આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 21 March 2016

♥ ઓડિશામાં આવેલું એશિયાનું સૌથી મોટું સરોવર : ચિલ્કા ♥


ઓડિશાના દરિયાકાંઠે દયા નદીના મૂળ નજીક આવેલું ચિલ્કા સરોવર ૧૧૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. વિશ્વનું બીજા નંબરનું ખારા પાણીનું સરોવર છે.

પ્રાચીન કાળમાં ચિલ્કા સરોવર વહાણવટાનું કેન્દ્ર હતું. આ સ્થળેથી ૧૪૦૦મી સદીમાં બનેલા વહાણ અને અન્ય રાચરચીલાના અવશેષો મળ્યા હતા.

આજે ઓડિશાના પુરી, ખૂર્દ અને ગંજન એમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું આ સરોવર સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે. શિયાળામાં આ સરોવરમાં કાસ્પીયન સમુદ્ર, બાઈકલ લેક, રશિયા અને મોંગોલિઆના ૧૬૦ જેટલી જાતિના પક્ષીઓ આવે છે. આ પક્ષીઓ ૧૨૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી હિમાલયને વટાવી અહીં આવે છે.

ચિલ્કા સરોવરના કાંઠે ૪૫ જાતના પક્ષીઓ, ૧૪ જાતના સાપ અને ૧૫૨ ઈરાવતી ડોલ્ફીન રહે છે જે અન્ય સ્થળોએ જોવા મળતા નથી.

ચિલ્કા સરોવર ૦.૯ ફૂટથી માંડીને ૨.૬ ફૂટ ઊંડું છે. જો કે તેને સમુદ્ર સાથે જોડતી કેનલ ૩૨૮ ફૂટ ઊંડી છે. શિયાળામાં લાખોની સંખ્યામાં વોટરફોલ અને શોરબર્ડ પક્ષીઓ અહીં જોવા મળે છે. સરોવર કાંઠે ૭૨૬ જાતિના ફૂલછોડ જોવા મળે છે.

ચિલ્કા સરોવર નજીક નાલબાના પક્ષી અભયારણ્ય પણ આવેલું છે. નાલબાના તળાવની વચ્ચે આવેલો નાનકડો ટાપુ છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.