આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 2 December 2016

♥ ચિત્તો ♥



ચિત્તો વિશ્વનું સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી છે. તે કલાકના ૧૧૩ કિલોમીટરની ઝડપે દોડી શકે છે અને આ ઝડપ ગણતરીની સેકંડમાં જ મેળવી લે છે. જોકે થોડી વારમાં જ થાકીને ધીમા પડે છે.

👆🏻 ચિત્તો તેના કુળનું સૌથી નાનું પ્રાણી છે. તેનું વજન ૪૫ થી ૫૦ કિલો હોય છે.

👆🏻 ચિત્તાના ચહેરા પર આંખથી મોં સુધી કાળી રેખાઓ તેની વિશિષ્ટતા અને ઓળખ છે.

👆🏻 ચિત્તા મોટેથી ગર્જના કરી શકતા નથી.

👆🏻 ચિત્તાની નજર શક્તિશાળી હોય છે. તે માત્ર દિવસે જ શિકાર કરે છે.

👆🏻 ચિત્તા ઝાડ પર ચડી શકતા નથી.

👆🏻 ચિત્તા સ્વભાવે ડરપોક છે તે બીજા હિંસક પ્રાણી સાથે લડતાં નથી.

👆🏻 ચિત્તા ચાર પાંચ દિવસ પાણી વિના ચલાવી લે છે.

👆🏻 ચિત્તાની મુખ્ય પાંચ જાત છે. એશિયન ચિત્તા, નોર્થ આફ્રિકન ચિત્તા, સાઉથ આફ્રિકન ચિત્તા, સુદાન ચિત્તા અને ટાન્ઝાનિયન ચિત્તા

👆🏻 ચિત્તાના શરીર પર લગભગ ૨૦૦૦ કાળાં ટપકાં હોય છે. દરેક ટપકું લગભગ દોઢથી બે ઈંચ વ્યાસનું હોય છે.

👆🏻 વિવિધ પ્રકારના ચિત્તા બિલાડીના મ્યાઉંથી માંડીને થોડી સેકંડના ઘૂરકિયા કરી શકે છે. મોટો અવાજ કરી શકતા નથી.

👆🏻 ચિત્તાની સુંઘવાની શક્તિ વધુ હોય છે તે જમીન સુંઘીને રસ્તો  શોધી શકે છે.

👆🏻 દોડતી વખતે ચિત્તા દર મિનિટે ૧૫૦ વખત શ્વાસ લે છે. સામાન્ય રીતે તેના શ્વાસોચ્છવાસની ઝડપ મિનિટે ૬૦ની છે.

👆🏻દોડતી વખતે ચિત્તાના શરીરની ગરમીમાં ૫૦ ટકાનો વધારો થાય છે તે ૫૦૦ મીટર કરતાં વધુ લાંબુ અંતર ઝડપથી દોડી શકતા નથી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.