આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 3 November 2016

♥ લેસર સ્પેક્ટ્રોસ્કોપીનો શોધક - નિકોલસ બ્લમ્બર્જન ♥

લેસર કિરણોના વિવિધ ઉપયોગોની શોધથી તબીબી જગતથી માંડીને મનોરંજન ક્ષેત્રે ઘણી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. લેસર સ્પેક્ટ્રોસ્કોપી એટલે કોઈપણ રાસાયણિક પદાર્થ કે નમૂના ઉપર લેસર કિરણો ફેંકીને તેના વિવિધ રંગકણોનું વિશ્લેષણ કરી પદાર્થનો અભ્યાસ કરવો.

લેસર કિરણો વિવિધ રંગના કિરણો ઉપર વિવિધ અસરો કરે છે. આ પદ્ધતિથી રાસાયણિક વિશ્લેષણ ઉપરાંત રોગોના નિદાન માટે પણ જરૂરી સંશોધન થઈ શકે છે. લેસર કિરણોની આ વિલક્ષણતાની શોધ ભારતીય વિજ્ઞાાની સી.વી. રામને કરેલી. ઘણા બધા વિજ્ઞાનીઓએ તેમાં સંશોધનો કરીને મહત્ત્વના સાધનો વિકસાવ્યા હતા. તેમાં નિકોલસ બ્લ્મબર્જનનો મુખ્ય ફાળો છે. તેને આ યોગદાન બદલ ૧૯૮૧માં નોબેલ ઈનામ એનાયત થયું હતું.
 
નિકોલસ બ્લમ્બર્જનનો જન્મ ઈ.સ. ૧૯૨૦ના માર્ચની ૧૧ તારીખે નેધરલેન્ડના ડોર્ડટ ખાતે  થયો હતો. તેના પિતા કેમિકલ એન્જિનિયર હતા. ૧૯૩૮માં તે ફિઝિક્સના ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેને બે વર્ષ છુપાઈને રહેવું પડેલું. ૧૯૪૫માં તે નેધરલેન્ડ છોડીને બ્રિટન જઈ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. બ્લમ્બર્જનને યુનિવર્સિટીએ પ્રથમ ન્યુક્લિયર મેગ્નેટિક રિસોનન્સ મશીન બનાવવાના સંશોધનનોમાં રોક્યા.

આ દરમિયાન તેણે માસાચ્યૂસેટ્સ ઈન્સ્ટિટયૂટમાં પણ સંશોધન કાર્ય કરેલું. ૧૯૪૭માં નેધરલેન્ડ પરત આવીને તેણે લિડન યુનિવર્સિટીમાં પીએચડીની ડિગ્રી મેળવી.

૧૯૪૯માં ફરીવાર હાર્વર્ડ આવીને શિક્ષણકાર્યમાં જોડાયો.

૧૯૫૮માં તે અમેરિકા જઈ એરિઝોના યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો. આમ જીવનભર તેણે વિજ્ઞાાન ક્ષેત્રે બ્લમ્બર્જનને તેણે કરેલા યોગદાનો બદલ નોબેલ ઈનામ ઉપરાંત અનેક સન્માનો મળેલાં. તેણે ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ બેંગાલુરુમાં પણ સેવાઓ આપેલી.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.