👉🏻 ભૂકંપની ધ્રુજારી જમીન આડી લીટીમાં આગળ પાછળ સરકે તે રીતે થતી હોય છે એટલે મકાનો, પૂલો જેવા બાંધકામોથી વધુ નુકસાન થાય છે. મકાનો જમીનને કાટખૂણે ઊભા હોય છે. પાયાની જમીન ધ્રુજે અને ધ્રુજારી દિવાલમાં પસાર થઈ ટોચ સુધી પહોંચે તે દરમિયાન તેનું માળખું હલબલી જાય. પાયો ઊંડો હોય તો આ અસર ઓછી થાય.
👉🏻 જોકે ભૂકંપની તીવ્રતા ઉપર નુકસાનને આધાર છે. બરડ પદાર્થો જલદી તૂટી પડે. વૃક્ષો તૂટી પડતાં નથી પણ વીજળીનાં થાંભલા જલદી તૂટી પડે છે. વિજ્ઞાાનીઓએ ભૂકંપની આવી બધી અસરોનો અભ્યાસ કરીને ભૂકંપમાં ઓછું નુકસાન થાય અને વધુ ધ્રુજારી સહન કરી શકે તેવા મકાનો બનાવવાના પ્રયાસો કર્યા છે.
👉🏻 અમેરિકાના સાનફ્રાન્સિસ્કોના નિષ્ણાતોએ ચાર માળનું એક મકાન બનાવ્યું. તેના પાયામાં ૩૦ ઈંચ વ્યાસના 'ઓશિકા' મૂક્યા. ૨૩ રબરના અને ૨૩ સ્ટીલના વારાફરતી પડ જોડીને બનાવેલા ઓશિકા ૧૭ ઈંચ ઉંચા છે. ભૂકંપની ધ્રુજારી આ ઓશિકામાં શોષાઈ જાય છે. મકાન આખું બમ્પર ઉપર ઉભું હોય તેવી રચના છે.
👉🏻 રબર સ્થિતિસ્થાપક છે. ધ્રુજારીથી થતું નુકસાન અટકાવવા ઘણાં યંત્રોમાં રબરના સ્પેરપાર્ટસ કે વાઈસર મૂકેલા હોય છે. બ્રિટનમાં ભૂગર્ભ ટ્રેન ચાલે ત્યારે આસપાસની જમીન ધ્રુજે અને મકાનોને નુકસાન થાય. આ નુકસાન સાથે ભૂગર્ભ ટ્રેનની આસપાસ મોટાભાગના મકાનોના પાયામાં રબરની જાજમ બિછાવાઈ છે.
👉🏻 જાપાનના નિષ્ણાતોએ વળી નવી ટેકનિક અપનાવી છે. તેમણે પાયા વિનાનું મકાન બનાવ્યું છે. મકાન એક પ્લેટફોર્મ પર ઉભું છે. ભૂકંપ આવે ત્યારે માત્ર પ્લેટફોર્મ ધ્રુજે અને મકાન સલામત રહે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.