કોઈ પણ છોડ કે વૃક્ષ વાવવા માટે જમીનમાં બીજ નાખવામાં આવે છે ત્યારે જમીનમાં બીજ ગમે તે સ્થિતિમાં હોય પરંતુ તેમાંથી ફૂટતા અંકુર જમીન તોડીને બહાર આવે છે અને મૂળ જમીનમાં નીચેની તરફ જ વિકાસ પામે છે. કુદરતી આ અજાયબ રચના છે. વિજ્ઞાાનીઓને પણ નવાઈ લાગે. નૃવંશ શાસ્ત્રી ડાર્વિને તો આ રહસ્ય જાણવા પ્રયોગો કરેલા.
તેણે બીજ વાવીને બહાર નીકળેલા અંકુર ઉપર કપડું ઢાંકી દીધું એટલે અંકુરનો વિકાસ અટકી ગયો. ડાર્વિને એક તારણ કાઢયું કે વનસ્પતિના અંકુરમાં સૂર્યપ્રકાશથી આકર્ષાય તેવા ખાસ કોષો હોય છે. દરેક સજીવ વિકાસ પામવા માટે કુદરતી શક્તિઓ ધરાવે છે.
વનસ્પતિને સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવવાનો હોય છે એટલે તેના લીલો ભાગ સૂર્યપ્રકાશ તરફ આગળ વધે છે. તેનાથી વિપરીત વનસ્પતિના મૂળમાં પ્રવાહી શોષી લે તેવા કોષો હોય છે અને લીલા રંગના હોતાં નથી પાણીની શોધમાં તે સૂર્યપ્રકાશથી દૂર જમીનમાં ઊંડે ઉતરે છે. આ વિલક્ષણતા વડલામાં વધુ સારી રીતે જોઈ શકાય છે. વડની ડાળીઓ અને પાન સૂર્યપ્રકાશ તરફ આગળ વધે અને ડાળીઓમાંથી નીકળેલી વડવાઈઓ જમીન તરફ લંબાય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Thursday, 3 November 2016
♥ બીજના અંકુર જમીનની ઉપર અને મૂળ નીચેની તરફ જ કેમ વિકાસ કરે છે ? ♥
♥ દિલ્હીનો લાલ કિલ્લો ♥
♠ રાષ્ટ્રીય તહેવારોમાં દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી વડાપ્રધાન સલામી આપી રાષ્ટ્રને સંબોધન કરે છે. આ લાલ કિલ્લૌ ઐતિહાસિક ઈમારત છે.
♠ મોગલ બાદશાહ શાહજહાં ઈ.સ. ૧૬૩૮માં પોતાની રાજધાની આગ્રાથી ખસેડી દિલ્હી લાવ્યા ત્યારે લાલ કિલ્લો બંધાવ્યો હતો.
♠ ઈ.સ. ૧૬૩૮ના મે માસની ૧૩ તારીખે મહોરમના તહેવારમાં તેનું બાંધકામ શરૃ થ યેલું અને તે બંધાતા ૧૦ વર્ષ લાગ્યા હતા. શાહજહાંએ આ કિલ્લાને 'કિલ્લાએ મુબારક'નામ આપેલું.
♠ લાલ કિલ્લાની ફરતે લાંબી દિવાલ છે. આ દિવાલ ૧૮ મીટરથી માંડીને ૩૩ મીટર ઊંચી છે. લાલ કિલ્લો મોગલ બાદશાહનું નિવાસ સ્થાન હોવાથી ભવ્ય હતો. કોહીનુર જડેલું સિંહાસન આ કિલ્લામાં જ હતું. તેનો રંગમહેલ ભવ્ય હતો. સુંદર આરસની કોતરણીથી શોભતા રંગમહેલની છત ચાંદીજડેલ હતી.
♠ લાલ કિલ્લાના બે ભાગ હતા. દિવાને ખાસ એટલે શાહી પરિવારનું રહેઠાણ અને દિવાને આમ એટલે જનતા દરબાર. કિલ્લામાં આવેલા મોતી મસ્જિદ, રાણીનું નિવાસસ્થાન હયાત બક્ષબાગ, રંગમહેલ અને સંગીત ભવન જોવા મળે છે.
