આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 31 October 2016

♥ અજબ ગજબ કુદરત ♥

પૃથ્વી પર હવાઈ એવો ટાપુ છે કે જ્યાં જ્વાળામુખીના ખડકોમાંથી બનેલી લાલ ધૂળ જોવા મળે છે. હવાઈ ટાપુની જમીન મંગળની સપાટી જેવી લાલ છે.

જ્વાળામુખીમાંથી નીકળેલો લાવા ઠરે ત્યારે કેટલાક છિદ્રાળુ પથ્થરો બને છે. આ પથ્થરોના છિદ્રોમાં હવાના પરપોટા હોવાથી તે પાણીમાં તરે છે.

જમીન પર વીજળી પડે ત્યારે માટીના કણો  પીગળીને કાચ જેવા બની જાય છે,  આ કુદરતી કાચને 'ફલ્ગ રાઈટ'  કહે છે.

દક્ષિણ ધ્રુવમાં વરસાદ થતો નથી એટલે ભૂગોળની વ્યાખ્યા પ્રમાણે તેને રણપ્રદેશ કહેવાય છે. આ રણ પ્રદેશમાં  રેતી નહીં પણ વિશ્વનાં તાજા પાણીનો મોટા ભાગનો જથ્થો બરફરૃપે રહેલો છે.

જમીનના પેટાળમાં ધગધગતા લાવારસનાં સંપર્કમાં આવેલું પાણી ગરમ થઈને જોસભેર બહાર ધસી આવે છે અને ગરમ પાણીના ઝરા બને છે. કેટલાક ઝરા તો ફુવારાની જેમ ઘણી ઊંચાઈ સુધી ઊડે છે.

રણપ્રદેશની રેતીના કણો પવન સાથે ઊડીને એકબીજા સાથે અથડાય ત્યારે લયબદ્ધ સંગીત જેવો અવાજ પેદા થાય છે. રણનું આ સંગીત સાંભળવા જેવું હોય છે.

હવાઈ ટાપુ પરનો કિલાઉ જ્વાળામુખી ૧૯૮૩થી સતત સક્રિય છે. આજે પણ તેમાંથી દર સેકંડે પાંચ ઘનમીટર લાવા બહાર આવે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.