♦ પૃથ્વી પર આકાશમાંથી ઉલ્કાવર્ષા થાય છે. ક્યારેક કોઈ વજનદાર ઉલ્કા પૃથ્વી પર પડે ત્યારે ઊંડો ખાડો થઈ જાય છે. ઉલ્કાથી પડેલા આવા ખાડામાં કાળક્રમે તળાવ બને છે. આવા તળાવ ઘણી વિશિષ્ટતા ધરાવે છે.
♦ મહારાષ્ટ્રના બલાધા જિલ્લામાં આવેલું લોનાર સરોવર ૫૦૦૦ વર્ષ પહેલાં પડેલી ઉલ્કાથી સર્જાયેલું છે.
♦ હાલમાં ખારા પાણીનું સરોવર છે. લોનાર સરોવર એકદમ ગોળાકાર છે. ૩૯૦૦ ફૂટ વ્યાસના વાડકા આકારનું આ સરોવર તળિયે ૫૯૦૦ ફૂટનો વ્યાસ ધરાવે છે. વિશ્વની ઘણી વિજ્ઞાાન સંસ્થાઓએ આ તળાવનો અભ્યાસ કર્યો છે.
♦ લોનાર સરોવરની આસપાસ ૬ઠ્ઠી સદીમાં બંધાયેલા મંદિરો છે. તેમાં દૈત્યસુદાન મંદિર, કમળાજા દેવી મંદિર, ગોમુખ મંદિર વગેરે મુખ્ય છે.
♦ નવાઈની વાત એ છે કે તળાવની ફરતે બહાર આંબલીના વૃક્ષોની કતાર છે ત્યાર પછી ખજૂરી અને ત્યાર પછી બાવળની કતાર છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Monday, 31 October 2016
♥ મહારાષ્ટ્રનું લોનાર ક્રેટર લેક ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.