♠ શાહજહાં પછી ઘણા મોગલ બાદશાહો આ કિલ્લામાં વસેલા તેમણે ઘણા સુધારાવધારા કર્યા. અંગ્રેજોના શાસન દરમિયાન કિલ્લામાંની ઘણી કીંમતી ચીજો ખસેડી લેવાઈ પરંતુ લાલ કિલ્લાની ભવ્યતા આજે પણ અકબંધ છે.
♥ લેસર સ્પેક્ટ્રોસ્કોપીનો શોધક - નિકોલસ બ્લમ્બર્જન ♥
♠ લેસર કિરણોના વિવિધ ઉપયોગોની શોધથી તબીબી જગતથી માંડીને મનોરંજન ક્ષેત્રે ઘણી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. લેસર સ્પેક્ટ્રોસ્કોપી એટલે કોઈપણ રાસાયણિક પદાર્થ કે નમૂના ઉપર લેસર કિરણો ફેંકીને તેના વિવિધ રંગકણોનું વિશ્લેષણ કરી પદાર્થનો અભ્યાસ કરવો.
♠ લેસર કિરણો વિવિધ રંગના કિરણો ઉપર વિવિધ અસરો કરે છે. આ પદ્ધતિથી રાસાયણિક વિશ્લેષણ ઉપરાંત રોગોના નિદાન માટે પણ જરૂરી સંશોધન થઈ શકે છે. લેસર કિરણોની આ વિલક્ષણતાની શોધ ભારતીય વિજ્ઞાાની સી.વી. રામને કરેલી. ઘણા બધા વિજ્ઞાનીઓએ તેમાં સંશોધનો કરીને મહત્ત્વના સાધનો વિકસાવ્યા હતા. તેમાં નિકોલસ બ્લ્મબર્જનનો મુખ્ય ફાળો છે. તેને આ યોગદાન બદલ ૧૯૮૧માં નોબેલ ઈનામ એનાયત થયું હતું.
♠ નિકોલસ બ્લમ્બર્જનનો જન્મ ઈ.સ. ૧૯૨૦ના માર્ચની ૧૧ તારીખે નેધરલેન્ડના ડોર્ડટ ખાતે થયો હતો. તેના પિતા કેમિકલ એન્જિનિયર હતા. ૧૯૩૮માં તે ફિઝિક્સના ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલો.
♠ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેને બે વર્ષ છુપાઈને રહેવું પડેલું. ૧૯૪૫માં તે નેધરલેન્ડ છોડીને બ્રિટન જઈ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. બ્લમ્બર્જનને યુનિવર્સિટીએ પ્રથમ ન્યુક્લિયર મેગ્નેટિક રિસોનન્સ મશીન બનાવવાના સંશોધનનોમાં રોક્યા.
♠ આ દરમિયાન તેણે માસાચ્યૂસેટ્સ ઈન્સ્ટિટયૂટમાં પણ સંશોધન કાર્ય કરેલું. ૧૯૪૭માં નેધરલેન્ડ પરત આવીને તેણે લિડન યુનિવર્સિટીમાં પીએચડીની ડિગ્રી મેળવી.
♠ ૧૯૪૯માં ફરીવાર હાર્વર્ડ આવીને શિક્ષણકાર્યમાં જોડાયો.
♠ ૧૯૫૮માં તે અમેરિકા જઈ એરિઝોના યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો. આમ જીવનભર તેણે વિજ્ઞાાન ક્ષેત્રે બ્લમ્બર્જનને તેણે કરેલા યોગદાનો બદલ નોબેલ ઈનામ ઉપરાંત અનેક સન્માનો મળેલાં. તેણે ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ બેંગાલુરુમાં પણ સેવાઓ આપેલી.
♥ ગુજરાતનો 1 કરોડનો વેડીંગ ડ્રેસ ♥
સુરત
શહેરનાં ફેશન ડિઝાઇનરે મુંબઇનાં બ્રાઇડલ ફેશન વીક માટે એક કરોડ રૂપિયાનો બ્રાઇડલ ડ્રેસ તૈયાર કર્યો હતો!
