👉🏻 બેંકમાંથી અર્ધી રાત્રે પૈસા ઉપાડવા માટેનું એટીએમ મશીન જાણીતું છે. શહેરોમાં મુખ્ય જાહેર સ્થળોએ મુકવામાં આવતાં અને કેશિયરની મદદ વિના પૈસા આપતા આ મશીનનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન - ATM છે.
👉🏻 આ મશીનની શોધ ઇ.સ. ૧૯૩૯માં લ્યુથર સિમઝિયાન નામના ટેકનિશિયને કરેલી. તેણે આ પ્રકારના ઘણા મશીનો બનાવેલા.
👉🏻 જો કે તેણે બનાવેલું મશીન બેંકમાં ઉપયોગી થયું નહોતું. પણ તેના મશીનમાંથી પ્રેરણા લઈ જ્હોન વ્હાઈટ નામના એન્જિનિયરે નવું મશીન બનાવ્યું.
👉🏻 બેંકમાં ઉપયોગી થાય તેવું મશીન ઈ.સ. ૧૯૬૭માં બ્રિટનના જ્હોન શેફર્ડે બનાવેલું.
👉🏻 આ મશીન લંડનની બર્કલે બેંકમાં મૂકવામાં આવેલું. મશીનનું હુલામણું નામ 'હોલ ઈન ધ વોલ' હતું. આજે અંદાજ વિશ્વમાં દર ૩૦૦૦ વ્યક્તિએ એક એટીએમ મશીન અસ્તિત્ત્વમાં છે.
👉🏻 અમેરિકા, કેનેડા, યુરોપ અને જાપાનમાં સૌથી વધુ એટીએમ મશીન છે. તમે નહીં માનો પણ બરફાચ્છિત દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં પણ એક એટીએમ છે તે ન્યૂઝિલેન્ડના રોસ ડિસ્પેન્ડેસીમાં આવેલું છે.
👉🏻 કેટલાંક પ્રવાસી જ્હાજોમાં પણ એટીએમ મશીન હોય છે. વિશ્વમાં મોટા ભાગના એટીએમ માઇક્રોસોફટ વિન્ડોઝના સોફટવેર વડે ચાલે છે.
👉🏻 આધુનિક એટીએમ મશીનમાં વિડિયો કોન્ફરન્સ કે જે બેંકના કેશિયર સાથે મુલાકાત કરાવી આપે તેવા મશીનો પણ છે. તે હજી વિશ્વવ્યાપી બન્યા નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.