડાયો. આ દરમિયાન તેણે ભૂકંપથી થતા નુકસાનને ધ્યાનમાં લઈ રીક્ટર સ્કેલની શોધ કરી. તે વિશ્વપ્રસિધ્ધ થયો. ત્યારબાદ તેણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં સિસ્મોલોજીના પ્રોફેસર તરીકે સેવાઓ આપેલી.

👉🏻 ભૂસ્તરશાસ્ત્ર અને ભૂકંપ અંગે તેણે ઘણા પુસ્તકો લખ્યા હતા. તે પ્રકૃતિપ્રેમી હતો.

👉🏻 ૧૯૮૫ના સપ્ટેમ્બરની ૩૦ તારીખે તેનું અવસાન થયું હતું.

Sunday, 4 December 2016

♥ આ છે દેશની એકમાત્ર મહિલા ટ્રક મિકેનિક, રોજ 12 કલાક કરે છે કામ ♥






55 વર્ષના શાંતિ દેવી રોજ 12 કલાક ટ્રક મિકેનિક તરીકેનું કામ કરી દર્શાવે છે કે મહિલાઓ પણ પુરુષની જેમ ભારે કામ કરવા માટે સક્ષમ છે.દિલ્હીની બહારના વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 4 પર સંજય ગાંધી ટ્રાંસપોર્ટ ડિપો છે.અહીં શાંતિદેવી ટ્રકો પાસે કામ કરતા જોવા મળશે.શાંતિ દેવી રોજ 12 કલાક કામ કરે છે.તે 8 બાળકોની માતા છે.હાલ શાંતિ દેવી સોશિયલ મીડિયા પર દેશની એકમાત્ર અને પ્રથમ લેડી ટ્રક મિકેનિક તરીકે ચર્ચાનો વિષય બની છે.

👉🏻 આ રીતે શરુ કર્યું મિકેનિકનું કામ....👈🏻

-શાંતિ દેવીના પતિએ સંજય ગાંધી ટ્રાંસપોર્ટ ડિપો પાસે ટી-સ્ટોલ શરુ કર્યું.

-અહીં દિવસભરમાં 20 હજાર જેટલા ટ્રકો પાર્ક થતા હોય છે,જ્યારે 70 હજારથી વધુ ટ્રક પસાર થાય છે.

-આ સમયે શાંતિ અને તેના પતિને કમાણી વધારવાનો વિચાર આવ્યો.

-શાંતિ અને તેના પતિએ મિત્રોની મદદથી મિકેનિકનું કામ શીખી લીધું.તે પછી પોતાની બધી કમાણી જરુરી સાધનો ખરીદવા માટે ખર્ચી નાંખ્યા હતા.



♥ પતિ પણ આપે છે કામમાં સાથ....

-શાંતિ દેવીના વર્કશોપ સાથે એક ટી સ્ટોલ પણ છે,જેને તે પતિ રામબહાદુર સાથે ચલાવે છે.

-શાંતિ દેવી અને તેના પતિ છેલ્લા 20 વર્ષથી દિલ્હી પાસે રહે છે.તેઓ મધ્ય પ્રદેશથી અહીં રહેવા આવ્યા હતા.

-શાંતિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે,‘મને મારું કામ ગમે છે.આ મુશ્કેલ કામ છે પરંતુ મને તેનાથી ક્યારેય કંટાળો નથી આવતો.ઘર બેસી રહેવું વધારે કંટાળા જનક લાગે છે.'

-શાંતિએ જણાવ્યું કે,જ્યારે લોકો તેને દેશની પ્રથમ મહિલા મિકેનિક કહે છે તે ગર્વ અનુભવે છે.

-કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે પણ શાંતિ દેવીના કામની પ્રશંસા કરી હતી.

♥ દૂધગંગા ગેલેક્સી ♥



👉🏻 આપણી સૂર્યમાળા દૂધગંગા ગેલેક્સીનો એક  ભાગ છે. દૂધગંગા ગેલેક્સીને 'મિલ્કી વે' પણ કહે છે. અવકાશમાં દૂધિયા રંગના પટ્ટા જેવી દેખાતી હોવાથી તેનું નામ દૂધગંગા પડયું છે.

👉🏻 દૂધગંગાના અસ્તિત્વની શોધ ઈ.સ. ૧૬૨૦માં ગેલીલિયોએ કરી હતી. એડવિન હબલે વધુ સંશોધન કરી બ્રહ્માંડમાં અન્ય ગેલેક્સીઓ પણ શોધી હતી.