આ ડ્રેસમાં ડાયમંડ અને સોનાનાં તારથી એમ્બ્રોઇડરી કરવામાં આવી છે.ફેશન ડિઝાઇનર હિના મોદી અને પ્રિતી ભાટિયાએ તૈયાર કરેલા આ ડ્રેસનું વજન 15 કિલો છે.વેલ્વેટમાંથી તૈયાર કરાયેલા આ ડ્રેસમાં ગોલ્ડની જરી પણ ઉપયોગમાં લેવાઇ છે.મુંબઇનાં બ્રાઇડલ ફેશન વીકમાં રજૂ થયેલો આ ડ્રેસ ગુજરાતનો સૌથી મોંઘો વેડિંગ ડ્રેસ છે.
એક કરોડના બ્રાઈડલ કલેક્શનમાં લાલ રંગના વેલવેટનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે.જેમાં 18 એકસરખી કળીઓ મુકી તેને અનારકલી ડિઝાઈન આપવામાં આવી છે.આ કળીમાં ફ્લોરલ ડિઝાઈનના નાના બ્રોચ મુકવામાં આવ્યા છે,જેની બોર્ડરમાં 50 થી 60 સેન્ટના મોટા રિઅલ ડાયમંડ વાપરવામાં આવ્યા છે અને તેની અંદર ગોલ્ડનું એમ્બ્રોઈડરી કસબ વર્ક કરેલું છે.આ દરેક બ્રોચમાં 40 સેન્ટના ડાયમંડ જડીત કરવામાં આવ્યા છે. આ ડ્રેસ જરી,ડાયમંડ અને ગોલ્ડ કસબ વર્કથી તૈયાર કરવામાં આવ્યો છે.જરી અને ડાયમંડ સુરતની સ્પેશિયાલિટી છે,તેથી જ એનો ઉપયોગ કરીને સુરતને ફેશન જગતમાં પ્રમોટ કરવા માટે આ બ્રાઈડલ ડ્રેસ બનાવવામાં આવ્યો છે.
Wednesday, 2 November 2016
♥ બાબા અવતારસિંહની અજબ - ગજબ પાઘડી ♥
51 વર્ષીય બાબા અવતારસિંહની પાઘડી તેમની ઓળખ છે.ધાર્મિક પ્રચારમાં 95 કિલો વજનની પાઘડી તેઓ રોજ બાંધે છે.પાઘડી માટે 650 મિટર કપડું વાપરે છે.આ વજનદાર પાઘડી સાથે બાબા બુલેટ પણ ચલાવે છે.
👍🏼 અમૃતસરમાં દિવાળીના એક દિવસ અગાઉ ફતેહ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં લોકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.આ ઊજવણીમાં બાબા અવતાર સિંહ પણ પહોંચ્યા હતા.આ સમયે તેમણે 90 કિલોની વજનદાર પાઘડી પહેરી રાખી હતી.
👍🏼 2012માં બાબાએ પાઘડી પહેરીને જ શ્રી હેમકુંટ સાહેબની પગપાળા યાત્રા કરી હતી.
👍🏼 રોજ પાઘડી બાંધવામાં 6 કલાક અને ઊતારવામાં 2 કલાકનો સમય લાગે છે.
👍🏼 અવતાર સિંહ બંને હાથ 5-5 કડા પહેરે છે.આ કડાનું વજન 20 કિલો જેટલું છે.
👍🏼 અવતાર સિંહે જણાવ્યું કે,અલગ ઓળખ યથાવત રાખવા અને ધાર્મિક પ્રચાર માટે તેઓ આમ કરે છે.
♥ दुनिया के सबसे लंबे पुल ♥
दुनिया का सबसे लंबा पुल 165 किलोमीटर लंबा है. यानी दिल्ली से कुरुक्षेत्र जितना दूर l यह चीन में है.
Monday, 31 October 2016
♥ અંતરીક્ષની અજાયબી ♥
♣ શનિને એન્સીલેડસ નામનો એક નાનકડો ચંદ્ર છે. આ ચંદ્ર સૂર્યપ્રકાશનું ૯૦ ટકા પરાવર્તન કરે છે એટલે બરફના ચોસલા જેવો પારદર્શક દેખાય છે.
