51 વર્ષીય બાબા અવતારસિંહની પાઘડી તેમની ઓળખ છે.ધાર્મિક પ્રચારમાં 95 કિલો વજનની પાઘડી તેઓ રોજ બાંધે છે.પાઘડી માટે 650 મિટર કપડું વાપરે છે.આ વજનદાર પાઘડી સાથે બાબા બુલેટ પણ ચલાવે છે.
👍🏼 અમૃતસરમાં દિવાળીના એક દિવસ અગાઉ ફતેહ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં લોકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.આ ઊજવણીમાં બાબા અવતાર સિંહ પણ પહોંચ્યા હતા.આ સમયે તેમણે 90 કિલોની વજનદાર પાઘડી પહેરી રાખી હતી.
👍🏼 2012માં બાબાએ પાઘડી પહેરીને જ શ્રી હેમકુંટ સાહેબની પગપાળા યાત્રા કરી હતી.
👍🏼 રોજ પાઘડી બાંધવામાં 6 કલાક અને ઊતારવામાં 2 કલાકનો સમય લાગે છે.
👍🏼 અવતાર સિંહ બંને હાથ 5-5 કડા પહેરે છે.આ કડાનું વજન 20 કિલો જેટલું છે.
👍🏼 અવતાર સિંહે જણાવ્યું કે,અલગ ઓળખ યથાવત રાખવા અને ધાર્મિક પ્રચાર માટે તેઓ આમ કરે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.