👉🏻 દૂધગંગાના કેન્દ્રમાં વિરાટ  બ્લેક હોલ છે.

👉🏻 દૂધગંગામાં અબજો તારા છે. પૃથ્વી ઉપરથી તેનો થોડો ભાગ જ જોઈ શકાય છે.

👉🏻 દૂધ ગંગા તેની કેન્દ્રીય ધરી પર ચક્રાકાર ફરે છે.

👉🏻 ચીનમાં દૂધગંગાને રૃપેરી નદી કહે છે.

👉🏻 આપણી સૂર્યમાળા દૂધ ગંગાના કેન્દ્રની આસપાસ ૮૨૭૦૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પ્રદક્ષિણા કરે છે.

આતશબાજીના અવનવા રેકોર્ડ



👉🏻 નોર્વેના સોને ખાતે ૨૦૧૪ના નવેમ્બરમાં નોર્વેના બંધારણની ૨૦૦ વર્ષની ઉજવણીમાં ૫૪૦૩૮૨ જાતની આતશબાજી એકસાથે કરવામાં આવેલી. ૯૦ મિનિટની આ આતશબાજી વિશ્વના ઈતિહાસની સૌથી રોમાંચક આતશબાજી હતી.

👉🏻 માલ્ટાની ફટાકડાની ફેક્ટરીની ૨૦૧૧ની વાર્ષિક આતશબાજીમાં ૧૦૫ ફૂટ વ્યાસની ઊભા વર્તુળાકાર ફુલ આકારની 'કેથેરિન' આતશબાજીએ સૌથી મોટી ભોંયચકરીનો રેકોર્ડ સ્થાપેલો.

👉🏻 જાપાનમાં ૨૦૦૮માં ૧૧૫૩૯ ફૂટ લાંબી 'નાયગ્રા ધોધ' આતશબાજી વિશ્વની સૌથી લાંબી આતશબાજી હતી.

👉🏻 ફિલિપાઈન્સના સેવુમાં ૨૦૧૦માં ૩૦ સેકંડમાં ૧૨૫૮૦૧ રોકેટ છોડવાનો વિક્રમ સ્થપાયેલો.

👉🏻 પોર્ટુગલમાં ૨૦૧૦માં આતશબાજીના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ૧૩.૪૦ કિલોગ્રામ વજનનું રોકેટ છોડીને વિક્રમ સર્જાયો હતો.

♥ ભારતમાં શોધાયેલી રમતો ♥

👉🏻 કબડ્ડી  👈🏻  

બે ટૂકડી વચ્ચે રમાતી કબડ્ડી કે હૂતૂતૂની રમત ભારતમાં ઈ.સ. પૂર્વે ૧૫૦૦ના ગાળામાં શરૃ થયેલી. કબડ્ડી લોકપ્રિય રમત છે અને વિશ્વકક્ષાએ રમાય છે.

👉🏻 લાઠી દાવ  👈🏻 

બે હાથ વડે ઝડપથી લાઠી ઘૂમાવવાનું કૌશલ્ય ભારતની આગવી રમત છે. સ્વબચાવ માટે ઉપયોગી એવી આ રમત વિશ્વમાં કેટલાક દેશોએ વ્યાયામ તરીકે સ્વીકારી છે. ૧૮મી સદીમાં બ્રિટીશરોમાં લાઠીદાવ પ્રિય રમત હતી.

👉🏻 ચોપાટ  👈🏻 ચાર પટ્ટા અને ચાર ચાર સોગઠા વડે કોડીઓથી દાવ પાડીને રમાતી ચોપાટ ભારતની પ્રાચીન રમત છે. કેટલાક પ્રાંતમાં તેને 'પરચીસી' પણ કહે છે. મહાભારતમાં આ રમત જાણીતી છે. મોગલ બાદશાહો અને અંગ્રેજોમાં પણ 'ચોપાટ' લોકપ્રિય રમત બનેલી.

👉🏻 બાવન પત્તાં કે ગંજીફો  👈🏻

બાવન પત્તાનો ગંજીફો ભારતની શોધ છે. તેમાં લાલ, કાળી, ચોકડી અને ફુલ્લીના ચાર પાનાં ઉપરાંત રાણી, બાદશાહ ગુલામ અને જોકરની વિશ્વભરમાં એકસમાન પેટર્ન છે. વિશ્વમાં તે વિવિધ રૃપે રમાય છે.

