આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 3 November 2016

♥ બીજના અંકુર જમીનની ઉપર અને મૂળ નીચેની તરફ જ કેમ વિકાસ કરે છે ? ♥

કોઈ પણ છોડ કે વૃક્ષ વાવવા માટે જમીનમાં બીજ નાખવામાં આવે છે ત્યારે જમીનમાં બીજ ગમે તે સ્થિતિમાં હોય પરંતુ તેમાંથી ફૂટતા અંકુર જમીન તોડીને બહાર આવે છે અને મૂળ જમીનમાં નીચેની તરફ જ વિકાસ પામે છે. કુદરતી આ અજાયબ રચના છે. વિજ્ઞાાનીઓને પણ નવાઈ લાગે. નૃવંશ શાસ્ત્રી ડાર્વિને તો આ રહસ્ય જાણવા પ્રયોગો કરેલા.

તેણે બીજ વાવીને બહાર નીકળેલા અંકુર ઉપર કપડું ઢાંકી દીધું એટલે અંકુરનો વિકાસ અટકી ગયો. ડાર્વિને એક તારણ કાઢયું કે વનસ્પતિના અંકુરમાં સૂર્યપ્રકાશથી આકર્ષાય તેવા ખાસ કોષો હોય છે. દરેક સજીવ વિકાસ પામવા માટે કુદરતી શક્તિઓ ધરાવે છે. 


વનસ્પતિને સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવવાનો હોય છે એટલે તેના લીલો ભાગ સૂર્યપ્રકાશ તરફ આગળ વધે છે. તેનાથી વિપરીત વનસ્પતિના મૂળમાં પ્રવાહી શોષી લે તેવા કોષો હોય છે અને લીલા રંગના હોતાં નથી પાણીની શોધમાં તે સૂર્યપ્રકાશથી દૂર જમીનમાં ઊંડે ઉતરે છે. આ વિલક્ષણતા વડલામાં વધુ સારી રીતે જોઈ શકાય છે. વડની ડાળીઓ અને  પાન સૂર્યપ્રકાશ તરફ આગળ વધે અને ડાળીઓમાંથી નીકળેલી વડવાઈઓ જમીન તરફ લંબાય છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.