આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 3 November 2016

♥ ગુજરાતનો 1 કરોડનો વેડીંગ ડ્રેસ ♥

સુરત

શહેરનાં ફેશન ડિઝાઇનરે મુંબઇનાં બ્રાઇડલ ફેશન વીક માટે એક કરોડ રૂપિયાનો બ્રાઇડલ ડ્રેસ તૈયાર કર્યો હતો!

આ ડ્રેસમાં ડાયમંડ અને સોનાનાં તારથી એમ્બ્રોઇડરી કરવામાં આવી છે.ફેશન ડિઝાઇનર હિના મોદી અને પ્રિતી ભાટિયાએ તૈયાર કરેલા આ ડ્રેસનું વજન 15 કિલો છે.વેલ્વેટમાંથી તૈયાર કરાયેલા આ ડ્રેસમાં ગોલ્ડની જરી પણ ઉપયોગમાં લેવાઇ છે.મુંબઇનાં બ્રાઇડલ ફેશન વીકમાં રજૂ થયેલો આ ડ્રેસ ગુજરાતનો સૌથી મોંઘો વેડિંગ ડ્રેસ છે.


એક કરોડના બ્રાઈડલ કલેક્શનમાં લાલ રંગના વેલવેટનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે.જેમાં 18 એકસરખી કળીઓ મુકી તેને અનારકલી ડિઝાઈન આપવામાં આવી છે.આ કળીમાં ફ્લોરલ ડિઝાઈનના નાના બ્રોચ મુકવામાં આવ્યા છે,જેની બોર્ડરમાં 50 થી 60 સેન્ટના મોટા રિઅલ ડાયમંડ વાપરવામાં આવ્યા છે અને તેની અંદર ગોલ્ડનું એમ્બ્રોઈડરી કસબ વર્ક કરેલું છે.આ દરેક બ્રોચમાં 40 સેન્ટના ડાયમંડ જડીત કરવામાં આવ્યા છે. આ ડ્રેસ જરી,ડાયમંડ અને ગોલ્ડ કસબ વર્કથી તૈયાર કરવામાં આવ્યો છે.જરી અને ડાયમંડ સુરતની સ્પેશિયાલિટી છે,તેથી જ એનો ઉપયોગ કરીને સુરતને ફેશન જગતમાં પ્રમોટ કરવા માટે આ બ્રાઈડલ ડ્રેસ બનાવવામાં આવ્યો છે.



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.