🔴 બંગાળના ગવર્નર 🔴
🔵 રોબર્ટ કલાઇવ
🔸1757➖1760
🔵 હોલવેલ
🔸1760
🔵 વેન્સી ટાર્ગેટ
🔸1760➖1765
🔵 ક્લાઇવ
🔸1765➖1767
🔵 વેરેલસ્ટ
🔸1767➖1769
🔵 કાર્ટિયર
🔸1769➖1773
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
🔴 બંગાળના ગવર્નર 🔴
🔵 રોબર્ટ કલાઇવ
🔸1757➖1760
🔵 હોલવેલ
🔸1760
🔵 વેન્સી ટાર્ગેટ
🔸1760➖1765
🔵 ક્લાઇવ
🔸1765➖1767
🔵 વેરેલસ્ટ
🔸1767➖1769
🔵 કાર્ટિયર
🔸1769➖1773
( ચાર્ટર એક્ટ ---- 1833 આધીન )
🔵 લોર્ડ વિલિયમ બેન્ટીક
🔸1833➖1835
🔵 સર ચાર્લ્સ મેટકાફ
🔸1835➖1836
🔵 લોર્ડ ઓકલેન્ડ
🔸1836➖1842
🔵 લોર્ડ એલનબરો
🔸1842➖1844
🔵 સર હેનરી હાર્ડિંગ
🔸1844➖1848
🔵 લોર્ડ ડેલહાઉસી
🔸1848➖1856
🔵 લોર્ડ કૈનિંગ
🔸1858 ➖1862
( ભારતીય કાઉન્સિલ એક્ટ ---1858 )
🔵 લોર્ડ કૈનિંગ
🔸 1858➖1862
🔵 લોર્ડ એલ્ગિન ( પ્રથમ )
🔸 1862 ➖1863
🔵 સર જોન લોરેન્સ
🔸1863➖1869
🔵 લોર્ડ મેયો
🔸 1869 ➖1872
🔵 લોર્ડ નાર્થબ્રુક
🔸1872 ➖1876
🔵 લોર્ડ લિટન
🔸 1876➖1880
🔵 લોર્ડ રિપન
🔸1880➖1884
🔵 લોર્ડ ડફરિન
🔸1884➖1888
🔵 લોર્ડ લૈન્સડાઉન
🔸1888➖1894
🔵 લોર્ડ એલ્ગિન દ્વિતિય
🔸1894➖1899
🔵 લોર્ડ કર્ઝન
🔸1899➖1905
🔵 લોર્ડ મિન્ટો -- દ્વિતિય
🔸1905 ➖1910
🔵 લોર્ડ હાર્ડિંગ --દ્વિતિય
🔸1910 ➖1916
🔵 લોર્ડ ચેમ્સ ફોર્ડ
🔸1916 ➖1921
🔵 લોર્ડ રિડીંગ
🔸1921 ➖1926
🔵 લોર્ડ ઇરવિન
🔸1926➖1931
🔵 લોર્ડ વિલિંગટન
🔸1931 ➖1936
🔵 લોર્ડ લિનલિથગો
🔸1936➖1944
🔵 લોર્ડ વેવેલ
🔸1944 ➖1947
🔵 લોર્ડ માઉન્ટ બેટન
🔸માર્ચ 1947 ➖ જૂન 1948
( નિયામક ધારો ---1773 )
🔵 વોરન હેસ્ટીંગ્સ
🔸 1773➖1785
🔵 સર જોન મૈકફરસન
🔸1785➖1786
🔵 લોર્ડ કોર્નવોલિસ
🔸1786➖1793
🔵 સર જોન શોર
🔸1793➖1798
🔵 રિચર્ડ વેલેસ્લી
🔸1798➖1805
🔵 લોર્ડ કોર્નવોલિસ
🔸1805➖1807
🔵 અર્લ ઓફ મિન્ટો
🔸1807➖1813
🔵 લોર્ડ હેસ્ટીંગ્સ
🔸1813➖1823
🔵 લોર્ડ એમહર્સ્ટ
🔸1823➖1828
🔵 વિલિયમ વટરબર્થ
🔸1828
🔵 લોર્ડ વિલિયમ બેન્ટીક
🔸1828 ➖1833
કોઈ પણ સ્વાદિષ્ટ વાનગી જોઈને આપણા મોંમાં પાણી આવે છે. મોંમાં ઉત્પન્ન થતું પાણી કે લાળ ખોરાકના પાચન માટે જરૃરી છે. મનુષ્યનું આ સામાન્ય વર્તન છે, પરંતુ માત્ર વાનગી જ નહિ પણ વાનગીની તસવીરો જોવાથી, સુગંધ આવવાથી કે વાત સાંભળવાથી પણ મોમાં પાણી આવે. દરરોજ નિયમિત ૧૨ વાગે જમવા બેસનારને બારના ટકોરે મોમાં પાણી આવે. આમ મોમાં પાણી આવવાની ક્રિયા કેટલીક શરતોને આધિન શારીરિક છે. આ વર્તનની શોધ ઇવાન પાવલોવ નામના વિજ્ઞાનીએ કરી હતી. આ શોધથી માણસના વર્તન સંબંધી અનેક સંશોધનો સરળ બન્યા હતા. પાવલોવને આ શોધ બદલ ૧૯૦૪માં મેડિસીનનું નોબેલ ઇનામ મળેલું.
