આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 4 December 2016

♥ બ્રહ્માંડ ♥



👉🏻 બ્રહ્માંડનો સૌથી ઊંચો પર્વત મંગળ પર આવેલો ઓલિમ્પિસ મોન્સ ૨૫ કિલોમીટર ઊંચો છે માઉન્ટ એવરેસ્ટ કરતા ત્રણ ગણો.

👉🏻 મંગળ ઉપર ઓછું ગુરુત્વાકર્ષણ હોવાથી પૃથ્વી પર ૧૦૦ કિલો વજનનો માણસ મંગળની સપાટી પર ૩૮ કિલોનો થાય.

👉🏻 મંગળનો દિવસ ૨૪ કલાક ૩૯ મિનિટ ૩૫ સેકન્ડનો છે, લગભગ પૃથ્વી જેટલો જ.

👉🏻 ચંદ્ર પૃથ્વીથી દર વર્ષે ૪ સેન્ટિમીટર દૂર થતો જાય છે.

👉🏻 સોલાર પવનોને કારણે સૂર્યનું દળ દર સેકંડે અબજો કિલોગ્રામ ઘટી રહ્યું છે.

👉🏻 બ્રહ્માંડમાં રહેલ રેડ ક્વાર્ફ સ્ટાર કરોડો વર્ષ સુધી પ્રજ્વલિત રહે છે.

👉🏻 બુધની એક જ સપાટી સૂર્ય તરફ સતત રહે. બુધ બે પ્રદક્ષિણા દરમ્યાન ત્રણ ચક્રાકાર ધરીભ્રમણ કરતો હોવાથી આમ બને છે.

👉🏻 બ્રહ્માંડમાં છૂટી પડેલી મોટા ભાગની ઉલ્કાઓ ગુરુના પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે જ ગુરુ ઉપર પડે છે. એટલે ગુરુ બ્રહ્માંડની સૌથી મોટી કચરાપેટી છે.

👉🏻 સૂર્યમાળામાં પ્લૂટો જેવા ૩ અન્ય લઘુગ્રહો છ તે સીરસ, એરિસ અને મેકેમેક નામે ઓળખાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.