👉🏻 સાપસીડી  👈🏻 

સાપ અને સીડીની રમતને સૌ કોઈ જાણે છે. વિશ્વભરમાં તે રમાય છે. સાપ સીડીની શોધ ભારતમાં થઈ હતી. નૈતિક મૂલ્યો શીખવતી આ રમતને 'મોક્ષપથ' અને 'પરમપદ સોપાન' જેવા નામ અપાયેલા. ૧૯મી સદીમાં અંગ્રેજો તેને બ્રિટનમાં લઈ ગયેલા અને વિશ્વપ્રસિધ્ધ બનેલી.

♥ વિશ્વનું સૌથી નાનું શિયાળ : ફેનેક ફોક્ષ ♥




👉🏻 બુદ્ધિશાળી પણ લુચ્ચા પ્રાણી તરીકે જાણીતા શિયાળની ઘણી જાત હોય છે. ભરચક વાળવાળી ભરાવદાર પૂંછડીવાળા શિયાળ સામાન્ય રીતે કૂતરાના કદના હોય છે.

👉🏻 સહારા અને આફ્રિકાના રણપ્રદેશમાં જોવા મળતું ફેનેક ફોક્ષ એક જ ફૂટ લાંબું અને એક કિલો વજનનું હોય છે.

👉🏻 નાનકડા શરીર પર ચારથી પાંચ ઈંચ લાંબા કાન તેની વિશેષતા છે. મોટી આંખોને કારણે અન્ય શિયાળ કરતાં તે જુદું દેખાય છે.

👉🏻 દિવસે ખૂબજ ગરમી અને રાત્રે ખૂબજ ઠંડી હોય તેવા રણપ્રદેશમાં જોવા મળતાં ફેનેક ફોક્ષને શરીર પર ભરચક વાળ હોય છે.

👉🏻 આ પ્રાણી ટોળામાં રહે છે. સામાજિક છે એટલે પાળી શકાય છે. તે ઉંદર, ખિસકોલી જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે છે.

👉🏻 ફેનેક બે ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે.

👉🏻 પાણી વિના લાંબો સમય જીવી શકે છે.

👉🏻 ફેનેક્ષ ફોક્ષ જમીનમાં દર બનાવીને રહે છે.

♥ ભૂકંપપ્રુફ મકાનોનું જાણવા જેવું ♥



👉🏻 ભૂકંપની ધ્રુજારી જમીન આડી લીટીમાં આગળ પાછળ સરકે તે રીતે થતી હોય છે એટલે મકાનો, પૂલો જેવા બાંધકામોથી વધુ નુકસાન થાય છે. મકાનો જમીનને કાટખૂણે ઊભા હોય છે. પાયાની જમીન ધ્રુજે અને ધ્રુજારી દિવાલમાં પસાર થઈ ટોચ સુધી પહોંચે તે દરમિયાન તેનું માળખું હલબલી જાય. પાયો ઊંડો હોય તો આ અસર ઓછી થાય.

👉🏻 જોકે ભૂકંપની તીવ્રતા ઉપર નુકસાનને આધાર છે. બરડ પદાર્થો જલદી તૂટી પડે. વૃક્ષો તૂટી પડતાં નથી પણ વીજળીનાં થાંભલા જલદી તૂટી પડે છે. વિજ્ઞાાનીઓએ ભૂકંપની આવી બધી અસરોનો અભ્યાસ કરીને ભૂકંપમાં ઓછું નુકસાન થાય અને વધુ ધ્રુજારી સહન કરી શકે તેવા મકાનો બનાવવાના પ્રયાસો કર્યા છે.

👉🏻 અમેરિકાના સાનફ્રાન્સિસ્કોના નિષ્ણાતોએ ચાર માળનું એક મકાન બનાવ્યું. તેના પાયામાં ૩૦ ઈંચ વ્યાસના 'ઓશિકા' મૂક્યા. ૨૩ રબરના અને ૨૩ સ્ટીલના વારાફરતી પડ જોડીને બનાવેલા ઓશિકા ૧૭ ઈંચ ઉંચા છે. ભૂકંપની ધ્રુજારી આ ઓશિકામાં શોષાઈ જાય છે. મકાન આખું બમ્પર ઉપર ઉભું હોય તેવી રચના છે.

👉🏻 રબર સ્થિતિસ્થાપક છે. ધ્રુજારીથી થતું નુકસાન અટકાવવા ઘણાં યંત્રોમાં રબરના સ્પેરપાર્ટસ કે વાઈસર મૂકેલા હોય છે. બ્રિટનમાં ભૂગર્ભ ટ્રેન ચાલે ત્યારે આસપાસની જમીન ધ્રુજે અને મકાનોને નુકસાન થાય. આ નુકસાન સાથે ભૂગર્ભ ટ્રેનની આસપાસ મોટાભાગના મકાનોના પાયામાં રબરની જાજમ બિછાવાઈ છે.