ઇવાન પાવલોવનો જન્મ ઇ.સ. ૧૮૪૯ના સપ્ટેમ્બરની ૧૪ તારીખે રશિયાના રિયાઝાન ગામમાં થયો હતો. બાળપણમાં તેને ગંભીર ઇજા થતા હંમેશા ઘરમાં માતાપિતાની દેખરેખમાં રહેતો તે દરમિયાન તેને પ્રકૃતિનો અભ્યાસ કરવાનો રસ જાગ્યો.
ઇવાનના પિતા ખ્રિસ્તી પાદરી હતા. ઇવાનને ૧૦ ભાઈબહેનો હતા. ઇવાનને તે બધાની સેવા કરવી ગમતી ૧૧ વર્ષની ઉંમરે સાજા થયા બાદ પાવલોવને સ્થાનિક ચર્ચ સ્કૂલમાં ભણવા મૂક્યો ત્યારબાદ સેન્ટ પિટસબર્ગની યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રનો અભ્યાસ કરવા જોડાયો. પેનક્રિયાસ અને મગજ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીને તેણે કેટલાક તારણો કાઢયા. તેને આ સંશોધન બદલ યુનિવર્સિટી એવોર્ડ મળેલો. ત્યારબાદ ઘણી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી છેલ્લે મેડિકલ મિલિટરી એકેડેમીમાં જોડાયો.
કૂતરાના મોમાં ખાવાનું જોઈને લાળ આવતી હોય છે. પાવલોવે કૂતરાને ખાવાનું આપતી વખતે ઘટંડી વગાડવાનો પ્રયોગ કર્યો. થોડા સમય પછી ખાવાનું ન હોય તો પણ ઘંટડીનો અવાજ સાંભળી કૂતરાના મોમાં લાળ આવતી. પાવલોવે કરેલો આ પ્રયોગ વિશ્વ પ્રસિદ્ધ બન્યો. શારીરિક ક્રિયાઓ કેટલીક બાહ્ય શરતો સાથે જોડાયેલી હોવાનું તેણે સાબિત કર્યું. સતત ૧૨ વર્ષ સુધી પાચન ક્રિયા અને મગજ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરીને તે વિશ્વપ્રસિદ્ધ થયો.
નોબેલ ઇનામ ઉપરાંત પાવલોવને કોયલી એવોર્ડ જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયેલાં. જો કે, પાવલોવનું જીવન ગરીબ સ્થિતિમાં પસાર થયેલું. ઇ.સ. ૧૯૩૬ના ફેબ્રુઆરીની ૨૭ તારીખે પાવલોવનું અવસાન થયું હતું.
★ હવામાનની માહિતીમાં તાપમાન, વરસાદનું પ્રમાણ તેમજ ભેજનું પ્રમાણ જણાવવામાં આવે છે. હવામાનની કેટલીક આગાહીઓ માટે વાતાવરણમાં કેટલો ભેજ છે તે જાણવું જરૃરી છે. ભેજ માપવાના સાધનને હાઇગ્રોમીટર કે સાઇકોમીટર કહે છે.
★ સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાની હોરેસ બેનેડિક્ટે ઇ.સ.૧૭૮૩માં પ્રથમ ભેજમાપક બનાવ્યું. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તે સાધન માણસના વાળનો ઉપયોગ કરીને ભેજ માપતું.
★ માણસના વાળ હવામાં ભેજ વધુ હોય ત્યારે લંબાઈમાં થોડા વધે છે. સૂકાય એટલે ટૂંકા થાય છે. બેનેડિક્ટે એક પાત્રમાં માણસનો વાળ ખુલ્લા વાતાવરણમાં મૂકી તેની લંબાઈમાં થતી વધઘટ ચોકસાઈથી માપી ભેજનું પ્રમાણ જાણવાની પદ્ધતિ વિકસાવેલી. આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘણાં વર્ષો સુધી આગાહીઓ થતી.
★ બીજી પદ્ધતિ પણ જાણવા જેવી છે. હવામાં ભેજ વધુ હોય ત્યારે ધાતુઓમાં વીજળીનો પ્રવાહ વધી જાય છે. ભેજ ઓછો હોય તો વીજપ્રવાહ પણ મંદ પડે છે. આધુનિક હાઇગ્રોમીટરમાં લિથિયમ ક્લોરાઇડની પટ્ટી ખુલ્લા વાતાવરણમાં મૂકી તેમાં પસાર થતા વીજપ્રવાહનું માપ નોંધી હવામાં ભેજની વધઘટનો અંદાજ લગાવાય છે.
★ પુખ્ત વયના માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે.
★ મગજમાં અબજો જ્ઞાનકોશો હોય છે. ઉંમર વધે તેમ થોડાં થોડાં જ્ઞાનકોશો નાશ નાશ પામે છે. મગજમાં નવા જ્ઞાનકોશોને બનતા નથી.
★ મગજનો ૬૦ ટકા સફેદ ભાગ વિચારવાનું અને ૪૦ ટકા ભૂખરો ભાગ સંદેશા વ્યવહારનું કામ કરે છે.
★ શરીરને મળતા ઓક્સિજનનો ૨૦ ટકા ભાગ મગજ વાપરે છે.
★ મગજના જ્ઞાનકોશો વચ્ચે સંદેશાની આપ-લે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થાય છે.
★ મગજમાં પીડાના સંવેદનકોષો હોતા નથી એટલે મગજમાં દુ:ખાવો થતો નથી.
★ મગજ ૭૫ ટકા પાણીનું બનેલું હોય છે. શરીરમાં સૌથી વધુ ચરબી પણ મગજમાં રહે છે.
★ મગજના કોશો વચ્ચે સંદેશાનું વહન સેકંડના ૦.૫ મીટરથી માંડીને ૧૨૦ મીટરની ઝડપે થાય છે.
★ જાગૃત અવસ્થામાં મગજમાં સંદેશા વ્યવહાર માટે ૧૦થી ૨૩ વોટનો વીજપ્રવાહ વહે છે.
★ માણસના મગજમાં નિઓકોર્ટેક્ષ નામનો ભાગ વધુ મોટો હોવાથી મનુષ્ય વિવિધ ભાષાઓનું જ્ઞાાન મેળવી શકે છે.
★ ઊંઘ એ મગજને આરામ આપવાનો એકમાત્ર ઉપાય છે.
★ હાર્વર્ડ યુનિવર્સિટીમાં બ્રઇન બેન્ક છે જેમાં લગભગ ૭૦૦૦ માનવ મગજ સંશોધનો માટે સંગ્રહાયેલા છે.
★ આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વ્લાદીમીર લેનિન, જાઝ સંગીતકાર કેથ જેરટ જેવી જાણીતી હસ્તીઓના મગજનો અભ્યાસ થઈ ચૂક્યો છે.
ફળોની દુકાનમાં ક્યારેક ફણસ કે જેકફ્રુટ જોવા મળે છે. ચારે તરફ લીલા કાંટાવાળી છાલ ધરાવતું આ લંબગોળ ફળ વૃક્ષ પર થતું સૌથી મોટું ફળ છે. તેનો સ્વાદ અને ગંધ થોડી અણગમતા હોવાથી બહુ લોકપ્રિય નથી પરંતુ ભારતનું આ ફળ અજાયબ છે.