♣ ગુરૃને ૬૭ ચંદ્રો હોવાનું મનાય છે પરંતુ તેમાંના ૫૩ જ ઓળખી નકાયા છે.
♣ યુરેનસ પર મિથેનનું પ્રમાણ વધુ હોવાથી તે લાલ રંગનું સંપૂર્ણ શોષણ કરે છે અને આખો ભૂરો દેખાય છે.
♣ પ્લૂટો હવે ગ્રહ નથી પણ તે તેના જેટલા જ કદનો કેરોન નામનો ચંદ્ર ધરાવે છે.
♣ ઉત્તર ક્ષિતિજમાં એન્ડ્રો મેડા અને ટ્રાયંગુલુમ ગેલેક્સી નરી આંખે દેખાય છે.
♣ પૃથ્વીથી સૌથી નજીકની ગેલેક્સી એન્ડ્રોમોડા છે.
♣ સૂર્યમાળામાં બધા ગ્રહોના ચંદ્રો મળીને કુલ ૧૬૬ ચંદ્રો છે.
♣ બુધને વાતાવરણ નથી એટલે ત્યાં હવામાન, પવન કે પાણી પણ નથી.
♣ નેપ્ચ્યૂનનો ચંદ્ર ટ્રાઈટન તેની ફરત અવળી પ્રદક્ષિણા કરે છે
♥ મહારાષ્ટ્રનું લોનાર ક્રેટર લેક ♥
♦ પૃથ્વી પર આકાશમાંથી ઉલ્કાવર્ષા થાય છે. ક્યારેક કોઈ વજનદાર ઉલ્કા પૃથ્વી પર પડે ત્યારે ઊંડો ખાડો થઈ જાય છે. ઉલ્કાથી પડેલા આવા ખાડામાં કાળક્રમે તળાવ બને છે. આવા તળાવ ઘણી વિશિષ્ટતા ધરાવે છે.
♦ મહારાષ્ટ્રના બલાધા જિલ્લામાં આવેલું લોનાર સરોવર ૫૦૦૦ વર્ષ પહેલાં પડેલી ઉલ્કાથી સર્જાયેલું છે.
♦ હાલમાં ખારા પાણીનું સરોવર છે. લોનાર સરોવર એકદમ ગોળાકાર છે. ૩૯૦૦ ફૂટ વ્યાસના વાડકા આકારનું આ સરોવર તળિયે ૫૯૦૦ ફૂટનો વ્યાસ ધરાવે છે. વિશ્વની ઘણી વિજ્ઞાાન સંસ્થાઓએ આ તળાવનો અભ્યાસ કર્યો છે.
♦ લોનાર સરોવરની આસપાસ ૬ઠ્ઠી સદીમાં બંધાયેલા મંદિરો છે. તેમાં દૈત્યસુદાન મંદિર, કમળાજા દેવી મંદિર, ગોમુખ મંદિર વગેરે મુખ્ય છે.
♦ નવાઈની વાત એ છે કે તળાવની ફરતે બહાર આંબલીના વૃક્ષોની કતાર છે ત્યાર પછી ખજૂરી અને ત્યાર પછી બાવળની કતાર છે.
♥ ઈલેક્ટ્રિક વેક્યૂમ ક્લિનરનો શોધક - જેમ્સ સ્પેન્ગલર ♥
સાફ સફાઈ માટે વેક્યૂમ ક્લિનર ઉપયોગી અને સરળતાથી સંચાલન થઈ શકે તેવું યંત્ર છે. ઘરમાં કે ઓફિસમાં કચરો વાળવાની ઝંઝટમાંથી બચાવતું વેક્યૂમ ક્લિનર ખૂબ જ ઝડપથી કચરા સાથે ધૂળની બારીક રજકણો પણ સાફ કરી નાખે છે. ઈલેક્ટ્રિક મોટર વડે એક બોક્સમાં વેક્યૂમ પેદા કર વાથી બહારની હવા અંદરની તરફ ધસી જાય છે અને સાથે કચરો પણ લેતી જાય છે તેવા સિદ્ધાંતથી ચાલતા વેક્યૂમ ક્લિનરનો ઇતિહાસ રોમાંચક હોય છે પરંતુ હાલમાં ઉપયોગમાં આવતું ઇલેક્ટ્રિક વડે ચાલતું હળવું ગમે ત્યાં લઈ જઈ શકાય તેવું વેક્યૂમ ક્લિનર જેમ્સ સ્પેન્ગલર નામના વિજ્ઞાનીએ શોધેલું.