👉🏻 જાપાનના નિષ્ણાતોએ વળી નવી ટેકનિક અપનાવી છે. તેમણે પાયા વિનાનું મકાન બનાવ્યું છે. મકાન એક પ્લેટફોર્મ પર ઉભું છે. ભૂકંપ આવે ત્યારે માત્ર પ્લેટફોર્મ ધ્રુજે અને મકાન સલામત રહે છે.

♥ માનવ શરીરના અજાયબ અવયવ ♥




👉🏻 આપણે ખાધેલો ખોરાક પચાવવા માટે હોજરીમાં હાઈડ્રોક્લોરિક એસિડ પેદા થાય છે. આ એસિડ ચામડી પર પડે તો દાઝી જવાય એટલો જલદ હોય છે. તેની સામે રક્ષણ મેળવવા હોજરીની આંતરિક દિવાલોમાંથી ખાસ પ્રકારનું ચિકણું દ્રવ્ય પેદા થાય છે.

👉🏻 માણસના આંખના પોપચાંની ચામડી સૌથી પાતળું અંગ છે. તેની જાડાઈ વાળ જેટલી જ હોય છે.

👉🏻 માણસની હોજરીમાં ચાર લીટર જેટલો ખોરાક સમાઈ શકે.

👉🏻 માણસની જીભ પર હજારો સ્વાદગ્રંથી હોય છે જેમ ઉંમર વધે તેમ સ્વાદગ્રંથીઓ નાશ પામે છે. ઘરડા લોકો ઘણાં સ્વાદ પારખી શકતા નથી.

👉🏻 માનવ મગજ સુપર કમ્પ્યુટર કરતાંય શક્તિશાળી છે તે આંખો, ચામડી, કાન, નાક વિગેરે અંગો અને આંતરિક અવયવો તરફથી લાખો સંદેશાઓ એકસાથે મેળવી પ્રોસેસિંગ કરી યોગ્ય પ્રતિક્રિયા તાત્કાલિક આપે છે.

👉🏻 માણસના ફેફસાનું કુલ ક્ષેત્રફળ ટેનિસના મેદાન જેટલું થાય માણસ દરરોજ

👉🏻 લોહીના રક્તકણોને સમગ્ર શરીરમાં ફરતાં ૨૦ સેકંડ લાગે છે.

👉🏻 મોટું આંતરડું ૫ ફૂટ લાંબુ હોય છે. જ્યારે નાનું આતરડું ૨૫ ફૂટ લાંબુ પરંતુ મોટા આંતરડાની જાડાઈ નાના કરતાં ત્રણ ગણી હોય છે.

👉🏻 માણસની ચામડીના એક ચોરસ ઈંચ વિસ્તારમાં આવેલી રક્તવાહિનીઓની કુલ લંબાઈ લગભગ ૨૫ ફૂટ થાય.

♥ બ્રહ્માંડ ♥



👉🏻 બ્રહ્માંડનો સૌથી ઊંચો પર્વત મંગળ પર આવેલો ઓલિમ્પિસ મોન્સ ૨૫ કિલોમીટર ઊંચો છે માઉન્ટ એવરેસ્ટ કરતા ત્રણ ગણો.

👉🏻 મંગળ ઉપર ઓછું ગુરુત્વાકર્ષણ હોવાથી પૃથ્વી પર ૧૦૦ કિલો વજનનો માણસ મંગળની સપાટી પર ૩૮ કિલોનો થાય.

👉🏻 મંગળનો દિવસ ૨૪ કલાક ૩૯ મિનિટ ૩૫ સેકન્ડનો છે, લગભગ પૃથ્વી જેટલો જ.

👉🏻 ચંદ્ર પૃથ્વીથી દર વર્ષે ૪ સેન્ટિમીટર દૂર થતો જાય છે.

👉🏻 સોલાર પવનોને કારણે સૂર્યનું દળ દર સેકંડે અબજો કિલોગ્રામ ઘટી રહ્યું છે.

👉🏻 બ્રહ્માંડમાં રહેલ રેડ ક્વાર્ફ સ્ટાર કરોડો વર્ષ સુધી પ્રજ્વલિત રહે છે.

👉🏻 બુધની એક જ સપાટી સૂર્ય તરફ સતત રહે. બુધ બે પ્રદક્ષિણા દરમ્યાન ત્રણ ચક્રાકાર ધરીભ્રમણ કરતો હોવાથી આમ બને છે.