ભારતમાં ૩૦૦૦ વર્ષ પહેલાં ફણસની ખેતી થતી હોવાના પુરાતત્ત્વ પુરાવા મળ્યા છે. આજે પણ દક્ષિણ ભારતના કેરાળા, તમિલનાડુ, ઓડિશા, કર્ણાટકના દરિયાકાંઠે ફણસની ખેતી થાય છે અને નિકાસ થાય છે.
ફણસ ત્રણ ફૂટ લાંબા અને લગભગ ૨૦ ઇંચ વ્યાસ ધરાવતા ફળ છે. એક ફળનું વજન ૩૫ કિલોગ્રામ સુધી હોય છે. આવા કદાવર ફળનું વજન ડાળીઓ સહન કરી શકે નહી એટલે ફણસ વૃક્ષના થડ ઉપર કે જાડી ડાળી ઉપર ઊગે છે. એક વૃક્ષ વર્ષમાં ૨૦૦ જેટલા ફળ આપે છે.
ફણસની અંદર પીળા રંગના માવા વચ્ચે બીજ ધરાવતી સંખ્યાબંધ પેશીઓ હોય છે. પીળા રંગના માવાની સુગંધ વિશિષ્ટ હોય છે. તેનો માવો ગળ્યો હોય છે. સામાન્ય રીતે અનાનસ, કેરી અને કેળાનો મિશ્રિત સ્વાદ ફણસમાંથી મળે છે. ફણસ ત્રણ જાતના જોવા મળે છે.
દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં કાચા ફણસના અથાણા બને છે તેના બીજ સૂકવીને સાચવી રખાય છે અને તેમાંથી ઘણી વાનગી બને છે. પાકા ફણસમાંથી આઇસક્રીમ સહિતની ઘણી વાનગીઓ બને છે.
ફણસના વૃક્ષનું લાકડું પણ ઉપયોગી છે. તેમાંથી વાંજિત્રો અને લાકડાના બેરલ બને છે. તેનાં પાંદડાં અને છાલમાંથી કેસરી રંગ નીકળે છે. બૌદ્ધ સાધુઓ પુરાતન કાળમાં આ રંગથી કપડા રંગતા હતા. શ્રીલંકા, વિયેતનામ સહિતના દેશોમાં ફણસમાંથી લોટ, નુડલ્સ, પાપડ જેવી વાનગીઓ બનાવવાના ઉદ્યોગ વિકસ્યા છે.
63મા નેશનલ Awardsની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે નેશનલ એવોર્ડમાં બોલીવુડનો દબદબો રહ્યો છે. જણાવી દઇએ કે ડાયરેક્ટર રમેશ સિપ્પી, સતીશ કૌશિક અને અન્ય જ્યૂરી સભ્યોએ Awardsની યાદી સૂચના એવં પ્રસારણ મંત્રી અરૂણ જેટલીને સોંપી દિધી છે.
બેસ્ટ એક્ટ્રેસનો એવરોડ્ કંગના રણોટને તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે આપવામાં આવ્યો છે. કંગનાનો આ ત્રીજો નેશનલ એવોર્ડ છે. આ પહેલા તે ફૈશન માટે બેસ્ટ સપોર્ટિંગનો અને ક્વીન માટે બેસ્ટ Actressનો એવોર્ડ જીતી ચુકી છે. બોસ્ટ ફિલ્મનો એવોર્ડ બાહુબલી-ધ બિગનિંગને મળ્યો છે જ્યારે સંજય લીલા ભણસાલીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ ફિલ્મ બાજીરાવ મસ્તાનીને મળ્યો છે.
અમિતાભ બચ્ચનની સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંગી કરવામાં આવી છે. અમિતાભનો આ ચોથો નેશનલ એવોર્ડ છે. આ પહેલા અમિતાભને ફિલ્મ અગ્નિપથ, બ્લેક અને પા માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે.
