આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 2 December 2016

♥ ડેડ સી ( મૃત સમુદ્ર ) ♥



👉🏻 દરિયાના પાણીમાં ડૂબી જવાય. પરંતુ પાણીની સપાટી પર આરામથી સૂતા સૂતાં પુસ્તક વાંચી શકાય તેવો દરિયો જોયો છે ?

જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે આવેલો ડેડ સી કે મૃત સમુદ્ર આવો જ દરિયો છે. તેના પાણીમાં ક્ષાર વધુ હોવાથી તેની ઘનતા વધારે છે એટલે તેમાં ભારે વસ્તુઓ પણ તરતી રહે છે.

👉🏻 ખરેખર ડેડ સી દરિયો નથી પણ ૭૭ કિલોમીટર લાંબું અને ૧૮ કિલોમીટર પહોળું તળાવ છે તેમાં મીઠા પાણીની એક પણ નદી નથી મળતી એટલે તેનું પાણી ખારું થતું જાય છે.

👉🏻 પુષ્કળ ક્ષાર હોવાથી તેમાં માછલી જીવી શકતી નથી એટલે તેને મૃત સમુદ્ર કહે છે.

👉🏻 મૃત સમુદ્ર ૩૦૪ મીટર ઊંડો છે. તેનું પાણી સમુદ્ર કરતાં છ ગણું ખારું છે.

👉🏻 આ સમુદ્ર ભલે મૃત હોય અહીં વનસ્પતિ કે માછલી જોવા મળતી નથી પરંતુ આરોગ્ય અને દવા સંબંધી સંશોધનો માટેનું આદર્શ સ્થળ બન્યો છે. તેના પાણીમાં વિવિધ ક્ષારોમાંથી દવાઓ બનાવવાની સંભાવના છે.

👉🏻 વનસ્પતિ નહીં હોવાથી હવામાં રજકણો ઓછા છે. પ્રાચીન કાળમાં ઇજિપ્તમાં મમી સાચવવા માટેના દ્રવ્યો ડેડ સીમાંથી જ મેળવાતાં.

👉🏻 પોટાશ અને ઊંચા પ્રકારનું ખાતર પણ અહીંથી પ્રાપ્ત થાય છે. નવાઈની વાત એ છે કે મૃત સમુદ્રના કાંઠે રેતી કે ખડકો નહીં પરંતુ આસ્ફાલ્ટની લખોટી જેવી ગોળીઓ પથરાયેલી જોવા મળે છે.

👉🏻 મૃત સમુદ્રના કિનારે વિશ્વમાં સૌથી નીચી સપાટીએ એટલે કે દરિયાની સપાટીથી ૩૯૩ મીટર નીચો હાઈવે આવેલો છે આ હાઇવે ઇઝરાયેલમાં છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.