👉🏻 બ્રહ્માંડમાં છૂટી પડેલી મોટા ભાગની ઉલ્કાઓ ગુરુના પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે જ ગુરુ ઉપર પડે છે. એટલે ગુરુ બ્રહ્માંડની સૌથી મોટી કચરાપેટી છે.

👉🏻 સૂર્યમાળામાં પ્લૂટો જેવા ૩ અન્ય લઘુગ્રહો છ તે સીરસ, એરિસ અને મેકેમેક નામે ઓળખાય છે.

♥ ATM મશીનની શોધ ♥



👉🏻 બેંકમાંથી અર્ધી રાત્રે પૈસા ઉપાડવા માટેનું એટીએમ મશીન જાણીતું છે. શહેરોમાં મુખ્ય જાહેર સ્થળોએ મુકવામાં આવતાં અને કેશિયરની મદદ વિના પૈસા આપતા આ મશીનનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન (ATM) છે.

👉🏻 આ મશીનની શોધ ઇ.સ. ૧૯૩૯માં લ્યુથર સિમઝિયાન નામના ટેકનિશિયને કરેલી. તેણે આ પ્રકારના ઘણા મશીનો બનાવેલા.

👉🏻 જો કે તેણે બનાવેલું મશીન બેંકમાં ઉપયોગી થયું નહોતું. પણ તેના મશીનમાંથી પ્રેરણા લઈ જ્હોન વ્હાઈટ નામના એન્જિનિયરે નવું મશીન બનાવ્યું.

👉🏻 બેંકમાં ઉપયોગી થાય તેવું મશીન ઈ.સ. ૧૯૬૭માં બ્રિટનના જ્હોન શેફર્ડે બનાવેલું. આ મશીન લંડનની બર્કલે બેંકમાં મૂકવામાં આવેલું. મશીનનું હુલામણું નામ 'હોલ ઈન ધ વોલ' હતું.

👉🏻 આજે અંદાજ વિશ્વમાં દર  ૩૦૦૦ વ્યક્તિએ એક એટીએમ મશીન અસ્તિત્ત્વમાં છે.

👉🏻 અમેરિકા,  કેનેડા, યુરોપ અને જાપાનમાં સૌથી વધુ એટીએમ મશીન છે.

👉🏻 તમે નહીં માનો પણ બરફાચ્છિત દક્ષિણ ધ્રુવ  પ્રદેશમાં પણ એક એટીએમ છે તે ન્યૂઝિલેન્ડના રોસ ડિસ્પેન્ડેસીમાં આવેલું છે. કેટલાંક પ્રવાસી જ્હાજોમાં પણ એટીએમ મશીન હોય છે.

👉🏻 વિશ્વમાં મોટા ભાગના એટીએમ માઇક્રોસોફટ વિન્ડોઝના સોફટવેર વડે ચાલે છે.

👉🏻 આધુનિક એટીએમ મશીનમાં વિડિયો કોન્ફરન્સ કે જે બેંકના કેશિયર સાથે મુલાકાત કરાવી આપે તેવા મશીનો પણ છે. તે હજી વિશ્વવ્યાપી બન્યા નથી.

♥ 10 सबसे बडी सेनाए ♥

(1) CHINA = 23,33,000

(2) AMERICA = 14,92,200

(3) INDIA = 13,25,000

(4) NORTH KOREA = 11,90,000

(5) RUSSIA = 8,45,000

(6) PAKISTAN = 6,43,800

(7) SOUTH KOREA = 6,30,000

(8) IRAN = 5,23,000

(9) TURKEY = 5,10,600

(10) VIETNAM = 4,82,000

Friday, 2 December 2016

♥ જોરાવર જંતુજગત ♥

👉🏻 મધમાખીના પેટમાં આયર્ન ઓક્સાઈડની રિંગ હોય છે. જેના વડે તે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જાણીને રસ્તો શોધી શકે છે.

👉🏻 પતંગિયાની પાંખો હવાના દબાણમાં થયેલા ફેરફાર પારખી શકે છે.

👉🏻 તમરાં તેના પગમાં રહેલા સુક્ષ્મ બળ વડે ઝીણા અવાજના તરંગો પારખી શકે છે.

👉🏻 માખી એક સેકંડમાં ૩૦૦ વાર આંખ પટપટાવી શકે છે.

👉🏻 મચ્છર એક સેકંડમાં ૩૦૦ વખત પાંખ ફફડાવી શકે છે.

