આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 4 December 2016

♥ વિશ્વનું સૌથી નાનું શિયાળ : ફેનેક ફોક્ષ ♥




👉🏻 બુદ્ધિશાળી પણ લુચ્ચા પ્રાણી તરીકે જાણીતા શિયાળની ઘણી જાત હોય છે. ભરચક વાળવાળી ભરાવદાર પૂંછડીવાળા શિયાળ સામાન્ય રીતે કૂતરાના કદના હોય છે.

👉🏻 સહારા અને આફ્રિકાના રણપ્રદેશમાં જોવા મળતું ફેનેક ફોક્ષ એક જ ફૂટ લાંબું અને એક કિલો વજનનું હોય છે.

👉🏻 નાનકડા શરીર પર ચારથી પાંચ ઈંચ લાંબા કાન તેની વિશેષતા છે. મોટી આંખોને કારણે અન્ય શિયાળ કરતાં તે જુદું દેખાય છે.

👉🏻 દિવસે ખૂબજ ગરમી અને રાત્રે ખૂબજ ઠંડી હોય તેવા રણપ્રદેશમાં જોવા મળતાં ફેનેક ફોક્ષને શરીર પર ભરચક વાળ હોય છે.

👉🏻 આ પ્રાણી ટોળામાં રહે છે. સામાજિક છે એટલે પાળી શકાય છે. તે ઉંદર, ખિસકોલી જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે છે.

👉🏻 ફેનેક બે ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે.

👉🏻 પાણી વિના લાંબો સમય જીવી શકે છે.

👉🏻 ફેનેક્ષ ફોક્ષ જમીનમાં દર બનાવીને રહે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.