આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 4 December 2016

♥ માનવ શરીરના અજાયબ અવયવ ♥




👉🏻 આપણે ખાધેલો ખોરાક પચાવવા માટે હોજરીમાં હાઈડ્રોક્લોરિક એસિડ પેદા થાય છે. આ એસિડ ચામડી પર પડે તો દાઝી જવાય એટલો જલદ હોય છે. તેની સામે રક્ષણ મેળવવા હોજરીની આંતરિક દિવાલોમાંથી ખાસ પ્રકારનું ચિકણું દ્રવ્ય પેદા થાય છે.

👉🏻 માણસના આંખના પોપચાંની ચામડી સૌથી પાતળું અંગ છે. તેની જાડાઈ વાળ જેટલી જ હોય છે.

👉🏻 માણસની હોજરીમાં ચાર લીટર જેટલો ખોરાક સમાઈ શકે.

👉🏻 માણસની જીભ પર હજારો સ્વાદગ્રંથી હોય છે જેમ ઉંમર વધે તેમ સ્વાદગ્રંથીઓ નાશ પામે છે. ઘરડા લોકો ઘણાં સ્વાદ પારખી શકતા નથી.

👉🏻 માનવ મગજ સુપર કમ્પ્યુટર કરતાંય શક્તિશાળી છે તે આંખો, ચામડી, કાન, નાક વિગેરે અંગો અને આંતરિક અવયવો તરફથી લાખો સંદેશાઓ એકસાથે મેળવી પ્રોસેસિંગ કરી યોગ્ય પ્રતિક્રિયા તાત્કાલિક આપે છે.

👉🏻 માણસના ફેફસાનું કુલ ક્ષેત્રફળ ટેનિસના મેદાન જેટલું થાય માણસ દરરોજ

👉🏻 લોહીના રક્તકણોને સમગ્ર શરીરમાં ફરતાં ૨૦ સેકંડ લાગે છે.

👉🏻 મોટું આંતરડું ૫ ફૂટ લાંબુ હોય છે. જ્યારે નાનું આતરડું ૨૫ ફૂટ લાંબુ પરંતુ મોટા આંતરડાની જાડાઈ નાના કરતાં ત્રણ ગણી હોય છે.

👉🏻 માણસની ચામડીના એક ચોરસ ઈંચ વિસ્તારમાં આવેલી રક્તવાહિનીઓની કુલ લંબાઈ લગભગ ૨૫ ફૂટ થાય.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.