આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 30 March 2016

♥ વિકરાળ અને માંસાહારી કાચબા : એલિગેટર સ્નેપિંગ ટર્ટલ ♥








જળચર અને સ્થળચર એમ કાચબાની બંને જાત સામાન્ય રીતે વનસ્પતિ આહારી હોય છે. સૌથી લાંબુ આયુષ્ય ધરાવતા કાચબાની દરેક જાત શરીર ઉપર સખત કવચ ધરાવે છે અને અંદરનું શરીર મૃદુ હોય છે. કાચબા સામાન્ય રીતે નિર્દોષ દેખાય છે. પરંતુ અમેરિકાના દક્ષિણપૂર્વ વિસ્તારની નદીઓમાં એલિગેટર સ્નેપિંગ ટર્ટલની એક વિચિત્ર જાત જોવા મળે છે. આ કાચબા કદાવર હોવા સાથે તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબાવાળા હોય છે. તેનું જડબું મગરમચ્છ જેટલી તાકાત ધરાવતું હોવાથી જ તેને એલિગેટર ટર્ટલ કહે છે.

એલિગેટર સ્નેપિંગ ટર્ટલ તથા માથું મોટું અને લાંબુ તથા સ્પ્રિંગ જેવું ગળું ધરાવે છે. તેના શરીર પર સખત ભિંગડા હોવાથી તે ડાયનોસર જેવો દેખાય છે. માથું ઊંચું કરીને મોં ફાડે ત્યારે તીક્ષ્ણ દાંત દેખાતા હોવાથી વિકરાળ દેખાય છે. આ કાચબો માંસાહારી છે. તેની આંખની ફરતે પીળા રંગનું ચક્ર હોય છે.

આ  કાચબાની  શિકાર કરવાની રીત ગજબની છે. તેની જીભ લાલ રંગની અને લાંબી ભૂંગળી જેવી હોય છે. તે ખુલ્લું મોં રાખીને પડયો રહે છે. તેની જીભ સાપોલિયાની જેમ સળવળતી હોય છે. કોઇ માછલી જીભને જંતુ સમજી પકડવા આવે કે તરત જ કાચબાનો શિકાર બની જાય છે. આમ તે જીભ દ્વારા માછલીને લલચાવી. તેનો શિકાર કરે છે.

આ કાચબા સામાન્ય રીતે ૮૦થી ૧૦૦ કિલો વજનના જોવા મળ્યા છે. પાણીમાં તરતી વખતે પણ તે ઝડપથી શિકાર કરે છે. આ કાચબા અમેરિકાના ઘણા ઝૂમાં જોવા મળે છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.