👉🏻 માદા મચ્છર માણસને એક સાથે બે ડંખ મારે છે. એક ડંખ દ્વારા લોહી ચૂસે છે અને બીજા ડંખમાંથી નિકળતું પ્રવાહી લોહીને જામી જતું અટકાવી પ્રવાહી રાખે છે.

👉🏻 શરીરના પ્રમાણમાં કીડીનું મગજ સૌથી મોટું ગણાય.

👉🏻 કીડી જમીનની સપાટીની પાંચ સેન્ટીમીટર ઊંડાઈએ થતું હલનચલન પારખી શકે છે.

👉🏻 ડ્રેગન ફ્લાય ( વાણિયો ) કલાકના ૯૦ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.

👉🏻 વંદાનું માથું કપાઈ જાય તો પણ અઠવાડિયા સુધી જીવે છે.અંતે ખાઇ ન શકવાને કારણે તે મૃત્યુ પામે છે.

♥ અજબ ગજબ જીવજગત ♥

👉🏻 પ્રાણીઓ વીજળીના જીવતા તારના અલ્ટ્રાવાયેલેટ કિરણો જોઈ શકે છે. એટલે વીજળીના તારથી દૂર રહે છે.

👉🏻 કૂતરા અને હાથી એવા પ્રાણી છે કે જે આપણે આંગળી ચીંધીએ તે સંકેત સમજી તે દિશામાં જુએ કે ચાલે છે.

👉🏻 પ્રાણીઓમાં ડોલ્ફિન સૌથી લાંબી યાદશક્તિ ધરાવતું પ્રાણી છે.

👉🏻 વિશ્વના સૌથી મોટા સ્થળચર પ્રાણીઓ આફ્રિકામાં છે. સૌથી મોટો હાથી અને સૌથી ઊંચું જિરાફ.

👉🏻 વૂડફ્રોગ  દેડકા શિયાળામાં સુષુપ્ત અવસ્થામાં જામીને બરફ જેવા થઈ જાય છે.

👉🏻 છેલ્લાં ૫૦૦ વર્ષમાં માણસે લગભગ ૩૨૨ જેટલાં પ્રાણીઓને નષ્ટ કરી નાખ્યા છે. જે હવે જોવા મળતાં નથી.

👉🏻 દરિયામાં થતું સીએનીમોન દેખાવમાં ફૂલ જોવું હોય છે પરંતુ નજીક આવેલા નાના જળચરોને છટકામાં ફસાવી શિકાર કરે છે.

👉🏻 બ્લ્યૂ વ્હેલનો અવાજ સૌથી મોટો ૧૮૮ ડેસિબલનો હોય છે તે લગભગ ૮૦૦ કિલોમીટર દૂર સુધી સંભળાય છે.

👉🏻 જેલીફિશ સૌથી ઓછો ઓક્સિજન લઈ જીવતું જળચર છે. અન્ય જળચરો કરતાં તે ૪૮ ટકા ઓછો ઓક્સિજન લે છે.

👉🏻 સાપ નજીક આવતા પ્રાણીઓની આગમનની ધ્રુજારી હવા અને જમીનમાંથી પારખી શકે છે.

👉🏻 જાણીને નવાઈ લાગશે પણ લાંબા અંતરની દોડમાં માણસને કોઈ પ્રાણી હરાવી શકે નહીં.

👉🏻 વિષુવવૃત્તની નજીકના પ્રદેશોમાં થતી વનસ્પતિ અને પ્રાણીઓ ઘેરા રંગના હોય છે.

👉🏻 આકાશમાં ઊડતાં પક્ષીઓ કદી એકબીજા સાથે અથડાઈ પડતાં નથી કેમકે ઊડતાં પક્ષીઓ હમેંશા જમણી તરફ વળાંક લે છે.

👉🏻 જાયન્ટ એન્ટ ઈટર (કીડીખાઉ)ને દાંત હોતા નથી પણ બે ફૂટ લાંબી જીભ હોય છે.

👉🏻 સસ્તન પ્રાણીઓમાં સૌથી વધુ ૫૦ દાંત ઉંદર જેવા ઓપોસમ પ્રાણીને હોય છે.

♥ ATM મશીનની શોધ ♥



👉🏻 બેંકમાંથી અર્ધી રાત્રે પૈસા ઉપાડવા માટેનું એટીએમ મશીન જાણીતું છે. શહેરોમાં મુખ્ય જાહેર સ્થળોએ મુકવામાં આવતાં અને કેશિયરની મદદ વિના પૈસા આપતા આ મશીનનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન - ATM છે.