63મા નેશનલ Awardsની યાદી નીચે મુજબ છે
- બેસ્ટ એક્ટર: અમિતાભ બચ્ચન (પીકૂ માટે)
- બેસ્ટ એક્ટ્રેસ: કંગણા રણોટ (તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે)
- બેસ્ટ ફિલ્મ: બાહુબલી ધ બિગિનિંગ
- બેસ્ટ મુઝિક ડારેક્શન-બેકગ્રાઉન્ડ સ્કોર: ઇલીયારાજા
- બેસ્ટ ડાયરેક્ટર: સંજય લીલા ભણસાલી (બાજીરાવ મસ્તાની માટે)
- બેસ્ટ ડાયલોગ/સ્ક્રીનપ્લે: જૂહી ચતુર્વેદી (પીકૂ માટે) અને હિમાંશુ શર્મા (તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે)
- બેસ્ટ કોરિયોગ્રાફર: રેમો ડિસૂઝા (બાજીરાવ મસ્તાની માટે)
- બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ડાયરેક્ટર: નીરજ ધ્યાવન (મસાન માટે)
- બેસ્ટ ફીમેલ સીંગર: મોનાલી ઠાકુર (દીવાની મસ્તાની ગીત બાજીરાવ મસ્તાની માટે)
- બેસ્ટ હિન્દી ફિલ્મ: દમ લગા કે હઇશા
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સમુથીરાકની (વિશારાની)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: તનવી આઝમી (બાજીરાવ મસ્તાની)
- બેસ્ટ મરાઠી ફિલ્મ: રિંગન
- બેસ્ટ મલયાલમ ફિલ્મ: પાથેમરી
- બેસ્ટ તામિલ ફિલ્મ: વિસારનઇ
- બેસ્ટ તેલુગુ ફિલ્મ: કંચે
- બેસ્ટ સંસ્કૃત ફિલ્મ: તિથિ
- બેસ્ટ કન્નડ ફિલ્મ: તિથિ
- બેસ્ટ પંજાબી ફિલ્મ: ચોથીકૂટ
- બેસ્ટ કોંકણી ફિલ્મ: એનિમી
- બેસ્ટ અસમિયા ફિલ્મ: કોઠનોડી
- બેસ્ટ હરિયાણવી ફિલ્મ: સતરંગી
- બેસ્ટ મણિપુરી ફિલ્મ: ઇબુસુ યાઓહન્બિયુ
- બેસ્ટ મિઝોરમી ફિલ્મ: લોડ બિયોન્ડ ધ ક્લાસ
- બેસ્ટ ઉડિયા ફિલ્મ: પહાડ રા લુહા
- બેસ્ટ વાંચો ફિલ્મ: હે હેડ હન્ટર
- બેસ્ટ ખાસી ફિલ્મ: ઉનાતા
- બેસ્ટ ચિલ્ડરન ફિલ્મ: દૂરંતો
- બેસ્ટ એડિટિંગ: સ્વર્ગસ્થ કિશોર T.E(વિસરાની માટે)
- બેસ્ટ કોસ્ટ્યૂમ ડિસાઇનર અને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ: ફિલ્મ નાનક શાહ ફકીર
કીડી પોતાના શરીર કરતા ૫૦ ગણું વજન ઊંચકીને ચાલી શકે છે. વજન ઉંચકવાની બાબતમાં કીડી મોટા પ્રાણીઓ કરતાંય વધુ તાકાતવાળી ગણાય. માણસ પોતાના વજન કરતા વધુ વજન ઊંચકે તો થાકી જાય વજન ઉંચકનારા હાથી, ઘોડા, ખચ્ચર, ઊંટ કે બળદ પણ કીડી જેટલી તાકાત ધરાવતા નથી.
કીડી, મકોડા, ઇયળ જેવાં કીટકો પોતાના શરીર કરતાં અનેકગણું વજન ઊંચકીને ચાલી શકે છે તેની આ શક્તિનું રહસ્ય જાણો છો ? કીટકોના સ્નાયુઓ તાંતણા સ્વરૃપે હોય છે. વળી નાનકડા કીટકના શરીરમાં ૪૦૦૦ સ્નાયુઓ હોય છે સાદી રચનાને કારણે તે જલદીથી થાકતા નથી. માણસમાં ૬૫૬ સ્નાયુઓ હોય છે. મોટા ભાગના કીટકો છ પગવાળા હોય છે એટલે તેમણે ઊંચકેલું વજન જમીનની સપાટીથી ખૂબ જ નજીક હોય છે એટલે તે સરળતાથી ઊંચકી શકે છે.