♥ સ્પેન્ગલરનો જન્મ અમેરિકાના પેન્સિલવાનિયાના પ્લેઈન્સ કાઉન્ટીમાં ઈ.સ. ૧૮૪૮ના નવેમ્બરની ૨૦ તારીખે થયો હતો.
♥ તેણે કારકિર્દીની શરૂઆત એક કંપનીના સેલ્સમેન તરીકે કરી હતી. તે વધારે ભણ્યો નહોતો પરંતુ કોઠાસુઝથી વિવિધ પ્રકારના યંત્રો બનાવતાં શીખેલો.
♥ સૌ પ્રથમ તેણે ખેતરમાંથી પાક લણવાનુ મશીન શોધેલું. ખેતી માટેના બે મશીનો શોધ્યા પછી તેણે મશીન બનાવવાની કંપની સ્થાપી. પરંતુ તેમાં સફળતા મળી નહીં.
♥ ઈ.સ. ૧૮૯૭માં તેણે નવા પ્રકારની સાઈકલ બનવી અને બજારમાં મૂકી તેમાં તે સફળ થયો. ત્યારબાદ તેણે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં સાફસફાઈનું કામ મળ્યું. આ દરમિયાન તેણે ઈલેક્ટ્રિક વડે ચાલતું વેક્યૂમ ક્લિનર શોધ્યું. આ મશીન બનાવવા માટે તેણે સિલાઈ મશીનની મોટર અને લાકડાના ડ્રમનો ઉપયોગ કર્યો. ૧૯૦૭માં તેણે આ મશીન બજારમાં મૂક્યું. તેણે તેની પેટન્ટ વિલિયમ રૃવટને વેચી હતી. આ શોધને કારણે તેના પરિવારને અઢળક નાણાં મળ્યા.
♥ ઈ.સ. ૧૯૧૫ના જાન્યુઆરીની ૨૨ તારીખે તેનું અવસાન થયું હતું.
♥ પ્રેટી ડોગ (ભસતી ખિસકોલી) ♥
♥ ખિસકોલી અવારનવાર જોવા મળતું નિર્દોષ અને રમતિયાળ જીવ છે. તેના કૂદકા, ગુચ્છાદાર પૂંછડી, બે પગ ઉપર ઊભી રહીને આગલા બે પગ વડે ખાવાની રીતભાત આકર્ષક હોય છે. પણ તેનો અવાજ ભાગ્યે જ સાંભળવા મળે છે.
♥ જાણીને નવાઈ લાગશે પણ કેનેડા, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકોમાં જોવા મળતી ખિસકોલી કૂતરાની જેમ જોરજોરથી ભસે છે તેનું નામ પણ પ્રેટી ડોગ છે.
♥ પ્રેટી ડોગ દેખાવમાં, આકારમાં, સ્વભાવમાં આપણી ખિસકોલી જેવી જ છે તેના શરીર પર કાળા પટ્ટા નથી અને થોડી મોટી છે. દોઢ ફૂટ લંબાઈની પ્રેટી ડોગની પૂંછડી ટૂંકી હોય છે.
♥ સુંદર અને લોકોને ગમે તેવું આ પ્રાણી જમીનમાં દર કરીને રહે છે. જમીનમાં ઊંડો ખાડો કરીને વ્યવસ્થિત ઘર બનાવવામાં તે ઉસ્તાદ છે. ઊંડા અને મોટા દરમાં ખાવાપીવા, ઉંઘવા, અને બચ્ચા માટે અલગ અલગ વિભાગ હોય છે. ટોઇલેટ માટે પણ અલગ જગ્યા હોય છે. પ્રેટી ડોગ સમૂહમાં રહે છે અને વનસ્પતિ ખાઈને જીવે છે.