👉🏻 આ મશીનની શોધ ઇ.સ. ૧૯૩૯માં લ્યુથર સિમઝિયાન નામના ટેકનિશિયને કરેલી. તેણે આ પ્રકારના ઘણા મશીનો બનાવેલા.

👉🏻 જો કે તેણે બનાવેલું મશીન બેંકમાં ઉપયોગી થયું નહોતું. પણ તેના મશીનમાંથી પ્રેરણા લઈ જ્હોન વ્હાઈટ નામના એન્જિનિયરે નવું મશીન બનાવ્યું.

👉🏻 બેંકમાં ઉપયોગી થાય તેવું મશીન ઈ.સ. ૧૯૬૭માં બ્રિટનના જ્હોન શેફર્ડે બનાવેલું.

👉🏻 આ મશીન લંડનની બર્કલે બેંકમાં મૂકવામાં આવેલું. મશીનનું હુલામણું નામ 'હોલ ઈન ધ વોલ' હતું. આજે અંદાજ વિશ્વમાં દર  ૩૦૦૦ વ્યક્તિએ એક એટીએમ મશીન અસ્તિત્ત્વમાં છે.

👉🏻 અમેરિકા,  કેનેડા, યુરોપ અને જાપાનમાં સૌથી વધુ એટીએમ મશીન છે. તમે નહીં માનો પણ બરફાચ્છિત દક્ષિણ ધ્રુવ  પ્રદેશમાં પણ એક એટીએમ છે તે ન્યૂઝિલેન્ડના રોસ ડિસ્પેન્ડેસીમાં આવેલું છે.

👉🏻 કેટલાંક પ્રવાસી જ્હાજોમાં પણ એટીએમ મશીન હોય છે. વિશ્વમાં મોટા ભાગના એટીએમ માઇક્રોસોફટ વિન્ડોઝના સોફટવેર વડે ચાલે છે.

👉🏻 આધુનિક એટીએમ મશીનમાં વિડિયો કોન્ફરન્સ કે જે બેંકના કેશિયર સાથે મુલાકાત કરાવી આપે તેવા મશીનો પણ છે. તે હજી વિશ્વવ્યાપી બન્યા નથી.

♥ ડેડ સી ( મૃત સમુદ્ર ) ♥



👉🏻 દરિયાના પાણીમાં ડૂબી જવાય. પરંતુ પાણીની સપાટી પર આરામથી સૂતા સૂતાં પુસ્તક વાંચી શકાય તેવો દરિયો જોયો છે ?

જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે આવેલો ડેડ સી કે મૃત સમુદ્ર આવો જ દરિયો છે. તેના પાણીમાં ક્ષાર વધુ હોવાથી તેની ઘનતા વધારે છે એટલે તેમાં ભારે વસ્તુઓ પણ તરતી રહે છે.

👉🏻 ખરેખર ડેડ સી દરિયો નથી પણ ૭૭ કિલોમીટર લાંબું અને ૧૮ કિલોમીટર પહોળું તળાવ છે તેમાં મીઠા પાણીની એક પણ નદી નથી મળતી એટલે તેનું પાણી ખારું થતું જાય છે.

👉🏻 પુષ્કળ ક્ષાર હોવાથી તેમાં માછલી જીવી શકતી નથી એટલે તેને મૃત સમુદ્ર કહે છે.

👉🏻 મૃત સમુદ્ર ૩૦૪ મીટર ઊંડો છે. તેનું પાણી સમુદ્ર કરતાં છ ગણું ખારું છે.

👉🏻 આ સમુદ્ર ભલે મૃત હોય અહીં વનસ્પતિ કે માછલી જોવા મળતી નથી પરંતુ આરોગ્ય અને દવા સંબંધી સંશોધનો માટેનું આદર્શ સ્થળ બન્યો છે. તેના પાણીમાં વિવિધ ક્ષારોમાંથી દવાઓ બનાવવાની સંભાવના છે.

👉🏻 વનસ્પતિ નહીં હોવાથી હવામાં રજકણો ઓછા છે. પ્રાચીન કાળમાં ઇજિપ્તમાં મમી સાચવવા માટેના દ્રવ્યો ડેડ સીમાંથી જ મેળવાતાં.

👉🏻 પોટાશ અને ઊંચા પ્રકારનું ખાતર પણ અહીંથી પ્રાપ્ત થાય છે. નવાઈની વાત એ છે કે મૃત સમુદ્રના કાંઠે રેતી કે ખડકો નહીં પરંતુ આસ્ફાલ્ટની લખોટી જેવી ગોળીઓ પથરાયેલી જોવા મળે છે.