★ ઓડિશાના દરિયાકાંઠે દયા નદીના મૂળ નજીક આવેલું ચિલ્કા સરોવર ૧૧૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. વિશ્વનું બીજા નંબરનું ખારા પાણીનું સરોવર છે.
★ પ્રાચીન કાળમાં ચિલ્કા સરોવર વહાણવટાનું કેન્દ્ર હતું. આ સ્થળેથી ૧૪૦૦મી સદીમાં બનેલા વહાણ અને અન્ય રાચરચીલાના અવશેષો મળ્યા હતા.
★ આજે ઓડિશાના પુરી, ખૂર્દ અને ગંજન એમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું આ સરોવર સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે. શિયાળામાં આ સરોવરમાં કાસ્પીયન સમુદ્ર, બાઈકલ લેક, રશિયા અને મોંગોલિઆના ૧૬૦ જેટલી જાતિના પક્ષીઓ આવે છે. આ પક્ષીઓ ૧૨૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી હિમાલયને વટાવી અહીં આવે છે.
★ ચિલ્કા સરોવરના કાંઠે ૪૫ જાતના પક્ષીઓ, ૧૪ જાતના સાપ અને ૧૫૨ ઈરાવતી ડોલ્ફીન રહે છે જે અન્ય સ્થળોએ જોવા મળતા નથી.
★ ચિલ્કા સરોવર ૦.૯ ફૂટથી માંડીને ૨.૬ ફૂટ ઊંડું છે. જો કે તેને સમુદ્ર સાથે જોડતી કેનલ ૩૨૮ ફૂટ ઊંડી છે. શિયાળામાં લાખોની સંખ્યામાં વોટરફોલ અને શોરબર્ડ પક્ષીઓ અહીં જોવા મળે છે. સરોવર કાંઠે ૭૨૬ જાતિના ફૂલછોડ જોવા મળે છે.
★ ચિલ્કા સરોવર નજીક નાલબાના પક્ષી અભયારણ્ય પણ આવેલું છે. નાલબાના તળાવની વચ્ચે આવેલો નાનકડો ટાપુ છે.
ક્રિકેટમાં ગુગલી બોલ શબ્દ જાણીતો છે. બોલર જમણા હાથે બોલિંગ કરતી વખતે કાંડાને જોર આપી ચક્રાકાર ફરતો બોલ ફેંકે ત્યારે તે ટપ્પી પડીને જમણી તરફ ફંટાય છે તેને ઓફ સ્થિત બોલ પણ કહે છે પરંતુ ડાબોડી બોલર ગુગલી બોલિંગ કરે ત્યારે તેને ચાઇના મેન બોલ કહે છે. આ બોલ વધુ ચોક્સાઇથી જમણે તરફ ફંટાય છે.
૧૯૩૩માં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ દરમિયાન એલિસ એચોંગ નામના ખેલાડીએ ઇંગ્લેન્ડના વોલ્ટર રોબિન્સ અદ્ભૂત રીતે સ્ટમ્પ આઉટ કર્યે હતો. રોબિન્સ પેવેલિયન તરફ જતાં જતાં બોલ્યો કે આ ચાઇનામેને તો ગજબનું કર્યું. એલિસ એચોંગ ચીનનો હતો. ચીનને ક્રિકેટ સાથે કંઇ લાગતું વળગતું નથી પરંતુ આ ઘટના બાદ ડાબોડી સ્પીનરીના બોલને ચાઇનામેન બોલ નામ પ્રચલિત થયું. ડેનિસ કોમ્પટન અને ગેરફિલ્ડ બોલ નામ પ્રચલિત થયું. ડેનિસ કોમ્પટન અને ગેરફિલ્ડ સોબર્સ જાણીતા ડાબોડી સ્પીનરો હતા તેઓ ચાઇનામેન બોલનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામો મેળવતા.