♥ પ્રેટી ડોગ આખો દિવસ બાગબગીચામાં પણ દોડાદોડી અને ઉછળકૂદ કરતી જોવા મળે છે. તે ૩૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.
♥ પ્રેટી ડોગનો કૂતરા જેવો ભસવાનો અવાજ તેની વિશેષતા છે આમ તો તે ૩૫ જાતના જુદા જુદા અવાજ કરે છે પરંતુ ભયભીત થાય ત્યારે ભસીને સાથીઓને એકઠા કરે છે.
♥ અજબ ગજબ કુદરત ♥
♥ પૃથ્વી પર હવાઈ એવો ટાપુ છે કે જ્યાં જ્વાળામુખીના ખડકોમાંથી બનેલી લાલ ધૂળ જોવા મળે છે. હવાઈ ટાપુની જમીન મંગળની સપાટી જેવી લાલ છે.
♥ જ્વાળામુખીમાંથી નીકળેલો લાવા ઠરે ત્યારે કેટલાક છિદ્રાળુ પથ્થરો બને છે. આ પથ્થરોના છિદ્રોમાં હવાના પરપોટા હોવાથી તે પાણીમાં તરે છે.
♥ જમીન પર વીજળી પડે ત્યારે માટીના કણો પીગળીને કાચ જેવા બની જાય છે, આ કુદરતી કાચને 'ફલ્ગ રાઈટ' કહે છે.
♥ દક્ષિણ ધ્રુવમાં વરસાદ થતો નથી એટલે ભૂગોળની વ્યાખ્યા પ્રમાણે તેને રણપ્રદેશ કહેવાય છે. આ રણ પ્રદેશમાં રેતી નહીં પણ વિશ્વનાં તાજા પાણીનો મોટા ભાગનો જથ્થો બરફરૃપે રહેલો છે.
♥ જમીનના પેટાળમાં ધગધગતા લાવારસનાં સંપર્કમાં આવેલું પાણી ગરમ થઈને જોસભેર બહાર ધસી આવે છે અને ગરમ પાણીના ઝરા બને છે. કેટલાક ઝરા તો ફુવારાની જેમ ઘણી ઊંચાઈ સુધી ઊડે છે.
♥ રણપ્રદેશની રેતીના કણો પવન સાથે ઊડીને એકબીજા સાથે અથડાય ત્યારે લયબદ્ધ સંગીત જેવો અવાજ પેદા થાય છે. રણનું આ સંગીત સાંભળવા જેવું હોય છે.
♥ હવાઈ ટાપુ પરનો કિલાઉ જ્વાળામુખી ૧૯૮૩થી સતત સક્રિય છે. આજે પણ તેમાંથી દર સેકંડે પાંચ ઘનમીટર લાવા બહાર આવે છે.
♥ કેટલાક અજાયબ કરોળિયા ♥
♠ કરોળિયાની જાતમાં જોવા મળતાં બે પ્રકારના જમ્પિંગ સ્પાઈડર પોતાન શરીરના કદ કરતાં ૪૦ ગણો ઊંચો કૂદકો મારી શકે છે.
♠ કરોળિયાની કેટલીક જાત પોતાના જાળાં ખાઈ જાય છે અને તેમાંથી જ નવા બનાવે છે.
♠ ડાર્વિન બાર્ક સ્પાઈડરની જાળની તાર બુલેટપ્રુફ કેવલર કરતાં ય મજબૂત હોય છે.
♠ કરોળિયા એક જાળામાં એક જ રહે છે તે કદી સમૂહમાં રહેતા નથી.
♠ કરોળિયા જીવશાસ્ત્રની દૃષ્ટિએ જંતુ નથી પણ વીંછીની જેમ ચારથી વધુ પગ ધરાવતા જાતિના છે.
♠ મોટા ભાગના કરોળિયાને આઠ આંખો હોય છે. તેના પગમાં સુક્ષ્મ વાળ હોય છે.
♠ મધર સ્પાઈડર એક સાથે ૩૦૦૦ ઈંડા મૂકે છે.
♠ કરોળિયાના શરીરમાં હાડકાં હોતાં નથી પરંતુ શરીર પર સખત કવચ હોય છે.