👉🏻 મૃત સમુદ્રના કિનારે વિશ્વમાં સૌથી નીચી સપાટીએ એટલે કે દરિયાની સપાટીથી ૩૯૩ મીટર નીચો હાઈવે આવેલો છે આ હાઇવે ઇઝરાયેલમાં છે.

♥ પૃથ્વી ♥



👉🏻  પૃથ્વીનો સપાટીને માત્ર ૧૧ ટકા ભાગ ખેતી માટે ઉપયોગમાં લેવાય છે.

👉🏻  પૃથ્વી સૂર્ય ફરતે એક પ્રદક્ષિણા કરવામાં ૨૩ કલાક ૫૬ મિનિટ અને ૪ સેકંડનો સમય લે છે. જે આપણો એક દિવસ છે.

👉🏻 પૃથ્વીનું સૂર્ય પરિભ્રમણ એટલે આપણું એક વર્ષ તે ૩૬૫ દિવસ નહીં પણ ૩૬૫.૨૫૬૪ દિવસ જ છે. બાકીના ૦.૨૪૬૪ દિવસ લીપયરમાં હિસાબ થાય છે.

👉🏻  પૃથ્વીનો ૧૦ ટકા ભાગ બરફથી છવાયેલો છે.

👉🏻  પૃથ્વીની સપાટીનો પાંચમો ભાગ રણપ્રદેશથી છવાયેલો છે.

👉🏻 પૃથ્વી પરનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ ૮૮૪૮ મીટર ઊંચુ છે. તેની ઊંચાઈમાં વધારો થાય છે.

👉🏻 એન્ટાર્કટિક (દક્ષિણધ્રુવ) વિશ્વની સૌથી મોટી હિમનદી છે.

♥ ચિત્તો ♥



ચિત્તો વિશ્વનું સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી છે. તે કલાકના ૧૧૩ કિલોમીટરની ઝડપે દોડી શકે છે અને આ ઝડપ ગણતરીની સેકંડમાં જ મેળવી લે છે. જોકે થોડી વારમાં જ થાકીને ધીમા પડે છે.

👆🏻 ચિત્તો તેના કુળનું સૌથી નાનું પ્રાણી છે. તેનું વજન ૪૫ થી ૫૦ કિલો હોય છે.

👆🏻 ચિત્તાના ચહેરા પર આંખથી મોં સુધી કાળી રેખાઓ તેની વિશિષ્ટતા અને ઓળખ છે.

👆🏻 ચિત્તા મોટેથી ગર્જના કરી શકતા નથી.

👆🏻 ચિત્તાની નજર શક્તિશાળી હોય છે. તે માત્ર દિવસે જ શિકાર કરે છે.

👆🏻 ચિત્તા ઝાડ પર ચડી શકતા નથી.

👆🏻 ચિત્તા સ્વભાવે ડરપોક છે તે બીજા હિંસક પ્રાણી સાથે લડતાં નથી.

👆🏻 ચિત્તા ચાર પાંચ દિવસ પાણી વિના ચલાવી લે છે.

👆🏻 ચિત્તાની મુખ્ય પાંચ જાત છે. એશિયન ચિત્તા, નોર્થ આફ્રિકન ચિત્તા, સાઉથ આફ્રિકન ચિત્તા, સુદાન ચિત્તા અને ટાન્ઝાનિયન ચિત્તા

👆🏻 ચિત્તાના શરીર પર લગભગ ૨૦૦૦ કાળાં ટપકાં હોય છે. દરેક ટપકું લગભગ દોઢથી બે ઈંચ વ્યાસનું હોય છે.

👆🏻 વિવિધ પ્રકારના ચિત્તા બિલાડીના મ્યાઉંથી માંડીને થોડી સેકંડના ઘૂરકિયા કરી શકે છે. મોટો અવાજ કરી શકતા નથી.

👆🏻 ચિત્તાની સુંઘવાની શક્તિ વધુ હોય છે તે જમીન સુંઘીને રસ્તો  શોધી શકે છે.

👆🏻 દોડતી વખતે ચિત્તા દર મિનિટે ૧૫૦ વખત શ્વાસ લે છે. સામાન્ય રીતે તેના શ્વાસોચ્છવાસની ઝડપ મિનિટે ૬૦ની છે.

👆🏻દોડતી વખતે ચિત્તાના શરીરની ગરમીમાં ૫૦ ટકાનો વધારો થાય છે તે ૫૦૦ મીટર કરતાં વધુ લાંબુ અંતર ઝડપથી દોડી શકતા નથી.