★ પૃથ્વી પર મળી આવતા મૂળભૂત તત્ત્વો તેના અણુમાં રહેલા પ્રોટીનની સંખ્યાના આધારે ઓળખાય છે અને આવર્ત કોષ્ટકમાં તો જ નંબર અપાય છે પરંતુ એક જ પદાર્થમાં ક્યારેક અણુમાં ન્યુટ્રોનની સંખ્યા વધુ હોય તેવા પદાર્થને તેનો આઇસોટોપ કહે છે કહે છે જેમાં પદાર્થના ગુણધર્મો બદલાતા નથી પણ વજન વગેરે બદલાય છે. રસાયણશાસ્ત્રમાં આઇસોટોપનું ખાસ મહત્ત્વ છે.
★ યુરેનિયમ એક જ હોય પણ તેના અણુમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રમાણે તે વિવધ પ્રકારના બને છે અને યુરેનિયમ-૨ કે ૪ જેવા નામોથી ઓળખાય છે. ડયુટેરિયમ નામનો પદાર્થ આ સિદ્ધાંતના આધારે શોધાયો હતો તેને મૂળભૂત તત્ત્વોના કોષ્ટકમાં સ્થાન મળ્યું હતું. ડયુટેરિયમનો ઉપયોગ અણુ ઊર્જા કેન્દ્રો તેમજ અણુ પ્રયોગોમાં થાય છે. આ પદાર્થની શોધ હેરોલ્ડ ઉરી નામના વૈજ્ઞાનિકે કરેલી. આ શોધ બદલ તેને ૧૯૩૪માં કેમિસ્ટ્રીનું નોબેલ ઇનામ મળેલું.
★ હેરોલ્ડ ક્લેટન ઉરીનો જન્મ ઇ.સ. ૧૮૯૩ના એપ્રિલની ૨૯ તારીખે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના વોકરટોન ગામે થયો હતો.
★ તેના પિતા શિક્ષક અને ચર્ચમાં મિનિસ્ટર હતા. ઉરી ૬ વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયેલું.
★ પ્રાથમિક- શિક્ષણ સ્થાનિક સ્કૂલમાં લીધા પછી તે કેન્ડવિલેની હાઇસ્કૂલમાં જોડાયો હતો. અર્લહામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ બન્યા બાદ તે શાળામાં શિક્ષક તરીકે જોડાયો હતો. મોન્ટાના ખાતે શિક્ષકની નોકરી દરમિયાન તે વધુ અભ્યાસ માટે મોન્ટાના યુનિવર્સિટીમાં જોડાયો અને ઝુલોજીમાં વિજ્ઞાાનની ડિગ્રી મેળવી.
★ તે સમયે પ્રથમ વિશ્વયુદ્ધ શરૃ થયું હતું. ઉરે બેરેટ કેમિકલ કંપનીમાં વિસ્ફોટકો બનાવવા જોડાયો. યુદ્ધ પૂરું થયા બાદ મોન્ટાના આવી તેણે કેમિસ્ટ્રીના શિક્ષક તરીકે કારકીર્દિ શરુ કરી. થર્મોડાઇનેમિક અને આઇસોટોપ ક્ષેત્રે સંશોધનો કરીને તેણે પીએચડીની ડિગ્રી મેળવી અને કોપનહેગન ગયો. કોપનહેગનમાં તે વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાનીઓ આઇન્સ્ટાઇન અને ફ્રેન્કને મળેલો.
★ ત્યારબાદ અમેરિકા આવીને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયો. ઇ.સ. ૧૯૩૧માં તેણે ડયુટેરિયમની શોધ કરી. ડયુટેરિયમ ભારે હાઇડ્રોજનનું સ્વરૃપ હતું. ત્યારબાદ લાંબી સંશોધન કારકિર્દીમાં તેણે અણુ બોમ્બ બનાવવાના અમેરિકાના પ્રોજેક્ટમાં પણ સેવા આપેલી. નોબેલ ઇનામ ઉપરાંત તેને ફ્રેન્કલીન મેડલ, નેશનલ મેડલ ઓફ સાયન્સ વિગેરે અને સન્માનો મળેલા ઇ.સ. ૧૯૮૧ના જાન્યુઆરીની પાંચમી તારીખે તેનું અવસાન થયું હતું.